જાણી લો…કોઈપણ વ્યક્તિને પોતાના વશમાં કરવા હોય તો આ ચાણક્ય મંત્ર…!!

chankya2

વશીકરણ કરવું કે કોઈ વ્યક્તિને પોતાના નિયંત્રણમાં કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. બધા ઈચ્છતા હોય છે કે બધા લોકો તેમની વાત સાંભળે, તેમના વશમાં રહે, પરંતુ એવું શક્ય નથી બનતું. કોઈ પણ વ્યક્તિને કેવી રીતે વશમાં કરવામાં આવે તેની માટે કોઈ વશીકરણ મંત્ર નથી આપી રહ્યા પરંતુ દુનિયાના સૌથી મોટા કૂટનીતિજ્ઞ- આચાર્ય ચાણક્ય- આ વિશે કેવા રહસ્યની વાત બતાવી રહ્યા છે. જી હા એક ચાણક્ય એક એવો મંત્ર આપી ગયા છે કે તેમને બીજાની વશમાં રાખવાની વાત બતાવે છે. આવો જાણીએ એવી જ ચાણક્યએ જણાવેલી કેટલીક ખાસ વાતો.

लुब्धमर्थेन गृह्णीयात् स्तब्धमंजलिकर्मणा।
मूर्खं छन्दानुवृत्त्या च यथार्थत्वेन पण्डितम्।।

જે વ્યક્તિ ધનનો લાલચી હોય તેને પૈસા આપીને, ઘમંડી કે અભિમાની હોય તેને હાથ જોડીને, મૂર્ખ વ્યક્તિને તેની વાત માનીને અને વિદ્વાન વ્યક્તિને સત્યથી વશમાં કરી શકાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે આપણી આસપાસ અનેક પ્રકારના લોકો રહે છે. કેટલાક ધનના લોભી હોય છે તો કેટલાક ઘમંડી પણ હોય છે. કેટલાક મૂર્ખ હોય છે અને કેટલાક બુદ્ધિમાની પણ હોય છે. આ લોકોને વશમાં કરવાનો સૌથી સરળ માર્ગ છે કે કોઈ લાલચી વ્યક્તિને ધન આપીને વશમાં કરી શકાયછે. તો જે લોકો ઘમંડમાં ચૂર હોય છે તેમને હાથ જોડીને કે તેમનું યોગ્ય માન-સન્માન આપીને વશમાં કરવા જોઈએ.

જો કોઈ મૂર્ખ વ્યક્તિને વશમાં કરવો હોય તે તે વ્યક્તિ જેમ-જેમ બોલે છે આપણે એવું જ કરવું જોઈએ. જૂઠી પ્રશંસાથી મૂર્ખ વ્યક્તિ વશમાં થઈ જાયછે. તે સિવાય જ કોઈ વિદ્વાન અને સમજદાર વ્યક્તિને વશમાં કરવો હોય તો તેની સામે માત્ર સત્ય જ બોલવું જોઈએ. તો તે વ્યક્તિ પણ તમારા વશમાં રહેશે.

જે લોકો રૂપિયા પાછળ ભાગે છે તેમને નથી મળતી આ વસ્તુઓઃ-

એવું માનવામાં આવે છે કે જે લોકોની પાસે રૂપિયા હોય છે તેમને બધી ખુશીઓ અને સુખ પ્રાપ્ત થઈ જાય છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે કેટલીક એવી વાતો છે જે રૂપિયાથી જ પ્રાપ્ત નથી થતી-

संतोषामृततृप्तानां यत्सुखं शान्तिरेव च।
न च तद्धनलुब्धानामितश्चेतश्च धावताम्।।

આ શ્લોકનો અર્થ છે કે સંતોષ રૂપી અમૃત બધાને પ્રાપ્ત નથી થતું. જે લોકોની પાસે સંતોષ છે તેમને જ સાચું સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત લોભી લોકોને સંતોષ પ્રાપ્ત નથી થતું.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો જીવનભર રૂપિયાની પાછળ ભાગે છે, માત્ર ધનનની વિષે જ વિચારતા રહે છે તેમને સંતોષની પ્રાપ્તિ ક્યારેય થતી નથી. જે લોકોના જીવનમાં સંતોષ નથી તેમને ક્યારેય માનસિક શાંતિ મળતી નથી અને તેઓ સંદૈવ બેચેન જ રહે છે. ધનની લાલાચમાં દરેક સમયે ભાગ-દોડી કરનાર લોકો ન તો સુખ પ્રાપ્ત કરી શકે છે અને નહીં શાંતિ મેળવી શકે છે.

અસુંદર વ્યક્તિએ પણ કેમ સુંદતાનો ડોળ કરવો જોઈએઃ-

આપણી આસપાસ જે પણ લોકો છે તે સમાન્ય લોકોની સુંદરતાને જોઈને જ આકર્ષિત થાય છે. આથી જો કોઈ વ્યક્તિ સુંદર નથી તો તેને શું કરવું જોઈએ? તે આચાર્ય ચાણક્યને એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે, આચાર્ય ચાણક્ય કહે છે કે-

बिन विषहूं के सांप को, चाहिए फने बढ़ाय।
होउ नहीं या होउ विष, घटाघोप भयदाय।।

આ દોહાનો અર્થ છે કે જો કોઈ સાપ જો ઝેરીલો ન હોય તો પણ તેને લાંબી-પહોંળી ફેણ ફેલાવીને ફૂંફાડો કરતા આવડવું જોઈએ. કારણ કે આડંબર જરૂરી હોય છે. આ દોહામાં આચાર્ય ચાણક્યએ એ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સુંદરન હોત તો પણ તેને પોતાને સુંદર દર્શાવવા જોઈએ.
અન્ય લોકોની સામે એવું રહેવું જોઈએ જેમ જાણે તે ખૂબ જ સુંદર છે. તેનાથી સુંદર ન હોવાથી સમાજમાં તેને પૂરું માન-સન્માન પ્રાપ્ત થશે. આ પ્રકારે જો કોઈ વધુ વિદ્વાન ન હોય તેમ છતાં પણ તેને વિધવાનની સમાન વ્યવહાર કરવો જોઈએ. જેથી સમાજમાં તેને વિધવાન માનવામાં આવે અને તેને માન-સન્માન આપવામાં આવે.

શિયાળ જેવા નહીં સિંહ જેવા લોકો સાથે દોસ્તી કેમ રાખવી જોઈએઃ-

આપણે કેવા લોકોની સાથે રહેવું જોઈએ અને કયા લોકો સાથે વ્યવહાર ન રાખવા જોઈએ, આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે-

सिंह भवन यदि जाय कोउ, गजमुक्ता तहं पाय।
वत्सपूंछ खर चर्म टुक, स्यार मांद हो जाय।।

આ દોહામાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ સિંહની ગુફામાં જાય છે તો તેને હાથીના કપોળના મોતી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ શિયાળની ગુફામાં જશે તો તેને માત્ર વાછરડાની પૂંછડી અને ગધેડાના ચામડાના ટુકડા જ મળે છે.

આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે જો આપણે કોઈ શૂરવીર અને સાહસી વ્યક્તિની સાથે રહીએ તો તેમાં ખતરો ચોક્કસ રહે છે પરંતુ દુર્લભ રત્નો અર્થાત્ સુખ-સમૃદ્ધિ, ધન વગેરેની પ્રાપ્તિ પણ તેમની સાથે જ થાય છે. અહીં સિંહ શૂરવીર અને સાહસી વ્યક્તિને કહેવામાં આવે છે.

જે પ્રકારે સિંહ હાથીનો શિકર કરે છે અને ખાઈ જાય છે પરંતુ તેના કપોળના મોતીને છોડી દે છે. એવી વખતે જો કોઈ વ્યક્તિ સાહસ કરીને સિંહની ગુપામાં જશે તો તેને ચમત્કારી અને દુર્લભ હાળીઓના કપોળ ચોક્કસ મળી જશે.

તેનાથી વિપરીત જો આપણે કોઈ દુષ્ય, કાયર અને ઠક વ્યક્તિની સાથે રહીએ તો આપણે કંઈ જ પ્રાપ્ત નથી થતું. તેની સાથે જ અનેકવાર એવા લોકોની સાથે રહેવાથી જાનનું પણ જોખમ રહે છે. જે પ્રકારે શિયાળની ગુફામાં જવાથી શિકારીના હાથે કંઈ જ નથી લાગતું, તેને નિરાશ થઈને જ પાછા ફરવું પડે છે. એ જ રીતે કાયર લોકોની સાથે રહેવાથી કોઈ જ ફાયદો થતો નથી.

ઘર-પરિવાર અને સમાજમાં કેવો હોવો જોઈએ આપણો વ્યવહાર?

ઘર-પરિવાર અને સમાજમાં આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, આપણે અન્ય લોકોની સાથે કેવી રીતે રહેવું જોઈએ આપણા સંબંધો કેવા હોવા જોઈએ? આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે-

यत्रोदकस्तत्र वसन्ति हंसा स्तथैव शुष्कं परिवर्जयन्ति।
न हंसतुल्येन नरेण भाव्यं पुनस्त्यजन्त: पुनराश्रयन्त:।।

જે સ્થાન ઉપર જળ રહે છે, હંસ ત્યાં જ રહે છે. હંસ એ સ્થાનને તરત જ છોડી દે છે જ્યાં પાણી નથી હોતું. આપણે હંસોની સમાન સ્વભાવવાળા ન હોવું જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે આપણે ક્યારેય પણ પોતાના મિત્રો અને સંબંધીઓનો સાથ ન છોડવો જોઈએ. જે પ્રકારે હંસ સૂકા તળાવને તરત જ છોડી દે છે, માણસનો સ્વભાવ એવો જ હોવો જોઈએ. જો તળાવમાં પાણી નહોય તો હંસ તે સ્થાનને તરત જ છોડી દે છે જ્યાં વર્ષોથી રહી રહ્યા હોય.

વરસાદથી તળાવમાં પાણી ભરાઈ ગયા પછી હંશ પાછા એ સ્થાને આવી જાય છે, આપણે એ પ્રકારનો સ્વભાવ ન રાખવો જોઈએ. આપણે મિત્રો અને સંબંધીઓના સુખ-દુઃખ,દરેક પરિસ્થિતિમાં સાથ આપવો જોઈએ. એકવાર જેની સાથે સંબંધ બનાવવામાં આવે તેને હંમેશા નિભાવવો જોઈએ. હંસની સમાન સ્વાર્થી સ્વભાવના ન હોવું જોઈએ.

આ ચાર કામ લોકો પોતે જ શીખે છે તેમને કોઈ બીજા નથી શીખવી શકતાઃ-

માણસ જન્મ પછી ઘણુ બધુ શીખે છે. આ શીખ સારી પણ હોઈ શકે છે અને ખરાબ પણ. વ્યક્તિને પોતાની આસપાસના વાતાવરણના લોકોના વ્યવહારને જોઈ જ શીખે છે. તે સિવાય જીવનની કોઈ ખાસ વાતો તે ગુરુ કે અભ્યાસના માધ્યમથી શીખે છે. કેટલીક આદતો વ્યક્તિના સ્વભાવમાં જ સામેલ હોય છે જેને બદલવી કોઈ વ્યક્તિ માટે ઘણું મુશ્કેલ કામ હોય છે.

કેટલીક વાતો એવી છે જે વ્યક્તિના જન્મનીસાથે જ સ્વભાવમાં સામેલ હોય છે, આ વાતોને કોઈ નથી શીખવતું. આચાર્ય ચાણક્યએ ચાર વાતો બતાવી છે, આ વાતોને કોઈપણ વ્યક્તિને કોઈ જ નથી શીખવતું. આચાર વાતો છે વ્યક્તિની દાનશક્તિ, મીઠી બોલી, ધૈર્ય ધારણ કરવો, સમય ઉપર યોગ્ય અને અનુચિત નિર્ણય લેવો.

ચાણક્યના માનવા પ્રમાણે કોઈ વ્યક્તિ ગમે એટલો દાનવીર છે, તેને તેમના સ્વભાવમાં જ રહે છે. કોઈપણ માણસની દાનશક્તીને ઓછી કરવી કે વધારવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આ આદત વ્યક્તિના જન્મની સાથે જ આવે છે.

-બીજી વાત છે, મીઠું બોલવું. જો કોઈ વ્યક્તિ કડવું બોલનારો હોય તો તેને લાખ સમજાવવામાં આવે તો પણ તે મીઠું બોલે પરંતુ તે પોતાનો સ્વભાવ લાંબા સમય સુધી ક્યારેય નહીં બદલી શકે. જે વ્યક્તિ જન્મનથી લઈને કડવું બોલનારો હોય છે તેને કોઈ મીઠું બેલવાનું નથી શીખવી શકતું. આ આદત પણ વ્યક્તિના જન્મની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ત્રીજી વાત ધૈર્ય ધારણ કરવાનું, ધૈર્ય એક એવો ગુણ છે જે વ્યક્તિને દરેક વિષય પરિસ્થિતિથી બચાવવામાં સક્ષમ છે. વિપરિત પરિસ્થિતિમાં ધૈર્ય ધારણ કરીને જ ખરાબ સમયને દૂર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ દરેક કામ ઝડપથી કરે છે, તરત જ નિર્ણય કરી લે છે, તે પાછળથી નુકસાન સહન કરે છે. એવા લોકોને ધાર્યની શિક્ષઆ આપવી તે પણ સમયની બરબાદી છે કારણ કે આ ગુણ પણ વ્યક્તિની સાથે જ તેના સ્વભાવમાં સામેલ રહે છે.

-ચોથી વાત છે સમય પર ઉચિત અને અનુચિતનો નિર્ણય લેવાની ક્ષમતા. કોઈપણ વ્યક્તિને એવું નથી શીખવી શકાતું કે તે કયા સમયે કેવો નિર્ણય લે. જીવનમાં દરેક પળે અલગ-અલગ પરિસ્થિતિઓ પેદા થતી હોય છે. એવી વખતે સાચા-ખોટા કે સારા-ખરાબનો નિર્ણય વ્યક્તિને પોતે જ લેવાનો હોય છે. જે પણ વ્યક્તિ સમયસર યોગ્ય અને અનુચિત નિર્ણય લેવાનું સમજી લે છે તે જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ ગુણ પણ વ્યક્તિના જન્મની સાથે જ આવે છે અને સ્વભાવમાં સામેલ રહે છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

2000 વર્ષ પહેલાં ચાણક્ય કહી ગયા છે જીવન જીવવાની કામની વાતો, યાદ રાખજો આ સુવર્ણસૂત્રો!

કલીયુગમાં દરેક ક્ષેત્રમાં સફળતા,સુખ અને વિજય પ્રાપ્ત કરવા, પરિવાર અને જીવનમાં ઉતારો આચાર્ય ચાણક્યની આ સુવર્ણ નીતિઓ

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s