જાણો…રોજ સવારે ખાલી પેટે કરો તજ+મધનો ઉપાય, શરીરની ખરાબ ચરબી થશે દૂર…!!

tajmadh

વજન ઘટાડવા માટે તમે હજારો જતન કરતાં હોવ છો પરંતુ વજન ઘટવાનું નામ જ લેતું નથી અને તમે પરેશાન રહો છો. હકીકતમાં વજન તમારા ખાનપાન પર નિર્ભર રાખે છે. તમે શું અને કઈ રીતે ખાઓ તે બહુ મહત્વ ધરાવે છે. જેથી આજે અમે તમને ફટાફટ વજન ઘટાડવાની કેટલીક ટ્રિક્સ બતાવવાના છે. આ બહુ જ સરળ છે. તો ચાલો પૈસા ખર્ચ્યા વિના વજન કંટ્રોલ કરવા માટે તૈયાર થઈ જાઓ.

પ્રાચીન સમયમાં ઘરેલૂ ઔષધીઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો. તેમાંથી જ શ્રેષ્ઠ ઉપાય છે મધ અને તજનો. આ બન્ને વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ બન્ને વસ્તુઓ એટલી કારગર છે કે તેનાથી તમારું વધતું વજન અને પેટ પરની ચરબી બન્નેને ઝડપથી ઘટાડી શકાય છે.

શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

મધના ગુણ

મધમાં હજારો ગુણો રહેલાં છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને વજન ઓછું થાય છે. મધ જ એકમાત્ર એવો ગળ્યો પદાર્થ છે જે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. આ સિવાય મધ કોલેસ્ટ્રોલને શરીરમાં વધવા દેતું નથી. આનાથી તમે ઊર્જાવાન રહો છો. જેથી જેટલા ઊર્જાવાન રહેશો એટલી કેલરી વધારે ખર્ચ થશે અને તમારું વજન કંટ્રોલમાં રહેશે.

તજના લાભ

મધ સિવાય તજ પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આમાં પણ થોડીક મીઠાશ હોય છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પ્રાચીન સમયથી એક શ્રેષ્ઠ ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ સરખું રાખે છે. આના નિયમિત સેવનથી વજન વધતું નથી અને ચરબી ઘટે છે.

જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

મધ અને તજનો નુસખો વજન ઘટાડવા માટે

મધ અને તજ બન્ને પ્રાકૃતિક ગુણોથી ભરપૂર હોવાથી તમે આની મદદ મનગમતું વજન મેળવી શકો છો. જેથી તજ અને મધનું સેવન તમારા ભોજનમાં સામેલ કરી દો. તમારું વજન થોડાક દિવસોમાં જ કંટ્રોલમાં આવી જશે.

તજ અને મધની ચા

જો તમને ચા પીવાની આદત છે તો હવેથી તમે તજ અને મધની ચા પીવાનું શરૂ કરી દો. સવારના સમયે એક કપ પાણીમાં એક ચમચી તજનું પાઉડર નાખીને ઉકાળવું. ત્યારબાદ તેમાં મધ નાખીને ઉકાળવું. દરરોજ એક કપ આ ચા (ઉકાળો) પીવાથી કેવી પણ ચરબી હોય ઓગળવા લાગશે.

મૂત્રમાર્ગ અને પેશાબ સંબંધી રોગોને મટાડવા અપનાવો, 20 ઘરગથ્થુ ઈલાજ…!!!

મધ અને લીંબુ

સવારે વહેલાં ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને લીંબુ મિક્ષ કરીને પીવું. આવું કરવાથી શરીરમાં બનનારું ગંદુ ફેટ નિકળી જાય છે અને તમે આખો દિવસ એક્ટિવ રહો છો.

મધ અને તજનું ટોસ્ટ

રોજ સવારે નાસ્તામાં જામ કે બટર ખાવાની જગ્યાએ તમે બ્રેડ પર મધ અને તજ નાખીને ખાઈ શકો છો. બ્રેડની એક પરત પર મધ લગાવવું અને તેની પર તજનો પાઉડર છાંટવો. આવું કરવાથી શરીરમાં ચરબી જમા નહીં થાય અને ટોસ્ટ પણ ટેસ્ટી લાગશે.

મધને નવશેકા પાણીમાં મિક્ષ કરીને પીવું

જો તમે ટૂંક જ સમયમાં સ્લિમ અને ફિટ થવા માગતા હોવ તો તેના માટે પાણીમાં મધ મિક્ષ કરીને રોજ પીવું જોઈએ. જો તમને લીંબુ અને મધ ભાવતું નથી તો તમે આ ઉપાય કરી શકો છો. દરરોજ સવારે ખાલી પેટ આ રીતે મધવાળું પાણી પીશો તો જલ્દી પરિણામ મળશે.

જાણો..કામ લાગશે…કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તરત જ ઘરે કરો આ સરળ ને પ્રભાવી ઈલાજ…!!

રાતે સૂતા પહેલાં મધ

-મધ સ્વાસ્થ્ય માટ અત્યંત ગુણકારી હોવાથી તમે કોઈપણ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. રાતે સૂતા પહેલાં એક ચમચી મધ પીવાથી મેટાબોલિઝ્મ સ્વસ્થ રહે છે અને શરીરમાં ફેટ ભેગો થતો નથી. સાથે રાતે મધનું સેવન કરવાથી સારી ઉંઘ પણ આવે છે.

-મધ અને તજનું સેવન દિલના દર્દીઓ માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે મધ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જેથી ભવિષ્યમાં દિલની બીમારીઓથી બચવું હોય તો મધ અને તજનું સેવન શરૂ કરી દો.

જાણો..કામ લાગશે…ઝીણો, સામાન્ય કે વારંવાર આવતા તાવ માટે, પ્રાચીન ઉપાય+ ખાસ ઉકાળો

બહેરાશ દૂર કરે છે-

મધ અને તજનો પાઉડર સમાન માત્રામાં મિક્ષ કરીને એક-એક ચમચી સવારે અને રાતે લેવાથી સાંભળવાની શક્તિમાં વધારો થાય છે. કાનમાં ઓછુ સંભળાવાની સમસ્યામાં કાનમાં તજના તેલના કેટલાક ટિપા નાખવાથી આરામ મળે છે.

પેટની સમસ્યા-

અપચા જેવી પેટની સમસ્યામાં તજનો પ્રયોગ કરવાથી ઝડપથી આરામ મળે છે, આ સિવાય તજનો પ્રયોગ ઊલટી અને દસ્તમાં પણ કરવાથી આરામ મળે છે. એક ચમચી મધની સાથે થોડો તજનો પાઉડર મિક્ષ કરીને લેવાથી પેટનો દુઃખાવો અને એસિડિટીમાં રાહત મળે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે અને પેટની સમસ્યાઓ થતી નથી.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s