તમારું પરાક્રમ વધારવું હોય તો તમારા હસ્તાક્ષરમાં લાવો આટલા ફેરફાર!

signature1

દરેક વ્યક્તિના જીવનનું ધ્યેય કંઈક કરી બતાવવાનું હોય છે. પોતે કયા ક્ષેત્રમાં રસ ધરાવે છે અને એ ક્ષેત્રમાં કયા લક્ષ્યાંકને પ્રાપ્ત શકે છે એ જાણવું અને પ્રોત્સાહિત કરવું જરૂરી બને છે. પિતા વકીલ કે ડોક્ટર હોય અને સંતાન એ જ બને તો એ અપેક્ષિત બાબત ગણાય, પરંતુ પિતા ખેડૂત હોય કે સામાન્ય કર્મચારી હોય અને પુત્ર કે પુત્રી મહાન વિજ્ઞાની બને ત્યારે જે પરાક્રમ સ્થાપિત થાય છે એ આશ્ચર્ય પમાડનારું હોય છે.

પરાક્રમ કરવા મગજ અને હાથ બંનેની જરૂર પડે છે. હસ્તાક્ષર બંનેના સમન્વયથી જ કુદરતી રીતે બને છે. મગજ અને હાથનાં સહિયારાં પ્રતિબિંબો કર્મરૂપે હસ્તાક્ષર બનીને અંકિત થાય છે. એવા હસ્તાક્ષર બનાવો જે મજબૂત અને પરાક્રમી પરિણામો આપે, પરાક્રમી અને બળિયા સાબિત થાય. શારીરિક તાકાત (હાથ) અને માનસિક તાકાત (મન) ભેગાં થાય ત્યારે જ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

તમારા ક્ષેત્રને આપો સારા હસ્તાક્ષરની ચાવીઃ-

– પરાક્રમી સિગ્નેચરમાં ઘણી બધી વિશેષતા હોય છે, જેમાં ડોટ્સ (.), આડી લીટી જેવું નાનું ચિહ્ન (-), ઊર્ધ્વગામી અક્ષરોનો ઉપયોગ (U, ~) વગેરે જેવાં ચિહ્નો સિગ્નેચરમાં લખાય તો એ ભાગ્યનાં સીમાચિહ્નો બની જાય છે.

– હસ્તાક્ષરમાં દરેક અક્ષરનો મરોડ યોગ્ય હશે તો જ તે અસરકારક લાગશે. વામણા કે સંકુચિત પ્રકારના અક્ષરો લખાય ત્યારે પરિણામ પણ ખરાબ મળે છે, જેને લીધે આપણે ધારી અસર ઊભી કરી શકતા નથી.

– હસ્તાક્ષરનું કદ, લંબાઈ અને પ્રકાર જો શાસ્ત્ર સાથે સમુચિત, સુસંગત હોય તો ઉત્તમ પરિણામો મળે છે. દા.ત. માર્કેટિંગ ઓફિસર હોય એની સિગ્નેચર કોર્મિશયલ ક્ષેત્રની હોવી જોઈએ. જો એ બીજા ક્ષેત્રની લખાય તો માર્કેટિંગનો ખેલ બગડી જાય છે. માર્કેટિંગના માણસોની સહી ઊંચાઈ ધરાવતી હોય છે. સહી નીચેથી ઉપરની દિશામાં ઊઠતી હોય છે. જે સહીમાં ‘E-N-W’ આલ્ફાબેટ્સનો વિશેષ ઉપયોગ આવે છે એ ધંધાકીય લાભ વધુ લઈ શકે છે, કારણ કે E-N-W આલ્ફાબેટ્સ પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે, જે બિઝનેસ માટે જરૂરી છે.

– દરેક વ્યક્તિ વિવિધ ક્ષેત્રમાં પોતાની કારર્કિદી ઘડે છે. દરેક અક્ષર સાથે કેટલાંક ક્ષેત્ર જોડાયેલાં હોય છે. તમારા નામના પ્રથમ અક્ષરને આધારે તમે નીચે જણાવેલાં ક્ષેત્રમાં કારર્કિદી ઘડી શકો છો.

– A-S-J: આર્મી અને વહીવટી ક્ષેત્ર

– B-K-T: બુદ્ધિપ્રધાન ક્ષેત્રો અને સ્ત્રી સાથે સંબંધિત ક્ષેત્ર.

– C-L-U: શિક્ષણ ક્ષેત્ર, રચનાત્મક કાર્યો, મીડિયા અને સલાહકાર વિભાગોના ક્ષેત્રમાં લાભ.

– D-M-V: જાહેર ક્ષેત્રો, રાજકારણ અને શેરબજાર.

– E-N-W: વ્યાપાર ક્ષેત્ર, કાયદાકીય વિભાગો જેમ કે, કોર્ટ-કચેરી અને ફાર્મસી ક્ષેત્ર.

– F-O-X: ભૌતિક સુખપ્રધાન વિભાગો જેમ કે, મનોરંજન, મીડિયા, ડેકોરેશન, ખાણી-પીણીનું ક્ષેત્ર.

– G-P-Y: ધર્મ, પાણી, ઠંડા પદાર્થો અને દરિયાપારના બિઝનેસનું ક્ષેત્ર.

– H-Q-Z: ફાઇનાન્સ, મિકેનિક્સ, શેરબજાર, લોખંડ અને રાજકારણનું ક્ષેત્ર.

– I-R: ભૂમિગત બાબતો, ખાદ્યપદાર્થ, ધાતુની વસ્તુઓ, કન્સ્ટ્રક્શન, હોટલ, દવાઓ, કમ્પ્યુટર્સ વગેરે ક્ષેત્ર.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

કોઈની ખાસ વાતો જાણવી હોય તો, ધ્યાનથી જુઓ કેવી રીતે લખે છે વ્યક્તિ!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s