All In One: રોજ યોગ કરવાથી મળતાં આ 10 જબરદસ્ત ફાયદા ચોક્કસ જાણો

yog

યૂનોએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યા બાદ 21 જૂને પ્રથમ વખતે યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશે. આખી દુનિયાએ યોગની શક્તિ સ્વીકારી લીધી છે. જેથી આજે અમે તમને યોગથી થતાં કેટલાક ચમત્કારી સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું.

યોગ એટલે શરીરને અસંભવ લાગનારી મુદ્રાઓમાં વાળવાથી કંઈક વિશેષ છે. તેનાથી મગજ અને શરીરનું સંગમ થાય છે. જેથી માનસિક અને શારિરીક કસરતથી અકલ્પિત સ્વાસ્થ્ય લાભ થાય છે. હાઈ બ્લડપ્રેશરનું સામાન્ય થવું, તણાવમાં રાહત, સ્થૂળતા અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ જેવા રોગોમાં સકારાત્મક પરિણામોને કારણે યોગ આજે યોગને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળી છે. રોજ યોગ કરવાથી શરીર સુંદર, સુડોળ અને નિરોગી રહે છે. યોગ કરવાથી મનને અપાર શાંતિની અનુભૂતિ થાય છે.

તમે વિચારી પણ નહીં શકો કે યોગ કરવાથી તમને કેવા દુર્લભ સ્વાસ્થ્ય ફાયદા થઈ શકે છે. શરીર અને મનને તરોતાજા રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની પૂર્તિ કરવા માટે અને આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ પણ યોગાસન અતિમહત્વપૂર્ણ છે. તો ચાલો આજે તમને જાણી લો યોગ કઈ રીતે દૂર કરે છે રોગ.

સ્વસ્થ હૃદય

એવા વિવિધ આસન જેનાથી તમે થોડા સમય માટે શ્વાસ રોકી શકો છો, તે તમારા હૃદય અને ધમનીઓને સ્વસ્થ રાખે છે. યોગ એ લોહીના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનાથી લોહી ઘટ્ટ નથી થતું અને હૃદય હમેશા સ્વસ્થ રહે છે.

દુઃખાવામાં આપે છે કાયમી રાહત

યોગ કરવાથી શરીરમાં લચીલાપણું અને શક્તિ વધે છે જેથી શરીરમાં થતાં દુખાવા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. નિષ્ણાંતો મુજબ જે લોકો બેસીને કાર્ય કરે છે અથવા તો લાંબા સમય સુધી ડ્રાઈવિંગ કરે છે તેમને નિયમિત રીતે યોગ કરવો જોઈએ કારણ તે યોગથી કરોડરજ્જુમાં દબાણ અને જકળાઈ જવાથી રાહત મળે છે. આ સાથે જ તમારા શરીરના બંધારણને સુધારે છે જેથી ખરાબ મુદ્રાને કારણે દુખાવાથી બચી શકાય છે.

મનની શાંતિ

યોગના એવા આસનો જેમાં સંપૂર્ણ રીતે શ્વાસ લેવો અને સંતુલનવાળા આસનો પર કેન્દ્રિત થવાને કારણે મગજ શાંત રહે છે અને શરીરમાં પણ સંતુલન અને નિયંત્રણ જળવાય છે. જેથી યોગમાં આપણે મગજના બન્ને ભાગનો પ્રયોગ કરીએ છીએ જેથી આંતરિક પરિભ્રમણ સારું થાય છે જે કદાચ આપણે રોજિંદા કાર્યોથી હાંસલ કરી શકતા નથી. યોગ કરવાથી આપણે આપણા મગજના વિચાર અને સૃજનાત્મકતાવાળા ભાગમાં સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ. જેથી રોજ યોગ કરવાથી મનને અપાર શાંતિનો અનુભવ થાય છે.

સંપૂર્ણ સ્વાસ્થની પ્રાપ્તિ

સારું સ્વાસ્થ્ય માત્ર બીમારીઓથી દૂર રહેવું એ જ નથી પરંતુ પોતાના મન અને લાગણીઓની વચ્ચે સંતુલન સ્થાપિત કરવું છે. નિયમિત યોગ કરવાથી સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, યોગ કરવાથી ન માત્ર બીમારીઓ દૂર થાય છે પરંતુ આ તમને ગતિશીલ, ખુશ અને ઉત્સાહી પણ બનાવે છે. જેથી યોગ નિયમિત કરવો જ જોઈએ.

લોહીનું પરિભ્રમણ

વિવિધ યોગ મુદ્રાઓ અને શ્વાસ ક્રિયાઓના સમન્વયને કારણે યોગથી શરીરમાં ખૂબ જ સારી રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. જો શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થાય તો શરીરને સરખી રીતે ઓક્સીજન અને પોષક તત્વો મળી રહે છે. જેના કારણે ત્વચા અને આંતરિક અંગો સ્વસ્થ રહે છે.

સ્થૂળતા માટે યોગ

સૌથી પહેલાં અમે તમને જણાવીએ કે યોગથી સપાટ પેટ કેવી રીતે મેળવી શકો તે પહેલાં તમારે આ વાત જાણવી જરૂરી છે કે માત્ર કોઈ એક કસરતથી આ સંભવ નથી. જેથી જો તમને કોઈ એક યોગ કે કસરત દ્વારા પેટ સપાટ કરવાનું કહે છે તો તમારે કોઈ યોગ્ય યોગ ચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે. કારણ કે યોગ એવો હથિયાર છે જે શરીર પરની હઠીલી ચરબીને દૂર કરે છે. તો યોગ કરશો તો તમે સ્થૂળતા અને શરીરના કેટલાક ભાગો પર વધતી ચરબીથી બચી શકો છો.

સારા શ્વાસ માટે

યોગની વિવિધ ઊંડા અને મંદ શ્વાસની પ્રક્રિયાઓને કારણે ફેફસા અને પેટની ક્ષમતા વધે છે. યોગ નિયમિત કરવાથી દૈનિક કાર્યક્ષમતા અને સહનશક્તિમાં વધારો થાય છે. ઊંડા શ્વાસ લેવાથી વિવિધ પ્રકારના ભૌતિક અને માનસિક તાણમાંથી મુક્તિ મળે છે.

સંતુલન વધે છે

ખરાબ શારીરિક મુદ્રાથી વૃદ્ધાવસ્થાની સાથે સંતુલન બગડવાની સંભાવના રહે છે. એવું આપણી વ્યસ્ત જીવનશૈલીમાં ઓછું કે જરા પણ કામ ન કરવાને કારણે થાય છે. જેના કારણે પડી જવું કે વાગી જવું, હાડકા ટૂટી જવા, પીઠ સંબંધી સમસ્યાઓ અને અન્ય વિકારો થાય છે. યોગથી ગુમાવેલા સંતુલન અને નિયંત્રણને ફરી પામી શકાય છે. યોગ કરવાથી તમારી સંતુલન ઈન્દ્રિય પ્રબળ બને છે. જેથી શક્તિ અને લચીલાપણું પ્રાપ્ત થાય છે. જેથી મગજ તેજ ચાલે છે અને તમે તમારી પ્રતિક્રિયાઓને સારી રીતે નિયંત્રિત કરી શકવામાં સક્ષમ બનો છો.

તણાવને દૂર કરે છે

નિયમિત યોગ કરવાથી તણાવની સમસ્યા ક્યારેય થતી નથી. ભાગદોડવાળી દિનચર્યા બાદ યોગ કરવાથી આખા દિવસનો થાક, તાણ બધુ ભાગી જાય છે. એવું નથી કે માત્ર યોગથી પણ કોઈપણ પ્રકારની કસરતથી પણ આવું સંભવ છે. પરંતુ યોગ એ બેસ્ટ ઉપાય છે. યોગ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી અને સટીક શ્વાસ પ્રક્રિયાને અપનાવવામાં આવે તો તણાવથી મુક્તિ મળે છે.

ગર્ભાવસ્થામાં યોગ

જો તમે ગર્ભવતી છો અને સ્વસ્થ રહેવા માગો છો તો નિયમિત રીતે યોગ અવશ્ય કરો. આ દરમિયાન યોગ કરવાથી તમારું શરીર મજબૂત બનશે. રોજ યોગ કરવાથી થાક દૂર થશે, તણાવ ઘટશે, સ્નાયુઓમાં ખેંચાણ અને લચીલાપણું આવશે અને લોહીનું પરિભ્રમણ, પાચન, શ્વસન અને સ્નાયુ તંત્ર પર નિયંત્રણ જેવા આંતરિક લાભ પણ થશે. જો ગર્ભવતી સ્ત્રીઓ યોગ કરે તો તેમને ઉંઘ ન આવવી, કમરનો દુખાવો, પગમાં ખેંચાણ અને અપચા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. પરંતુ કોઈ કોઈ ચિકિત્સકની સલાહ મુજબ યોગ કરવું હિતાવહ છે.

આસનો કયા સમયે કરવા ?

આસનો વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે વિચારો ઓછા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગીનો અહેસાસ રહે છે. સ્નાન કર્યા પછી આસનો કરવા એ વધુ સારું છે.

આસનો હંમેશા ખાલી પેટે કરવા. ખાધા પછી દોઢેક કલાકના સમય બાદ જ આસનો કરવા. આસનો કર્યા પછી કલાક સુધી ભોજન ન કરવું.

યોગ ઘરમાં, બગીચા, યોગા ક્લાસિસ કે કોઈ શાંત જગ્યાએ પણ અને ગમે તે સમયે કરી શકાય છે.

એક વખત ઉતારેલું વજન જાળવી રાખવા માટે યોગ સારો અને સરળ રસ્તો છે.

દિવસમાં ૪૫ મિનિટથી ૬૦ મિનિટ યોગ કરવો જોઇએ. યોગ એ વ્યક્તિના મેટાબોલિઝમને સીધી રીતે અસર કરે છે. આ ઉપરાંત શરીરના જુદા જુદા હોર્મોન્સને બેલેન્સ કરે છે.

યોગ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો

– યોગ કરવા માટે સૌથી સારો સમય સવારનો છે કારણ કે આ સમયે મન શાંત હોય છે. તેથી યોગ કરવાનું સરળ પડે છે .

– યોગ કરવાની જગ્યા શાંત, સ્વચ્છ હોવી જોઇએ. યોગ શરૂ કરતાં પહેલાં આંતરડાં સ્વચ્છ હોવા જોઇએ. આ ઉપરાંત, બ્લેડર પણ ખાલી હોવું જોઇએ. નાક સાફ કરી અને ગળું ખંખેરીને યોગ કરવાનું શરૂ કરો. બની શકે તો એકાદ ગ્લાસ પાણી પીઓ.

– યોગ કરતી વખતે કપડાં ઢીલાં અને કમ્ફર્ટેબલ પહેરવાં જરૂરી છે. કોટન અથવા લાયક્રાના પેન્ટ અને શર્ટ પહેરવા સૌથી સારા પડે છે.

– ધીરે ધીરે યોગ કરવાની શરૂઆત કરવી જોઇએ. શરૂઆતમાં સહેલા અને સરળ આસનો કરવા. ધીરે ધીરે વધુ અઘરા આસનો તરફ વળવું.

– યોગ કરતાં વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. યોગ દરમિયાન શ્વાસોચ્છવાસનું નિયમન જરૂરી છે અને તે શિક્ષકે શીખવાડ્યા પ્રમાણે જ કરવું.

– યોગ દરમિયાન કોઇ જાતનો દુખાવો શરૂ થાય અથવા શરીરમાં કંઇ તકલીફ જેવું લાગે તો યોગ કરવાનું તરત જ અટકાવી દેવું.

– યોગ કરવા માટે સારા મટિરિયલમાંથી બનેલું આસન રાખવું.

– યોગ દરમિયાન પોશ્ચર બહુ જ મહત્વનું છે. જો ખોટી રીતે યોગ અને વિવિધ પ્રકારના આસનો કરવામાં આવે તો કમર કે ગળાનો કાયમી દુખાવો થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

આ 10 વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી, હઠીલી કબજિયાત થશે દૂર

સનબર્નથી એકદમ કાળી પડેલી ત્વચા માટે, કરો 14 ચમત્કારી ઘરેલૂ ઉપાય
કેમ આવે છે પરસેવામાં ગંદી વાસ? આ ઝિંક ડાયટથી મેળવો કાયમી છુટકારો

યુવકો-યુવતીઑ ની મુખ્ય સમસ્યા ચહેરાના ખીલ-ખાડાને કાયમ કરો દૂર, અપનાવો આ શ્રેષ્ઠ ઘરગથ્થુ નુસખા-ઉપાયો.

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s