આ તો જાણી જ લો…. કેમ સવારે ખાવું છે જરૂરી? ખાવાના ફાયદા અને ન ખાવાના નુકસાન જાણો

food11

ઓફિસથી ઘરે આવતાં રાત્રે મોડું થઈ જાય એટલે સવારે જલ્દી ઉઠાય નહીં. રોજ ઓફિસ જવામાં લેટ થતું હોય એટલે ઉતાવળે બ્રેકફાસ્ટ કરી લેવાનો અથવા એક હાથમાં ફોન પર કામ ચાલુ કરી દેવા સાથે ફટાફટ મોમાં થોડું કંઈ મૂકી દેવાનું.

આજકાલ દરેકના ઘરમાં આવી સ્થિતિ જોવા મળે છે. કેટલાક લોકોને તો આવી રીતે પણ સવારનો નાસ્તો કરવાનો સમય નથી હોતો, કેટલાક લોકોને સવારે નાસ્તો કરવાની ટેવ જ નથી હોતી પણ જેને શિરામણ કહે છે એ સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે કેટલો જરૂરી છે, સવારે નાસ્તો નહીં કરીને તમે શું ગુમાવો છો, નાસ્તો કેવો અને કેટલો કરશો વગેરે વિશે આજે અમે તમને જણાવીશું.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

સવારે નાસ્તો શા માટે?

બ્રેકફાસ્ટનું મહત્વ એટલું બધું છે કે એ મેઇન મીલ ઓફ ધ ડે કહેવાય છે એટલે કે આખા દિવસ દરમ્યાનના ભોજનમાં એ મુખ્ય ગણાય છે. રાત્રે જમ્યા પછી સાતથી આઠ કલાક સતત કઈં ખાધુ ન હોવાથી પણ સવારનો બ્રેકફાસ્ટ જરૂરી છે. જાગ્યા પછી સૌથી પહેલાં તમે જે ખોરાક લો છો એને તમારું શરીર સૌથી વધુ ગ્રહણ કરે છે. શરીરની એ માગણી હોય છે અને એની જરૂર પ્રમાણે તમે આપો ત્યારે એ ગ્રહણ થવાનું જ છે.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

હેલ્ધી બ્રેકફાસ્ટ

આજકાલ મોટા ભાગના લોકો બ્રેકફાસ્ટ નથી કરતા અથવા તો એક ગ્લાસ દૂધ પીએ છે. બાળકો પણ સવારે માત્ર દૂધ પીને જ સ્કૂલમાં જતાં રહે છે એ ખોટું છે. કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં દૂધ અને કોર્નફ્લેક્સ જ લે છે તો કેટલાક લોકો માત્ર બ્રેડ-બટર કે ટોસ્ટ જ લે છે. સવારના નાસ્તામાં એવી ચીજો લો કે જે હેલ્ધી હોય. એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર તથા પુષ્કળ પ્રમાણમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોવાં જ જોઈએ.

મૂત્રમાર્ગ અને પેશાબ સંબંધી રોગોને મટાડવા અપનાવો, 20 ઘરગથ્થુ ઈલાજ…!!!

સવારના નાસ્તામાં શું શ્રેષ્ઠ છે?

બ્રેકફાસ્ટમાં એવી ચીજો લો જેમાં શાકભાજીનો ઉપયોગ ભરપૂર થયો હોય. ઉપમા કે પૌંઆ બનાવો તો એમાં પણ વેજિટેબલ્સનું પ્રમાણ વધુ રાખો. ઉપમા ઓટ કે ફાડાનો પણ બનાવી શકાય. મગની દાળના પૂડલા કે હાંડવો અને રવા કે ઓટના ઉત્તપમ બનાવો. એમાં પણ કોબી, વટાણા, ગાજર, ફણસી, ટમેટાં વગેરે વધુ નાખો. ઈડલી વેજિટેબલ સ્ટફ્ડ લો. ઉપરાંત કોબી, દૂધી, મેથી, પાલકનાં મૂઠિયાં, થેપલાં કે સ્ટફ પરોઠાં બનાવી શકાય. ખાખરા સાથે બાફેલા મગ, ફણગાવીને બાફેલાં કઠોળ, ત્રણથી ચાર જાતના અનાજને મિક્સ કરીને બનાવેલાં થેપલાં વગેરે લઈ શકાય.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

બ્રેકફાસ્ટમાં રંગોનું મહત્વ

બ્રેકફાસ્ટ કલરફુલ હોવો જોઈએ. જો એમ હશે તો આખા દિવસનો મૂડ બની જશે. આવો બ્રેકફાસ્ટ જોવો ગમશે એ તો ખરું જ, પણ હેલ્ધી પણ વધુ રહેશે. દાડમ, ફણગાવેલાં કઠોળ, મકાઈના દાણા, ટમેટાં, કેપ્સિકમ વગેરે નાખીને નાસ્તો બનાવ્યો હશે તો કલરફુલ લાગશે. સવારના નાસ્તામાં એવી ચીજો લેવી જોઈએ જે હેલ્ધી હોય.

જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

ફાયદા જ ફાયદા

બ્રેકફાસ્ટ સારો હશે તો આખો દિવસ ભૂખ નહીં લાગ્યા કરે. બપોરના ભોજન કરતાં પણ સવારના નાસ્તાનું ખૂબ મહત્વ છે, કારણ કે એનાથી તમે આખો દિવસ એનર્જી ફીલ કરશો તેમ જ એસિડિટી અને કબજિયાતની તકલીફ નહીં રહે.

બ્રેકફાસ્ટ ન લેવાના ગેરફાયદા

એકાગ્રતા ઘટે, મગજ શાંત ન રહી શકે – ગુસ્સો જલદી આવે, બીએમઆર (મેટાબોલિક રેટ) ઘટે. એસિડિટી થાય, કારણ કે પેટમાં સતત એસિડ પેદા થતો હોય છે જ પણ તમે ખાઓ ત્યારે એ ખોરાક સાથે ભળી જાય છે. જોકે લાંબા સમય સુધી પેટમાં કંઈ ન ગયું હોય તો એ વધી જાય છે અને પછી ખાઓ ત્યારે ઉપર આવે, જે એસિડિટી છે. ગેસ થાય, કબજિયાત થાય, વજન વધવા લાગે, યાદશક્તિ ઓછી થાય, ઉશ્કેરાઈ જવાય, મૂડ સ્વિંગ થાય. શરીરની સરેરાશ એક્ટિવિટી ધીમી પડી જાય. તો આજથી જ ભુલ્યા વિના બ્રેકફાસ્ટ કરો.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

પ્રમાણ કેટલું?

તમારા આખા દિવસના ભોજનના એક-તૃતીયાંશ ભાગ જેટલો બ્રેકફાસ્ટ લેવો જોઈએ. સામાન્ય રીતે એક વાટકી બાફેલા મગ સાથે બે ખાખરા અથવા તો એક પ્લેટ ઇડલી, ઉપમા કે પૌંઆ વગેરે પૂરતાં છે. ઘણા લોકો પેટ ભરીને તળેલી ચીજો નાસ્તામાં લે છે એ ક્યારેય યોગ્ય નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s