સાવધાન: કેટલી હદે ખતરનાક છે તમાકુનો ચસ્કો, તમાકુ નિષેધ દિને એકવાર સમજી લેવું

tamaku1

આપણા શરીર માટે વ્યસન કેટલું હાનિકારક છે અને તે સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન પહોંચાડે છે. ગુટકા, તમાકુ, સિગારેટ જેવા વ્યસન જીવલેણ સાબિત થઇ શકે છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે એ હેતુથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ 31મી મેના દિવસે ‘તમાકુ નિષેધ દિન’ જાહેર કર્યો છે. વ્યસન કોઇપણ હોય તેને છોડવું અઘરું નથી પરંતુ જરૂર છે માત્ર ઇચ્છાશક્તિની. વ્યસન છોડવા ઇચ્છતી વ્યક્તિને વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઇ જવામાં આવે છે, ત્યાં દવા-ઇન્જેક્શન, ગ્રૂપ થેરપી, ફેમિલી થેરપી અને મનોચિકિત્સકની યોગ્ય સલાહ આપવામાં આવે છે. આ દ્વારા તમાકુનું વ્યસન છૂટી જાય છે. પરંતુ દારૂનું વ્યસન છોડાવવા માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને જ સારવાર આપવામાં આવે છે. જેથી દર્દી સતત દેખરેખ નીચે રહેવાથી કેફી દ્રવ્યનું સેવન ન કરી શકે.

ધીમા ઝેર સમાન વ્યસનને ત્યજી દેવાના ફાયદા, વ્યસનની કાળી વાસ્તવિકતા વિશે……

તમાકુની બનાવટોની ચીજવસ્તુઓ એવી છે કે જેને જાહેરખબરની જરૂર પડતી નથી. તેની જાહેરખબર ન આવે તો પણ વેચાય છે અને આવે તો વધારે વેચાય છે. તેનું કારણ માત્ર વ્યસન ધરાવનારા લોકોની માનસિકતા છે. માનસિકતા એટલા માટે કે માનસિક રીતે વ્યસની લોકો તમાકુ, પાન, બીડી, સિગારેટની આદત માટે મનને મજબૂત રીતે મનાવી લેતાં હોય છે. આને કારણે વ્યસનોના વેચાણ માટે જાહેરખબરની જરૂર પડતી નથી. ખરેખર તો વ્યસનની કુટેવ એ પોતાના મન અને આત્મવિશ્વાસ પર કાબૂ નહીં મેળવી શકવાનું પરિણામ અને નિશાની છે.

શરૂઆતમાં માનસિક અવસ્થાને લીધે જેમ કે મિત્રોનાં વર્તુ‌ળમાં બધા જ મિત્રો બીડી, સિગારેટ કે પછી તે વ્યક્તિને તેના બંધનમાં જકડી લેશે અને તે તેનો ગુલામ બનીને રહેશે. તેના વગર તેને ચાલશે જ નહીં. ઘણા લોકોને ખોટો ખ્યાલ હોય છે કે તમાકુનું સેવન કરવાથી કામ કરવાની શક્તિ વધે છે. માનસિક શાંતિ માટે, સારી ઊંઘ આવે એટલે તે તમાકુનું સેવન કરે છે. તમાકુ ઉત્તેજકનું કામ કરે છે એ હકીકત છે પરંતુ તેની સામે બીજાં અનેક ભયસ્થાનો છે. તેને ધીમું ઝેર કહેવામાં આવે છે. જે ધીરે ધીરે વ્યક્તિને ઉંમર કરતાં પહેલાં મરણના મુખમાં ધકેલી દે છે.

વ્યસનમુક્ત થયા પછી ક્યારે અને કેટલો ફાયદો થાય?

– 20 મિનિટ પછી નાડીના ધબકારા પૂર્વવત્ થાય છે એવી જ રીતે લોહીનું દબાણ 15થી 20 મિનિટ બાદ પૂર્વવત્ થાય છે.

– આઠ કલાક પછી કાર્બન મોનોક્સાઇડ નામના તીવ્ર ઝેરનું પ્રમાણ નહીંવત્ થઇ જાય છે અને લોહીની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા પહેલાં જેટલી જ થઇ જાય છે.

-લગભગ ચોવીસ કલાક પછી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટે છે.

– અડતાલીસ કલાક પછી જ્ઞાનતંતુને થયેલ નુકસાન ઓછું થાય છે પરંતુ એકદમ સારું થઇ જતું નથી. જો ચાલવામાં તકલીફ પડતી હોય તો એમાં ધીરેધીરે ઘટાડો થાય છે.

-ત્રણ મહિના પછી લોહીનું પરિભ્રમણ પૂર્વવત્ થાય છે. પહેલાં કરતાં ફેફસાંની તાકાતમાં 30 ટકા જેટલો વધારો થાય છે.

– વ્યસન કરતા હોય એ દરમિયાન દર્દીને સામાન્ય રીતે શરદી, કફ, ઉધરસ, શ્વાસની તકલીફ અને ફેફસાંના રોગો થતા હોય છે. વ્યસનમુક્ત થયા બાદ આશરે નવથી બાર મહિના પછી એમાં રાહત થતી જોવા મળે છે.

– એક વર્ષ પછી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા અડધી થઇ જાય છે.

વ્યસનની વરવી વાસ્તવિક્તા

-અમદાવાદમાં દર વર્ષે લગભગ 7700 જેટલાં મોઢાના કેન્સરના કેસ નોંધાય છે. આ આંકડો આખા દેશમાં સૌથી વધારે છે.

-ફક્ત અમદાવાદમાં જ 29.4 ટકા યુવાનો તમાકુનો ઉપયોગ કરે છે.

– ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આશરે 18.4 ટકા યુવાનો ગુટકાનો ઉપયોગ કરે છે. યુવાનોમાં ગુટકા ખાવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.

-46.2 ટકા પુરુષો અને 11.3 ટકા સ્ત્રીઓ તમાકુનું સેવન કરે છે, એટલે કે હવે મહિલાઓમાં તમાકુ ખાવાનું ચલણ વધતું જાય છે.

-ભારતમાં ટોટલ 21 ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે.

– દર વર્ષે ગુજરાતમાં ટોટલ 45000 કેન્સરના કેસ નોંધાય છે તેમાંથી ફક્ત 16000 કેસ તો મોઢાના કેન્સરના જ હોય છે.

– મોઢાના કેન્સરમાં મોટાભાગના દર્દીઓ 20-35 વર્ષની ઉંમરના હોય એવું જોવા મળ્યું છે.

-ગુજરાતમાં ટાટા ઇન્સ્ટિટ્યુટ એક ફન્ડામેન્ટલ રિસર્ચના ડોક્ટરોનું કહેવું છે કે કેન્સરના દરેક દસ રોગીઓમાંથી નવ રોગીઓ તમાકુ કે ગુટકા ખાનારા હોય છે.

-ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલના સર્વે પ્રમાણે ભારતમાં 12 વર્ષની ઉંમરેથી જ 17 કરોડ પુરુષો અને 8 કરોડ મહિલાઓ તમાકુનું સેવન શરૂ કરી દે છે.

– WHOના સર્વે પ્રમાણે દર વર્ષે 12 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે.

– ભારતમાં દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે. એટલે કે કુલ મૃત્યુના 21 ટકા લોકોના મૃત્યુ માટે તમાકુ જવાબદાર એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે.

તમાકુ: ધીમા ઝેર સમાન દ્રવ્ય

તમાકુનો વ્યસન તરીકે ઉપયોગ કરવાથી શરીરને કોઇ ફાયદો થયો હોય એવું આજ સુધી જાણવામાં આવ્યું નથી. પરંતુ તેનું વ્યસન પડી જાય પછી તેના વિના ચાલતું નથી.તમાકુનું વ્યસન તાત્કાલિકપણે શરીરમાં જાગૃતિ પેદા કરતું હોય એવું લાગે પણ તેની ઝેરી અસર શરીરને અનેક રોગોનું ઘર બનાવી શકે છે.

તમાકુ કે જેને ટોબેકો પણ કહેવામાં આવે છે. આ એક વ્યસન થઇ પડે એવું હાનિકારક દ્રવ્ય છે. એક વખત તમાકુ ખાવાની લત લાગી ગયા પછી એ લત વ્યસનને છોડવા માટે મહા મહેનત કરવી પડે છે પણ પ્રયત્ન કરવાથી તમાકુનું વ્યસન છુટી જાય છે ખરું.

એ માટે તમારો ધૂમ્રપાન છોડવાનો દિવસ નક્કી કરો. નક્કી કરેલા દિવસે ધૂમ્રપાન સદંતર મૂકી દો. એના થોડા દિવસો અગાઉથી સિગારેટની સંખ્યા ઘટાડતા જાઓ. દરેક વખતે માત્ર અડધી જ બીડી કે સિગારેટ પીઓ, બાકીની ફેંકી દો. સિગારેટ કે બીડીના પેકેટને એવી જગ્યાએ મૂકો કે સરળતાથી મળે જ નહીં. સિગારેટને બદલે મોંમાં ચ્યુઇંગમ, ચોકલેટ, સોપારી, ઇલાયચી કે લવિંગ રાખીને મમળાવો. આ રીતે ઘણા દર્દીઓ વ્યસનથી મુક્ત થઇ જતા હોય છે. એટલે કે ‘કાેઇ પણ વસ્તુ નિષ્ફળ નથી જ!’ જો પ્રયત્ન કરવામાં આવે તો કોઇપણ વ્યસનમાંથી મુક્તિ મળી જ જાય છે.

આર્યુવેદિક ડો. પ્રાર્થના મહેતા કહે છે કે, હાલમાં તમાકુ એક જબરા વ્યસનની વસ્તુ થઇ પડી છે. કિશારાવસ્થામાં પ્રવેશેલા છોકરાઓ શોખ ખાતર ગુટકા અને સિગારેટના વ્યસને ચડેલા જોવા મળે છે. તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્ત્વ છે. જેનાથી આંખોનું તેજ ઓછું થઇ જવું, પિત્ત વધવું, નશો ચઢવો, ઊલટી થવી, ચક્કર આવવાં વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. તમાકુને વ્યસન તરીકે નિત્ય ખાવાથી, પીવાથી કે સૂંઘવામાં તેનો ઉપયોગ કરવાથી શરીરને કોઇ ફાયદો થયો હોય એવું આજ સુધી જાણવામાં આવ્યું નથી. પરંતુ તેનું વ્યસન પડી જાય પછી તેના વિના ચાલતું નથી. તમાકુનું વ્યસન તાત્કાલિકપણે શરીરમાં જાગૃતિ પેદા કરતું હોય એવું લાગે પણ તેની ઝેરી અસર શરીરને અનેક રોગોનું ઘર બનાવી શકે છે. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક એવું તમાકુ ક્યારેક કેન્સર પણ નોતરી શકે છે.

આ એક એવું હાનિકારક દ્રવ્ય છે કે જે માત્ર ખાવાથી જ નહીં પણ દાંતે ઘસવાથી, બીડી સિગારેટ કે હુક્કામાં પીવાથી પણ ઝેરી લક્ષણો ઉત્પન્ન થઇ શકે છે. જેને તમાકુની ટેવ ના હોય અને તેને જરા જેટલી પણ જો તમાકુ ખાવામાં આવે તો માથામાં દુખવું, ચક્કર આવવાં જેવી ઝેરી અસર થઇ જાય છે. તમાકુની ઝેરી અસરમાં નાડી જલદી જલદી ચાલવી, ચક્કર આવવાં, ઊલટી થવી, પેટમાં બળતરા થવી, શરીરમાં દુખાવો થવો, શરીર ઢીલું થઇ જવું અને ક્યારેક મૃત્યુ પણ થઇ શકે છે. બહુ તમાકુના વ્યસની લોકોમાં તમાકુની ઝેરી અસરથી મૃત્યુ થવાના દાખલા પણ છે.
આમ આપણા આરોગ્યને હંમેશાં નિરોગી, સ્વસ્થ રાખવું હોય તો તમાકુ જેવાં હાનિકારક દ્રવ્યો, વ્યસનથી મુક્ત રહેવું જોઇએ અને કદાચ તમાકુનું વ્યસન થઇ ગયું હોય તો વ્યસનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

ધૂમ્રપાન અને મૃત્યુ

– ભારતમાં દર વર્ષે આશરે 10 લાખ અને દરરોજ લગભગ 3 હજાર લોકો મૃત્યુ પામે છે.

– દુનિયામાં ધૂમ્રપાન કરનારાની સંખ્યા ખૂન કરતાં 54 ગણી વધુ છે અને આપઘાત કરતાં-30 ગણી વધુ છે.

– સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે પરંતુ એમાં મોટાભાગના દર્દીઓ દવા અને કસરત દ્વારા ડાયાબિટીસ પર કાબૂ મેળવે છે. તેથી ડાયબિટીસના દર્દીઓ કરતા તમાકુનું સેવન કરનારા દર્દીનો મૃત્યુ આંક 18 ગણો વધારે છે. એવી જ રીતે અકસ્માતથી થતાં મૃત્યુ કરતાં પણ ધૂમ્રપાનનું સેવન કરનારાનું પ્રમાણ 12 ઘણી વધારે છે.

– ભારતમાં અત્યારે બે કરોડ તમાકુના વ્યસની છે અને દર વર્ષે 10 લાખ નવાં બાળકો વ્યસન કરતા શીખે છે.

– તમાકુ દર વર્ષે ગરીબોના ખિસ્સામાંથી રૂા. 6000 કરોડ લઇ લે છે.

-ગુજરાતમાં દરરોજ 244 નવાં બાળકો અને ભારતમાં 5400 નવાં બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે.
Á દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે એટલે કે કુલ મૃત્યુના 21 ટકા મૃત્યુ માટે તમાકુ કારણભૂત છે.

– દર વર્ષે આશરે 20 હજાર પગ તમાકુને લીધે કપાવવા પડે છે.

– હૃદયરોગ માટેની બાયપાસ સર્જરી કરાવવા બેથી અઢી લાખ રૂપિયાની જરૂર પડે છે.

– તમાકુને તૈયાર કરવામાં દર વર્ષે 9 કરોડ વૃક્ષો બાળી નાખવામાં આવે છે.

– જો એકીસાથે 60 મિ.ગ્રા. નિકોટીન લેવામાં આવે તો માણસનું મૃત્યુ થઇ શકે છે.

– તમાકુને લીધે ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સહુથી વધારે મોઢાના કેન્સરના દર્દીઓ છે.

તમાકુ અને વાસ્તવિકતા

-ભારતમાં દર વર્ષે આશરે 520 મિલિયન કિ.ગ્રા. તમાકુ પેદા થાય છે. એમાંથી 85 મિલિયન કિ.ગ્રા. તમાકુ નિકાસ થાય છે.

-આશરે 85 મિલિયન કિ.ગ્રા. તમાકુનો ઉપયોગ પૈસાદાર લોકો કરે છે. જ્યારે 350 મિલિ કિ.ગ્રા. જેટલા તમાકુનો ઉપયોગ ગરીબ લોકો કરે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s