નોકરી, પ્રમોશન, ટ્રાન્સફર કંઈ નથી મળતું? શાસ્ત્રોક્ત રામબાણ ઉપાયો કરવાથી સફળતા જરૂર મળશે..!!

Career5

પોતાનો અને પરિવારનો જીવનનિર્વાહ ચલાવવા માટે દરેકે કંઈક ને કંઈક કામકાજ કરવું પડે છે. વ્યવસાય માટે યોગ્ય લાયકાત, વેપાર માટે પૈસાની જરૂરિયાત હોય છે. જેમની પાસે આ ન હોય અથવા નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય તેઓને નોકરી મેળવવાની સમસ્યા નડતી હોય છે. ઇન્ટરવ્યૂમાં સફળતા ન મળવી, નોકરી ન મળવી, પ્રમોશન, ટ્રાન્સફર કે ઇન્ક્રિમેન્ટ ન થવું વગેરે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઉપાયો અજમાવી લાભ લેવો જોઈએ

આ જના સમયમાં યુવાનોની સૌથી મોટી સમસ્યા છે સારી નોકરી. જો કોઈની પાસે સારી નોકરી હોય તો તેને યોગ્ય સમયે પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટ નથી મળતું. આવી સમસ્યાઓને દૂર કરવા માટેના ચાર રામબાણ ઉપાય છે જે નોકરી સંબંધિત તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ જરૂર લાવી દેશે.

ઉપાય-૧

આ ઉપાય કે પ્રયોગ શનિવારના દિવસે શરૂ કરવો. શનિવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને ઘરના કોઈ પવિત્ર સ્થાન કે મંદિરમાં જાઓ. શનિવારને શનિદેવની પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. શનિ આપણાં કર્મોનું ફળ આપે છે. શનિદેવનું વિધિવત્ પૂજન કરો. પૂજન કર્યા પછી નીચેના મંત્રના ૧૦૦૮ વાર રુદ્રાક્ષની માળાથી જાપ કરો.

મંત્રઃ ૐ નમઃ ભગવતી પદ્માવતી રિદ્ધિ-સિદ્ધિ દાયિની દુઃખ-દરિદ્ર્ય હારિણી શ્રીં શ્રીં ૐ નમઃ કામાક્ષાય હ્રીં હ્રીં ફટ્ સ્વાહા ।

ઉપરોક્ત મંત્રના ૧૦૦૮ની સંખ્યામાં જાપ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે. જ્યારે તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે ૧૧ વાર આ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. આ જ રીતે જ્યારે પ્રમોશન કે ઇન્ક્રિમેન્ટનો સમય આવે ત્યારે દરરોજ ૧૧ વખત આ મંત્રનો જાપ કરવાથી લાભ થશે. જો નોકરીમાં કામનું ભારણ, ભૂલ થવી, સહકર્મચારીઓ કે બોસનો સાથ ન મળવો વગેરે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી હોય તો ઘરેથી નોકરી માટે રવાના થતાં પહેલાં આ મંત્રનો ૧૧ વાર જાપ કરવો. પછી ગાયને રોટલી ને ગોળ ખવડાવવાં. આટલું કરવાથી તમારી ચાલુ નોકરીમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

ઉપાય-૨

દરરોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવો. જળ તાંબાના લોટાથી ચઢાવવું અને જળમાં લાલ મરચાંનાં બી પણ નાખવાં. આમ કરવાથી નોકરી મળશે, મનોવાંછિત જગ્યાએ બદલી થશે, પ્રમોશન થશે, ચાલુ નોકરીમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે.

ઉપાય-૩

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમને ઘણાં પ્રયત્નો કરવા છતાં નોકરી ન મળી રહી હોય, ટ્રાન્સફર કે પ્રમોશન ન થઈ રહ્યું હોય કે વિવિધ પ્રકારની સમસ્યાઓ આવતી હોય તો મંગળવારના દિવસે શુભ મુહૂર્તમાં હનુમાનજીની એવી તસવીર ખરીદો જેમાં તેમનો રંગ સફેદ હોય. તે તસવીરને ઘરે લઈ જવી અને જે દિશામાં માથુ રાખીને તમે સૂતા હો બરાબર તેની સામેની દીવાલ પર લટકાવી દેવી. દરરોજ ઊઠતાંની સાથે પહેલાં બજરંગબલીનાં દર્શન કરવાં.

ઉપાય-૪

નોકરી મેળવવામાં કે ચાલુ નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારનાં અનાજને મિશ્રિત કરીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા અને વિવિધ દાળ લઈ શકાય. દરરોજ સવારે ઊઠીને આ ચણ પક્ષીઓને નાખવું.

પ્રમોશન આડેના અંતરાયો દૂર કરો

કેટલાંક લોકો એવા હોય છે જે હંમેશાં પોતાના કામ પ્રત્યે સર્મિપત હોય છે. તેઓ રાત-દિવસ પોતાના કામમાં જ રચ્યાંપચ્યાં રહે છે. તેઓ પ્રમોશનના પ્રબળ દાવેદાર હોવા છતાં પણ તેમને પ્રમોશન મળતું નથી. જ્યારે કેટલાંક લોકો વગર કંઈ કર્યે પ્રમોશન મેળવી લે છે. આવું અમુક ગ્રહોના પ્રભાવને કારણે થતું હોય છે. જો તમારી સાથે આવું થતું હોય, પ્રમોશન ન થઈ રહ્યું હોય, પ્રમોશનની વાત બનતાં બનતાં બગડતી હોય તો કુંડળીમાં કારણભૂત ગ્રહના ઉપાયો અજમાવીને તેમને શાંત અને ખુશ કરો. તેનાથી તમારા પ્રમોશન આડેના અંતરાયો દૂર થશે.

-શનિ ગ્રહ પ્રમોશનમાં બાધા પેદા કરી રહ્યો હોય તો એક વાસણમાં તલનું તેલ લઈને તેમાં પોતાનો ચહેરો જુઓ. ત્યારબાદ તેલ સહિત આ પાત્રનું ગરીબ વ્યક્તિને દાન કરો.

-સૂર્ય ગ્રહને કારણે પ્રમોશનમાં અંતરાયો આવી રહ્યા હોય તો દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવો. જો ગાય પીળી અથવા કાળી હોય તો વધારે શુભ રહે છે.

-ચંદ્ર ગ્રહને કારણે બાધા આવી રહી હોય તો પિતાને પોતાના હાથે દૂધ પીવડાવો અને તેમની સેવા કરો.

-મંગળના અશુભ પ્રભાવને કારણે પ્રમોશન અટકી રહ્યું હોય તો ઘરના વડીલ અને સ્ત્રીઓનું સન્માન કરો અને ચાંદીની વીંટી અથવા કડું પહેરો.

-બુધ ગ્રહને કારણે પ્રમોશન ન થઈ રહ્યું હોય તો ચાંદીનું કોઈ પણ આભૂષણ પહેરો.

-ગુરુ ગ્રહના પ્રભાવે પ્રમોશનમાં બાધા આવી રહી હોય તો દરરોજ ગાયને ગોળ અને ચણા ખવડાવો.

-શુક્ર ગ્રહ પ્રમોશનમાં અડચણરૂપ બની રહ્યો હોય તો રોજ ઘરની વૃદ્ધ સ્ત્રીઓના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા.

-રાહુ ગ્રહના પ્રભાવને લીધે પ્રમોશનમાં બાધાઓ આવી રહી હોય તો લાલ ગુંજા તથા વરિયાળીને લાલ કપડામાં બાંધીને પોતાના રૂમમાં કોઈ જુએ નહીં તેમ રાખો.

-કેતુ ગ્રહના અશુભ પ્રભાવે પ્રમોશનમાં બાધા ઉત્પન્ન થતી હોય તો રોજ કૂતરાને પોતાના હાથે તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

આ સાધનાથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે

જ્યારે તમે કોઈ જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા હો અને દરેક વખતે ઇન્ટરવ્યૂમાં અસફળતા જ હાથ લાગતી હોય ત્યારે અહીં જણાવેલી સાધના કરવાથી ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે.

સામગ્રી : ૧૦૮ મણકાની સ્ટફિટ મણિમાળા
સમય : દિવસનો કોઈ પણ શુભ સમય
આસન : સફેદ રંગનું સૂતરનું આસન
દિશા : પૂર્વ દિશા
અવધિ : અગિયાર દિવસ, દિવસમાં એકવીસ વાર
મંત્ર : ૐ હ્રીં વાગ્વાદિની ભગવતી મમ કાર્યસિદ્ધિ કરિ કરિ ફટ્ સ્વાહા ।

વિધિ : આ પ્રયોગ સ્ફટિકની માળા વડે કરવામાં આવે છે. એક પીળા રંગનું વસ્ત્ર પાથરીને ૧૦૮ મણકાની મંત્રસિદ્ધ પ્રાણ-પ્રતિષ્ઠા કરેલી સ્ફટિક મણિમાળાને મૂકો અને કેસરથી તેનું પૂજન કરો. તેની સમક્ષ અગરબત્તી કરો અને દીવો પ્રગટાવો. દીવો શુદ્ધ ઘીનો હોવો જોઈએ. ત્યારબાદ ઉપરોક્ત મંત્રનું એકવીસ વખત ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે માળા વિજય માળામાં પરિર્વિતત થઈ જાય છે. પછી તમે જ્યારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે માળાને ગળામાં પહેરીને જાઓ. આમ કરવાથી ઇન્ટરવ્યૂમાં ચોક્કસ સફળતા મળશે.

નોકરી મેળવવાનો સુલેમાની મંત્રપ્રયોગ

સામગ્રી : જળપાત્ર, તેલનો દીવો, લોબાનનો ધૂપ
માળા : પરવાળાની માળા
સમય : દિવસનો કોઈ પણ શુભ સમય
આસન : કોઈ પણ પ્રકારનું આસન
દિશા : પૂર્વ દિશા
જાપ સંખ્યા : દરરોજ અગિયારસો
અવધિ : ચાલીસ દિવસ
મંત્રઃ ૐ યા મુહમ્મદ દીન હજરાફીલ ભહક અલ્લાહ હો ।

વિધિઃ આ સુલેમાની પ્રયોગ છે અને કોઈ પણ શુક્રવારે તે શરૂ કરવો શુભ રહે છે. પ્રાતઃકાળે ઊઠીને કોઈની સાથે વાતચીત કર્યા વગર સવા કિલો અડદના લોટની રોટલીઓ બનાવો. તેને પોતાના હાથના ઉપયોગથી જ શેકો. ત્યારબાદ એક રૂમાલ પર રોટલીના ચાર ટુકડા કરીને મૂકી દો. તેમાંથી એક ટુકડો નદી અથવા તળાવમાં નાખી દો, જેથી ભૂખી માછલીઓ તે ખાઈ શકે. બાકી રહેલા રોટલીના ત્રણ ભાગમાંથી એક ભાગ કૂતરાને ખવડાવી દો, બીજો ભાગ કાગડાને ખવડાવી દો અને ત્રીજો ભાગ ચાર રસ્તે મૂકી દો. આ રીતે ચાલીસ દિવસ સુધી પ્રયોગ કરવાથી મનોવાંછિત નોકરી કે રોજગાર પ્રાપ્ત થાય અને નોકરીમાં કોઈ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી નથી. આ પ્રયોગ કરો તે દરમિયાન ઉપરના મંત્રનો અગિયારસોની સંખ્યામાં જાપ કરવો.

નોકરીની ચાવી

-કોઈ પણ સ્ટીલનું કે તાંબાનું વાખેલું હોય તેવું એક તાળું ખરીદો. તેને તમે ખોલશો નહીં કે દુકાનદારને પણ ખોલવા દેશો નહીં. આ તાળાને શુક્રવારની રાત્રે પોતાના બેડરૂમમાં કોઈ જુએ નહીં તેમ રાખો. શનિવારે સવારે ઊઠીને સ્નાનાદિકાર્યથી પરવારીને બંધ તાળાને ચાવી સાથે શનિ, શિવજી કે ગણેશજીના મંદિરમાં મૂકી આવો. જ્યારે કોઈ પણ તે તાળાને ખોલશે ત્યારે તમારી કિસ્મતનો દરવાજો ખૂલી જશે.

સરળ જ્યોતિષીય ઉપાયો

-એક લીંબુમાં શક્ય તેટલાં લવિંગ દબાવી દો અને ‘ૐ શ્રી હનુમતે નમઃ ।’ મંત્રનો ૧૦૮ વાર જાપ કરીને લીંબુને તમારી એ બેગ કે ફાઇલમાં મૂકી દો, જેને લઈને તમે નોકરી મેળવવા માટે નીકળતા હો. આમ કરવાથી તમારા બગડતાં કામ પણ સુધરવા લાગશે.

-નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં જવાનું હોય તે દિવસે સવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડી હળદર નાખી દો અને પછી તે પાણીથી સ્નાન કરો. ત્યારબાદ મંદિરમાં ભગવાનની સામે ૧૧ અગરબત્તી અને ઘીનો દીવો પ્રગટાવીને સૌથી પહેલાં ઘરમાંથી જમણો પગ પહેલો ઘરની બહાર મૂકો. ઇન્ટરવ્યૂ માટે જતી વખતે પહેલાં એક ચમચી દહીં ખાવું અને મોંમાં ગોળ રાખવો.

-ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની એવી તસવીર કે મૂર્તિ ઘરમાં લાવો જેમની સૂંઢ જમણી બાજુ વળેલી હોય. ગણેશજીની દરરોજ આરાધના કરો. તેમની સામે લવિંગ તથા સોપારી રાખવી. જ્યારે પણ તમે નોકરી પર જાઓ ત્યારે આ લવિંગ અને સોપારીને સાથે લઈને જાઓ. તમારો દિવસ શાંતિપૂર્વક અને આનંદમાં વીતશે.

-મહિનાના પ્રથમ સોમવારે સફેદ કપડામાં બાફેલા કાળા ચણા લઈને જાઓ. ત્યારબાદ તે માતા મહાકાળીનાં ચરણોમાં મૂકી દો. આમ કરવાથી નોકરીમાં કે નોકરી મેળવવાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.

સાભાર: સંદેશ.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

ઘરની આસપાસ આ 8 વાતોનું રાખો ધ્યાન, ક્યારેય નહી આવે દરિદ્રતા
ઘરના મુખ્ય દરવાજાની આ 15 વાતો પરિવારમાં ધન અને ખુશહાલીને આકર્ષે છે , એકવાર જરૂર અપનાવો!
જાણો…તમારા લગ્નજીવનને ખુશહાલ બનાવનારી અસરકારક વાસ્તુ ટિપ્સ વિશે.

ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s