જાણો…14 નુસખા : પુરૂષોની દુર્બળતા, નપુંસકતા અને સ્વપ્નદોષને ઝડપથી કરશે દૂર…!!!

aamla5

સામાન્ય રીતે જે પુરૂષો તાકાતવાન હોય છે તેમનું દાંપત્ય જીવન સુખી રહે છે. પણ જો કોઈપણ પ્રકારની નબળાઈ પુરૂષોને સતાવતી હોય તો તે તેમના આત્મવિશ્વાસને ઓછો કરે છે. કેટલીકવાર પુરૂષોમાં શારીરિક નબળાઈ સંબંધોમાં કળવાશનું કારણ પણ બને છે. કેટલીક શારીરિક નબળાઈ જેમ કે સ્વપ્ન દોષ, દુર્બળતા, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જેના કારણે વ્યક્તિનું તેના મન પર નિયંત્રણ રહેતું નથી.

કોઈપણ વ્યક્તિના જીવનમાં યૌન સમસ્યાઓ તેના શરૂઆતના યૌન જીવનમાં વિકસી શકે છે અથવા તો અસંતોષકારક અનુભવ પછી ખબર પડે છે. યૌન સમસ્યાઓનું કારણ શારીરિક, માનસિક અથવા તો બન્ને હોઈ શકે છે. જેથી આજે અમે તમને કેટલાક એવા સરળ નેચરલ ઘરેલૂ નુસખા જણાવીશું જે પુરૂષોને થતી આવા પ્રકારની સમસ્યાઓને દૂર કરશે.

– આમળાનો મુરબ્બો ખાવાથી પુરૂષોમાં રહેલી દુર્બળતા દૂર થાય છે. કેળા પુરૂષોની શક્તિ વધારવાનું કામ કરે છે. જેથી દરરોજ કેળાનું સેવન કરો.

– રોજ રાતે સૂતા પહેલાં લસણની બે કળીઓ ગળી લેવી અને પછી પાણી પી લેવું. આમળાના ચૂર્ણમાં સાકર પીસીને મિક્ષ કરવી પછી દરરોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ મિશ્રણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પીવું. પુરૂષોમાં રહેલી યૌન નબળાઈ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

– નપુંસકતાને દૂર કરવા માટે પુરૂષોએ કાચા ભીંડા ચાવીને ખાવા જોઈએ. આ સમસ્યા માટે ભીંડા એક સારો ઉપાય સાબિત થઈ શકે છે.

– સફેદ ડુંગળીનો રસ, મધ, આદુનો રસ અને ઘીને મિક્ષ કરીને 21 દિવસ સુધી નિયમિત લેવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.

– મેથીને પુરૂષોની આવી સમસ્યાઓ માટે કારગર માનવામાં આવે છે. બે ચમચી મેથીના જ્યૂસમાં અડધી ચમચી મધ મિક્ષ કરીને રાતે લેવાથી સારો એવો ફાયદો થાય છે.

– આપણી આદતો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. આ જ કારણથી કેટલીકવાર કેટલીક વસ્તુઓ ખોટી માત્રામાં ખોટા સમયે ખોટી રીતે લેવાથી અને દિનચર્યા ખોટી હોવાથી પણ પુરૂષોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી આદતોથી વૈવાહિક જીવન પણ નષ્ટ થઈ જાય છે. સાથે જ જરૂરથી વધારે ભોજન કરવું પણ પુરૂષોમાં નબળાઈનું એક કારણ છે.

– બહુ વધારે ફેટી ખોરાક જેમ કે પિઝા, બર્ગર અને ફાસ્ટ ફુડ પણ આવી સમસ્યાઓનું કારણ છે. જેથી વધુ ઘી, દૂધ, મેવા મિઠાઈ વગેરેનું સેવન કરવું પણ આયુર્વેદની દ્રષ્ટિએ સારું માનવામાં આવતું નથી.

– અજમામના પાન સ્વપ્નદોષની સમસ્યા માટે શ્રેષ્ઠ ઉપાય છે. તેના માટે અજમાના પાનનો રસ કાઢીને તેમાં મધ મિક્ષ કરીને નિયમિત લેવાથી ઝડપથી ફાયદો થશે.

– રોજ કાચી ડુંગળીનું સેવન કરવાથી સ્વપ્નદોષની સમસ્યા દૂર થાય છે. આ સમસ્યા માટે ડુંગળી બહુ સારો ઉપાય માનવામાં આવે છે. ભોજનમાં કોઈપણ પ્રકારે અથવા રોજ એક કાચી ડુંગળીનું સેવન કરવાથી બહુ લાભ થાય છે. કાચી ડુંગળીનું સેવન કરવાથી વધુ ફાયદા મેળવી શકાય છે.

– નકામું ઘાસ (ખર-પતવાર), કચરો કે કેટલાક ફાલતૂ છોડ સમજીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. આવો જ એક છોડ છે પુનર્નવા. આનું વાનસ્પતિક નામ બોહરાવિયા ડિફ્યૂસા છે. પુનર્વવાના તાજી જડનું રસ 2 ચમચી બેથી ત્રણ દિવસ સુધી દૂધની સાથે સેવન કરવાથી વૃદ્ધ વ્યક્તિમાં પણ યુવાનીનું જોમ ભરાઈ જાય છે અને તાકાતમાં વધારો થાય છે.

– શરમીલી (છૂઈ-મૂઈ)ના બીજનું ચૂર્ણ (3 ગ્રામ) દૂધમાં મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવાથી પુરૂષોમાં રહેલી શારીરિક દુર્બળતા દૂર થઈ જાય છે.

– તલનું તેલ પણ આવી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. તલનું તેલ અને દૂધીનો રસ સપ્રમાણમાં લેવું. રાતે સૂતા પહેલાં આ મિશ્રણથી માથા અને શરીર પર મસાજ કરવું. આ એક બહુ પ્રભાવી નુસખો છે. જે વધુ ખર્ચ વિના પુરૂષોમાં નબળાઈની સમસ્યાને દૂર કરે છે.

– સાબૂત અનાજને પલાળીને તે અંકુરિત થાય એટલે ખાવાછી લોહીમાં વૃદ્ધિ થાય છે. આના નિયમિત સેવન સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે.

– સ્વસ્થ વિચારોથી જ શરીર પણ સ્વસ્થ રહે છે. આ એક હકીકત છે. આ સમસ્યાઓ માટે મનમાં રહેલી ભાવનાઓ ઘણી હદ સુધી જવાબદાર હોય છે. મનમાં ભોગ-વિલાસ, વાસના અને કામ ક્રિયાના જ વિચારો રાખવાથી સ્વપ્નદોષ અને શીઘ્રપતન જેવી સમસ્યાઓ થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો 13 આસન : કયા રોગમાં કયું આસન છે ફાયદાકારક

જાણો…આખરે યોગ શું છે? તેના 15 ચમત્કારી લાભ અને ધ્યાનમાં રાખો 10 સાવધાનીઓ…!!

ALL IN ONE: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s