જાણો…યાત્રા શુભ થશે કે આવશે આફત? સંકટોથી બચવા આ સમયે કરજો યાત્રા..!!!

yaatra

આપણે ક્યારેક દૂર તો ક્યારેક નજીકની યાત્રા કે પ્રવાસ કરવાનું વિચાર કરીએ છીએ. યાત્રા કરતી વખતે તમને કોઈ અનહોની થવાનો પણ ક્યારેય ડર રહેતો હોય છે. ટીવી અને છાપામાં આવતા સમાચારોમાં જોવા મળતું હોય છે પ્રવાસે નિકળેલા લોકો અંતિમધામ પહોંચી ગયા, યાત્રા પૂર્ણ કરીને પાછા ફરતા જીવનયાત્રા થઈ પૂર્ણ, વગેરે વગેરે પ્રકારના ન્યૂઝ જોઈએ ત્યારે આપણને પણ ડર ચોક્કસ લાગતો હોય છે. જો કે કિસ્મતમાં તો જે લખ્યું છે તે તો થવાનું જ છે. ક્યારેક યાત્રાએ જતા પહેલા અપશુકન પણ થતા હોય છે તો ક્યારેક મનમાં અપશુકન થવાનો ડર રહેતો હોય છે આવી વખતે શાંતિથી યાત્રા થઈ શકતી નથી. આનો ઈલાજરૂપે જ હિન્દુસ્થાનમાં પ્રાચીન ઋષિઓ કેટલાક ઉપાય બતાવ્યા હતા જેમાં કેટલાક પરિવર્તન કરી શકાય છે.

યાત્રા ક્યારેક એટલી સુખદ હોય છે દોડ-ધૂપ ભરેલી જિંદગીનો થાક પણ દૂર થઈ જતો હોય છે. ક્યારેક યાત્રીઓને દુર્ઘટનાને લીધે જીવ ખોવો પડે છે. આખરે તેનું શું છે રહસ્ય?
કદાચ યોગ્ય મૂહુર્તની પસંદગી. સમયનો અભાવ હોવાને લીધે લોકો મોટાભાગે મૂહુર્તના મહત્વને ભૂલી જાય છે. મૂહુર્તની યાદ ત્યારે જ આવે છે જ્યારે યાત્રા નિર્થક, નિષ્ફળ તથા નુકસાનદાયક સાબિત થાય છે. ત્યારે વ્યક્તિ એ વાતને વિચારવા મજબુર બની જાય છે કે કદાચ હું મારી યાત્રા શુભ મૂહુર્તમાં શરુ કરતો તો આ નુકસાન કે શારીરિક કે માનસિક કષ્ટ સહન કરવા પડ્યા ન હોત.

જો આપણે યાત્રા શરૂ કરતા પહેલા મૂહુર્તનો વિચાર કરીએ તો પોતાની યોજના બનાવીએ તો ઘણી બધી રીતે સક્ય છે કે યાત્રા તથા પ્રવાસ દરમિયાન માનસિક તથા શારીરિક કષ્ટથી મુક્તિ મળી જાય તથા આપણી યાત્રાનો ઉદ્દેશ્ય સફળ થઈ જાય. યાત્રા મૂહુર્ત માટે દિશાશૂળ, નક્ષત્રશૂળ, ભદ્રા, ચંદ્રબળ, તારાબળ, રાહુકાલ વગેરેનો વિચાર કરવામાં આવે છે. કોઈપણ યાત્રા મૂહુર્તને કાઢવા માટે સર્વપ્રથમ તિથિશુદ્ધિનો વિચાર કરવામાં આવે છે-

તિથિ શુદ્ધિઃ-

યાત્રા કે પ્રવાસ માટે નીચેની તિથિઓ શુભ માનવામાં આવે છે. કોઈપણ પક્ષના દ્વિતીયા, તૃતયી, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, ત્રયોદશી તથા માત્ર કૃષ્ણપક્ષની એકમ તિથીઓ. અહીં એ વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે આ તિથિઓમાં ભદ્રાદોષ ન હોવો જોઈએ.

અર્થાત્ આ તિથિઓમાં જો વિષ્ટિ કરણ હશે તો તે સમયે યાત્રા માટે શુભ નહીં હોય.

નક્ષત્ર શુદ્ધિઃ-

તિથિ શુદ્ધી કર્યા પછી લેવામાં આવેલ તિથિઓનો નક્ષત્ર વિચાર કરવામાં આવે છે.

યાત્રા માટે શુભ નક્ષત્ર નિમ્નલિખિત છે-

-અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી નક્ષત્ર ઉત્તમ માનવામાં આવ્યા છે. તે સિવાય કેટલાક નક્ષત્રોમાં બધી દિશાઓમાં યાત્રા કરી કરવામાં આવે છે.

અર્થાત્ બધી દિશાઓમાં યાત્રા કરવી જે નક્ષત્રોમાં શુભ હોય છે, તે નિમ્મનલિખિત છે-

અશ્વિની, પુષ્ય, અનુરાધા અને હસ્ત. અંતે કેટલાક નક્ષત્રો એવા છે જે યાત્રા માટે મધ્યમ શ્રેણીના માનવામાં આવે છે. રોહિણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, જ્યેષ્ઠ, મૂળ તથા શતભિષા.

ચોઘડિયાનો વિચારઃ-

નક્ષત્ર શુદ્ધિ કરવા સિવાય શુદ્ધ તિથિઓના દિવસે ચોઘડિયા વિચાર કરવામાં આવે છે. એક ચોઘડિયાનો સમય ચાર ઘટી અર્થાત્ દોઢ કલાકનો હોય છે. આ શુભ ચોઘઢિયા દરમિયાન યાત્રા કરવાનું શુભ ફળદાયક તથા યાત્રા સુખદ હોય છે. કેટલાક આઠ ચોઘડિયામાં ચાર ચોઘડિયા શુભ હોય ચે જેના નામ આ પ્રમાણે છે- અમૃત, ચલ, લાભ અને શુભ.

હોરા વિચારઃ-

શુભ ચોઘડિયા ઉપરાંત શુભ ગ્રહની હોરાનો વિચાર કરવામાં આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે શુભ ગ્રહ ચાર હોય છે- ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર. આ ગ્રહોની હોરામાં યાત્રા કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ચંદ્રબળ વિચારઃ-

યાત્રાના દિવસે ચંદ્રનું શુભ રાશિમાં હોવું જરૂરી છે. અર્થાત્ જે વ્યક્તિએ યાત્રા કરવી હોય તેની જન્મ રાશિની જાણ હોવી જોઈએ. જાતકની જન્મ રાશિથી યાત્રા કરનારની ચંદ્રની રાશિ 4, 8, 12 ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં ગોચરનો ચંદ્ર જાતકની જન્મ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હોવા જોઈએ.

લગ્ન વિચારઃ-

ઉપરોક્ત શુદ્ધિઓ પછી જ્યારે યાત્રાનો દિવસ નક્કી કરી શકાય છે, તે ઉપરાંત કોઈ શુભ લગ્નમાં યાત્રા કરવી જોઈએ એ જાણવું અત્યંત જરૂરી છે. તેની માટે આપણે એ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ કે ક્યારેય પણ કુંભ લગ્નમાં કે કુંભ નવમાંશમાં યાત્રા ન કરવી જોઈએ. લગ્ન શુદ્ધિ આપ્રકારે કરવી જોઈએ કે 1, 4, 5, 7, 10મા ભાવ શુભ ગ્રહ હોય તથા લગ્નથી 3, 6, 10 તથા 11મા ભાવમાં પાપ ગ્રહ સ્થિત હોય.
જો ચંદ્ર લગ્નથી 1, 6, 8મા કે 12 માં ભાવમાં સ્થિત હશે તો તે લગ્ન અશુભ હશે. તે ચંદ્ર પાપ ગ્રહોથી યુક્ત હશે તો અશુભ માનવામાં આવશે.

રાહુકાળઃ-

રાહુકાળમાં શુભ કાર્ય કરવાનું વર્જિત છે. એવું માનવામાં આવે છે કે તે સમય ક્રૂર ગ્રહ રાહુના નામથી ન હોય જે પાપ ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે આ સમયમાં જે પણ કામ કરવામાં આવે છે જે પાપ ગ્રસ્ત થઈ જાય છે અને નિષ્ફળ થઈ જાય છે.

રવિવારે સાંજે 04:30 થી 06 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
સોમવારના દિવસે દિવસ બીજા ભાગ અર્થાત્ 07:30 થી 09 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
મંગળવારના દિવસે બપોરે 03:00 થી 04:30 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
બુધવારે બપોરે 12:00 થી 01:30 વાગ્યા સુધી રાહુકાળ હોય છે.
ગુરુવારના દિવસે બપોરે 01:30 થી 03:00 વાગ્યા સુધીનો સલમય અર્થાત્ દિવસનો આઠમો ભાગ રાહુકાળ હોય છે.
શુક્રવારેના દિવસે ચોથા ભાગનો સમય રાહુકાળ હોય છે. અર્થાત્ સવારે 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય રાહુકાળ હોય છે.
શનિવારના દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધીના સમયને રાહુકાળ માનવામાં આવ્યો છે.

દિશાશૂળ શું છે તેનાથી કેવી રીતે બચી શકાયઃ-

ઘણીવાર આપણે ક્યાંક ઘરેથી બહાર જતા હોઈએ છીએ અને આપણને વગર કારણે પણ પરેશાનીઓ થાય છે-
તે દિશાશૂળ હોય છે, તમે પોતાની યાત્રાને સુખદ પૂર્વક અને મંગળમય બનાવવા માટે આ ઉપાય કરો-
સોમવાર અને શનિવારે પૂર્વ (East) દિશા
રવિવારે અને શુક્રવારે પશ્ચિમ (West) દિશા
મંગળવાર અને બુધવારે ઉત્તર (North) દિશા
ગુરુવારે દક્ષિણ (South) દિશા
સોમવારે અને ગુરુવારના દિવસે (અગ્નિ) south east
મંગળવારે (વાયવ્ય) north west
બુધવાર અને શનિવારે (ઈશાન)north east
દિશા શૂળ હોય છે. અર્થાત્ આ દિવસે આ દિશાઓ તરફ યાત્રા ન કરવી જોઈએ.

દિશાશૂળ બચવા માટે કયા ઉપાય કરવા જોઈએઃ-

બુધવાર ઉત્તર દિશાનો સ્વામી હોવા છતાં પણ બુધવારે ઉત્તર દિશાની યાત્રા નિષેધ છે. દિશા શૂળથી બચી શકાય છે અને તમે પોતાની યાત્રાને મંગળમયી બનાવી શકો છો.
રવિવાર= દાળિયા અને ઘી ખાઈને કરો.
સોમવાર= દર્પણ જોઈને બહાર નિકળો.
મંગળવાર= ગોળ ખાઈને બહાર નિકળો.
બુધવાર= ધાણા કે તલ ખાઈને બહાર નિકળો.
ગુરુવાર= દહીં ખાઈને યાત્રા કરો.
શુક્રવાર= જવ ખાઈને યાત્રા શરૂ કરો.
શનિવાર= આદુ અને અડદ ખાઈને યાત્રા કરો.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જાણો…આ પશુઓ સાથે જોડાયેલાં 20 એવા સંકેત, જેના પર લોકોને છે આંધળો વિશ્વાસ..!!

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s