શરીરની અંદર જમા થયેલો કચરો કાઢી રહો નિરોગી, આ છે સફાઈની રીત…!!!

body9

આપણે અવારનવાર ઘરની સાફસફાઈ કરીએ, કચરો અને જૂની ચીજો બહાર ફેંકી દઈએ છીએ પણ ક્યારેય શરીરની આંતરિક સફાઈ વિશે વિચાર્યું છે? શરીરને ઉપરથી સાફસૂથરું રાખવાથી ન ચાલે. સમયે-સમયે એની આંતરિક સફાઈ પણ જરૂરી થઈ જાય છે. શરીરમાં જમા થયેલા કચરાને કાઢવો એને ડીટોક્સિફિકેશન કહેવાય છે અને શરીર માટે એ જરૂરી છે.

ડીટોક્સ શા માટે?

શરીરને ડીટોક્સિફાય કરવું એટલે શું? શરીરમાં જે કચરો, એસિડ, ગેસ તથા વપરાયા વિનાની જમા થયેલી ચીજો પડી હોય છે એ શરીરની બહાર કાઢી નાખવી એને ડીટોક્સિફાય કરવું એમ કહેવાય છે. શરીરમાં આ કચરો જો વધુ પડતો જમા થઈ જાય તો તકલીફ પેદા કરે છે એટલે વરસમાં એકાદ વાર આ સફાઈ કરી લેવી જોઈએ.

શરીર કેવું છે એના પર છે પણ સામાન્ય રીતે બહારનું વધુ ખવાઈ ગયું હોય, અપચો કે કબજિયાત જેવું લાગતું હોય, આંખ નીચે સોજો બહુ રહેતો હોય તો સમજવું શરીરમાં ટોક્સિન વધી ગયાં છે. આવામાં શરીરને ડીટોક્સિફાય કરી લેવું જરૂરી બને છે.

કેવી રીતે કરશો?

શરીરને ડીટોક્સિન એટલે કે ટોક્સિનરહિત કરવા માટે તાજાં ફળો અને શાકભાજી પર જ બેથી ત્રણ દિવસ રહેવાનું હોય છે. તેલ, શુગર, રાઇસ, રોટલી, દૂધ અને દૂધની બનાવટો સંપૂર્ણ બંધ કરી દઈ પાણી, શાકભાજી, ફળો, સૂપ, સેલડ અને ડ્રાયફ્રૂટ્સ પર જ રહેવાનું છે જેથી શરીરમાં જમા થયેલાં ટોક્સિન બહાર ફેંકાઈ જશે.

કેવો ચાર્ટ બનાવશો?

સામાન્ય રીતે આપણે રોજ ૨.૫ લિટર જેટલું પાણી પીએ છીએ, પણ ડીટોક્સમાં પાણી લગભગ ૪ લિટર જેટલું લેવાનું હોય છે. સવારે હૂંફાળું પાણી, ગ્રીન ટી લો. લંચમાં સેલડ અને સૂપ લો. સાંજે ફ્રૂટ તથા નાળિયેર-પાણી લઈ શકાય. રાત્રે સૂતાં પહેલાં ગરમ પાણી લીંબુ સાથે અથવા તો મધ સાથે લઈ શકાય. આ રીતે વધુમાં વધુ બે કે ત્રણ દિવસ જ કરી શકાય.

કેવો ફરક લાગે?

શરીરમાંથી ટોક્સિન નીકળી જવાથી શરીર હળવું અને હેલ્ધી ફીલ કરશો.

પછી શું?

ડીટોક્સ ડાયટ ત્રણ દિવસથી વધુ થઈ જાય તો શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની કમી થાય છે. આ કમીને લઈને શરીરને ગંભીર સમસ્યા થઈ શકે છે. ડીટોક્સ ડાયટ પછી ધીમે-ધીમે ખાખરો, મગનું પાણી અને છાશ વગેરે લઈ શકાય. એ પછી એક પછી એક લંચ અને ડિનર લેવાનું શરૂ કરવું. આમ ધીમે-ધીમે નોર્મલ ડાયટ પર આવવું. આ રીતે આખું વીક તમારું ડાયટ હળવું થઈ જશે.

ડીટોક્સ થાઓ ત્યારે શું કરશો?

પાણી ખૂબ પીઓ

શરીરમાંથી પાણી ઓછું ન થાય એ માટે ભરપૂર પાણી પીઓ અને તાજાં, સિઝનલ તથા જ્યૂસી ફ્રૂટ્સ જેવાં કે સંતરાં, તડબૂચ અને કાકડીનો જૂસ લો.

મીઠું માપમાં

ડાયટમાં સોડિયમનું પ્રમાણ નિયંત્રિત રાખો, કારણ કે એ ડીટોક્સ પ્રોસેસને અવરોધે છે. તેથી જ આ સમયમાં અથાણાં, ચીઝ અને સોડિયમ વધુ હોય એવાં ફૂડ લેવાનું ટાળો.

ફળો અને શાકભાજી લો

ફળો અને શાકભાજીમાં ગાજર, કોબી, બ્રોકલી અને પાલક ભરપૂર લો.

વહેલા સૂઓ અને વહેલા ઊઠો

આઠ કલાકની ઊંઘ લો એટલું જ નહીં, એ વાતનું ધ્યાન રાખો કે બહુ ગરમ નહીં એમ બહુ ઠંડા વાતાવરણમાં ન સૂઓ.

આટલું ન કરો

નો ટીન્સ

વિકાસ માટે ટીનેજરને પૂરતા પ્રમાણમાં કેલરી અને પ્રોટીનની જરૂર પડે છે એટલે નિયંત્રિત અને ઓછો આહાર તેમના માટે યોગ્ય ન કહી શકાય.

બધા માટે નહીં

ડાયાબિટીઝ, હાર્ટની તકલીફ હોય, કોઈ સારવાર ચાલતી હોય, સગર્ભા સ્ત્રીઓ અને ઈટિંગ ડિસઓર્ડર હોય તેમણે ડીટોક્સ ડાયટ ન લેવો જોઈએ.

એડિક્શન થઈ શકે

ખાધા સિવાય રહેવાથી નિકોટિન અને આલ્કોહોલની જેમ એડિક્શન થઈ શકે અને એ હેલ્થને ગંભીર સમસ્યા કરે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s