જાણો અજાણી વાતો…ખાતુ બંધ કરતી વખતે પણ વસૂલાય છે ચાર્જ, બેન્ક નથી જણાવતી આ ૮ વાતો…!!!

bank5

બેન્ક પોતાની દરેક સેવા માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે. સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાથી માંડીને બેન્ક એકાઉન્ટને બંધ કરવા સુધી બેન્ક આપના ખાતામાંથી ચાર્જ કાપી લે છે. બેન્કના નિયમો તેમજ શરતોમાં બેશક આ ચીજો હોય છે. પરંતુ, ખાતુ ખોલતી વખતે સામાન્ય રીતે આ જાણકારી ગ્રાહકોને નથી આપવામાં આવતી. મનીભાસ્કર આપને આવા જ કેટલાક ચાર્જિસ અંગે જણાવી રહ્યું છે, જેને બેન્ક આપની પાસેથી વસૂલે તો છે પરંતુ તેની જાણકારી સામાન્ય રીતે આપને નથી આપતી.

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

૧. એકાઉન્ટ બંધ કરતી વખતે લાગે છે ચાર્જ

જો આપે ઘણાં બેન્ક એકાઉન્ટ ખોલી રાખ્યા છે અને હવે કેટલાક એકાઉન્ટ બંધ કરવા માંગો છો, તો ધ્યાન રાખો કે તેમાં પણ નાણાં ખર્ચ થાય છે. જો આપને એકાઉન્ટ ખોલ્યાને છ મહિના પણ નથી થયા તો મોટાભાગની બેન્ક તેને બંધ કરવાના બદલામાં ૫૦ થી ૨૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. જો આપના એકાઉન્ટમાંથી છેલ્લા છ મહિનામાં કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝેકશન નથી થયું તો આના માટે પણ તમારે દંડ ભરવો પડી શકે છે. જેમાં સરકારી અને ખાનગી બેન્કોના અલગ-અલગ નિયમો છે.

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

૨. ૧૨ વખત બ્રાન્ચ જવા પર લાગે છે ચાર્જ

જો આપ માનતા હો કે ઇલેકટ્રોનિક ટ્રાન્ઝેકશન અને એટીએમનો ઉપયોગ કરવાના બદલે બેન્ક જઇને ટ્રાન્ઝેકશન કરવું સરળ છે અને તેનો કોઇ ચાર્જ આપની પાસેથી નથી વસૂલાતો, તો તે આપની ખોટીમાન્યતા છે. જો તમે એક કવાર્ટર દરમ્યાન પોતાની બ્રાન્ચમાંથી ૧૨ કરતાં વધારે વખત લેવડ-દેવડ કરી છે, તો આપના એકાઉન્ટમાંથી ૫૦ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેકશન્સના હિસાબે રકમ કાપી લેવામાં આવે છે. આ ચાર્જ મોટાભાગે ખાનગી બેન્કો વસૂલે છે. આપ ભલે તેને બેન્કોની મનમાની કહો પરંતુ બેન્કની પાસે આ ચાર્જ વસૂલવાનો પોતાનો તર્ક છે.

મિત્રો..કરો કંકુના…ફેસબુક પર કરો વીડિયો અપલોડ અને કરો ઘરબેઠે કમાણી …!!!

૩. બીજી બ્રાન્ચમાં જવાનો પણ લાગે છે ચાર્જ

આપનું એકાઉન્ટ જે બ્રાન્ચમાં છે, તેનાથી અલગ કોઇ બીજી બ્રાન્ચમાં જઇને આપ ટ્રાન્ઝેકશન કરો છો તો તેના માટે પણ નાણાં ચૂકવવા પડશે. ખાનગી બેન્ક પ્રથમ વાર આવા ટ્રાન્ઝેકશનનો ચાર્જ નથી લેતી પરંતુ ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેકશન પર પ્રતિ હજારે પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.

નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

૪. એક મહિનામાં બીજી વાર રોકડ વિથડ્રોઅલ પર લાગે છે ચાર્જ

નોન બેઝ બ્રાન્ચમાંથી એક મહિનામાં બીજી વાર રોકડ વિથડ્રોઅલનો પણ ચાર્જ ગ્રાહકે જ ચૂકવવો પડશે. આના દરેક બેન્કના અલગ-અલગ ચાર્જ છે. જો કે, પ્રાઇવેટ બેન્ક આના માટે ૧૫૦ રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે.

૫. એક મહિનામાં બીજી વાર રોકડ ડિપોઝિટ કરવા પર પણ છે ચાર્જ

નોન બેઝ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વાર રોકડ ડિપોઝિટ કરવા પર પણ બેન્ક આપનાં ખિસ્સામાંથી જ ચાર્જ વસૂલે છે. આના માટે પણ અલગ-અલગ બેન્કે પોતાની અલગ ફી નક્કી કરી છે. આના માટે આઈસીઆઇસીઆઇ બેન્ક ૧૫૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.

કરો શેરબજાર માં કમાણી…મેળવો વધારાની આવક શેરબજારમાંથી…આ છે 4 સરળ સ્ટેપ્સ

૬. માસિક સ્ટેટમેન્ટ ચાર્જ

આપના ખિસ્સામાંથી વસૂલાતા ચાર્જમાં બેન્ક સ્ટેટમેન્ટ પણ સામેલ છે. જો આપ ઇચ્છો છો કે દર મહિને આપના ઘરે બેન્ક સ્ટેટમેન્ટ આવી જાય, તો તેના માટે બેન્કને ચાર્જ આપવો પડશે. દરેક બેન્ક પોતાની રીતે આની કિંમત નક્કી કરે છે. મોટાભાગની બેન્કોમાં આ કિંમત ૨૦૦ રૂપિયા સુધી છે. જો કે, ઇમેલથી સ્ટેટમેન્ટ મંગાવો તો કોઇ ચાર્જ નથી લાગતો. રિઝર્વ બેન્કના નિર્દેશ અનુસાર, બેન્કોએ દર ૩ મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટ મોકલવાનું હોય છે, જેના માટે બેન્ક કોઇ ફી નથી વસૂલી શકતી.

૭. ચેકનું સ્ટેટસ જાણવા પણ લાગે છે નાણાં

જો આપ આપના ચેકનું સ્ટેટસ જાણવા માંગો છો, તો કોઇ ખાનગી બેન્ક આના માટે પણ આપનાં ખિસ્સામાંથી જ ચાર્જ વસૂલે છે. આ સર્વિસ માટે બેન્ક ૨૫ રૂપિયા સુધી વસૂલે છે. સામાન્ય રીતે આ ફી રનિંગ ચેકનું સ્ટેટસ જાણવા પર નથી ચૂકવવાની થતી પરંતુ જો આપ કોઇ જુના ચેકનું સ્ટેટસ જાણો ત્યારે આ ફી આપવાની થાય છે.

૮. એડ્રેસ કન્ફર્મેશનનો પણ લાગે છે ચાર્જ

સરકારી બેન્કોથી ઉલટું, ખાનગી બેન્ક કોઇ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ,બેલેન્સ સર્ટિફિકેટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, એડ્રેસ કન્ફર્મેશન, અટેસ્ટેડ સિગ્નેચર, અટેસ્ટેડ ફોટો વગેરેના બદલે ૫૦ થી ૨૦૦ રૂપિયા સુધી વસૂલે છે. બેન્કોની પાસે આનો પણ તર્ક છે. બેન્કના જણાવ્યા અનુસાર આ બધા પર લાગનારો ચાર્જ યોગ્ય છે. જો આ જ સર્ટિફિકેટ લેવા માટે આપ વકીલની પાસે જાઓ તો તે પણ આની ફી વસૂલ કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s