જીવનમાં આ 20 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા..!!

laxmi10

દેવી-દેવતાઓનું પૂજન કરવાથી દુઃખ-દર્દ તો દૂર થાય છે, સાથે જ શાંતિ પણ મળે છે. આ કારણે જુના સમયથી જ પૂજનની પરંપરા ચાલી રહી છે. જે ઘરોમાં દરરોજ પૂજા કરવામાં આવે છે, ત્યાંનું વાતાવરણ સકારાત્મક અને પવિત્ર રહે છે. દીપક અને અગરબત્તીના ધુમાડાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર સુક્ષ્મ કીટાણું પણ મરી જાય છે. શાસ્ત્રો મુજબ પૂજન માટે ઘણા જરૂરી નિયમો જણાવવામાં આવ્યાં છે. આ નિયમોનું પાલન કરવાની સાથે પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. અહીં જાણો 20 નિયમ જે પૂજામાં ધ્યાન રાખવા જોઇએ.

1. બધા પ્રકારની પૂજામાં ચોખા વિશેષ રૂપથી અર્પણ કરવામાં આવે છે. પૂજા માટે એવા ચોખાનો ઉપયોગ કરવો જોઇએ જે અખંડિત હોય એટલે કે, તૂટેલાં ના હોય. ચોખા અર્પણ કરતાં પહેલાં તેને હળદર વડે પીળા કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની માટે થોડા પાણીમાં હળદરનો ઘોલ લેવો અને તે ઘોલમાં ચોખાને પલાળીને પીળા કરી શકાય છે.

2. પૂજામાં પાનના પત્તાને પણ રાખી શકાય છે. ધ્યાનમાં રાખવું કે, પાનના પત્તાની સાથે એલચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ અર્પણ કરવા જોઇએ. આખું બનાવેલું પાન અર્પણ કરશો તો વધારે શ્રેષ્ઠ રહેશે.

3. દેવી- દેવતાઓની સામે ઘી અને તેલ, બંન્ને જ દીપક પ્રગટાવવા જોઇએ. તેલનો દીપક પોતાની ડાબી બાજુ અને ઘીનો દીપક પોતાની જમણી બાજું પ્રગટાવવો જોઇએ.

4. કોઇપણ ભગવાનના પૂજનમાં તેમનું આહવાન કરવું, ધ્યાન કરવું, આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ-દીપ પ્રગટાવવું, ચોખા, કંકુ, ચંદન, ફૂલ પ્રસાદ વગેરે અનિર્વાય રૂપથી હોવું જ જોઇએ.

5. દેવી-દેવતાઓને હાર-ફૂલ, પાન વગેરે અર્પણ કરવા પહલાં તેને એકવાર સાફ પાણી વડે જરૂર ધોઇ લેવાં જોઇએ.

6. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કપડું અર્પણ કરવું જોઇએ. માતા દુર્ગા, સૂર્યદેવ અને શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પણ કરવું જોઇએ.

7. કોઇપણ પ્રકારના પૂજનમાં કુળ દેવતા, કુળ દેવી, ઘરના વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું પણ જરૂરી છે. આ બધાનું પૂજન પણ કરવું જોઇએ.

8. પૂજામાં આપણે જે આસન પર બેસીએ છીએ, તેને પગ વડે અહીંથી ત્યાં ખસેડવું ન જોઇએ. આસનને હાથ વડે જ ખસેડવું જોઇએ.

9. જો તમે દરરોજ ઘીનો એક દીપક પણ ઘરમાં પ્રગટાવો છો તો ઘરના ઘણાં વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.

10. સૂર્યદેવ, શ્રીગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઇચ્છા રાખનાર દરેક મનુષ્યને દરરોજ આ પાંચ દેવોની પૂજા અવશ્ય કરવી જોઇએ. કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલાં પણ પૂજા અનિવાર્ય છે.

11. શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલ અને તુલસીનો ઉપયોગ ન કરવો જોઇએ. સૂર્યદેવની પૂજામાં અગસત્યના ફૂલ ન અર્પણ કરવાં જોઇએ. ભગવાન શ્રીગણેશની પૂજા તુલસીના પાનથી ન કરવી જોઇએ.

12. સવારે સ્નાન કર્યા પછી જ પૂજન માટે ફૂલ તોડવા જોઇએ. વાયુ પુરાણ મુજબ જે વ્યક્તિ વિના સ્નાન કર્યે ફૂલ અથવા તુલસીના પાન તોડી દેવતાઓને અર્પણ કરે છે, તેમની પૂજા દેવતા ગ્રહણ કરતાં નથી.

13. પૂજનમાં અનામિકા આંગળીથી ગંધ લગાવવું જોઇએ.

14. પૂજામાં દેવતાઓની સામે ધૂપ, દીપ જરૂર પ્રગટાવવું જોઇએ. નૈવેદ્ય પણ જરૂરી છે. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલો દીપકને સ્વયં ક્યારેય ઓલવવો ન જોઇએ.

15. બિલ્વપત્ર, ગંગાજળ, તુલસીના પાન અને કમળ, આ ચારેય કોઇપણ અવસ્થામાં વાસી માનવામાં આવતાં નથી. આ માટે તેનો ઉપયોગ પૂજનમાં કોઇપણ સમયે કરી શકાય છે. આ ચારેય સિવાય ભગવાનને ક્યારેય પણ વાસી જળ, ફૂલ અને પાન ન અર્પણ કરવાં જોઇએ.

16. ભગવાન સૂર્યની 7, શ્રીગણેશની 3, વિષ્ણુની 4 અને શિવજીની 3 પરિક્રમાં કરવી જોઇએ.

17. ઘરમાં અથવા મંદિરમાં જ્યારેય પણ કોઇ વિશેષ પૂજા કરે તો પોતાના ઇષ્ટદેવની સાથે જ સ્વસ્તિક, કળશ, નવગ્રહ દેવતા, પંચ લોકપાલ, ષોડશ માતૃકા, સપ્ત માતૃકાનું પૂજન પણ અનિવાર્ય રૂપથી કરવામાં આવવું જોઇએ. આ બધાની પૂર્ણ જાણકારી કોઇ બ્રાહ્મણથી પ્રાપ્ત કરી શકાય છે. વિશેષ પૂજન પંડિતની મદદથી જ કરાવવું જોઇએ. જેના કારણે પૂજા વિધિવત થઇ શકે.

18. ઘરમાં પૂજા સ્થળ ઉપર કોઇ કબાટ અથવા ભારે વસ્તુ ન રાખવી જોઇએ.

19. ભગવાન શિવને હળદર ન અર્પણ કરવી જોઇએ અને શંખથી જળ પણ ન અર્પણ કરવું.

20. પૂજા સ્થળ પર પવિત્રતાનું ધ્યાન રાખવું. ચપ્પલ પહેરીને કોઇ મંદિર સુધી ન જવું જોઇએ. ચામડાના બેલ્ટ અથવા પર્સ પોતાની પાસે રાખીને પૂજા ન કરવી. પૂજા સ્થળ પર કચરો વગેરે ન જમા કરવો.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s