અદભૂત…આ છે પુરી રથયાત્રાની અજબ-ગજબ વાતો. વાતો જાણી ઍક વખત દર્શન કરવાનું મન થઈ જશે…!!!

puri4

આપણાં દેશમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાંથી ઘણી પરંપરાઓ ધર્મની સાથે જોડાઇને લોકોની આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે. એવી જ એક પરંપરા છે ઓરિસ્સા સ્થિત પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા.

આ વર્ષે અષાઢ શુક્લ બીજની તિથિએ ઓરિસ્સા સ્થિત પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે આ રથયાત્રા 18 જુલાઈ, શનિવારથી શરૂ થશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની પ્રતિમાઓને ત્રણ અલગ-અલગ દિવ્ય રથો પર નગર ભ્રમણ કરાવવામાં આવે છે. રથયાત્રાના દર્શન માટે લાખો ભક્તોની ભીડ લાગે છે અને ભગવાન જગન્નાથના રથને ખેંચીને સ્વયંને ધન્ય માને છે.

આ વર્ષે વિશેષ હશે રથયાત્રાઃ-

આ 18 જુલાઈની રથયાત્રા ઘણી વિશેષ હશે. વિશેષ હોવાનું કારણ છે કે, 19 વર્ષો પછી ભગવાન જગન્નાથ મંદિરની બધી જ પ્રતિમાઓ (ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા) બદલાઇ ગઇ છે. હવે આ નવી પ્રતિમાઓને જ રથમાં વિરાજિત કરીને યાત્રા કાઢવામાં આવશે. આ પ્રતિમાઓ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવેલાં લીમડાના વિશેષ વૃક્ષો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ વિશેષ વૃક્ષોને દારૂ કહેવામાં આવે છે.

19 વર્ષ પછી કેમ બદલાઇ દેવ પ્રતિમાઓઃ-

ભગવાન જગન્નાથ અને દેવ પ્રતિમાઓ તે જ વર્ષે બદલવામાં આવે છે, જે વર્ષે અષાઢના બે મહિનાઓ આવે છે. આ વર્ષે અષાઢમાં અધિક માસ હોવાને કારણે બે અષાઢ માસ છે. 19 વર્ષ પછી આ અવસર આવ્યો છે. ક્યારેક-ક્યારેક 14 વર્ષોમાં પણ આવું થાય છે. આ અવસરને નવ-કલેવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પહેલાં આ અવસર 1996માં મનાવવામાં આવ્યો હતો.

પ્રતિમાં નિર્માણ માટે આ રીતે પસંદ કરવામાં આવે છે વક્ષઃ-

ભગવાન જગન્નાથ અને અન્ય દેવ પ્રતિમાઓના નિર્માણ લીમડાની લકડીઓથી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથનો રંગ શ્યામ હોય છે, આ માટે લીમડાનું વૃક્ષ તે જ રંગનું હોવું જોઇએ. ભગવાન જગન્નાથના ભાઇ-બહેનનો રંગ ગોરો છે, આ માટે તેમની મૂર્તિઓ માટે હળવા રંગના લીમડાનું વૃક્ષ શોધવામાં આવે છે. ભગવાન જગન્નાથની મૂર્તિ માટે વૃક્ષ પસંદ કરવા માટે ખાસ વસ્તુઓ પર પણ ધ્યાન આપવામાં આવે છે. આ ખાસ વસ્તુઓ નીચે મુજબ છે-

1. વૃક્ષમાં મુખ્ય ચાર શાખાઓ હોવી જોઇએ.
2. વૃક્ષની નજીક જળાશય (તળાવ), સ્મશાન અને કીડીઓનું દર હોવું જરૂરી છે.
3. વૃક્ષની જડમાં સાંપનું બિલ પણ હોવું જોઇએ.
4. તે કોઇ ત્રિભેટ પાસે હોય અથવા પછી ત્રણ પહાડોથી ઘેરાયેલું હોય.
5. વૃક્ષની પાસે વરૂણ, બીલી કે સહોદાનું વૃક્ષ હોવું જ જોઇએ.

કળિયુગનું પવિત્ર ધામ છે જગન્નાથપુરીઃ-

પૌરાણિક માન્યતાઓમાં ચારેય ધામને એક યુગનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે કળિયુગનું પવિત્ર ધામ જગન્નાથપુરી માનવામાં આવે છે. આ ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરૂષોત્તમ પુરૂ, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા અથવા ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવ ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની પ્રતિમાં રાધા અને શ્રીકૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથના જ અંશ સ્વરૂપ છે. આ માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવે છે.

નવમાં દિવસે પાછા ફરે છે ભગવન જગન્નાથઃ-

ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ શુક્લ બીજથી શરૂ થશે. આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઇને 2 કિલોમીટર દૂર સ્થિત ગુંડિચા મંદિર પર સમાપ્ત થાય છે. જ્યાં ભગવાન જગન્નાથ 7 દિનવો સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દશમી (આ વર્ષે 26 જુલાઈ, રવિવાર)ના રોજ રથયાત્રા મુખ્ય મંદિર સુધી પહોંચે છે. આ બહુડા યાત્રા કહેવાય છે.

ધાર્મિક માન્યતા છે કે, આ રથયાત્રાના માત્ર રથના શિખર દર્શનથી જ વ્યક્તિ જન્મ-મરણના બંધનથી મુક્ત થઇ જાય છે. સ્કંદપુરાણમાં વર્ણન છે કે, અષાઢ મહિનામાં પુરી તીર્થમાં સ્નાન કરવાથી બધા તીર્થોના દર્શનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને ભક્તોને શિવલોકની પ્રાપ્તિ થાય છે.

આ છે જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલ રોચક વાતોઃ-

1. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના રથ નારિયેળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાઓનું વજન પણ અન્ય લાકડાઓની સરખામણીમાં હળવી હોય છે અને તેને સરળતાથી ખેંચી પણ શકાય છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે અને આ રથ અન્ય રથોના આકારમાં પણ મોટો હોય છે. આ યાત્રામાં બળભદ્ર અને સુભદ્રાના રથ પાછળ હોય છે.

2. ભગવાન જગન્નાથના રથના કેટલાય નામ છે જેમ કે, નંદીઘોષ, ગરુડધ્વજ અને કપિધ્વજ વગેરે. રથના ઘોડાના નામ શંખ, બલાહક, શ્વેત એવં હરિદાશ્વ છે. તેમનો રંગ સફેદ હોય છે. આ રથના સારથીનું નામ દારુકા છે. આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધજા ત્રિલોક્યવાહિની કહેવામાં આવે છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને શંખચૂડ કહેવામાં આવે છે.આ રથમાં ભગવાન જગન્નાથની સાથે અન્ય 9 દેવી દેવતાઓની મૂર્તિઓ પણ રાખવામાં આવે છે.જેમાં હનુમાન, શ્રીકૃષ્ણ, ગોવર્ધન, નરસિંગ,રામ, લક્ષ્મણ, નારાયણ, ચિંતામણી અને રાઘવ પ્રમુખ છે.

3. બલરામજીના રથનું નામ તાલધ્વજ છે. તેમના રથ પર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અને સારથી મતાલી હોય છે. રથના ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા આ રથના ઘોડાના નામ છે. આ રથ 13.2 મીટર ઉંચો અને 14 પૈડાવાળો હોય છે, જે લાલ, લીલા રંગના કપડા અને લાકડીઓના 763 ટુકડાઓથી બનેલું હોય છે.

4. સુભદ્રાના રથના નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ પર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. રથની રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન હોય છે. રથનો ધ્વજ નદંબિક કહેવાય છે. રોચિક, મોચિક, જિતા અને અપરાજિતા તેના ઘોડા હોય છે. જેને ખેંચવાની રસ્સીનું નામ સ્વર્ણચુડા છે. 12.9 મીટર ઉંચા 12 પૈડાના રથમાં લાલ, કાળા કપડાની સાથે લાકડાના 593 ટુકડાઓનો ઉપયોગ થાય છે.

5. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો પર જે ઘોડાની કૃતિઓ બનાવવામાં આવે છે. તેમાં પણ અંતર હોય છે. ભગવાન જગન્નાથના રથમાં લગાવેલ ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ પર કોફી કલરનો, જ્યારે બલરામજીના રથ સાથે જોડાયેલ ઘોડાનો રંગ વાદળી હોય છે.

6. રથયાત્રામાં ત્રણ રથના શિખરોના રંગ પણ અલગ-અલગ હોય છે. બલરામજીના રથનો શિખર લાલ-પીળો, સુભદ્રાજીના રથનો શિખર લાલ અને ગ્રે રંગનો, જ્યારે ભગવાન જગન્નાથના રથના શિખરનો રંગ લાલ અને લીલો હોય છે.

રસોઈ છે પ્રમુખ આકર્ષણઃ-

1-જગન્નાથ મંદિરનું એક મોટું આકર્ષણ હોય છે અહીંની રસોઈ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે. આ મંદિરનું દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત છે. આ રસોઈમાં ભગવાન જગન્નાથ માટે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે.

2- આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવવામાં આવતા મહાપ્રસાદને તૈયાર કરવામાં લગભગ 500 રસોઈયાઓ અને તેમના 300 સહયોગીઓ કામ કરે છે. એવી માન્યતા છે કે આ રસોઈમાં જે પણ ભોગ બનાવવામાં આવે છે તેનું નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં જ થાય છે.

3-અહીં બનાવવામાં આવતા દરેક પકવાન હિન્દુ ધર્મ પુસ્તકોના દિશા-નિર્દેષો પ્રમાણે જ બનાવવામાં આવે છે. ભોગ પૂર્ણતઃ શાકાહારી હોય છે. ભોગમાં કોઈપણ પ્રકારે ડુંગળી કે લસણનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. ભોગને મોટાભાગે માટીના વાસણોમાં જ ઉપયોગ કરવામાં આવે છે.

4-રસોઈની પાસે જ બે કૂવા છે જેને ગંગા અને યમુના કહેવામાં આવે છે. માત્ર તેમાંથી કાઢવામાં આવેલ પાણીથી જ ભોગ તૈયાર કરવામાં આવે છે. આ રસોઈમાં 56 પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે ભોજનની માત્રા આખા વર્ષ માટે રહે છે. પ્રસાદની થોડી પણ માત્રા ક્યારેય નકામી જતી નથી, પછી તે હજારો લોકોથી 20 લાખ લોકોને ખવડાવી શકાય છે.

5-મંદિરમાં ભોગ લગાવવા માટે 7 માટીના વાસણ એક બીજા ઉપર રાખવામાં આવે છે અને લાકડા ઉપર પકાવવામાં આવે છે. આ પ્રક્રિયામાંસૌથી ઉપર રાખેલ વાસણનો ભોગ સામગ્રી સૌથી પહેલા બનાવવામાં આવે છે પછી ક્રમશઃ નીચેની તરફ એક પછી એક ભોગને તૈયાર કરવામાં આવે છે.

આવું છે મંદિરનું સ્વરૂપઃ-

જગન્નાથ મંદિર 4,00,000 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે અને સરહદોથી ઘેરાયેલો છે. કલિંગ શૈલીના મંદિર સ્થાપત્યકળા અને શિલ્પના આશ્ચર્યજનક પ્રયોગથી પરિપૂર્ણ, આ મંદિર, ભારતના ભવ્ય સ્મારક સ્થળોમાંથી એક છે. મુખ્ય મંદિર વક્ર રેખીય આકારનું છે, જેના શિખર પર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર મંડિત છે. આ ચક્રને નીલચક્ર પણ કહેવામાં આવે છે. આ ચક્ર અષ્ટધાતુથી નિર્મિત છે અને અતિ પાવન અને પવિત્ર માનવામાં આવે છે. મંદિરની અંદર આંતરિક ગર્ભગૃહમાં મુખ્ય દેવાતાઓની મૂર્તિઓ સ્થાપિત છે.

આ ભાગ તેને ઘરાયેલાં અન્ય ભાગોની અપેક્ષાએ વધારે વર્ચસ્વવાળો છે. તેની સાથે જોડાયેલ મંદિરની પિરામિડ આકાર છત અને લગાવવામાં આવેલ મંડપ, અટ્ટાલિકા (છાપરાની નીચેનો મેડો) મંદિરની નજીક રહેતાં ઉપર તરફ ઉઠતાં ગયાં છે. આ એક પર્વતને ઘેરીને અન્ય નાના પહાંડો, નાના-નાના ડુંગરોના સમૂહથી બનેલું છે. મુખ્ય ભવન એક 20 ફૂટ ઊંચી દિવાલથી ઘેરાયેલો છે તથા બીજી દિવાલ મુખ્ય મંદિરને ઘેરાયેલ છે.

આ છે પુરીના દર્શનીય સ્થળઃ-

પુરીની મૂર્તિ, સ્થાપત્ય કળા અને દરિયાનો કિનારો પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે પૂરતો છે. કોણાર્કનું અદભૂત સૂર્ય મંદિર, ભગવાન બુદ્ધની અનુપમ મૂર્તિઓથી સજાયેલું ધૌલાગિરી અને ઉદયગિરિની ગુફાઓ, જૈન મુનિઓની તપસ્થળી ખંડ-ગિરિની ગુફાઓ, લિંગ-રાજ, સાક્ષી ગોપાલ અને ભગવાન જગન્નાથના મંદિર દર્શનીય છે. પુરી અને ચંદ્રભાગાનું મનોરમ દરિયા કિનારો, ચંદન તળાવ, જનકપુર અને નંદનકાનન અભ્યારણ ખૂબ જ મનોરમ છે.

અહીંના પ્રસાદને કહેવાય છે મહાપ્રસાદઃ-

જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ માનવામાં આવે છે, જ્યારે અન્ય તીર્થના પ્રસાદને સામાન્યતયા પ્રસાદ જ કહેવાય છે. ભગવાન જગન્નાથના પ્રસાદને મહાપ્રસાદનું સ્વરૂપ મહાપ્રભુ વલ્લભાચાર્યજી દ્વારા પ્રાપ્ત થયું. એવું કહેવાય છે કે, મહાપ્રભુ વલ્લભાચાર્યની નિષ્ઠાની પરીક્ષા લેવા માટે તેમના એકાદશી વ્રતના દિવસે પુરી પહોંચવા પર મંદિરમાં જ કોઇએ તેમને પ્રસાદ આપી દીધો હતો. મહાપ્રભુએ પ્રસાદ હાથમાં લઇ તેનું સ્તવન કરતાં દિવસ પછી રાત્રે પણ ત્યાં વિતાવી હતી. પછીના દિવસે બારસના દિવસે સ્તવનની સમાપ્તિ પર તે પ્રસાદને ગ્રહણ કર્યો અને તે પ્રસાદને મહાપ્રસાદનું ગૌરવ પ્રાપ્ત થયું.

આ રીતે શરૂ થઇ જગન્નાથની પરંપરાઃ-

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ઘણી જૂની છે. આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક કિવંદતીઓ(લોકકથાઓ) પણ પ્રચિલત છે. તે પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઈન્દ્રદ્યુમે શરૂ કરી હતી. આ કથા સક્ષેપમાં આ પ્રકારે છે-

કળયુગના શરૂઆતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઈન્દ્રદ્યુમનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો. એક દિવસ ઈન્દ્રદ્યુમ ભગવાનના દર્શમ કરવા નીલાંચલ પર્વ ઉપર ગયા તેને ત્યાં દેવ મૂર્તિના દર્શન ન થયા. નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્ણવાણી થઈ કે ખૂબ જ જલદી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વરૂપમાં ફરી ધરતી ઉપર આવશે. આ સાંભળીને તે ખુશ થયો.

એકવાર જ્યારે ઈન્દ્રદ્યુમ પુરીના સમુદ્ર તટ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાયા. ત્યારે તેને ભવિષ્ણવાણીની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી જ ભગવાનની મૂર્તિ બનાવશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પ વિશ્વકર્મા ત્યાં બઢઈના રૂપમાં આવ્યા અને તેને એ લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત જ હા પાડી દીધી.

ત્યારે બઢઈના રૂપમાં વિશ્વકર્માએ એવી શરત રાખી કે મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે અને જો કોઈ ત્યાં આવે તો તે કામ અધુરુ છોડીને ચાલ્યો જશે. રાજાને શરત માની લીધે. ત્યારે વિશ્વકર્માએ ગુન્ડિચા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભૂલવશ રાજા બઢઈને મળવા પહોંચી ગયો. તેમને જોઈને વિશ્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધુરી રહી ગઈ. ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારે રાજા ઈન્દ્રદ્યુમે વિશાળ મંદિર બનાવ્યું અને ત્રણે મૂર્તિને ત્યાં સ્થાપિત કરી.

ભગવાન જગન્નાથે મંદિર નિર્માણના સમયે રાજા ઈન્દ્રદ્યુમે બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમી ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઈન્દ્રદ્યુમે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે પ્રભુએ તેમની જન્મભૂમી જવાની વ્યવસ્થા કરી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી આવી રહી છે.

એક અન્ય મત પ્રમાણે સુભદ્રાએ દ્વારિકા દર્શનની ઈચ્છા પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામે અલગ-અલગ રથોમાં બેસાડીને યાત્રા કરી હતી. સુભદ્રાની નગર યાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે.

રથયાત્રામાં આ માટે નથી હોતો રૂકમણી અથવા રાધાનો રથઃ-

વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના અલગ-અલગ રથોમાં વિરાજિત કરીને નગર ભ્રમણ કરવાની પરંપરા છે. અહીં આ વાત વિચારણીય છે કે શ્રીકૃષ્ણની સાથે જ રાધા કે રુક્મણીનો રથ શા માટે નથી હોતો ? તેનો જવાબ હિન્દુ પૌરાણિક કથાઓમાં મળે છે જે આ પ્રમાણે છે-

એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ રહી હતી. નિદ્રા દરમિયાન શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભલીને રુક્મણી અચંભિત થઈ. સવાર થતા જ રુક્મણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું નથી ભૂલતા.

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહુ. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી.

આ માટે કહેવાય છે ગુંડિચા મંદિરને બ્રહ્મલોકઃ-

ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અષાઢ શુક્લ બીજા તિથિના રોજ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંડિર સુધી જઈને આવે છે. એવી માન્યતા છે કે આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલા માટે ગુંડિચાને બ્રહ્મલોક અર્થાત્ જનકપુરી પણ કહેવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ થોડો સમય આ મંદિરમાં વિતાવે છે. આ સમયે ગુંડિચા મંદિરમાં ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે.

આ પ્રકારે ગુંડિચા નગરમાં જઈને ભગવાન વિન્દુતીર્થના તટ ઉપર સાત દિવસ સુધી નિવાસ કરે કારણ કે પ્રાચીનકાળમાં તમને રાજા ઈન્દ્રદ્યુમને એવું વરદાન આપ્યું હતું કે હું તમારા તીર્થના કિનારે પ્રતિવર્ષ નિવાસ કરીશ. મારે ત્યાં રહેવા માટે બધા તીર્થ તેમાં નિવાસ કરશે. આ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરીને, જે લોકો સાત દિવસ સુધી ગુંડિચા મંડપમાં વિરાજમાન મારું, બલરામ અને સુભદ્રાના દર્શન કરશે, તેઓ મારી કૃપા પ્રાપ્ત કરશે.

ગુંડિચા મંડપથી રથ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ આવતા શ્રીકૃષ્ણ, બલભદ્રા અને સુભદ્રાજીના જે દર્શન કરે છે, તેઓ મોક્ષના ભાગી બને છે. ધર્મગ્રંથો પ્રમાણે જે દરરોજ સવારે ઊઠીને આ પ્રસંગનો પાઠ કરે છે કે સાંભળે છે તે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી ગુંડિચા મહોત્સવના ફળસ્વરૂપ વૈકુંઠધામમાં જાય છે.

શા માટે ઓગળવા લાગ્યા ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાઃ-

સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજાપર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાત અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાત અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.
આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s