આખી જિંદગી રોગોથી બચવું હોય તો તમારી જન્મતારીખ જોઈ કરો આ ઉપાય!

date1

દરેક વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહેવા માગતી હોય છે પરંતુ રહન-સહન અને આધુનિક ખાણીપીણીને લીધે આજનો વ્યક્તિ ક્યારેય સંપૂર્ણપણ સ્વસ્થ રહી શકતો નથી. વ્યક્તિનું સ્વાસ્થ્ય જ તેની મહત્ત્વપૂર્ણ ધરોહર છે. વ્યક્તિ સ્વસ્થ હશે તો એવી આશા રાખી શકે છે કે આગળ જતા તે કંઇક કરી બતાવશે, પરંતુ જો બીમાર અને રોગગ્રસ્ત રહેશે તો કશું જ કરી શકશે નહીં. આથી જ કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. સ્વાસ્થ્ય સારું તો બધું જ સારું. આપણા નિરોગી રહેવામાં આપણો મૂળાંક પણ સાથ આપે છે. મૂળાંક આપણને આપણા સ્વાસ્થ્યનો નિર્દેશ આપે છે.

સૌ પ્રથમ તમને એ વાતની જાણકારી હોવી જોઈએ કે તમારો જન્મ-દિનાંક શું છે. તેને જ તમે મૂળ અંકમાં પરિવર્તિત કરો અને પછી જાણો કે તમને કયા કયા રોગ થઈ શકે છે અને તમારે તેમાંથી કઇ રીતે બચવું જોઇએ. તમારા મૂળ અંકમાં એ બધી જ યોગ્યતાઓ, પ્રભાવ અને સ્વભાવ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે અસ્વસ્થ હોવા છતાં પણ તમારો બચાવ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારો જન્મ 27 ઓક્ટોબરે થયો હોય તો 2 +7 = 9, તમારો મૂળ અંક થયો 9. આમ તમારા મૂળ અંકને અનુરુપ તમે સ્વયંના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો અને સમયસર ઉપચાર પણ કરી શકો છો. તો આવો જાણીએ કે તમારા મૂળાંક અનુરુપ કયું રત્ન પહેરવું જોઇએ. કઇ ધાતુ અને રંગ તમને અનુકૂળ આવશે. તે તમારે જાણી લેવું જોઈએ.

અંક- 1થી લઈને અંક9 સુધીના લોકો માટે રોગોથી બચવા માટે કંઈ વસ્તુ ધારણ કરવી જોઈએ અને કયા રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ…

મૂળાંક-૧

જે વ્યક્તિઓનો મૂળ અંક ૧ હોય છે તેઓ હૃદયરોગથી પીડિત રહે છે. હૃદયરોગ મોટેભાગે મૂત્રરોગ વગેરે સંબંધિત રોગોથી ઉત્પન્ન થાય છે. આધુનિક હૃદયરોગ ચિકિત્સામાં રોગગ્રસ્ત વ્યક્તિને આરામ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. પરંતુ આ રોગ મોટેભાગે એવી વ્યક્તિઓને જ થાય છે જેમણે શરૃઆતથી જ કામ કર્યું હોય અને અનેક કારણોસર પોતાના શરીરને સ્થૂળ બનાવી દીધું હોય.

અનુકૂળ રત્ન તથા ધાતુ

માણેક તમારું મુખ્ય રત્ન છે. તેને અંગ્રેજીમાં રુબી કહે છે. ધાતુમાં તમે સ્વર્ણ સોનું નો ઉપયોગ કરો. વીંટી વગેરે બધું સ્વર્ણમાં બનાવીને જ પહેરો. સોનાની વીંટીમાં રત્નને એ રીતે જડાવો કે તે આંગળીની ત્વચાને સ્પર્શતું રહે.

અનુકૂળ રંગ

આ અંકવાળા લોકો માટે અનુકૂળ રંગ સોનેરી પીળો છે. તમે ઘરની દીવાલો અને વસ્ત્રોમાં રૂમાલ વગેરે હંમેશા તે જ રંગનો રાખો.

મૂળાંક – ૨

જે લોકોનો મૂળાંક બે હોય છે, તેઓ પેટના રોગથી પીડાતા હોય છે. તેમને અપચો, ગેસ, આફરો, એસિડિટી વગેરેની ફરિયાદ હોય છે. આ મૂળાંકવાળા લોકોએ તેમને ભલે કોઇ બીમારી ન હોય, પરંતુ ભોજન પર નિયંત્રણ રાખવું જોઇએ. નિયમિત ભોજન કરો અને ભૂખ હોય તેના કરતાં ઓછું ભોજન કરો.

રત્ન અને ઘાતુ

તમારા માટે સૌથી વધારે અનુકૂળ રત્ન મોતી છે તથા ચાંદી મુખ્ય ધાતું છે. તેમાં તમે મોતી જડાવીને પહેરો. મહિલાઓ નાકની ચૂનીમાં મોતી જડાવીને પહેરે તો લાભ થાય છે.

અનુકૂળ રંગ

તમારા માટે આછો લીલો રંગ યોગ્ય છે. શક્ય હોય તો આ રંગનો રૃમાલ હંમેશા સાથે રાખો. ઘરના પડદા, કુશન, ચાદર વગેરે પણ લીલા રંગના રાખી શકો છો. ઘરમાં લીલા છોડ પણ વાવી શકો છો.

મૂળાંક – ૩

જે વ્યક્તિનો મૂળાંક ત્રણ હોય તેમને હાડકાંનો દુખાવો રહેતો હોય છે અને કમજોરી રહ્યા કરે છે. તેઓનું સ્નાયુતંત્ર નિર્બળ થઈ જાય છે.

રત્ન અને ધાતુ

રત્નોમાં તેમના માટે પોખરાજ શ્રેષ્ઠ રત્ન છે. સોનામાં આ રત્ન જડાવીને તર્જની આંગળીમાં ધારણ કરવાથી લાભ થાય છે.

મૂળાંક – ૪

જેનો મૂળાંક ચાર હોય છે તેઓ રક્ત લોહી ની બીમારીથી પીડાતા હોય છે. લોહીની ઊણપને કારણે અનેક રોગો ઘર કરી જાય છે. આવા વ્યક્તિઓએ લોહતત્ત્વથી યુક્ત ભોજન કરવું જોઇએ.

રત્ન અને ધાતુ

તમારું સૌભાગ્યવર્ધક રત્ન નીલમ છે. જ્યારે નીલમ અનુકૂળ થશે ત્યારે તમને ધન – ધાન્યની કોઈ કમી રહેશે નહી. તમને નીલમ અનુકૂળ ન આવે તો ગોમેદ પણ પહેરી શકો છો. નીલમ અથવા ગોમેદને પંચધાતુની વીંટીમાં મધ્યમા આંગણીમાં ધારણ કરવી જોઇએ.

અનુકૂળ રંગ

ચમકદાર નીલો રંગ તમારા માટે અનુકૂળ છે. તમે આ રંગના ટાઇ કે રૃમાલ રાખી શકો છો.

મૂળાંક – ૫

જે વ્યક્તિઓનો મૂળાંક પાંચ હોય તે વ્યક્તિઓ શરદી, ઉધરસ, ફ્લૂથી પીડાતા હોય છે.

રત્ન અને ધાતુ

આ અંકવાળી વ્યક્તિઓ માટે પન્નાનું નંગ ઉત્તમ છે. આનાથી તેઓને લાભ થાય છે. ધાતુમાં સ્વર્ણ ઉત્તમ છે. સોનાની વીંટીમાં પન્નાને જડાવીને આંગળીમાં ધારણ કરવું જોઇએ.

અનુકૂળ રંગ

આ અંકવાળા વ્યક્તિઓ માટે લાલ રંગ ખૂબ જ અનુકૂળ અને સૌભાગ્યવર્ધક છે. ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને આ રંગના છોડવા પણ વાવવા જોઇએ.

મૂળાંક – ૬

જે લોકોનો મૂળાંક છ હોય છે, તેઓ મોટાભાગે ફેફસાંની બીમારીથી પીડાતા હોય છે. મૂળે આ અંક કામવાસના પ્રધાન છે. આથી તેને સંબંધિત રોગ થવાની શક્યતા પણ વધારે રહેલી છે.

રત્ન અને ધાતુ

આ અંકવાળી વ્યક્તિનું રત્ન હીરો અને ધાતુ પ્લેટિનમ છે. આમ પણ હીરો હંમેશા ચાંદી અને પ્લેટિનમમાં ધારણ કરવો જોઇએ. તમે બંનેમાંથી ગમે તેમાં ધારણ કરી શકો છો.

અનુકૂળ રંગ

આ અંકવાળા વ્યક્તિઓ માટે બધા જ પ્રકારના આછા નીલા રંગ અનુકૂળ હોય છે. ગુલાબી રંગ પણ સારો છે.

મૂળાંક – ૭

જે વ્યક્તિઓનો મૂળાંક સાત હોય છે તેમને ચર્મરોગ થવાની શક્યતા વધારે હોય છે. ખરજવું અને દાદર થવાની સંભાવના પણ વધારે રહે છે.

રત્ન અને ધાતુ

સાત અંકવાળા લોકો માટે લસણિયું રત્ન ધારણ કરવું જોઇએ. તેનાથી તમારા સૌભાગ્યનાં દ્વાર ખૂલી જશે. તમારી ધાતુ સ્વર્ણ છે. સુવર્ણની વીંટીમાં લસણિયું જડાવીને ધારણ કરવું જોઇએ.

અનુકૂળ રંગ

આ અંકવાળા વ્યક્તિઓ માટે સફેદ, આછો લીલો અને આછો પીળો રંગ અનુકૂળ અને શુભ છે.

મૂળાંક – ૮

જે વ્યક્તિઓનો મૂળાંક આઠ હોય છે તેમનું લીવર નબળું થવાને કારણે અન્ય બીમારીઓ ઘર કરી લે છે. શક્ય હોય ત્યાં સુધી વ્યસનથી દૂર રહેવું જોઈએ.

રત્ન અને ધાતુ

તમારું રત્ન નીલમ છે. તેને ધારણ કરો, તે અનુકૂળતા લાવવામાં તમને મદદ કરશે. ધાતુ લોખંડ છે. તમે લોખંડ ધાતુની વીંટીમાં નીલમ જડાવીને પહેરો.

અનુકૂળ રંગ

કાળો રંગ અનુકૂળ છે. તમે કાળા રંગનું પેન્ટ અથવા ટાઇ પહેરી શકો છો. ઘરની સાજ સજાવટની વસ્તુની ધાર બોર્ડર કાળા રંગની હોય તેવી રાખી શકો છો.

મૂળાંક – ૯

આ અંકના લોકો ચર્મ રોગ, શરદી વગેરે રોગથી પીડાતા હોય છે. આ રોગોથી તેમણે બચવું જોઇએ.

રત્ન અને ધાતુ-

જે વ્યક્તિઓનો મૂળાંક નવ છે તેમનું ભાગ્યશાળી રત્ન પરવાળું છે. આથી પરવાળું ધારણ કરવું જોઈએ. ધાતુમાં તાંબું ઉત્તમ છે. પરવાળાંને સોના અથવા તાંબાની વીંટીમાં જડાવીને ધારણ કરવું જોઈએ.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જિંદગીભર શારીરિક રોગોથી બચવા, જન્મતારીખ પ્રમાણે પહેરી રાખો આ વસ્તુ..!!

રાશી મુજબ જાણો યુવતીઓ નો પ્રેમ પ્રત્યેનો અભિગમ. રાશિ મુજબ પસંદ કરો તમારી ગર્લફ્રેન્ડ

જાણો…અંકશાસ્ત્ર પ્રમાણે તમે કેટલાં રોમેન્ટિક છો?કેવો રહેશે તમારો પ્રેમ સંબંધ!
શું તમે તમારા પાર્ટનરની પ્રિય આઇસ્ક્રીમ ફ્લેવરને જાણો છો તો જાણો તેમની પર્સનાલિટી અને સ્વભાવને પણ.

જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
સ્ત્રીઓને કામુક બનાવી દે છે આ મહિનો, જાણો શુ કહે છે તમારો BIRTH MONTH?

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s