જાણો..કામ લાગશે…પૂજાસ્થાન બનાવતી વખતે આટલું ધ્યાન રાખો…!!!

poojan

પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પૂજા સ્થાન કે મંદિર ઘરમાં હંમેશાં ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો)માં હોવું જોઈએ, કેમ કે આ ખૂણામાં પરમ પિતા પરમેશ્વર અર્થાત્ ઈશ્વરનો વાસ હોય છે. કહેવાય છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની સાથે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં નિવાસ કરે છે તે સાથે ઈશાનના ક્ષેત્રમાં દેવગુરુ બૃહસ્પતિનો અધિકાર છે. અલબત્ત આધ્યાત્મિક ચેતનાનો મુખ્ય કારક ગ્રહ બૃહસ્પૃતિ છે. ઉત્તર-પૂર્વ ભાગ અથવા ઈશાન ખૂણામાં પૃથ્વીની ચુંબકીય ઊર્જા, સૂર્ય ઊર્જા તથા વાયુ મંડળ અને બ્રહ્માંડમાંથી મળનારી ઊર્જા અને શક્તિઓનો અનુકૂળ પ્રભાવ મળે છે. ફળસ્વરૂપ આધ્યાત્મિક પૂજા માનસિક શક્તિઓમાં સકારાત્મક વૃદ્ધિ થાય છે.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૂજા ઘર કે મંદિર ક્યારેય રસોડામાં ન બનાવવું જોઈએ. મોટા ભાગના લોકો પૂજા ઘર રસોડામાં જ રાખતા હોય છે, પરંતુ તે જરાય યોગ્ય નથી. પાણિયારે દીવો કરવો એ એલગ બાબત છે અને મંદિર રાખવું એ પણ અલગ બાબત છે. રસોડામાં ઉપયોગમાં લેવાની વસ્તુઓ મરચું, મીઠું, મસાલા, ગેસ, તેલ, ચમચા વગેરે મંગળ ગ્રહની વસ્તુઓ છે. મંગળ ગ્રહનો વાસ પણ રસોડામાં જ હોય છે. મંગળ ઉગ્ર ગ્રહ હોવાને કારણે તે ઉગ્રતાના પ્રભાવમાં વૃદ્ધિ કરીને પૂજા કરનારાની શાંતિ અને સાત્વિકતામાં ઊણપ લાવે છે. ભગવાન ભાવના ભૂખ્યા હોય છે. ભગવાનની પૂજામાં સુગંધનું એક આગવું મહત્ત્વ હોય છે. રસોડામાં સાત્ત્વિક અને નિરામિષ એમ બંને પ્રકારનાં ભોજન રાંધવામાં આવે છે જેની સુગંધ અને દુર્ગંધ ભગવાનને મળે છે. જે યોગ્ય ન કહેવાય. પરિણામે દેવતા પ્રસન્ન થતા નથી. આમ રસોડામાં બનાવેલ પૂજાસ્થાન બનાવવાથી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો નથી.

અસરકારક વાસ્તુ શાસ્ત્ર: સન્માન અને સમૃદ્ધિ વધારવા, ઘરના આ ખૂણામાં કરો નાના-નાના ફેરફાર…!!!

વળી પૂજાસ્થાન ટોયલેટની સામે પણ ક્યારેય ન હોવું જોઈએ, કેમ કે ટોયલેટ પર શુક્રનો પ્રભાવ હોય છે જ્યારે પૂજાના સ્થાન પર બૃહસ્પતિનો અધિકાર છે. શુક્ર અનૈતિક સંબંધ અને ભૌતિકવાદી વિચારધારાનું સર્જન કરે છે. તે સાથે શુક્ર ગ્રહની પ્રવૃત્તિ રાક્ષસી હોય છે. જે પૂજાસ્થાનના અધિપતિ ગ્રહ બૃહસ્પતિ (ગુરુ)ના અતિરેક ગુણોના પ્રભાવને ઓછો કરી દે છે. જેના ફળ સ્વરૂપ પૂજાનો પૂરેપૂરો આધ્યાત્મિક લાભ વ્યક્તિને સુલભ થતો નથી. મંદિર કે પૂજાસ્થાન સીડીઓની નીચે પણ ક્યારેય ન હોવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

ગણેશજીની સ્થાપના પૂજાસ્થાનમાં દક્ષિણ દિશામાં કરવી જોઈએ. જેથી તેમની દૃષ્ટિ ઉત્તર દિશા તરફની રહે. ઉત્તરમાં હિમાલય પર્વત છે અને તેના પર ગણેશજીમાં માતા-પિતા અર્થાત શંકર-પાર્વતીજીનો નિવાસ છે. ગણેશજીને પોતાનાં માતા-પિતા તરફ જોવાનું સારું લાગે છે માટે જ ગણેશજીની મૂર્તિ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. ગણેશજીની સ્થાપના ક્યારેય પશ્ચિમ દિશામાં કરવી જોઈએ નહિ. ગણેશજી મંગળના પ્રતીક છે અને પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે. આમ મંગળ અને શનિ એક સાથે આવે જેથી ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ વધી જાય છે.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, કાર્તિકેય, સૂર્ય અને ઈંદ્ર વગેરેને ઘરના પૂજાસ્થાનમાં એવી રીતે સ્થાપિત કરવા જોઈએ કે જેથી તેમની પૂજા કરતી વખતે પૂજા કરનાર વ્યક્તિનું મુખ પૂર્વમાં, પશ્ચિમ દિશા તરફનું હોય અર્થાત્ આ સઘળા દેવી-દેવતાઓની સ્થાપનાની સાચી દિશા પૂર્વ અથવા પશ્ચિમ છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉત્તર દિશાવાળી દિવાલ પર ક્યારેય લગાવવી જોઈએ નહિ. આમ કરવાથી તે દક્ષિણામુખી થઈ જાય છે. વળી ઉત્તર દિશામાં ઉત્તર ધ્રુવ હોય છે પરિણામે આ બંનેનું એક જ દિશામાં આવવું કે રહેવું એ યોગ્ય ગણાતું નથી, કારણ કે લક્ષ્મીજી ઉત્તર-પૂર્વમાં રહે છે. સરસ્વતી માતા પશ્ચિમ દિશામાં વાસ કરે છે એટલે પશ્ચિમ દિશામાં બેસીને સરસ્વતીજીની પૂજા કરવી અને ઉત્તર-પૂર્વમાં બેસીને લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પૂજા કક્ષનું દ્વાર હંમેશાં કક્ષની મધ્યમાં હોવું જોઈએ. જો પૂજા ઘરમાં મૂર્તિઓ દ્વારની બરાબર સામે હોય તો દ્વાર પર પડદો રાખવો જરૂરી છે. પૂજા કક્ષનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફનું તથા બહાર નીકળવાનું ઉત્તર દિશા તરફનું હોવું જોઈએ. એનાથી ઘરમાં નિવાસ કરનાર લોકોનાં નામ અને વંશમાં વૃદ્ધિ થાય છે તથા એક વિશિષ્ટ વ્યક્તિના રૂપમાં તેમની ઓળખ બને છે. જો પૂજા કક્ષનું દ્વાર ઉત્તર-પૂર્વ દિશામાં હોય તથા આવવા જવાનું ઉત્તર-પૂર્વ દિશામાં જ હોય તો સૂર્યનાં કિરણો અને ચુંબકીય પ્રભાવથી ધન-સંપત્તિની સાથોસાથ વિવિધ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, કેમ કે કેટલાંક દેવી-દેવતા ઈન્દ્રનાં માર્ગે પહેલેથી જ પૂજન કક્ષ અથવા મંદિરમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે તથા કેટલાંક દેવી-દેવતા ઉત્તર અથવા ઉત્તર-પૂર્વના માર્ગે પૂજન કક્ષમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે. વરુણ અને વાયુ દેવતા હંમેશાં પશ્ચિમ-ઉત્તરના માર્ગે જ પ્રવેશ કરે છે માટે આ સ્થાનોથી પણ પ્રવેશ દ્વાર રાખવું શુભફળદાયી છે. દક્ષિણ-પૂર્વના માર્ગે યજ્ઞાના દેવતા અગ્નિદેવ પ્રવેશ કરે છે. તેથી આ ખૂણાનું દ્વાર પણ સારું મનાય છે. આ સઘળા સિદ્ધાંતોને અપનાવવાથી પૂજન કક્ષની ગરિમા વધે છે તથા અહિંયા દેવી-દેવતા શુભ ફળ આપીને માનસિક અને આધ્યત્મિક સુખ-સમૃદ્ધિ આપે છે.

ઘરમાં વિષ્ણુ, લક્ષ્મી, સીતા-રામ, રાધા-કૃષ્ણ અને બાલાજી જેવા સાત્વિક અને શાંત દેવી-દેવતાનાં યંત્ર, મૂર્તિઓ અને તસવીરો રાખવી લાભદાયી રહે છે. પૂર્વમાં ભગવાનનું મંદિર તથા પશ્ચિમમાં દેવી મંદિર પ્રતિષ્ઠા, ઐશ્વર્ય અને ધન-સંપત્તિ આપનાર બને છે. પૂજાસ્થાનમાં મૂર્તિઓ એકબીજા તરફ મુખ કરીને ક્યારેય રાખવી નહીં.

પૂજાસ્થાનમાં કોઈ કારણસર કોઈપણ દેવી-દેવતાની મૂર્તિ સહેજ પણ ખંડિત થઈ જાય તો તે પૂજનને યોગ્ય નથી. આવી સ્થિતિમાં આ મૂર્તિને વિધિવિધાન સહિત પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ તે સાથે કોઈ પ્રાચીન મંદિરમાંથી લવાયેલી ખંડિત મૂર્તિ પણ ઘરના પૂજાસ્થાનમાં રાખવી જોઈએ નહિ. દેવી-દેવતાઓ પર ચઢાવેલાં ચંદન, પુષ્પ, માળા અને હવન સામગ્રી તેમજ ધૂપ, જળ, નારિયેળ, જૂનાં વસ્ત્ર વગેરે બીન જરૂરી વસ્તુઓ પણ ફેંકી દેવાને બદલે વહેતા જળમાં વિર્સિજત કરી દેવી જોઈએ.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s