ધર્મ ગ્રંથો મુજબ ચતુર્થી તિથિના દેવતા ભગવાન શ્રીગણેશ છે. દર મહિનાની ચતુર્થી તિથિએ ભગવાન શ્રીગણેશને નિમિત્ત વ્રત કરવામાં આવે છે. જેઠ મહિનાની સુદ પક્ષની ચતુર્થના દિવસે વિનાયક ચોથનું પર્વ મનવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીગણેશની સાથે ચંદ્રનું પૂજન પણ કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો આ દિવસે ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે થોડા વિશેષ ઉપાય કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે. જાણો ચતુર્થીના દિવસે તમે કયા-કયા ઉપાય કરી શકો છો-
1-શાસ્ત્રોમાં ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવાનું વિધાન જણાવવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે. આ દિવસે તમે શુદ્ધ પાણીથી શ્રીગણેશનો અભિષેક કરવો. સાથે જ, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો. ત્યાર પછી માવાના લાડવાનો ભોગ લગાવીને ભક્તજનોમાં વહેંચી દેવો.
2-જો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ છે, તો તમે ચતુર્થીના દિવસે હાથીને લીલું ધાસ ખવડાવું અને ગણેશ મંદિર જઇને ભગવાન શ્રીગણેશથી પરેશાનિઓનું નિદાન કરવા માટેની પ્રાર્થના કરવી. જેનાથી તમારા જીવનની પરેશાનીઓ થોડ જ દિવસોમાં દૂર થઇ શકે છે.
3- યંત્ર શાસ્ત્ર મુજબ ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર છે. ચતુર્થીના દિવસે ઘરમાં તેની સ્થાપના કરવી જોઇએ. ચતુર્થીમાં આ યંત્રની સ્થાપના અને પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય છે. આ યંત્રના ઘરમાં રહેવાથી કોઇપણ પ્રકારની ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
4- જો તમને ધનની ઇચ્છા છે, તો તેની માટે તમે ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યાં પછી ભગવાન શ્રીગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવી શકો છો. થોડીવાર પછી ઘી અને ગોળ ગાયને ખવડાવી દેવું. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓનું નિદાન આવી શકે છે.
5- ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી નજીકના કોઇ ગણેશ મંદિર જવું અને ભગવાન શ્રીગણેશને 21 ગોળની ભેલીની સાથે દૂર્વા રાખીને અર્પણ કરવા. આ ઉપાય કરવાથી ભગવાન શ્રીગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આ ખૂબ જ ચમત્કારી ઉપાય છે.
6- ચતુર્થીની દિવસે સવારે ઉઠીને નિત્ય કર્મમાંથી મુક્ત થઇને પીળા રંગના શ્રીગણેશ ભગવાનની પૂજા કરવી. પૂજનમાં શ્રીગણેશને ચંદનની પાંચ ગાંઠ श्री गणाधिपतये नम: મંત્રના ઉચ્ચારણ કરીને અર્પણ કરવી. ત્યાર પછી 108 દૂર્વા પર ભીનું ચંદન લગાવીને श्री गजवकत्रम नमो नम: મંત્રનો જાપ કરીને અર્પણ કરવું. આ ઉપાય સતત 10 દિવસ સુધી કરવાથી પ્રમોશન થવાની સંભાવના વધી શકે છે.
7- ચતુર્થીના દિવસે કોઇ ગણેશ મંદિર જવું અને દર્શન કર્યા પછી નિઃશક્તોને પોતાની શક્તિ મુજબનું દાન કરવું. દાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રીગણેશ પણ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે.
8-જો તમારા પુત્રીના વિવાહ નથી થઇ શકતા, તો આજના દિવસે વિવાહની કામનાથી ભગવાન શ્રીગણેશને માલપુઆનો ભોગ લગાવીને વ્રત રાખવું. જલ્દી જ તેના વિવાહના યોગ બની શકે છે.
9-જો પુત્રના વિવાહમાં પરેશાનીઓ આવી રહી છે, તો તે આજે ભગવાન શ્રીગણેશને પીળા રંગની મિઠાઇનો ભોગ લગાવી શકે છે. જેનાથી વિવાહના યોગ બની શકે છે.
10- ચતુર્થીના દિવસે દૂર્વાના ગણેશ બનાવીને તેમની પૂજા કરવી. શ્રીગણેશની પ્રસન્નતાના મોદક, ગોળ, ફળ, માવા-મિષ્ઠાન વગેરે અર્પણ કરવા. આવું કરવાથી ભગવાન ગણેશ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
11- ચતુર્થીના દિવસે વ્રત રાખવું. સાંજના સમયે ઘરમાં જ ગણપતિ અર્થવશીર્ષનો પાઠ કરવો. ત્યાર પછી ભગવાન શ્રીગણેશને તલથી બનેલા લાડવાનો ભોગ લગાવવો. આ પ્રસાદથી પોતાનું વ્રત ખોલવું અને ભગવાન શ્રીગણેશની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી.
સાભાર: દિવ્ય ભાસ્કર.
જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!
પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.