દુનિયાના તમામ સુખ હશે તમારા પગ નીચે, આ શક્તિથી શરીરદોષ કરો દૂર!

kundalini

-શરીરમાં સંપૂર્ણ સુખોને મહેસૂસ કરવાની શક્તિ અને જિંદગીભર નિરોગી રહેવાની કળા
-શરીરની આ શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા ચમત્કારીક પરિવર્તન!
-એક્વાર કુંડલીની જાગૃત થાય તો તે સાત ચક્રોને ભેદીને સહસ્ત્રાર સુધી પહોંચે છે. આ પ્રક્રિયા દરમ્યાન તે આપણી આધ્યાત્મિક પ્રગતીના અડચણરુપ ચક્રોમાં રહેલા દોષો દૂર કરે છે અને આપણને વૈશ્વિકચેતના સાથે જોડે છે.

આપણા પ્રાચીન ભારતીય શાસ્ત્રોના અનુસાર કુંડલીની એ મૂળ પ્રાણ તત્વ છે, જે મનુષ્યને જીવન પ્રદાન કરે છે.જ્યારે માતાનાં ગર્ભમાં બાળક ચાર મહિનાનું થાય ત્યારે આ પ્રાણ તત્વ ગર્ભમાં દાખલ થાય છે. તે બાળકનાં માથાંનાં(તાળવા નાં) ભાગમાંથી પ્રવેશ કરે છે. જેને સહસ્ત્રાર ચક્ર કહેવાય છે. કરોડરજ્જુમાં આવેલા સાત ઉર્જાશક્તિનાં મુખ્ય કેન્દ્રો(ચક્રો)નું ભેદન કરી, મધ્યનાડીમાંથી પસાર થઇ કરોડરજ્જુનાં અંતભાગમાં ત્રિકોણાકાર સ્વરુપે સ્થિર થાય છે. શરીરમાં પ્રવેશ કરતા આ શક્તિ બધાંજ ચક્રોને સક્રિય કરે છે. માતાનાં જે ચક્રો સક્રિય હોય , બાળકનાં તે ચક્રો , તે શક્તિ ગ્રહણ કરી સશક્ત બને છે અને જે ચક્રો આ ઉર્જા ને ગ્રહણ નથી કરી શક્તા તે ચક્ર કમજોર, નબળા રહે છે. સમગ્ર બ્રહ્માંડમાં પ્રાણ વ્યાપ્ત છે તે જ બધા ચક્રો અને શરીરને ઊર્જાવાન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રાણ જ આ ગ્રહ ઉપર જીવનનો આધાર છે. ચક્ર દ્વારા પ્રાણ પ્રાપ્ત કરે છે અને તે પ્રાણને શરીરમાં પરિવર્તિત કરાવે છે અને જીવંત રાખે છે.

કેવી રીતે જાગૃત કરવી કુંડલીની-

કુંડલીનીને શક્તિપાઠ અથવા આધ્યાત્મિક વડે ગુરુ અને શિક્ષક દ્વારા જાગૃત કરી શકાય છે, એકવાર જાગૃત થયા બાદ કુંડલીનીનો ઉદ્દભવ કેન્દ્ર નાડીથી થઇને મુલાધાર ચક્ર તરફ જાગૃત થાય છે, જેને સુષ્મ્ના કહેવામાં આવે છે, જે કરોડરજ્જૂની અંદર અને બહાર હોય છે, ત્યાંથી માથા સુધી પહોંચે છે. કુંડલીની વિવિધ લેવલે એટલે કે ચક્ર પર જાગૃત થાય છે. મુલાધાર ચક્ર બાદ સ્વાધિષ્ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર ચક્ર જાગે છે અને રહસ્યમય અનુભવ કરાવે છે. તેમાં પણ જ્યારે તે માથા સુધી એટલે કે સહસ્ત્રાર ચક્ર પાસે પહોંચ ત્યારે અનેરો રહસ્યમય અનુભવ થાય છે.

કુંડલીની જાગૃત થવાના બે પ્રકાર-

કુંડલીની મુખ્ય રીતે બે દ્રષ્ટિકોણથી જાગૃત થાય છે. એક એક્ટિવ મેથડ તેમજ બીજી પેસીવ મેથડ. એક્ટિવ મેથડ શારીરિક વ્યાયામ, એકાગ્રતા કરવાની રીત, શ્વાસોચ્છવાસની ક્રિયા અને ધ્યાન સુધી પહોંચે છે. જે પદ્ધતિ વિવિધ યોગ કરવાથી આવે છે, જેમ કે સહજા યોગ, ક્રિયા યોગ અને કુંડલીની યોગ. જ્યારે કોઇ એક વ્યક્તિમાં આ કુંડલીની શક્તિ જાગૃત થાય છે ત્યારે અન્ય વ્યક્તિને પણ તેનો અનુભવ થાય છે. આ જાગૃતિ કુંડલીની સેન્ટ્રલ ચેનલથી આગળ વધીને મસ્તિસ્ક સુધી એટલે કે સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે. જ્યારે આ કુંડલીની આગળ વધે છે ત્યારે તે ઠંડી અથવા ગરમ હવા હાથની હથેળીઓ પર વહેવા લાગે છે અથવા તો પગના તળિયે આવો અનુભવ થાય છે.

વાંચો મૂળાધાર ચક્રથી લઈને સંહાસ્ત્રાર ચક્ર વિશેની માહિતી અને તેના મંત્રો, તેની અસર અને ફાયદા અને તેને જાગૃત કરવાની વિધિ….

1chakra

મૂળાધાર ચક્રઃ-

આ શરીરનું પહેલુ ચક્ર છે. ગુદ્દા અને લિંગની વચ્ચે ચાર પાંખીયાવાળું આ આધાર ચક્ર છે. 99.9 ટકા લોકોની ચેતના આ ચક્ર ઉપર અટકેલી હોય છે અને તે આ ચક્રમાં રહીને મરી જાય છે. જેના જીવનમાં ભોગ, સંભોગ અને નિદ્રાની પ્રધાનતા છે, તેમની ઊર્જા આ ચક્રની આસપાસ એકત્રિત રહે છે.

મંત્રઃ- “लं”

ચક્રને જાગૃત કરવાની વિધિઃ-

મનુષ્ય ત્યાં સુધી પશુવત છે, જ્યાં સુધી તે આ ચક્રમાં રહીને જીવે છે. એટલા માટે ભોગ, નિદ્રા અને સંભોગ ઉપર સંયમ રાખીને આ ચંક્ર ઉપર લગાતાર ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

તેને જાગૃત કરવાનો નિયમઃ-

યમ અને નિયમનું પાલન કરીને સાક્ષી ભાવમાં રહેવું.

પ્રભાવઃ-

આ ચક્રને જાગૃત કરવાથી વ્યક્તિની અંદર વીરતા, નિર્ભિકતા અને આનંદનો ભાવ જાગૃત થાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વીરતા, નિર્ભીકતા અને જાગરૂકતા હોવી જરૂરી છે.

2chakra

સ્વાધિષ્ઠાન ચક્રઃ-

આ એ જ ચક્ર છે, જે લિંગ મૂળથી ચાર આંગળી ઉપર સ્થિત છે. જેના છ પાંખીયા હોય છે. જો તમારી ઊર્જા આ ચક્ર ઉપર એકત્રિત છે, તો તમારા જીવનમાં આમોદ-પ્રમોદ, મનોરંજન, હરવું-ફરવું અને મોજ-મસ્તી કરવાની પ્રધાનતા રહેશે. આ બધુ કરીને તમારું જીવન ક્યારે વ્યતિત થઈ જશે તેની જાણપણ નહીં થાય અને હાથ પછી ખાલી રહી જશે.

મંત્રઃ- “वं”

કેવી રીતે જાગૃત કરશોઃ-

જીવનમાં મનોરંજન જરૂરી છે, પરંતુ મનોરંજનની આદત નહીં, મનોરંજન પણ વ્યક્તિને ચેતનાની બહોશી તરફ ધકેલે છે. ફિલ્મો સાચી નથી હોતી, પરંતુ તેની સાથે જોડાઈને તમે જે અનુભવ કરો છો તે તમને બેહોશ જીવન જીવવાનું પ્રમાણ છે. નાટક અને મનોરંજન સત્ય નથી હોતા.

અસરઃ-

તેને જાગૃત કરવાથી ક્રૂરતા, ગર્વ, આળશ, પ્રમાદ, અવજ્ઞા, અવિશ્વાસ વગેરે દુર્ગુણોનો નાશ થાય છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે ઉક્ત બધા દુર્ગુણોને સમાપ્ત કરવામાં આવે, ત્યારે જ સિદ્ધિઓ તમારા દ્વારા ખખડાવશે.

3chakra

મણિપુર ચક્રઃ-

રક્ત વર્ણનું આ ચક્ર શરીરની અંદર મણિપુર નામનું ચક્ર ત્રીજુ ચક્ર છે. જે દસ પાંખીયાથી યુક્ત હોય છે. જે વ્યક્તિની ચેતના કે ઊર્જા અહીં એકત્રિત છે. તેને કામ કરવાની ધુન- જેવું રહે છે. એવા લોકોને કર્મયોગી કહે છે. આ લોકો દુનિયાનું દરેક કામ કરતા માટે તૈયાર રહે છે.

મંત્રઃ- “रं”

કેવી રીતે જાગૃત કરવું-

તમારા કાર્યને સકારાત્મક આયામ આવતા માટે આ ચક્ર ઉપર ધ્યાન લગાવવું પડશે. પેટથી શ્વાસ લો.

પ્રભાવઃ-

તેની સક્રિયતાથી તૃષ્ણા, ઈર્ષા, ચુગલી, શરણ, ભય, ઘૃણા, મોહ વગેરે કષાય-કલ્મષ દૂર થઈ જાય છે. આ ચક્ર મૂળ રીતે આત્મશક્તિ પ્રદાન કરે છે. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે આત્મવાન હોવું જરૂરી છે. આત્મવાન બનવા માટે આ અનુભવ કરવો જરૂરી છે કે તમે શરીર નહીં, આત્મા છો. આત્મશક્તિ, આત્મબળ અને આત્મસન્માનની સાથે જીવનનું કોઈપણ લક્ષ્ય દુર્લભ નથી.

4chakra

અનાહત ચક્રઃ-

હૃદય સ્થળમાં આવેલ સ્વર્ણિત વર્ણનું દ્વાદાશ દળ કમળની પંખુડીઓથી યુક્ત બાર સ્વર્ણાક્ષરોથી સુશોભિત ચક્ર જ અનાહત ચક્ર છે. જો તમારી ઊર્જા અનાહતમાં સક્રિય છે, તો તમે એક સર્જનશીલ વ્યક્તિ હશો. દરેક ક્ષણે તમે કંઈક ને કંઈ નવું વિચારો છો. તમે ચિત્રકાર, કવિ, વાર્તાકાર, એન્જિનિયરિંગ વગેરે હોઈ શકો છો.

મંત્રઃ- “यं”

કેવીરીતે જાગૃત કરશોઃ-

હૃદય ઉપર સંયમ કરવા અને ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે. ખાસ કરીને રાતે સૂતા પહેલા આ ચક્ર ઉપર ધ્યાન લગાવવાથી આ અભ્યાસથી જાગૃત થવા લાગે છે અને સુષુમ્ના આ ચક્રને ભેદીને ઉપર ગમન કરવા લાગે છે.

પ્રભાવઃ-

તેને સક્રિય કરવાથી લિપ્સા, કપટ, હિંસા, કુતર્ક, ચિંતા, મોહ, દંભ, અવિવેક અને અહંકાર સમાપ્ત થઈ જાય છે. આ ચક્રને જાગૃત કરવાથી વ્યક્તિની અંદર પ્રેમ અને સંવેદનાનું જાગરણ થાય છે. તેને જાગૃત કરવાથી વ્યક્તિને સમયજ્ઞાન આપમેળે જ પ્રગટ થવા લાગે છે. વ્યક્તિ અત્યંત આત્મવિશ્વસ્ત, સુરક્ષિત, ચારિત્રિક રૂપે જવાબદાર અને ભાવનાત્મક રીતે સંતુલિત વ્યક્તિત્વ બની જાય છે. એવો વ્યક્તિ અત્યંત હિતૈષી તથા વગર કોઈ સ્વાસ્થે માનવતા પ્રેમી તથા સર્વપ્રિય બની જાય છે.

5chakra

વિશુદ્ધ ચક્રઃ-

કંઠમાં સરસ્વતીનું સ્થાન છે, જ્યાં વિશુદ્ધ ચક્ર છે જે કોળ પાખીયાથી યુક્ત હોય છે. સામાન્ય રીતે જો તમારી ઊર્જા આ ચક્રની આસપાસ એકત્રિત હોય તો તમે અતિ શક્તિશાબી બની શકો છો.

મંત્રઃ-“हं”

કેવી રીતે જાગૃત કરવું-

કંઠમાં સંયમ કરવા અને ધ્યાન લગાવવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

પ્રભાવઃ-

તેને જાગૃત કરવાથી કોળ કલાઓ અને સોળ વિભૂતિઓનું જ્ઞાન થઈ જાય છે. તેને જાગૃત કરવાથી જ્યાં ભૂખ અને તરસને રોકી શકાય છે તો મોસમની અસરને પણ અટકાવી શકાય છે.

6chakra

આજ્ઞાચક્રઃ-

ભૂમધ્ય(બંને આંખોની વચ્ચે ભૃકુટી)માં આજ્ઞાચક્ર છે. સમાન્ય રીતે જે વ્યક્તિની ઊર્જા અહીં વધુ સક્રિય હોય છે તે એવો વ્યક્તિ બૌદ્ધિક રીતે સંપન્ન, સંવેદનશીલ અને તેજ મગજનો બની જાય છે. પરંતુ તે બધુ જ જાણવા છતાં મૌન બની રહે છે. બૌદ્ધિક સિદ્ધં કહે છે.

મંત્રઃ- “ऊं”

કેવી રીતે જાગૃત કરી શકાય-

ભૃકુટીની મધ્યમાં ધ્યાન લગાવવાથી સાક્ષી ભાવમાં રહેવાથી આ ચક્ર જાગૃત થવા લાગે છે.

અસરઃ-

અહીં અપાર શક્તિઓ અને સિદ્ધિઓ નિવાસ કરે છે. આ આજ્ઞાચક્રને જાગૃત કરવાથી આ બધી શક્તિઓ પણ જાગૃત થઈ જાય છે અને વ્યક્તિ એક સિદ્ધપુરુષ બની જાય છે.

7chakra

સંહસ્ત્રાર ચક્રઃ-

સહસ્ત્રારની સ્થિતિ મસ્તિષ્કના મધ્યમ ભાગમાં અર્થાત્ જ્યાં ચોટલી રાખીએ છીએ ત્યાં હોય છે. જો વ્યક્તિ યમ, નિયમનું પાલન કરીને અહીં સુધી પહોંચી ગયું હોય તે આનંદમય શરીરમાં સ્થિત થઈ ગયું છે. એવી વ્યક્તિ સંસાર, સંન્યાસ અને સિદ્ધિઓ સાથે કોઈ મતલભ નથી રહેતો.
કેવી રીતે જાગૃત કરી શકાય.
મૂળાધારથી સહસ્ત્રાચાર સુધી પહોંચી શકાય છે. લગાતાર ધ્યાન કરવાથી આ ચક્ર જાગૃત થઈ જાય છે અને વ્યક્તિ પરમહંસનું પદને પ્રાપ્ત કરી લે છે.

અસરઃ-

શરીરની સંરચનામાં આ સ્થાન ઉપર અનેક મહત્વપૂર્ણ વિદ્યુતીય અને જૈવિય વિદ્યુતનો સંગ્રહ છે. આ જ મોક્ષનું દ્વાર છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s