ઘરે જ દીવો બનાવી કરો આ ખાસ ઉપાય, એકસાથે પાંચ સમસ્યાઓ થશે દૂર…!!

divo2

ઘર-પરિવાર અને કાર્ય સ્થળ પર સુખ-સમૃદ્ધિ બની રહે, આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે પહેલાંના સમયનાં ઘણા ઉપાયો પ્રચલિત થયા છે. એવી માન્યતા છે કે, આ ઉપાયોથી ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે અને જીવન સુખી બને છે. અહીં જાણો લોટથી બનેલાં દીપકનો આ એક ઉપાય, જેનાથી તમારી પાંચ સમસ્યાઓઓ દૂર થઇ શકે છે….

આ પાંચ સમસ્યાઓ દૂર થઇ શકે છેઃ-

-જો ઘણી મહેનત કરવા છતાં પણ ધન સંબંધી પરેશાનીઓથી તમને મુક્તિ નથી મળી રહી તો આ પાંચ ઉપાય કરી શકાય છે.
– પતિ-પત્નીની વચ્ચે તાલમેલ નથી બની રહ્યો અને વાદ-વિવાદ થઇ રહ્યા છે તો આ ઉપાય કરી શકાય છે.
– કાર્ય સ્થળ પર સમય પર કામ પૂર્ણ નથી થઇ શકતું, બાધાઓ આવી રહી છે તો આ ઉપાય કરી શકાય છે.
– દુશ્મનોનો ભય બની રહેતો હોય તો આ ભયથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરી શકાય છે.
-ખરાબ કે ભયાનક સપનાઓ આવી રહ્યા છે, ખરાબ નજરનો ભય હોય તો આ ઉપાય કરી શકાય છે.

આ છે ઉપાયની સંપૂર્ણ વિધિઃ-

કળિયુગમાં હનુમાનજીની ભક્તિથી બધા જ કષ્ટ-ક્લેશ અને અહીં જણાવેલ પાંચ સમસ્યાઓ તરત જ દૂર થઇ શકે છે. આ જ કારણે તેમના મંદિરોમાં તેમના ભક્તોની લાઇન જોવા મળે છે. શાસ્ત્રો મુજબ માતા સીતાએ બજરંગ બલીને અમરતાનું વરદાન આપ્યું છે, જેના કારણે તે હમેશાં અમર રહેનાર દેવતા માનવામાં આવે છે. હનુમાનજી શ્રદ્ધાળુઓની પ્રાર્થના સાંભળે છે અને તેમને સુખ પ્રદાન કરે છે.

હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરવા માટે દરરોજ તેમની પ્રતિમાં સામે લોટથી બનેલો દીપક પ્રગટાવવો જોઇએ. સાથે જ, હનુમાન ચાલીસાનો જાપ કરવો જોઇએ.

આ રીતે તૈયાર કરવો લોટનો બનેલો દીપકઃ-

લોટના દીપકને તૈયાર કરવા માટે ઘઉના લોટમાં પાણી ઉમેરીને તેને સરખી રીતે ગુંથવો. જે રીતે આપણે રોટલી બનાવવા માટે તેને ગુંથીએ છીએ, ઠીક તે જ પ્રકારે થોડો લોટ ગુંથીને તેનો દીપક બનાવવો. આ દીપકમાં તેલ નાખીને રૂની બત્તી બનાવીને રાખવી. માટીથી બનેલાં આ દીપકથી પણ આ ઉપાય કરી શકાય છે.

જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

આ પ્રકારે દીપક તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી કોઇ હનુમાન મંદિર જવું અથવા ઘરે જ હનુમાનજીની પ્રતિમાંની સામે આ દીપકને પ્રગટાવવો. ત્યાર પછી હનુમાનજીની આરતી, પૂજા-અર્ચના કરવી. આ ઉપાય રોજ કરવો જોઇએ. જો દરરોજ આ ઉપાય ન થઇ શકે તેમ હોય તો મંગળવાર અને શનિવારે આ ઉપાય કરવો. જો આ બંન્ને દિવસમાં પણ પૂજા કરવામાં અસમર્થ છો તો તો સપ્તાહમાં કોઇ એક દિવસ તો આ ઉપાય કરવો જ જોઇએ. સાથે જ, બધા જ તહેવારો પર અને વિશેષ મુહૂર્તમાં પણ આ ઉપાય કરવો જોઇએ.

ધ્યાનમાં રાખવી આ વાતઃ-

આ ઉપાયની સાથે જ આપણે વ્યક્તિગત રીતે દરેક સ્તરે પરેશાનીઓ દૂર કરવાની કોશિશ કરવી જોઇએ. અધાર્મિક કાર્યોથી બની શકે તેટલું દૂર જ રહેવું. હનુમાનજીના પૂજનમાં બ્રહ્મચર્ય અને સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

પહેલો ઉપાય-

શિવપુરાણ મુજબ શિવજીની ઈચ્છા માત્રથી આ સૃષ્ટિનું નિર્માણ બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિના પાલનહાર છે. આ જ કારણે શિવજી કૃપાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. જે લોકો નિયમિત રીતે શિવજીની પૂજા કરે છે તેમની કુંડળીના બધાં જ ગ્રહ દોષ પણ દૂર થઈ જાય છે. બગડેલા કાર્યો ફરી બની જાય છે અને બધાં દુઃખ દૂર થાય છે. જેથી પ્રથમ ઉપાય શિવજીથી સંબંધિત જ છે.

હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જવું. ત્યારબાદ પવિત્ર થઈને શિવજીને જળ અર્પણ કરવું શિવજીને જળ અર્પણ કર્યા બાદ ઘરના મંદિરમાં અથવા નજીકના કોઈ મંદિરમાં જવું અને પોતાની સાથે ઘઉંનો લોટ અને પાણી પણ લઈ જવું. મંદિર જઈ લોટમાં પાણી મિક્ષ કરીને તે લોટમાંથી 11 નાના-નાના શિવલિંગ બનાવવા.

11 લોટના શિવલિંગની વિધિસર પૂજા કરવી અથવા તો જો વિધિ ન જાણતા હોવ તો સામાન્ય પૂજા પણ કરી શકો છો. ફુલ-હાર, પ્રસાદ, દીવો, અગરબત્તી, જળ, અન્ય પૂજન સામગ્રીથી પૂજા કરવી.
જ્યારે શિવલિંગની પૂજા થઈ જાય ત્યારે લોટના શિવલિંગને નદી, તળાવ એવી જગ્યાએ વિસર્જિત કરવા જ્યાં માછલીઓ હોય અને આ ઉપાય કરવાથી ભક્ત માટે ધન પ્રાપ્તિના યોગ બને છે.

આ યોગને ઓળખીને યોગ્ય ઉપયોગ કરનાર વ્યક્તિ ધનવાન બની જાય છે અને પૈસા સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે જ ભક્તને અક્ષય પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે.

રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

બીજો ઉપાય-

જો તમે ઈચ્છો તો દરરોજ આ ઉપાય ઘરે પણ કરી શકો છો. ઉપાય મુજબ દરરોજ સવારે ઘઉંના લોટમાં થોડી હળદર મિક્ષ કરીને આ સૂકા લોટને કોઈ ગાયને ખવડાવો. જો તમે તમારા ઘરના આંગણામાં જ ગાયને લોટ ખવડાવશો તો વધુ સારું રહેશે. આવું નિયમિત રીતે કરવું.

ગાયની પૂજા અને સેવાથી તમામ દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જે લોકો આ ઉપાય કરે છે તેમના ઘરમાં હમેશા સકારાત્મક ઊર્જા બની રહે છે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ

ત્રીજો ઉપાય-

જો તમે દરરોજ કીડીઓને લોટ નાખશો તો તોનું શુભ પળ તમને ઝડપથી પ્રાપ્ત થશે. તેના માટે ઘરની આસપાસ જ્યાં પણ કીડીઓ હોય ત્યાં લોટ નાખવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s