આ 7 યોગાસન બનાવશે તમારી સેક્સલાઇફને વધુ રોમાંચક, મળશે અનેક લાભ

yogasan1

યોગનો લાભ સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ ઉઠાવી શકે છે. જો તમે તમારા પાર્ટનર સાથે તમારી સેક્સલાઇફને વધુ રોમાંચક બનાવવા ઇચ્છતા હોવ તો તમે પણ યોગનો સહારો લઈ શકો છો. તેની મદદથી તમે તમારી નિરસ જિંદગીમાં રંગ ભરી શકો છો. જોકે, બધી જ યોગ મુદ્રાઓનો અલગ ફાયદો છે, પરંતુ સંભોગમાં સુધારો લાવવા માટે યોગ પ્રશિક્ષક આ ૭ મુદ્રાઓની સલાહ આપે છે. આ મુદ્રાઓ કઈ છે તેના વિશે જાણીએ…

1. ઉપવિષ્ટ કોણાસન

આ મુદ્રા કમરને લચકદાર બનાવી નસો ખોલે છે. આ આસન કરવા માટે જમીન ઉપર સીધા બેસી જાવ અને પગને આગળની બાજુ રાખી જેટલું થઈ શકે બહારની તરફ ફેલાવો. હવે જાંઘોને ટાઇટ કરી શ્વાસ લેવા તથા છોડવાની પ્રક્રિયા શરૂ કરો. તમે ઇચ્છો તો આ મુદ્રામાં સીધા બેસી શકો છો અથવા આગળની તરફ ઝૂકી માથું જમીનને અડાડવાની કોશિશ કરો.’

2. વિપરીત કરની આસન

આ મુદ્રા યોનિમાર્ગના રક્ત પરિભ્રમણને વધારે છે. તેના માટે જમીન ઉપર સીધા સૂઈ જાવ તથા પગને ઉપરની તરફ ઊંચા કરો. આ મુદ્રામાં પગને સીધા રાખવા માટે તમે દીવાલનો સહારો લઈ શકો છો. આ મુદ્રામાં પગથી લોહી કમરની તરફ વધવા લાગે છે.

3. બાલાસન

સૌથી પહેલાં ઘૂંટણના બળે બેસી જાવ તથા હાથને આગળ વધારતા માથાથી જમીનને અડો. આ મુદ્રામાં તમે હાથને આગળની તરફ અથવા પાછળ પગની તરફ રાખી શકો છો. આ મુદ્રા તમારા મન અને શરીરને શાંત રાખવામાં મદદ કરે છે. આ યોગ તમને તણાવમુક્ત કરી તમારી સેક્સલાઇફ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

4. સેતુબંધાસન

આ આસન યોનિમાર્ગની માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા કામોત્તેજનાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ આસન કરવા માટે જમીનમાં પીઠના બળે સૂઈ જાવ. તમારા ઘૂંટણને વાળો તથા પોતાની કમરને ધીમે-ધીમે ઉપરની તરફ ઊંચી કરો. આ સ્થિતિમાં ૩૦ સેકંડથી ૧ મિનિટ સુધી રહો. પછી કમરને ધીમે-ધીમે જમીન ઉપર લાવો તથા પગને સીધા કરો.

5. પદ્માસન અથવા કમલાસન

આ મુદ્રાને કરવા માટે જમીન ઉપર આરામથી બેસી જાવ, પછી તમારા હાથેથી તમારા ડાબા પગને તમારી જમણી જાંઘ ઉપર તથા જમણા પગને ડાબી જાંઘ ઉપર મૂકો. આ મુદ્રા કરતી વખતે તમને તમારી જાંઘોમાં ખેંચાણ મહેસૂસ થશે. આ રીતે આ મુદ્રા તમારા હિપ્સ તથા જાંઘોની માંસપેશીઓને લચકદાર બનાવે છે.

6. હલાસન

આ મુદ્રા મસ્તિષ્કમાં રક્તપ્રવાહને વધારે છે. આ મુદ્રાને કરવાથી વ્યક્તિમાં સતર્કતા તથા ઉત્તેજના વધે છે. આ મુદ્રા તમારી કમરને લચકદાર તથા મજબૂત બનાવે છે. આ આસન કરવા માટે જમીન ઉપર સીધા સૂઈ જાવ અને પગને ઉપરની તરફ લાવતા માથાની પાછળ લઈ જાવ. તમે ઇચ્છો તો હાથને કમર પર અથવા જમીન ઉપર ટકાવી શકો છો.

7. ગરુડાસન

આ મુદ્રા ગર્ભાશયમાં પરિભ્રમણને વધારે છે. આ મુદ્રાને કરવા માટે જમીન ઉપર સીધા ઊભા રહી જાવ અને પછી તમારા એક પગથી બીજા પગને વીંટો. આ જ રીતે તમારા હાથને પણ વીંટો તથા આ મુદ્રામાં જ થોડી સેકંડ માટે રહો. આ મુદ્રા બહુ જ આકર્ષક છે તથા આ મુદ્રા સમાગમને વધુ સુખદ બનાવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s