જીવનમાંથી પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી કરશે દૂર, કરો લાલ કિતાબના આ અચૂક ઉપાય..!!

lal kitab2

જ્યોતિષીય ઉપાયો માટે ઘણાં પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ છે. પરંતુ આ બધા પુસ્તકોમાં ચમત્કારી ઉપાયો માટે લાલ કિતાબ ઘણી પ્રચલિત છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિદ્યાઓ પ્રચલિત છે, જેનાથી કોઈ પણ વ્યક્તિના વિષયમાં સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે અને દુઃખ દૂર કરવાનો ઉપાય સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે તમને લાલ કિતાબના કેટલાક એવા ઝડપી ફળ આપનારા અને ચમત્કારી ઉપાય બતાવીશું. જે તમે દૈનિક જીવનમાં સરળતાથી ઘરે પણ કરી શકો છો અને તમારી સમસ્યા પ્રમાણે તેનો ઉપાય પણ જાણી શકો છો.

લાલ કિતાબમાં ઘણાં અચૂક ઉપાય આપવામાં આવેલા છે, જેનાથી જીવનની બધી સમસ્યાઓ, પૈસાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકાય છે. જેમ કે ગ્રહદશા દૂર કરવાના ઉપાય કે જેનાથી કોઈ ગ્રહ નડતો હોય તો તેના ઉપાયથી ગ્રહદશા દૂર થતા જ વ્યક્તિને સારા પરિણામ મળવા લાગે છે. સાથે રોગો દૂર કરવા માટે વિશેષ ઉપાય કરવાથી રોગ દૂર થાય છે. એટલુ જ નહીં વિદ્યા પ્રાપ્તિ હોય કે ધન પ્રાપ્તિ કે સંતાનપ્રાપ્તિ બધા જ ઉપાયો લાલ કિતાબમાં દર્શાવેલા છે. જો તમે પણ કોઈ વાતે દુઃખી હોય તો લાલ કિતાબના ઉપાય અજમાવી શકો છો. પણ શરત એટલી કે તમારે કોઈપણ ઉપાય શ્રદ્ધાથી જ કરવો જોઈએ નહીંતર તે ઉપાય નિષ્ફળ જઈ શકે છે.

જાણો લાલ કિતાબમાં બતાવેલ નવગ્રહ શાંતિ માટેના સચોટ તાંત્રિક ઉપાય…….

લાલ કિતાબમાં નવગ્રહોની શાંતિ માટે કેટલાંક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે જેમ કે-

(૧) સૂર્ય – ઘઉં અને તાંબાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૨) ચંદ્ર – દૂધ અને ચોખાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૩) બુધ – લીલા આખા મગને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

(૪) બૃહસ્પતિ – ચણાની દાળનું દાન મંદિરના પૂજારીને કરવું.

(૫) શુક્ર – ઘી, દહીં, કપૂરનું દાન ધર્મસ્થાનમાં કરવું.

(૬) શનિ – કાળા અડદનું દાન ભિખારીને કરવું.

(૭) રાહુ – સરસવને વહેતા જળમાં પ્રવાહિત કરવું.

(૮) કેતુ – તલને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

જાણો રોગથી મુક્તિ મેળવવા માટેના ખાસ ઉપાયો…..

રોગમુક્તિ માટે-

-ઘરના દરેક સદસ્ય અને અતિથિઓની સંખ્યાની ગણતરી કરી તેમાં ૧ જોડીને કુલ સંખ્યા અનુસાર ગળી રોટલી, દરેક મહિનામાં એક વખત કૂતરાં અને કાગડાઓને ખવરાવવી.

-એક કિલો હલવો અથવા માવો ત્રણ માસમાં એક વખત મંદિર કે ધર્મ સ્થાનમાં દાનમાં આપવો.

-બીમાર વ્યક્તિના વજન બરાબર જવ વહેતાં જળમાં પ્રવાહિત કરી દેવા.

-પોતાના ભોજનમાંથી ગાય, કાગડા અને કૂતરાને ત્રણ ટુકડાઓ એક એક કરીને દરરોજ ખાવા નાખવા.

-રાત્રિના સમયે સૂતી વખતે થોડુંક જળ કોઈ વાસણમાં ભરીને સૂવાના ઓશિકા પાસે મૂકવું. પછી બીજા દિવસે જ્યાં તેનું અપમાન થાય નહીં તેવી જગ્યાએ નાખી દેવું. આવા જળને પોતાના ઉપયોગમાં ક્યારેય ન લેવું.

વિદ્યામાં વિઘ્ન દૂર કરવાને માટે-

-૧૦૦ ગ્રામ છોડાવાળી બદામ લઈ તેમાંથી ૫૦ ગ્રામ ધર્મસ્થાનમાં રાખી લેવી અને ૫૦ ગ્રામ પોતાની પાસે લાલ કપડાંમાં બાંધી એક વર્ષ સુધી સુરક્ષિત રાખવી પછી એક વર્ષ બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દેવી. આ ક્રિયા દરેક વર્ષે કરવી.

-એક સફેદ – કાળા કાંબળાનું દાન ધર્મસ્થાનમાં કરવું.

-ધાર્મિક પુસ્તકનું દાન ધર્મસ્થાનમાં કરવું.

-એક કેળાનું સતત ૪૦ દિવસો સુધી ધર્મસ્થાનમાં દાન કરવું.

જાણો આર્થિક તંગી દૂર કરવા અને દેવું વધતું અટકાવવાના ઉપાયો….

આર્થિક તંગી અને દેવું વધતાં-

-પોતાના ભોજનમાંથી દરરોજ કાગડાને રોટલી ખાવા નાખવી.

-રાતે સૂતી વખતે ઓશીકા તરફ પલંગની નીચે કોઈ વાસણમાં જવ રાખવા. સવારે ઊઠીને જાનવરોને ખાવા નાખી દેવા, અથવા ગરીબ લોકોમાં વહેંચી દેવા.

-ઘરમાં જે અતિથિ આવે તેમને મીઠાઈ અવશ્ય ખવરાવવી. આ ઉપાયો કરવાથી ઝડપથી દેવામાંથી છુટકારો મળે છે અને આર્થિક તંગી દૂર થાય છે.

જાણો સંતાન સંબંધિત ઉપાયો વિશે….

સંતાન સંબંધિતઃ-

-બાળકના જન્મ પહેલાં એક વાસણમાં દૂધ અને થોડીક મોરસ અથવા બીજા વાસણમાં ખાંડ ભરી સ્ત્રીના હાથનો સ્પર્થ કરાવી તે રાખી લેવી. બાળક થયા પછી આ સઘળી વસ્તુઓને વાસણ સહિત ધર્મસ્થાનમાં દાન કરી દેવું.

-કૂતરાનું નર બચ્ચું કે જે પોતાના સમયમાં એકલું જ પેદા થયેલું હોય તેને ઘરમાં રાખવાથી પરિવારની બરકત વધે છે.

અન્ય ઘરેલુ જ્યોતિષીય નુસખા

કાર્યોમાં સફળતા માટેઃ-

પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામે વાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે.

જ્વર દૂર કરવા માટે-

શુક્રવાર અને મંગળવારના દિવસે પીપળાનું દાંતણ કરવું અને દાંતણ કર્યા પછી ફરીને તેને પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દેવું.

જાણો લાલ કિતાબના અન્ય ઉપાય…….

અચલ સંપત્તિ માટે-

દરેક શુક્રવારના દિવસે નિયમપૂર્વક કોઈ ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું અને શુક્રવારના દિવસે ૭૫૦ ગ્રામ ગોળ ગાયને ખવરાવવો.

સંપત્તિમાં બરકત માટે-

શકલ પક્ષમાં ગુરુવારના દિવસે જળકુંભી લાવીને પીળા કપડાંમાં તે બાંધી ઘરમાં લટકાવવાથી ધન – ધાન્યની બરકત થાય છે.

જાડાપણું દૂર કરવો માટે-

રવિવારના દિવસે શુદ્ધ રોગની વીંટી પહેરવાથી જાડાપણું દૂર થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s