હનુમાનજી ના વાર મંગળવારે કરો આ 14 માંથી કોઇ 1 ઉપાય, ક્યારેય નહીં પડે પૈસાની તંગી..!!

dada1

મંગળવારને મંગળ ગ્રહનો વાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં વિશેષ લાભ મળી શકે છે. હનુમાનજી મંગળવારના દેવ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરવાવાળી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો થોડાક જ સમયમાં તમારી કિસ્મત બદલાઈ શકે છે. આ ખાસ ઉપાય તમારી તમામ ઈચ્છા ઝડપથી પૂર્ણ કરશે અને તમને બધાં દુઃખોમાંથી તારશે. આજે આ લેખમાં જાણો હનુમાનજીને પ્રસન્ન કરવાના ચૌદ ઉપાય, જેના દ્વારા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને કષ્ટોમાંથી મુક્તિ પણ મળી શકે છે.

1. દરેક મંગળવાર હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઇએ. આ ઉપાયથી બજરંગ બલી જલ્દી જ પ્રસન્ન થાય છે.

2. લાલ મસૂરની દાળ દાન કોઇ જરૂરમંદ વ્યક્તિને કરવું. આ ઉપાયથી મંગળના દોષોની શાંતિ થઇ શકે છે.

3. શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવાથી મંગળ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

4. હનુમાનજીની સામે દીપક પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

5. કોઇ એવા તળાવ અથવા સરોવર પર જવું, જ્યાં માછલીઓ હોય. ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી. આ ઉપાય દરરોજ કરી શકાય છે.

6. મંગળવારના દિવસે રામ મંદિર જવું. હનુમાનજીના માથાનો સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઈને સીતા માતાના શ્રી રૂપના ચરણોમાં લગાવવું અને તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી.

7. મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ વડના ઝાડનો એક પાન તોડી લાવવો અને તેને સ્વચ્છ પાણીમાં ધોઈ લેવું. હવે આ પાનને થોડીકવાર માટે હનુમાનજીની સામે મૂકવું અને ત્યારબાદ આ પાન પર કેસરથી શ્રીરામ લખવું. હવે આ પાનને તમારા પર્સમાં રાખી દેવું. તમારું પર્સ હમેશાં પૈસાથી ભરેલું રહેશે.

8. હનુમાનજીની કૃપા પામવા માટે મંગળવારના દિવસે વ્રત કરીને સાંજે બૂંદીને પ્રસાદ વહેંતવાથી પણ પૈસાથી તંગી ઝડપથી દૂર થાય છે.

9. શનિવારે હનુમાનજીના મંદિરે જવું. તેમના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગેલી હોય તેવા વ્યક્તિને લગાવવું. નજનની ખરાબ દ્રષ્ટિ દૂર થઈ જશે.

10. મંગળવારે સાંજના સમયે હનુમાનજીને કેવડાનો અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે.

11. જીવનની બધી જ સમસ્યાઓના નિવારણ માટે હનુમાનજીના મંદિરમાં જઈ અને રામ રક્ષા સ્ત્રોતનું પાઠ કરવું.

12. મંગળવારની સાંજે હનુમાન મંદિર જવું. એક સરસિયાનું અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યાં જ બેસી હનુમાન ચાલીસાનું પાઠ કરવું. હનુમાનજીની કૃપા મેળવવાનો આ એક અચૂક ઉપાય છે.

13. મંગળવારે હનુમાનજીના ચરણોમાં એક ફટકડી રાખવી. જેને ખરાબ સ્વપ્ન આવે છે તેમણે આ ફટકડી પોતાના તકિયા નીચે રાખી દેવી. ખરાબ સપના આવતાં બંદ થઈ જશે.

14. જો કોઈ વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેણે દર મંગળવાર અને શનિવારે પીપળાના     પાન પર આ ઉપાય કરવો. એ વ્યક્તિને ક્યારેય પૈસાની તંગી સર્જાશે નહીં.

મંગળવાર અને શનિવારે સવારે વહેલાં ઉઠી નિત્યકર્મોથી નિવૃત્ત થઈને કોઈ પીપળાના ઝાડના 11 પાન તોડી લાવવા. ધ્યાન રાખવું કે પાન આખા હોય. ક્યાંયથી પણ ખંડિત ન હોય. આ 11 પાન પર કંકુ કે અષ્ટગંધ અથવા ચંદન મિક્ષ કરીને તેનાથી શ્રીરામનું નામ લખવું. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનું પાઠ કરવું. બધાં પાન પર નામ લખી તે પાનની એક માળા બનાવી તેને કોઈપણ હનુમાન મંદિર જઈ બજરંગબલીને અર્પણ કરવી. આ રીતે આ ઉપાય કરવાથી ઝડપથી સકારાત્મક પરિણામ મળશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કરો આંકડાના આ 3 ચમત્કારી ઉપાય, દૂર થશે ખરાબ સમય

દર મહિનાની અતિશુભ ચતુર્થી ના દિવસે આ 11 ઉપાયોમાંથી 1 કરો, પૂરી થશે દરેક મનોકામના

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s