જૂન મહિનામાં જન્મ્યાં હો તો આવું જ હશે છે તમારું વ્યક્તિત્વ +ગુપ્ત વાતો!

june

તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તમે ખૂબ જ જિદ્દી અને જનૂની સ્વભાવના છો. જૂન મહિનામાં જન્મેલા જાતક ઘણી વખત જિદ્દ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકસાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. તેમની અંદર શાસન કરવાની પ્રવૃત્તિ એટલી પ્રબળ હોય છે કે દરેકને પોતાનો ગુલામ સમજવાની ભૂલ કરી બેસે છે. તેઓ કોઈના હાથ નીચે તો રહી જ નથી શકતા જ્યારે પણ કોઈ નોકરી કરશે તો બોસ બનીને જ કરી શકશે.

જો કોઈના હાથ નીચે તેમને કામ કરવું પણ પડે તો પોતના બોસ સાથે તેમનું ત્યાં સુધી જ બનશે જ્યાં સુધી તેઓ તેમનું કહ્યું માનશે નહી તો મતભેદ ઉત્પન્ન થઈ શકે છે. વાદ-વિવાદ કરવામાં આ મહિનામાં જન્મેલા લોકો નંબર વન છે. ત્યાં સુધી કે ગુસ્સામાં તેમનો પોતાના પર કંટ્રોલ જ નથી રહેતો અને એ નથી વિચારતા કે તેમની સામે કોણ ઊભા છે, ગમે તેવું બોલી જાય છે.

તેમના જેવા ડિપ્લોમેટિક વ્યક્તિ બીજા નથી. પોતાનો સ્વાર્થ હોય ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરશે કે સામેવાળી વ્યક્તિ પાણી-પાણી થઈ જાય. તેમનું કામ થઈ જાય તો ઉપકારને ક્ષણમાં ભૂલી જશે. તેમનું મગજ એટલું શાંત અને ચાલાક હોય છે કે જે કામ તેમને નથી ગમતું તે કામ તેઓ બીજા પાસેથી ખૂબ જ ચાલાકીપૂર્વક કરાવી લે છે. તેમની અંદર ઘણી કળા છૂપાયેલી હોય છે. વ્યંજન બનાવવાનો અને સૌને ખવડાવવાનો તેમને વિશેષ શોખ હોય છે. મનના તેઓ ખૂબ જ વિચિત્ર હોય છે.

મૂડમાં હોય તો દુનિયા લૂંટાવી દે છે અને જો વસૂલવા પર આવે તો સામેવાળાના લોહીનું ટીપું પણ ન છોડે. રોમાંસ તેમના માટે ખાનગી વસ્તુ છે. તેઓ સાર્વજનિક રીતે રોમાંસ કરવાના વિરોધી પણ હોઈ છે. પરંતુ એવું નથી કે જૂનમાં જન્મેલા યુવા તકસાધુ હોય છે. તેઓ પોતાના સાથી માટે દુનિયાનો સામનો કરી શકે છે. જો કે તેમના પાર્ટનર માટે તો તેઓ એક કોયડો પણ હોય છે.

આ મહિનામાં જન્મેલા જાતકો કુશળ અધિકારી, પેઇન્ટર, કાઉન્સલર, મેનેજર ટીચર કે ડોક્ટર હોય છે. રાજકારણ માટે જો તેમના ગ્રહો થોડો પણ સહયોગ કરે તો બધા પર છવાય જવાની તાકત ધરાવે છે. આ લોકોને તેમના જીવનમાં નામ પૈસો બધુ મળે છે. તેમને સેલ્ફ મેડ પર્સન કહેશો તો ખોટુ નહી કહેવાય. તેમની અંદર પોતાના સંઘર્ષોને લઈને એટલો ગુસ્સો રહે છે કે જેને તેઓ દોષી માને છે તેને ક્યારેય માફ નથી કરી શકતા. તેમની આવડત એ છે કે તેઓ પોતાની ઉણપોને ક્યારેય બીજા સમક્ષ જાહેર નથી થવા દેતા. તેઓ ખુશીઓને એ સ્ટાઇલમાં મુકે છે કે સામેવાળા તેમના કાયલ થઈ જાય છે.

તેમની સૌથી મોટી કમી એ છે કે બીજાને માટે જે અયોગ્ય માને છે એ તેઓ ખુદને માટે સ્વીકાર્ય કરી લે છે. એટલે કે જ્યારે વાત પોતાની આવે ત્યારે તે નિયમમાં જરૂર મુજબનું પરિવર્તન કરી લે છે. જૂનમાં જન્મેલા યુવાઓએ દેખાવો અને બનાવટથી દૂર રહેવું જોઈએ. જૂનમાં જન્મેલી મહિલાઓ દિલની સીધી સાદી દેખાય છે, પરંતુ હોતી નથી. તેઓ પોતાની સમગ્ર લાઇફ દિમાગ લડાવીને વીતાવે છે, દિલથી નહી. ઘણી બાબતોમાં એવું લાગી શકે છે કે એમની પાસે દિલ નામની વસ્તુ છે કે નહી. કોઈને સજા આપવાની બાબતમાં આમનાથી વધુ ક્રૂર કોઈ નહી.

આ મહિનામાં જન્મેલા મોટાભાગના લોકો પૂર્વાગ્રહોથી ગ્રસ્ત રહે છે. તેમને લાગે છે કે દરેક તેમને નજર લગાવી રહ્યું છે. દરેક તેમનાથી બળી રહ્યા છે. એ જ કારણ છે કે તેઓ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વિષયને લઈને પોતાનો મત કાયમ કરી લે છે, અને તેઓ જ વ્યવ્હાર કરે છે. તેઓ દિમાગ લડાવીને જીવન જીવવા છતાય તેમને મૂર્ખ બનાવવા સહેલા છે. અપોઝિટ સેક્સને ઓળખવામાં ભૂલ કરી બેસે છે, અને દગો થાય છે તો પછતાય છે. તેમને સલાહ છે કે થોડી સીધી, થોડી નરમ થઈ જાય. લાઇફ પ્રત્યે પોતાનો એટ્ટીટ્યુડ બદલો. નેગેટિવ થિંકિગથી બચવું. રિબાવવુ-ચિડચિડાવવું થોડું ઓછું કરે. સમજી વિચારીને બોલવું જોઈએ. જેમાં સૌથી સારી વાત એ હોય છે કે તેઓ બચતનું મહત્વ જાણે છે, સામેવાળી વ્યક્તિ તેમને કંજૂસ સમજે તો સમજે તેની પરવા નથી કરતા.

લકી નંબરઃ 4, 6, 9
લકી કલર: ઓરેંજ, મેજેંટા અને યેલો
લકી ડે: ટ્યુસ ડે, સેટરડે, ફ્રાઈડે
લકી સ્ટોનઃ તેમણે કુંડળી બતાવીને જ રત્ન પહેરવો જોઈએ. આમ તો મહિના મુજબ રૂબી હોઈ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સ્ત્રી-પુરૂષના શરીરનો આ ગુપ્ત ભાગ જણાવે છે તેમના છુપા રહસ્યો+સ્વભાવ!
તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s