ફેંગશુઈના 15માંથી કોઇ 1નો કરો ઉપાય, ઘરથી ક્યારેય દૂર નહીં થાય સુખ+સમૃદ્ધિ

fengsui1

વર્તમાન સમયમાં ભારતમાં ફેંગશુઈનું ચલણ દિવસે-દિવસે વધતું જઇ રહ્યું છે. જેનું મુખ્ય કારણ તેની સરળ ટિપ્સ છે. જેને ચીનની તત્વજ્ઞાની જીવન શૈલી પણ કહેવામાં આવે છે. જે તાઓવાદી ધર્મ પર આધારિત છે.

ફેંગ એટલે વાયુ અને શુઈ એટલે જળ એટલે કે, ફેંગશુઈ શાસ્ત્ર જળ અને વાયુ પર આધારિત છે. અન્ય દેશોમાં પણ તે ખૂબ જ લોકપ્રિય છે. જો તમે ઇચ્છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તો તમે પણ ફેંગશુઈની સરળ ટિપ્સ અપનાવી શકો છો. બજારમાં ફેંગશુઈ સાથે સંબંધિત મોટાભાગની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે, જેમાંથી અમુક વસ્તુઓ આ પ્રકારે છે-

1-ભારતીય બજારોમાં વિન્ડ ચાઇમ (હવામાં ઝુલતી ઘંટી) ઉપલબ્ધ હોય છે. હવામાં જ્યારે આ ઘંટી એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેમાંથી ખૂબ જ મધુર ધ્વનિ ઉત્પન્ન થાય છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

2-ફેંગશુઈ મુજબ વાંસના છોડ સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જેનાથી પરિવારના સભ્યોને પૂર્ણ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય મળે છે. ઘરની બેઠકમાં જ્યાં ઘરના સભ્યો મોટાભાગે એકઠાં થાય છે, ત્યાં વાંસનો છોડ લગાવવો જોઇએ. છોડને બેઠકના પૂર્વ ભાગમાં રાખવો જોઇએ.

3- ફેંગશુઈ મુજબ ઘરની રક્ષા ડ્રેગન કરે છે. આ માટે ઘરમાં ડ્રેગનની મૂર્તિ અથવા ચિત્ર રાખવું જોઇએ.

4-ફેંગશુઈ મુજબ ચી ઉર્જા જેને કોસ્મિક બ્રેથ અથવા લાઇફ ફોર્સ એનર્જી પણ કહી શકાય છે, દરેક ઘરમાં મુખ્ય દ્વારથી પ્રવેશ કરે છે. આ માટે ઘરના મુખ્ય દ્વારાની આગળ અથવા આસ-પાસ કોઇ સામાન ન રાખવું જોઇએ.

5- ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માટે પૂર્વ દિશામાં માટીના એક નાના વાસણમાં મીઠું ભરીને રાખવું અને દર ચોવીસ કલાક પછી તેને બદલતાં રહેવું.

6- ફેંગશુઈ મુજબ જો તમારી ઓફિસમાં કોન્ફ્રેન્સ હોય છે તો ત્યાં ધાતુની સુંદર મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

7- ફેંગશુઈ મુજબ ઘરમાં ઝરણાં, નદી વગેરેના ચિત્ર ઉત્તર દિશામાં લગાવવા જોઇએ. ઘરમાં હિંસક તસવીરો ક્યારેય ન લગાવવી જોઇએ, આવા ચિત્રો લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

8-ફેંગશુઈ મુજબ ઘરની બહાર કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ અથવા લીલો ડ્રૈગન હોય તો ઘરની રક્ષા આપમેળે જ થઇ જાય છે. કાળો કાચબો ઉત્તર દિશા, લાલ પક્ષી દક્ષિણ દિશા, સફેદ વાઘ પશ્ચિમ દિશાનું તથા લીલો ડ્રૈગન પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

9-ઘરમાં ખુશહાલી રહે, તેની માટે ત્રણ લીલા છોડ માટીના વાસણોમાં ઘરની અંદર પૂર્વ દિશામાં રાખવાં. ધ્યાન રાખવું કે ફેંગશુઈમાં બોનસાઈ અને કૈક્ટસને હાનિકારક માનવામાં આવે છે. કારણ કે, બોનસાઈ પ્રગતિમાં બાધક તથા કૈક્ટસ હાનિકારક હોય છે. આ માટે ભુલથી પણ આવા છોડને ઘરમાં રાખવા નહીં.

10-ઘરના પૂર્વોત્તર કોણમાં તળાવ અથવા ફુવારો શુભ માનવામાં આવે છે. ફેંગશુઈ મુજબ તેના પાણીનો પ્રવાહ ઘર તરફ હોવો જોઇએ ભુલથી પણ બહારની તરફ ન હોવો જોઇએ.

11-ફેંગશુઈ મુજબ જો ઘર, કાર્યાલય, શોરૂમ વગેરેના પૂર્વ ભાગમાં લાકડાનું ફર્નીચર અથવા લાકડાની બનેલી કોઇ વસ્તુઓ જેવી કે- કબાટ, શો પીસ, છોડ અથવા ફ્રેમમાં જડાયેલાં ચિત્ર તો અપેક્ષિત લાભ પ્રાપ્ત થાય છે.

12- માછલિઓના જોડાને ઘરમાં લટકાવવું ખૂબ જ શુભ તથા સૌભાગ્ય દાયક માનવામાં આવે છે. તેના પ્રભાવથી ઘરમાં બરકત અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ આવે છે.

13- તમારા ઘરના દરવાજાના હેન્ડલમાં સિક્કા લટકાવવા ઘરમાં સંપત્તિ જેવું સૌભાગ્ય લાવવાનો સર્વોત્તમ માર્ગ છે. તમે ત્રણ જુના લાલ સિક્કાને લાલ રંગના દોરા અથવા રિબનમાં બાંધીને પોતાના ઘરના હેન્ડલમાં લટકાવી શકો છો. જેનાથી ઘરના બધા જ લોકને લાભ થશે. આ સિક્કાને દરવાજાની અંદરની બાજુએ લટકાવવા જોઇએ.

14-દાંપત્ય સુખ માટે બેડરૂમના દક્ષિણ-પશ્ચિમમાં ક્રિસ્ટલ ગ્લાસના બનેલાં ઝાડફાનસનો ઉપયોગ કરવો જોઇએ. જેમાં લાલ બલ્બ લગાવવો જોઇએ. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હંમેશા પૃથ્વી અથવા અગ્નિ સાથે જોડાયેલાં રંગોનો જ પ્રયોગ કરવો સારો માનવામાં આવે છે. પડદા, બારીઓ વગેરેમાં તેનો ઉપયોગ ઠીક રહે છે.

15-લવ બર્ડ, મૈંડરેન ડક જેવા પક્ષી પ્રેમનું પ્રતીક છે, તેમની નાની મૂર્તિઓની જોડ પોતાના બેડરૂમમાં રાખવી. જેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. બેડરૂમમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે ત્યાં પાણીની તસવાળા ચિત્રો ભુલથી પણ ન લગાવવા જોઇએ તેના સ્થાન પર રોમેન્ટિક કલાકૃત્તિ જેવી કે યુગલ પક્ષીની તસવીર લગાવી શકાય છે, આ તસવીર તમારી લાઇફમાં રોમાન્સ ભરી દેશે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s