તમારી જન્મતારીખ બતાવે છે કયો મહિનો છે તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે? ઉપાયો કરો

numerology

અંકશાસ્ત્ર બ્રહ્માંડમાં રહેલા ગ્રહોને પોતાનો આધાર બનાવી મનુષ્ય જીવનની ગણતરી કરે છે. આ શાસ્ત્રો સદીઓ જૂના હોવા છતાં પણ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે. અંકશાસ્ત્રની મદદથી આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે અને આવનારા સમયમાં આપણાં જીવનમાં તેની કેવી અસર થશે, એ બધાી જ હકીકતો જાણી શકાય છે, તો ચાલો જાણીએ કે તમારા મૂળાંક પ્રમાણે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે અને જો કોઈ પરેશાની થઈ તો તેનો ઉકેલ કઈ રીતે કરી શકાય…

અંકશાસ્ત્રમાં સૌથી પહેલો અંક 1 સૂર્ય ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યની જેમ ચમકદાર અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અંક 1 ના લોકો. જે પણ વ્યક્તિનો 1, 10 (1+0), 19 (1+9=10, 1+0=1) અથવા 28 (2+8=10, 1+0=1) તારીખના જન્મ થયો હોય, તેમનો મૂળાંક 1 હોય છે. આ તારીખના જન્મ લેવાવાળા લોકોને મોટાભાગે હાઇ બીપી, હૃદય રોગ અને ઘબરામણ મહેસુસ થાય છે, પરંતુ છતાં આ લોકોમાં જીવન જીવવાની શક્તિ વધુ હોય છે.

અંક-1

આ તકલીફોથી બચવા માટે તમારે માત્ર સાધારણ ખોરાક લેવો જોઈએ. કોઈ પણ પ્રકારની નશાવાળી વસ્તુઓ જેમ કે સિગરેટ તથા શરાબ ન લેવો જોઈએ અને બને એટલો પોતાને આરામ આપવો જોઈએ. મધ, ડ્રાયફ્રૂટ, નારંગી, સફરજન, આદું, કેસર, અશ્વગંધા વગેરેનો ઉપયોગ કરવો તમારા માટે ફાયદેકારક છે. અંક 1ના જાતકો માટે ઓક્ટોબર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના લાભદાયક સિદ્ધ થાય છે.

અંક-2

તારીખ 2, 11, 20 અને 29ના જન્મેલા લોકો ચંદ્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. સામાન્યપણે ચંદ્રમા સાથે જોડાયેલા લોકોને ખાવા-પીવાની તકલીફો, ચક્કર આવવું, પેટ અથવા પીઠના દુખાવા, નબળાઈ મહેસુસ થવી, સરદી-ઉધરસ, આંખની તકલીફ અને દાંત સંબંધી સમસ્યાઓ વધુ હોય છે.
આવા લોકો પ્રકારના જેવા વાતાવરણમાં રહે છે, તેની અસર તેમના પર વધુ માત્રામાં અસર કરે છે. તેમને મોસમી ફળ-શાકભાજી, ગાજર અને અન્ય પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. પોતાની જાતને ફ્રેશ રાખવા માટે નકારાત્મક ઉર્જાવાળી જગ્યાથી પોતાની જાતને બની શકે તો રાખવી. આ અંકના લોકો માટે જાન્યારી, ફેબ્રુઆરી અને જુલાઈ મહિનો સારો નથી માનવામાં આવતો.

અંક-3

3, 12, 21 અને 30 તારીખના જન્મેલા લોકો બૃહસ્પતિ ગ્રહના અધીન હોય છે. આ ગ્રહ વિશાળ અને તાકતવાન હોય છે, પરંતુ છતાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તેમનો પીછો નથી છોડતી. બૃહસ્પતિ ગ્રહનું વ્યકિતના લીવર, ફેફસા, નસો અને આંતરડા પર નિયંત્રણ હોય છે. આવા લોકને પેટમાં ગેસ, સાંધાનો દુખાવો, ઉધરસ, હૃદય રોગ અને ત્વચા સંબંધિત તકલીફો પણ હોય છે. તેમને વધુમાં વધુ ફળ ખાવા જોઈએ અને બદામ તેમના માટે લાભદાયક છે. ફેબ્રુઆરી, જૂન, સેપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનો તેમના માટે ઉત્તમ સાબિત થાય છે.

અંક-4

અંક 4ના લોકોનું કનેક્શન રાહુ ગ્રહની સાથે છે. 4, 13, 22 અને 31 તારીખના જન્મેલા લોકોએ પોતે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો મહેસુસ નથી થતી, પરંતુ થોડા સમય પછી શરીર આપમેળે તેમને સંકેતો આપવાનું શરૂ કરી દે છે. તેમને ઉધરસ, શ્વાસની તકલીફ, બવાસીર, કબજિયાત, ટ્યુમર અને મૂત્ર સંબંધી તકલીફો થઈ શકે છે. જો તેનાથી બચવું હોય તો તેમણે ઓછા તેલ મસાલાવાળું અને સાદુ ભોજન લેવું જોઈએ. લીલાં શાકભાજી ખાસ કરીને શાકાહારી ભોજન તેમના માટે સારું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના તેમના માટે સારા નથી.

અંક-5

જો કોઈ વ્યક્તિનો જન્મ 5, 14 અથવા 23 તારીખના થયો હોય તો તેમનો મૂળાંક 5 તથા ગ્રહ બુધ છે. બુધ ગ્રહનું નિયંત્રણ વ્યક્તિના વિચાર, નાક, હાથ અને શરીરની નળીઓ પર રહે છે. અંક 5ના લોકોને સુવામાં પરેશાની થઈ શકે છે, આ સિવાય ડાયાબિટીસ, ડિપ્રેશન, ટ્યૂમર, હકલાવવું, ઘબરામણ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. આ બધાથી બચવા માટે સૌથી સરળ રીતે છે સમયસર ભોજન કરવું અને પૂરતી ઊંઘ લેવી. ગાજર, મૂળા, નારિયેળ, લીલા શાકભાજી, દાળ આ બધું જ અંક 5ના લોકોએ લેવું જોઈએ. તેમના માટે જૂન, સેપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનો સારો નથી.

અંક-6

તારીખ 6, 15 અને 24ના જન્મેલા લોકોનો ગ્રહ શુક્ર છે. શુક્ર ગ્રહ સાથે સંબંધ રાખવાવાળા લોકોની કિસ્મતને જોઈ દુનિયા સલામ કરે છે, પરંતુ તકલીફો તેમના માટે પણ ઓછી નથી હોતી. તેમને ફેફસા, કંઠ, નાક અને માથાની તકલીફો હોય છે. મૂત્ર સંબંધિત રોગ પણ તેમને સરળતાથી પકડી લે છે. અંક 6ના લોકો જીવનમાં હરવા-ફરવા અને વિપરીત લિંગના પ્રત્યે આકર્ષણ રાખવા માટે પ્રસિદ્ધ હોય છે. જો તેઓ તેમની આ આદત પર નિયંત્રણ મેળવી લે તો તેમની બીમારીઓની સંખ્યા ઘણા અંશે ઓછી થઈ શકે છે. છતાં સલાહ માટે તેમણે લીલાં શાકભાજી, કાકડી, સફરજન, દાડમ, બદામ, સલાડ અને ચોખા ખાવા જોઈએ. માંસાહારી ખોરાક તેમના માટે સારો નથી. આખાં વર્ષમાં મે, ઓક્ટોબર અને નવેમ્બર છોડીને બાકી બધા મહિના તેમના માટે સારા છે.

અંક-7

7, 16 અને 25 તારીખના જન્મેલા લોકોનો મૂળાંક 7 અને ગ્રહ કેતુ છે. આમ તો તેમના જીવનમાં તકલીફો ઓછી હોય છે, પરંતુ તેમની સતત ચિંતા કરવાની આદત જ તેમની સૌથી મોટી દુશ્મન છે. તેમણે પોતાના મગજને આરામ આપવો જોઈએ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો જોઈએ. ગળામાં સોજો, નાક અને આંખો સંબંધિત તકલીફો અને સાથે જ ત્વચા સંબંધી રોગ પણ તેમને પકડી લે છે. તેમણે કાયમ સાફ વાતાવરણમાં રહેવું જોઈએ. સ્વચ્છ પાણી, સાદું ભોજન, ફ્રૂટ જ્યુસ, સફરજન, દ્રાક્ષ, કાકડી, કોબીજ, ચીકૂ વગેરે ખાવા જોઈએ. તેમના માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ અને ઓગસ્ટ મહિનો સારો નથી.

અંક-8

જો તમારો જન્મ 8, 17 અને 26 તારીખના થયો છે તો તમારો મૂળાંક 8 અને ગ્રહ શનિ છે. રક્ત સંબંધિત સંક્રમણ તેમને જલ્દી પકડી લે છે. આ સિવાય મીર્ગી, લોહીની કમી, સાંભળવાની તકલીફ, કુષ્ઠરોગ, દાંતમાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. સ્વચ્છ વાતાવરણ તેમનો પરમ અધિકાર છે. સ્વચ્છ રીતે બનાવેલું ભોજન અને સવારે વહેલા ઊઠીને વ્યાયામ કરવો તેમના માટે એક જરૂરી સલાહ છે. અંક 8ના જાતકો માટે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો મહિનો કષ્ટ આપી શકે છે.

અંક-9

અંકશાસ્ત્રમાં છેલ્લો અંક છે 9, જે મંગળ ગ્રહનો પ્રતીક છે. 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 છે. મંગળ ગ્રહ તેમના માથા, ચહેરા, ઘુટણ, મૂત્રાશય, પ્રજનન અંગો, હૃદય અને રક્ત સંચાલન સાથે જોડાયેલો છે. અંક 9ના લોકોને ટ્યૂમર, સ્મોલ પોક્સ, ચિકન પોક્સ, તાવ, માથાના દુખાવા, યૌન સંબંધી તકલીફો અને બીપીની સમસ્યા થઈ શકે છે. તેમણે શાંત અને ચિંતામુક્ત રહેવું જોઈએ. આદું, ડુંગળી, લસણ, લીલા મરચાં અને નારિયેળનો કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેમના માટે લાભદાયક છે. તેમણે એપ્રિલ, મે, ઓક્ટોબર અને નવેમ્બરના મહિનામાં પોતાના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

દરેક યુવતીઓની જન્મતિથિ થી જાણો તેમના વ્યક્તિત્વના રહસ્યો , હોય છે આવી ખાસ વાત..!!
જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!
1 થી 9 આંકડાની આ જ્યોતિષ વિધિ જણાવશે, ભવિષ્યમાં તમને ક્યારે ઘેરશે સંકટો?
આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!
જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
હનુમાનજી નું આ ચમત્કારી યંત્ર બતાવશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!

પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s