જીવનમાં અપાર ધનસંપતિના આગમન માટે મહાલક્ષ્મીજીનું ચમત્કારીક કનાકધારા સ્તોત્ર શાસ્ત્રોક્ત રીતે દરરોજ સવારે જોરથી વાંચો.

kanakdharayantra1

પૈસા કે ધન આજે બધાની સૌથી મોટી જરૂરીયાત બની ગઈ છે. તેની પ્રાપ્તિ માટે ઘણાં પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. પછી પણ ઘણાં લોકોની સાથે એવું થાય છે કે વધારે મહેનત પછી પણ તેને જરૂરીયાત પૂરતાં પણ પૈસા નથી મળી શકતાં. કેટલાંક લોકોની આવક તો સારી હોય છે, પણ બચત નથી થઈ શકતી. જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર એવું થવાની પાછળ ઘણાં કારણો રહેલા છે.

ધનની પ્રાપ્તિ અને બચત માટે જરૂરી છે કે આપના પર મહાલક્ષ્મી દેવી હંમેશા પ્રસન્ન રહે. મહાલક્ષ્મીની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ ધન સંબંધમાં સંતુષ્ટ થઈ શકતો નથી. જેથી આજે અમે તેમના એવા ખાસ મંત્ર વિશે જણાવીશું જેનાથી ધનને આવતા કોઈ રોકી શકશે નહીં.

મંત્રઃ-

ॐ वं श्रीं वं ऐं लीं श्रीं क्लीं कनकधारयै स्वाहा।’

આ મંત્ર તથા કનકધારા સ્તોત્ર સહિત કનકધારા યંત્રની પૂજા-અર્ચનાથી દરિદ્રતા દૂર થાય છે, ઋણથી મુક્તિ મળે છે. નોકરી અને વેપારમાં લાભ પ્રાપ્ત થાય છે, આકસ્મિક ધન પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ ગ્રંથ શંકર દિગ્વિજયના ચોથા સર્ગમાં ઉલ્લેખિત ઘટના મુજબ જગતગુરૂ શંકરાચાર્યે એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે આ સ્તોત્રના પાઠથી સોનાની વર્ષા કરાવી હતી.

કનકધારા સ્તોત્ર ગુજરાતીમાં

अंगहरे पुलकभूषण माश्रयन्ती भृगांगनैव मुकुलाभरणं तमालम।
अंगीकृताखिल विभूतिरपांगलीला मांगल्यदास्तु मम मंगलदेवताया:।।1।।

૧. ભમરી, કળીઓમાંથી શોભતા તમાલવૃક્ષનો આશ્રય કરે છે. તેની જેમ શ્રી હરિના પુલકિત શરીરનો આશ્રય કરનાર મંગલ કરનાર, મંગલદેવતા શ્રી લક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો.

मुग्ध्या मुहुर्विदधती वदनै मुरारै: प्रेमत्रपाप्रणिहितानि गतागतानि।
माला दृशोर्मधुकर विमहोत्पले या सा मै श्रियं दिशतु सागर सम्भवाया:।।2।।

૨. જેમ ભમરી, કમળ પર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મુગ્ધ લક્ષ્મીજીની શ્રી વિષ્ણુના વદન કમલ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે. તે શ્રી લક્ષ્મીજીના નેત્રની દ્રષ્ટિરૂપ માળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો.

विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षमानन्द हेतु रधिकं मधुविद्विषोपि।
ईषन्निषीदतु मयि क्षणमीक्षणार्द्धमिन्दोवरोदर सहोदरमिन्दिराय:।।3।।

૩. સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવા વૈભવનું દાન આપનાર, મુરારિ માટે આનંદરૂપ લક્ષ્મીજીની અર્ધમીલિત દ્રષ્ટિ મારી પર ક્ષણવાર માટે પણ પડો.

आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दमानन्दकन्दम निमेषमनंगतन्त्रम्।
आकेकर स्थित कनी निकपक्ष्म नेत्रं भूत्यै भवेन्मम भुजंगरायांगनाया:।।4।।

૪. આનંદ રૂપ, અનિમેષ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીંચીને સૂતેલા જોઈને, આનંદથી અર્ધમીલિત નેત્રો દ્વારા જોનાર, શેષશાયી વિષ્ણુના પત્ની શ્રી લક્ષ્મીજીની તે અર્ધમીલિત દ્રષ્ટિ અમને સમૃદ્ધિનું દાન કરો.

बाह्यन्तरे मधुजित: श्रितकौस्तुभै या हारावलीव हरि‍नीलमयी विभाति।
कामप्रदा भगवतो पि कटाक्षमाला कल्याण भावहतु मे कमलालयाया:।।5।।

૫. મઘુરાક્ષસને જીતનાર, કૌસ્તૂભ મણિને છાતી પર ધારણ કરનાર શ્રી વિષ્ણુના ઉર પર દ્રષ્ટિની લીલી અને શ્યામરંગની દ્રષ્ટિ રૂપી માળા શોભે છે. ભગવાનમાં પણ પ્રેમ જગાડનાર, શ્રી લક્ષ્મીજીની નેત્રોની કટાક્ષમાલા મારૂં કલ્યાણ કરો.

कालाम्बुदालिललितोरसि कैटभारेर्धाराधरे स्फुरति या तडिदंगनेव्।
मातु: समस्त जगतां महनीय मूर्तिभद्राणि मे दिशतु भार्गवनन्दनाया:।।6।।

૬. જેમ કાળા વાદળોમાં વિજળી ચમકે છે, તે રીતે મેઘ શ્યામ શ્રી વિષ્ણુની છાતી પર શ્રી લક્ષ્મીજી પૂજનીય મૂર્તિ ચળકે છે. તે સમસ્ત જગતને પૂજ્ય અને ભાર્ગવપુત્રીની મૂર્તિ અમને કલ્યાણનું પ્રદાન કરો.

प्राप्तं पदं प्रथमत: किल यत्प्रभावान्मांगल्य भाजि: मधुमायनि मन्मथेन।
मध्यापतेत दिह मन्थर मीक्षणार्द्ध मन्दालसं च मकरालयकन्यकाया:।।7।।

૭. જેના પ્રભાવથી કામદેવે મંગલકારી, મઘુ દૈત્યનો નાશ કરનાર વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે. તે સમુદ્રપુત્રીની મદભરેલી અને અર્ધમીલિત દર્ષ્ટિ ધીરે ધીરે મારી પર પડો. (તેમની કૃપાદ્રષ્ટિ થાઓ.

दद्याद दयानुपवनो द्रविणाम्बुधाराम स्मिभकिंचन विहंग शिशौ विषण्ण।
दुष्कर्मधर्ममपनीय चिराय दूरं नारायण प्रणयिनी नयनाम्बुवाह:।।8।।

૮. શ્રી નારાયણની પ્રિયતમાના નેત્રોમાંથી નિકળતો કરૂણાજળનો પ્રવાહ, આ દરિદ્ર, દરિદ્રતાથી ખિન્ન, નિઃસહાય પક્ષી જેવા બાળક પર, દયારૂપી પવનથી વરસી રહો અને દુષ્કર્મરૂપ તાપને કાયમ માટે દૂર કરી દો.

इष्टा विशिष्टमतयो पि यथा ययार्द्रदृष्टया त्रिविष्टपपदं सुलभं लभंते।
दृष्टि: प्रहूष्टकमलोदर दीप्ति रिष्टां पुष्टि कृषीष्ट मम पुष्कर विष्टराया:।।9।।

૯. વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા, લક્ષ્મીજીને પ્રિય એવા લોકો જેમની દયાર્ક દ્રષ્ટિને લઇને સ્વર્ગપદને સરળતાથી પ્રાપ્ત કરે છે. એવી ખીલેલા કમળની શોભા ધરાવતી શ્રી લક્ષ્મીજીની ઇષ્ટ દ્રષ્ટિ, મને પુષ્ટ કરો.

गीर्देवतैति गरुड़ध्वज भामिनीति शाकम्भरीति शशिशेखर वल्लभेति।
सृष्टि स्थिति प्रलय केलिषु संस्थितायै तस्यै ‍नमस्त्रि भुवनैक गुरोस्तरूण्यै ।।10।।

૧૦. સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારની રમતમાં જે સરસ્વતી, ગરૂડઘ્વજ વિષ્ણુની પત્ની, શાકંભરી કે ભગવાન શંકરની વલ્લભા એવા સ્વરૂપને સ્થિત છે. તે ત્રણ લોકના ગુરૂ (શ્રી વિષ્ણુજીની ભાર્યા, લક્ષ્મીજીને નમસ્કાર.

श्रुत्यै नमोस्तु शुभकर्मफल प्रसूत्यै रत्यै नमोस्तु रमणीय गुणार्णवायै।
शक्तयै नमोस्तु शतपात्र निकेतानायै पुष्टयै नमोस्तु पुरूषोत्तम वल्लभायै।।11।।

૧૧. શુભકર્મોનું ફલ આપનાર શ્રુતિને નમસ્કાર. સૌંદર્યના ગુણોની ભંડાર રતિને નમસ્કાર. કમળમાં વાસ કરનાર શક્તિને નમસ્કાર. પુરૂષોત્તમને પ્રિય એવી પુષ્ટિને નમસ્કાર.

नमोस्तु नालीक निभाननायै नमोस्तु दुग्धौदधि जन्म भूत्यै ।
नमोस्तु सोमामृत सोदरायै नमोस्तु नारायण वल्लभायै।।12।।

૧૨. કમળની નાળ જેવા સુંદર મુખને ધારણ કરનારને વંદન. ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલ (લક્ષ્મી)ને વંદન. ચંદ્ર અને અમૃતની ભગિનીને વંદન. નારાયણ વલ્લભાને વંદન.

सम्पतकराणि सकलेन्द्रिय नन्दानि साम्राज्यदान विभवानि सरोरूहाक्षि।
त्व द्वंदनानि दुरिता हरणाद्यतानि मामेव मातर निशं कलयन्तु नान्यम्।।13।।

૧૩. હે કમળ જેવું મુખ ધારણ કરનાર લક્ષ્મીજી, આપને વંદન કરવાથી સુખ-સમૃઘ્ધિ મળે છે. સામ્રાજ્ય જેવા વૈભવ મળે છે. સમસ્ત પાપકર્મો નાશ પામે છે. હે માન્યે, મારા પર નિસદિન કૃપા બની રહે.

यत्कटाक्षसमुपासना विधि: सेवकस्य कलार्थ सम्पद:।
संतनोति वचनांगमानसंसत्वां मुरारिहृदयेश्वरीं भजे।।14।।

૧૪. જેમના કટાક્ષ (દ્રષ્ટિ)ની ઉપાસના કરનાર સેવકને બધી જ સુખ સમૃદ્ધિ લક્ષ્મીજી આપે છે તે સુરારિની હૃદયેશ્વરીને મન, વચન, કાયાથી હું ભજુ છું.

सरसिजनिलये सरोज हस्ते धवलमांशुकगन्धमाल्यशोभे।
भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्।।15।।

૧૫. કમળમાં રહેનાર, જેના હાથમાં કમળ છે તેવો દેવી, સફેદ વરપ્ર, સુગંધ અને માળાથી ઓપતા, ભગવતિ, હરિને પ્રિય અને મનને જાણનાર લક્ષ્મીજી, મારા પર પ્રસન્ન થાઓ.

दग्धिस्तिमि: कनकुंभमुखा व सृष्टिस्वर्वाहिनी विमलचारू जल प्लुतांगीम।
प्रातर्नमामि जगतां जननीमशेष लोकाधिनाथ गृहिणी ममृताब्धिपुत्रीम्।।16।।

૧૬. દિગ્ગજો દ્વારા સુવર્ણના કુંભમાંથી છોડાયેલ, સ્વર્ગંગાના સ્વચ્છ અને પવિત્રજળથી સ્નાન કરનાર, જગતની માતા અને સંપૂર્ણ ત્રિલોકના નાથની ગૃહિણી, અમૃત સાગરની પુત્રી શ્રી લક્ષ્મીને હું રોજ સવારે નમસ્કાર કરૂં છું.

कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरां गतैरपाड़ंगै:।
अवलोकय माम किंचनानां प्रथमं पात्रमकृत्रिमं दयाया : ।।17।।

૧૭. હે કમલા, હે કમલાક્ષ વિષ્ણુને પ્રિય, તમારી કરૂણાથી ભરપુર દ્રષ્ટિથી, દરિદ્રોના અગ્રણી, આપની દયાને પાત્ર એવા મારા પર જોવાની કૃપા કરો.

स्तुवन्ति ये स्तुतिभिर भूमिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमाम्।
गुणाधिका गुरुतरभाग्यभागिनो भवन्ति ते बुधभाविताया:।।18।।

૧૮. જે લોકો દરરોજ આ સ્તુતિથી, વેદસ્વરૂપ, ત્રણેય લોકોની માતા રમાની સ્તુતિ કરે છે તે લોકો જગતમાં અધિક ભાગ્યશાળી, અધિક ગુણવાન અને બુદ્ધિમાન પુરૂષોના આદરપાત્ર બને છે.

।। इति श्री कनकधारा स्तोत्रं सम्पूर्णम् ।। 

આ નાનકડા મંત્રથી કુબેર વર્ષાવશે ધન-

કુબેર મહારાજ ભગવાનના કોશાધ્યક્ષ છે. તેમની પાસે જ ભગવાનના ખજાનાની ચાવી છે. કહેવાય છે કે લક્ષ્મી ધનનું આશીર્વાદ આપે છે પરંતુ કુબેર ધનની વર્ષા કરે છે. જો કુબેરને આકર્ષી ધન પ્રાપ્ત કરવું હોય તો દ્વિપુષ્કર, ત્રિપુષ્કર યોગ અથવા દીવાળીની રાતે સંકલ્પ લઈને નિયમિત આ નીચે આપેલાં મંત્રનું ત્રણવાર અથવા ઓછામાં ઓછી એક માળા જાપ કરવી. જાપ સમયે મોઢું ઉત્તર દિશા તરફ રાખવું.
મંત્રઃ-
‘यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यधिपतये। धनधान्यसमृद्घिं में देहि दापाय स्वाहा।।

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!
કાળા મરીના 5 દાણાનો ચમત્કારી ઉપાય કરો, ઝડપથી મેળવશો ધન લાભ
કોઈને બતાવ્યા વિના કરો 7 ચમત્કારી ઉપાય, પૈસાની તંગી ઝડપથી થશે દૂર
લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s