નિવૃતિ માટે કરો NPSમાં રોકાણ, મળશે ઇપીએફ કરતાં વધુ રિટર્ન…!!!

pagar10

રિટાયરમેન્ટ પ્લાનિંગને લઇને ગંભીર છો તો આપના માટે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ (ઇપીએફ)થી ઘણો સારો વિકલ્પ સાબિત થશે. એનપીએસ આપને ઇપીએફ કરતાં ઘણું વધારે રિટર્ન આપે છે. આપનો મુળ પગાર (મોંઘવારી ભથ્થા સહિત) માત્ર 12 ટકાનો ફાળો ઇપીએફમાં પ્રતિ માસ કરવામાં આવે છે. આરામદાયક નિવૃતિ બનાવવા માટે આ રકમ ઘણી જ ઓછી છે. બીજી તરફ, ઇપીએફનો વ્યાજ દર પ્રત્યેક નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવે છે. જે 2014-15 માટે 8.75 ટકા છે.

એનપીએસ આપને ઇક્વિટીમાં રોકાણને કારણે લાંબા ગાળા માટે ઇપીએફથી વધારે રિટર્ન તો આપે જ છે સાથે જ તેમાં પ્રતિ માસ રોકાણ કરવાનું પણ ફરજીયાત નથી. એનપીએસ ખાતામાં વર્ષમાં માત્ર એક વાર નાણાં જમા કરાવવાનું જરૂરી હોય છે. જો કે, આપ નિયમિત રીતે એનપીએસ ખાતામાં નાણાં જમા કરાવો તો તેનો વધુ લાભ લઇ શકો છો.

રિટર્નના હેતુથી ઇપીએફ અને એનપીએસ

શેરબજારમાં રોકાણને કારણે એનપીએસનું રિટર્ન ઇપીએફથી વધારે છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે એનપીએસ પર એવરેજ 11 ટકા વાર્ષિક રિટર્ન મળે છે. જયારે, ઇપીએફ પર હજુ પણ 8.75 ટકાનું રિટર્ન મળી રહ્યું છે.

વેલ્યુ રિસર્ચના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ધીરેન્દ્ર કુમારનું કહેવું છે કે એનપીએસ લાંબા ગાળામાં ઇપીએફની તુલનામાં ઘણું વધારે રિટર્ન આપતો વિકલ્પ છે. લાંબા ગાળા માટે લોક-ઇનથી તેને નિવૃતિના રોકાણના ઉદ્દેશ્યથી સારો બનાવે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જો 30 વર્ષનો કોઇ વ્યક્તિ ઇપીએફ અને એનપીએસમાં પ્રતિમાસ 5000 રૂપિયાનું રોકાણ 30 વર્ષ માટે કરે છે અને ઈપીએફ પર વાર્ષિક 8.75 ટકા અને એનપીએસ પર 13.5 ટકા (એ અનુમાનિત નથી) માનીને ચાલીએ તો ઇપીએફમાં રોકાણ પર 67.50 લાખ રૂપિયા વધીને 2.05 કરોડ રૂપિયા થઇ જશે. બીજી તરફ, આટલા જ નાણાંનું રોકાણ જો એનપીએસમાં કર્યું તો વધીને 4.70 કરોડ રૂપિયા થઇ જશે. કુમારે જણાવ્યું કે એનપીએસથી મેચ્યોરિટી પર મળનારી 40 ટકા રકમમાંથી એન્યુઇટી ખરીદવાની અનિવાર્ય છે. જેથી તેને જીવનભર પેન્શન મળતું રહે. એનો અર્થ એ થયો કે એન્યુઇટી ખરીદ્યા બાદ પણ તેના હાથમાં ઇપીએફ કરતાં વધુ રકમ આવશે.

ઇપીએફ અને એનપીએસ ક્યાં કરે છે રોકાણ

ઇપીએફમાં આપના દ્ધારા જમા કરવામાં આવેલા નાણાંનું રોકાણ સૌથી સુરક્ષિત વિકલ્પોમાં કરવામાં આવે છે. જેને કેન્દ્ર અને રાજય સરકારની જામીનગીરીઓ, બોન્ડ, સરકારી કંપનીઓના બોન્ડ અને સરકારની વિશેષ ડિપોઝિટ સ્કીમ્સમાં કરવામાં આવે છે. ઇપીએફ પોતાના રોકાણ પોર્ટફોલિયોમાં વધારે ફેરફાર નથી કરતી. તે મોટાભાગના કેસોમાં જામીનગીરી અને બોન્ડમાં મેચ્યોરિટી સુધી રોકાણ બનાવી રાખે છે.

એનપીએસનો સૌથી મોટો લાભ એ છે કે તે રિટાયરમેન્ટ ફન્ડ બનાવવા માટે ઇક્વિટીમાં રોકાણ કરે છે. આપની પાસે વિકલ્પ હોય છે કે આપ ઇક્વિટીમાં 50 ટકા સુધીનું રોકાણ કરો. ઇક્વિટી ઉપરાંત, લિક્વિડ ફન્ડ-બોન્ડ અને સરકારી જામીનગીરીમાં રોકાણનો વિકલ્પ પણ એનપીએસ આપે છે.

એનપીએસમાં પેન્શન ફન્ડ મેનેજર પસંદ કરવાનો વિકલ્પ

આપ વર્ષમાં એકવાર પોતાના એનપીએસમાં રોકાણ પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકો છો, પરંતુ પોતાના પેન્શન ફન્ડ મેનેજરને પણ બદલી શકો છો. હાલ એનપીએસના નાણાંના મેનેજમેન્ટ માટે છ પેન્શન ફન્ડ મેનેજર છે. જેના પ્રદર્શન અને ટ્રેક રેકોર્ડ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટેક્સના હેતુથી ઇપીએફ અને એનપીએસ

ઇપીએફમાં જમા કરવામાં આવેલા નાણાં પર આપને આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ આવકવેરામાં ઘટાડાનો લાભ મળે છે. એનપીએસમાં 2 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરામાં ઘટાડાનો લાભ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ, અત્યાર સુધીના નિયમો અનુસાર રિટાયરમેન્ટના સમયે આપના હાથમાં આવનારા નાણાં પર ટેક્સ લાગશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

બદલાઈ ગઈ 100 રૂપિયાની નોટ, હવે આ રીતે ઓળખો અસલી-નકલી નોટને

આટલુ શીખી જ લો….GOOGLE ની સાથે ઘેર બેઠા કમાણીની તક, આ રીતે થશે કમાણી

8 વર્ષના ટેણિયાએ YOUTUBE થી 8 કરોડની કમાણી કરી: તમે કેમ પાછળ? તમે પણ કરો ધરખમ કમાણી. જાણો રીત.

માનો કે ન માનોઃ આ ઉપાય તમારા ઘરની સુખ-સમૃદ્ધિનું ‘તાળુ’ ખોલી દેશે!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s