રાતોરાત ભાગ્ય ચમકાવવા, સપ્તાહમાં એકવાર કરો આ 8 અસરકારક શાસ્ત્રોક્ત ઉપાય..!!

pagar10

દરેક વ્યક્તિના જીવનમાં થોડી પરેશાની અવશ્ય આવે છે. આજે અમે તમને જીવનની વિવિધ સમસ્યાઓ માટે થોડા સાધારણ જ્યોતિષીય ઉપાય જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-

ધનલાભ માટે ઉપાયઃ-

કોઇ શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી કોઇ પીપળના વૃક્ષ પરથી એક પાન તોડી લાવવું. તેના પર સફેદ ચંદનથી ગાયત્રી મંત્ર લખવો અને તેનું પૂજન કરવું. હવે આ પાનને તમારા કેશ બોક્સ, ગલ્લો, તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો, ત્યાં એવી રીતે રાખવું કે, કોઇની દ્રષ્ટિ તેના પર સરળતાથી પડી શકે નહીં. આ પીપળના પાનને દર શનિવારે બદલતાં રહેવું. જેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે અને ધન-સંપત્તી વધવાના પણ યોગ બનશે.

સુખી પારિવારિક જીવન માટે કરો આ ઉપાયઃ-

1- જો ઘરમાં હમેશાં અશાંતિ રહેતી હોય તો ઘરના મુખ્ય દ્વાર પર બહારની બાજુ શ્વેતાર્ક (સફેદ આંકડાના ગણેશ) લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
2- દરરોજ સવારે ઘરમાં ગોમૂત્ર અથવા ગાયના દૂધમાં ગંગાજળ મિક્સ કરીને તેનો છંટકાવ કરવાથી ઘરની શુદ્ધિ થાય છે તથા નકારાત્મકતા ઓછી થાય છે. જેનાથી પરિવારમાં સારું વાતાવરણ બની રહે છે.
3- ગાયના ગોબરનો દીપક બનાવીને તેમાં ગોળ તથા તેલ ભરીને પ્રગટાવવો. ત્યાર પછી તેને ઘરના મુખ્ય દ્વારના મઘ્યમાં રાખવો. આ ઉપાયથી પણ ઘરમાં શાંતિ બની રહેશે તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

બિઝનેસની સફળતા માટેઃ-

કોઇ રવિવારની બપોરના સમયે પાંચ લીંબૂ કાપીને વેપાર સ્થળ (ઓફિસ અથવા દુકાન) પર રાખીને તેની સાથે એક મુઠ્ઠી કાળી મરી, એક મુઠ્ઠી પીળો સરસિયો રાખી દેવો. બીજા દિવસે જ્યારે દુકાન અથવા વેપાર સ્થળ ખોલો ત્યારે બધો સામાન આ બધો જ સામાન કોઇ સુમસાન સ્થાન પર ફેંકી આવવો. આ પ્રયોગ કરવાથી વેપાર ચાલવા લાગશે અથવા જો કોઇ વ્યક્તિની ખરાબ દ્રષ્ટિ પડી હશે તો તેનો પ્રભાવ પણ સમાપ્ત થઇ જશે.

અનિદ્રાની સમસ્યા છે તો કરો આ ઉપાયઃ-

જ્યારે તમે સૂવા જાવ છો તો પલંગ પર સૂતા પછી શરીરને થોડી વાર માટે ઢીલું છોડી દેવું જોઇએ અને ધીરે-ધીરે 100 સુધી ગણતરી કરવી. ત્યાર પછી શ્વાસ રોકીને ऊं कुंभकर्णाय नम: મંત્રનો જાપ કરવો અને શ્વાસ છોડી દેવો. આ પ્રક્રિયા 108 વાર કરવી. થોડા દિવસો સુધી પરેશાની થશે. પરંતુ, ત્યાર પછી તમારી સમસ્યાનું નિદાન આવી જશે અને તમને ભરપૂર ઊંઘ આવવાં લાગશે.

સુખ-સમૃદ્ધિ માટે ઉપાયઃ-

તુલસી નામાષ્ટક મંત્રનો જાપ કરવોઃ-

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।

જાપ વિધિઃ-

સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની પૂજા અને પરિક્રમાં કરવી તથા દીપક પ્રગટાવવો. ત્યાર પછી એકાંતમાં જઇને કુશ આસન પર બેસીને આ મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ કરતી સમયે મુખ પૂર્વ દિશા તરફ જ હોવું જોઇએ. ઓછામાં ઓછી પાંચ માળા આ જાપ અવશ્ય કરવો.

ડિપ્રેશન માટે ઉપાયઃ-

રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડની 11 પરિક્રમાં કરવી અને ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો. સાથે જ, જળ પણ અર્પણ કરવું. આ પ્રક્રિયા સાંજે પણ કરવી. આવું કરવાથી ડિપ્રેશન ઓછું થઇ જશે. તુલસીની માળા ધારણ કરશો તો વધારે સારું ફળ પ્રાપ્ત થશે.

ઝડપથી વિવાહ કરવા માટે ઉપાયઃ-

1- દર સોમવારે નજીક સ્થિત કોઇ શિવ મંદિરમાં જવું. ભગવાન શિવને દૂધમાં કાળા તલ મિક્સ કરીને અર્પણ કરવાં તથા જલ્દી વિવાહ માટે પ્રાર્થના કરવી.
2- ગુરૂવારે ઉપવાસ રાખવો તથા પીળી વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી ગુરૂ બૃહસ્પતિ પ્રસન્ન થશે. જેનાથી તમારા વિવાહના યોગ બનવા લાગશે.
3- જન્મ કુંડળી મુજબ જો સૂર્યને કારણે વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો રોજ સવારે સૂર્યદેવને નિયમિત રૂપથી અર્ધ્ય આપવું. સાથે જ, ऊं सूर्याय नम: મંત્રનો જાપ પણ કરવો.
4- કોઇ મિત્ર અથવા સહેલીના વિવાહમાં તેના હાથમાંથી પોતાના હાથમાં મેંહદી લગાવવાથી પણ ઝડપથી વિવાહ થઇ જાય છે.

અટકાયેલું ઘન પાછું મેળવવા માટેઃ-

શુક્લ પક્ષના કોઇ સોમવારથી આ ઉપાય શરૂ કરી સતત 21 દિવસ સુધી કરવો. સવારે જલ્દી ઉઠવું. સ્નાન વગેરે કામોથી છુટકારો મેળવીને એક લોટામાં સાફ પાણી લઇને તેમાં 5 ગુલાબના ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય આપવું અને ભગવાન સૂર્ય પાસેથી સમસ્યા નિરાકરણ માટે પ્રાર્થના કરવી. ઝડપથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s