મોટી ઉંમરે થતાં ડાયાબિટીસથી બચવા, અપનાવો આ જીવનશૈલી+5 ઉપાય

diabetes8

આપણાં દેશમાં પુખ્તવયે થતો (ટાઇપ-૨) ડાયાબિટીસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. જેમ જેમ શહેરીકરણ વધતું જાય છે અને જેમ જેમ શારીરિક શ્રમ ઘટતો જાય છે, તેમ તેમ ડાયાબિટીસનું પ્રમાણ વધે છે. બેઠાડું જીવન, વધુ વજન તથા મોટી ફાંદ ડાયાબિટીસના નિમંત્રક છે. મોટે ભાગે હસવામાં જે મુદ્દાઓ લોકો ઉડાડી દે છે, તે વધુ વજન અને મોટી ફાંદ જ હસવામાંથી ખસવું કરી નાંખે છે અને વ્યક્તિને ડાયાબિટીસનો શિકાર બનાવી દે છે. ઘી-તેલ-માખણ-મલાઇ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેથી તે વ્યક્તિ ડાયાબિટીસની ઝપટમાં આવી જાય છે. જેથી આજે અમે તમને પુખ્ત વયે થતા ડાયાબિટીસના રોગથી કઈ રીતે બચી શકાય તે વિશે બતાવીશું.

વાંચો પુખ્ત વયે ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું જોઈએ…..

કેટલાંક લોકોના મનમાં એવી ખોટી માન્યતા ઘર કરી ગઇ હોય છે કે ડાયાબિટીસની બીમારી તો વધુ ગળપણ ખાનાર ને જ થાય! હકીકતમાં ડાયાબિટીસની બીમારી નોંતરવામાં ગળપણ કરતાં વધુ ખતરનાક ભૂમિકા ચરબીની હોય છે. ચરબી એટલે કે ઘી-તેલ-માખણ-મલાઇ-માંસાહાર-ચીઝ વગેરેમાંથી બીજા કોઇ પણ ખોરાક કરતાં બમણાંથી પણ વધારે કેલરી મળે છે. જ્યારે શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરી શરીરમાં જાય ત્યારે વધારાની કેલરી શરીરની અંદર ચરબીના સ્વરૂપે શરીરમાં જમા થાય છે. જેમ જેમ પેટની આસપાસ ચરબી જમા થયા કરે તેમ તેમ પેટનો ઘેરાવો વધતો જાય છે.

પેટના અવયવોની આસપાસ ભેગી થયેલી ચરબી ઇન્સ્યુલીન નામના, ગ્લુકોઝ (શુગર)નું શરીરમાં નિયંત્રણ કરતાં, અંત:સ્ત્રાવની અસર ઘટાડી નાંખે છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું હોવા છતાં પેટની આસપાસ જમાં થયેલી ચરબીએ ઇન્સ્યુલિનને સારી રીતે કામ કરવા નથી દેતી જેને પરિણામે પુખ્ત વયે ડાયાબિટીસની બીમારી ઉદભવે છે.

મોટા ભાગના શહેરના યુવાનો જ્યાં સુધી શાળા-કોલેજમાં હોય ત્યાં સુધી શારીરિક રીતે વધુ સક્રિય હોય છે. પરંતુ પચ્ચીસેક વર્ષની આસપાસથી એમની શારીરિક સક્રિયતા ઘટતી જાય છે અને પેટનો ઘેરાવો વધતો જાય છે. ત્રીસ-પાંત્રીસ વર્ષે શરીરની બેડોળતા સ્વરૂપે ફાંદ દેખાવા માંડે છે. શરીરનું વજન ભલે બહું વધુ ન હોય પણ ફાંદ દેખાવા લાગે એટલે કે પેટનો ઘેરાવો વધવા લાગે એટલે ડાયાબિટીસનું જોખમ પણ વધતું જાય છે.

કસરતનો અભાવ અને ખોરાકમાં વધુને વધુ ચરબી ઘરાવતાં ફરસાણ, ફાસ્ટ ફૂડ કે અન્ય ફેશનેબલ ચરબીયુક્ત ખોરાક લેવાથી ચાલીસેક વર્ષની આસપાસ ડાયાબિટીસની બીમારી લાગુ પડી જાય છે. કેટલાંય શહેરી બાળકો પણ યોગ્ય માવજતને અભાવે એકદમ સ્થૂળ અને જાડા થઇ જાય છે. પૂરતી શારીરિક રમત કે કસરતનો અભાવ અને ખોરાકની બેકાળજી નાનપણમાં જ બાળકના શરીરને રોગીષ્ઠ બનાવી દે છે.

ડાયાબિટીસ અટકાવવા માટેના અગત્યના પગલાં

જો નાનપણથી સ્વાસ્થ્ય માટે યોગ્ય કાળજી લેવામાં આવે તો ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે. ડાયાબિટીસ અટકાવવા માટે નીચે જણાવેલ સાદા પરંતુ ખુબ જ અગત્યના પગલાં લેવા જોઇએ.

1. કુટુંબમાં ડાયાબિટીસનો ઇતિહાસ

જે વ્યક્તિના મા-બાપ, દાદા-દાદી, કાકા-ફૂઈ, માસી કે મામાને ડાયાબિટીસની બીમારી હોય તેમને ડાયાબિટીસ થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધુ હોય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના કુટુંબમાં કોને કોને ડાયાબિટીસ છે; એ દરેકને કંઇ ઉંમરે લાગુ પડ્યો હતો અને એમાંથી કોણ વધુ વજન કે મોટુ પેટ ધરાવે છે તે જાણી લેવી જરૂરી છે. જો કુટુંબમાં ઘણાં લોકોને ડાયાબિટીસ હોય તો એ વ્યક્તિએ વિશેષ કાળજી રાખવી જોઇએ. યોગ્ય કાળજીથી કુટુંબમાં ડાયાબિટીસની બીમારી હોવા છતાં ૮૮% જેટલાં કિસ્સાઓમાં ડાયાબિટીસને ચોક્કસપણે અટકાવી શકાય છે.

2. આદર્શ વજન જાળવી રાખો

જરૂર કરતાં વધારે ચરબી શરીરમાં જમા થાય ત્યારે વ્યક્તિનું વજન વધે છે. આદર્શ વજન કરતાં જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે. વ્યક્તિનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ તે એની ઊંચાઇના આધારે નક્કી થાય છે. ભારતીય પુરૂષોમાં વ્યક્તિનું આદર્શ વજન =(૨૧) ગુણ્યા (મીટરમાં માપેલ ઊંચાઇનો વર્ગ). એટલે કે પાંચ ફૂટ (=૧.૫ મીટર) ઊંચાઇ ધરાવતાં વ્યક્તિનું આદર્શ વજન = (૨૧) ગુણ્યા (૧.૫) ગુણ્યા (૧.૫) એટલેકે ૪૭.૨૫ કિલોગ્રામ! આ વિષયની વધુ માહિતિ જીવનશૈલી સંપૂટની ‘મેદવૃદ્ધિ’ નામની પુસ્તિકામાં મળી શકશે. જેમનું વજન વધારે હોય છે તેઓ જો માત્ર પોતાના કુલ વજનમાંથી પાંચથી દશ ટકા જેટલું વજન ઘટાડી શકે તો ડાયાબિટીસ થવાની શક્યતા ૫૮ ટકા જેટલી ઘટી શકે છે. બીજા શબ્દોમાં સીત્તેર કિલો વજન ધરાવનાર જાડી વ્યક્તિ પોતાના વજનમાં ચારથી સાત કિલો જેટલો ઘટાડો છ મહિનાના ગાળામાં કરી શકે અને પછી એટલું વજન જાળવી રાખે તો ડાયાબિટીસ થવાની શક્યતા અડધી થઇ જશે.

3. શારીરિક સક્રિયતા

શારીરિક સક્રિયતા વધારવાથી પણ ડાયાબિટીસને અટકાવવામાં મદદ મળે છે. રોજની ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ઝડપથી ચાલવાની કે અન્ય કસરત કરવાથી ડાયાબિટીસને થતો જ અટકાવી શકાય છે. વજન ઘટાડવા માટે પણ વધુને વધુ શારીરિક સક્રિયતા ઉપયોગી થાય છે. ચાલવાની કસરત કરવા ઉપરાંત દિવસભર જ્યાં મોકો મળે ત્યાં શરીરને હલન ચલન આપતાં રહેવું ઉપયોગી થાય છે.

4. સપ્રમાણ પેટ

તમારા શરીરમાં પેટના ભાગે જમા થયેલી ચરબી તમને અનેક બીમારી આપે છે. સાદી માપપટ્ટીની મદદથી તમે તમારા પેટનો ઘેરાવો જાતે જ માપી શકો છો. ભારતીય લોકોમાં પેટનો ઘેરાવો ૮૦ કે ૮૫ સે.મી.થી ઓછો હોય તો ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા ખુબ ઓછી રહે છે. આ અંગે વધુ સંશોધન ચાલુ છે અને ભારતીય પુરૂષ અને સ્ત્રીના પેટના આદર્શ ઘેરાવાના ચોક્કસ માપ થોડા સમયમાં નક્કી થઇ શકશે.

5. નિયમિત તબીબી તપાસ

૩૫ થી ૪૫ વર્ષની વયના લોકોએ ડાયાબિટીસ ને થતો જ અટકાવવા માટે નિયમીત દાકતરી તપાસ કરાવતા રહેવું જોઇએ. ડોકટરની સલાહ મુજબ ભૂખ્યા પેટે અને જમીને (અથવા ગ્લૂકોઝ પીને) બે કલાકે લોહી પેશાબમાં શુગરનું પ્રમાણ મપાવતા રહેવું જોઇએ. જેમનું વજન કે પેટનો ઘેરાવો વધારે હોય એમણે તો ખાસ આ પ્રમાણે તપાસ કરાવતા રહી જરાપણ વધારે શુગર આવે તો તરતજ ખોરાક ની પરેજી અને કસરતનો અમલ શરૂ કરી દઇ ડાયાબિટીસ થતા પહેલાં જ એને કાયમી જાકારો આપી દેવો જોઇએં
ડાયાબિટીસ નોતરી શકે એવા પરિબળો ને પહેલેથી ઓળખી યોગ્ય જીવનપધ્ધતી અપનાવી ડાયાબિટીસ ને થતો જ અટકાવી શકાય છે, માત્ર આ માટે જરૂર છે – જાગૃતિ અને દ્દઢ નિષ્ચયની.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s