મનોબળનો વિજય કે પ્રાર્થનાની અસર? [કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ]

pray

અહીં જે વાત આપી છે તે વાંચીને કેટલાંક વાચકોને થશે કે એ વાત માણસના મનોબળના વિજયની વાત છે, તો બીજાં કેટલાંકને થશે કે એ પ્રાર્થનાના વિજયની વાત છે, પરંતુ એક વાત સ્પષ્ટ છેઃ અહીં જે પ્રાર્થનાનો ઉલ્લેખ છે તે સાચા હૃદયની પ્રાર્થનાની વાત છે. કટોકટીના સમયે માણસના હૃદયમાંથી નીકળતી આરજૂની વાત છે. આ વાત વાંચીને કેટલાકને પોતાના પુત્ર હુમાયુની અસાધ્ય બીમારી વખતે એની પાસે બાબરે કરેલ પ્રાર્થનાની વાત કદાચ યાદ આવી જશે.

હવે આ વાત વાંચોઃ

એક છોકરો શાળાએથી પોતાના ઘેર આવતો હતો ત્યારે દોડતાં દોડતાં પડી ગયો. એનો ડાબો ઘૂંટણ છોલાઈ ગયો. છોકરાંઓ તો દોડે અને પગે ઘૂંટણ છોલાઈ જવાનું તો સામાન્ય ગણાય, પણ રાત્રે એને ઘૂંટણ દુખવા લાગ્યો. પ્રાર્થનાનો સમય થયો. છોકરો તેર વર્ષનો હતો અને જરાય ઢીલો-પોચો નહોતો. સરહદ ઉપર વસનાર ખડતલ આદમીનો દીકરો હતો. પોતાના દુખાવાની ખબર ઘરમાં કોઈને ન પડે એ રીતે સૌની સાથે એણે પ્રાર્થના કરી અને પછી સૂઈ ગયો.

બીજા દિવસે ઘૂંટણ વધુ દુખવા લાગ્યો, પણ એણે કોઈને વાત ન કરી. એને બીજા પાંચ ભાઈઓ હતા. સવારે છ વાગ્યે ઊઠીને શાળાએ જવાના સમય સુધી બધાંને વાડી ખેતરનું કામ કરવું પડતું. સાજા-સારા હોય એવા કોઈને એમાંથી છુટ્ટી મળી શકતી નહોતી. કુટંુબની શિસ્ત બહુ કડક હતી. છોકરો મક્કમ મનોબળ ધરાવતો હતો. બે દિવસ સુધી એણે પોતાના દુખતા પગની વાત કોઈને ન કરી. રવિવાર આવ્યો. એ દિવસે એના માટે ઊભા થવાનું પણ મુશ્કેલ બની ગયું. રવિવારે માતા-પિતા પ્રાર્થના માટે દેવળમાં જતાં અને મોડેથી આવતાં. તે દિવસે ઘરનું કામકાજ અને રસોઈ વગેરે પણ છોકરાઓ કરતા.

જમવાનો સમય થયો ત્યાં સુધીમાં તો એના પગની હાલત બૂરી થઈ ગઈ. પગ એટલો સૂજી ગયો કે બૂટને કાપીને કાઢવા પડયા. પગ આંગળીઓથી માંડીને છેક સાથળ સુધી સૂજી ગયો હતો. છોકરાનો એક ભાઈ જલદી જલદી ડોક્ટરને બોલાવવા ગયો.

છોકરાની માતા બહુ મક્કમ મનની હતી. સૂજી ગયેલા પગને એણે ધોયો અને પાટો બાંધ્યો. છોકરાના કપાળ પર પરસેવો વળી ગયો હતો એ એણે લૂછયો. છ સંતાનોને એણે એકલે હાથે મોટાં કર્યાં હતાં. તાવમાં, અકસ્માતોમાં, નાના-મોટા રોગોમાં જરાય ગભરાયા વિના એણે છોકરાઓની સારવાર કરી હતી. માથે જ્યારે મુસીબત આવી પડતી ત્યારે એ વધુ ઠરેલ અને મક્કમ મનની બની જતી હતી.

ડોક્ટર કોંકલીન આવી પહોંચ્યા. છોકરાનો પગ એમણે તપાસ્યો, “મને લાગે છે કે, આ તો જશે જ.”

છોકરો પથારીમાં બેઠો થઈ ગયો.

પાકટ વયના ડોક્ટરે થોડી વાર છોકરા સામે જોયું અને ધીમેથી કહ્યું, “જો બેટા, પાક અને સોજો વધશે તો કદાચ પગ કાપી નાખવો પડશે.”

“ના” છોકરાએ જોરથી માથું ધુણાવ્યું. “પગ હું કપાવા નહીં દઉં. ભલે મરી જવું પડે.”

“જોઈએ.” ડોક્ટરે કહ્યું, “પણ જેટલું મોડું થશે એટલો પગનો વધુ ભાગ કાપવો પડશે.”

“મારે પગ કપાવવો જ નથી.” છોકરાએ જીદથી કહ્યું.

ડોક્ટરે માથું ધુણાવ્યું અને ઊઠીને બહાર ગયા. જતી વખતે છોકરાની માને બહાર આવવાનો ઇશારો કરતા ગયા.

બહારના ભાગમાં જઈને ડોક્ટરે માતા-પિતા બંનેને કહ્યું કે છોકરાની હાજરીમાં એમણે વધુ વાત કરી નહોતી, પણ પગ એવી રીતે સડી ગયો હતો કે બને એટલો જલદી કાપી નાખવાનું જરૂરી હતું. જેટલંુ મોડું થાય એટલું ગેરલાભમાં હતું.

એમની વાતચીત ચાલતી હતી ત્યારે અંદરથી બૂમ આવી. “એડ, અહીં આવ તો.”

છોકરાનો મોટો ભાઈ એડગર અંદર ગયો. “જો ભાઈ, આ પીડાને લીધે કદાચ હું બેભાન થઈ જાઉં તો તું ધ્યાન રાખજે, કોઈને મારો પગ કાપવા ન દઈશ. મને વચન આપ.”

થોડી વાર પછી એડગર બહાર આવ્યો અને રસોડામાં ગયો. એ પાછો આવ્યો ત્યારે એની માએ એને પૂછયું, “તારા ભાઈએ શું મંગાવ્યું?”

“ચીસ ન પડાઈ જાય એટલે મોઢામાં રાખવા માટે ચમચો.”

માએ ઊંડો શ્વાસ ખેંચ્યો.

એડગર એના ભાઈના ઓરડાના બારણા પાસે અદબ બીડીને ઊભો રહ્યો અને ડોક્ટર જ્યારે ફરીથી આવ્યા ત્યારે એટલું જ બોલ્યો, “એનો પગ તમે નહીં કાપી શકો.”

“અરે એડ,” ડોક્ટરે કહ્યું, “પણ એનું પરિણામ…”

“ગમે તે આવે.” એડગરે કહ્યું, “મેં એને વચન આપ્યું છે એટલે એનો પગ નહીં કાપી શકાય.”

માતા-પિતા માટે આ થોડી નવાઈની વાત હતી. આજ સુધી કોઈ છોકરાએ ક્યારેય એમનું વેણ ઉથાપ્યું નહોતું. એડગરને એમણે કશું ન કહ્યું. હજી એમના મનમાં પણ પગ કાપવાની વાત બરાબર બેસતી નહોતી, પણ જો એડગર એટલો મક્કમ અને અડગ ન હોત, તો ડોક્ટરની સલાહ કદાચ એમણે સ્વીકારી લીધી હોત.

ડોક્ટરને છોકરાની જીદ ગમતી નહોતી. છતાં એમણે કહ્યું, “ઠીક છે. આજ રાત સુધીમાં રાહ જોઈએ. પગનો સોજો વધે છે કે ઘટે છે તે જોઈએ. પછી નક્કી કરીશું.”

પૂરા બે દિવસ અને બે રાત વીતી ગયાં. એડગર ઓરડાના ઉંબરામાં જ સૂઈ રહ્યો, જમવા માટે પણ ન ખસ્યો. વચન એ વચન.

પણ દર્દીની સ્થિતિ વધારે કથળી. તાવ વધવા માંડયો. છેક પેડુ સુધી પગ સૂજી ગયો. છોકરો બેભાન થઈ ગયો. લવારો કરવા માંડયો. દુઃખથી કણસવા લાગ્યો, પણ એડ મક્કમ રહ્યો. અમેેરિકામાં રાજ્યની સરહદ પર વસનાર માટે પગ વિના જીવવું એ કેટલું મુશ્કેલ હતું, એની એને ખબર હતી.

ડોક્ટર કોંકલીન માટે હવે આ બધી મૂર્ખાઈ સહન કરવાનું મુશ્કેલ હતું. એણે ખિજાઈને કહી દીધું. “આ ખૂન છે. તમે લોકો છોકરાનું ખૂન કરી રહ્યાં છો. હું એમાં ભાગીદાર નહીં થાઉં.” પગ પછાડીને એ ચાલ્યા ગયા.

ઘરનાં બધાંને લાગ્યું કે હવે બીમારીને કોઈ ચમત્કાર જ બચાવી શકે. ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા છે. શું કરવું એના વિચારમાં મૂંઝાઈ ગયાં, પણ એ જ વખતે એમણે અચાનક જ યાદ આવ્યું કે એમણે એક વાત બિલકુલ વિસારી દીધી હતી. એમના કુટુંબના વડીલ, જે બીમાર છોકરાના દાદા હતા એમણે એમને એક વાત શીખવી હતી અને એમણે આજ સુધી એ વાત યાદ રાખી હતી. જેનો કોઈ ઇલાજ ન હોય એવા દુઃખનો ઇલાજ ઈશ્વરના નામમાં છે. દરેક નાના-મોટા પ્રસંગે કુટુંબ ઈશ્વરની પ્રાર્થના કરતું હતું. અત્યારે આ કસોટીની પળે એ વાત કેમ ભુલાઈ ગઈ હતી?

બીમારની પથારી પાસે પ્રાર્થનાનો દોર શરૂ થયો. એક વ્યક્તિ કામ કરવા જાય તો બાકીની એક, બે, ત્રણ વ્યક્તિ, જે હાજર હોય એ ઈશ્વર સામે એને બચાવી લેવા વિનંતી કરે.

સમય વીતતો ગયો. પ્રાર્થનાનો દોર ચાલુ રહ્યો. એક પછી એક મસ્તક ઈશ્વર સામે નમતું રહ્યું અને દિલમાંથી આરજૂઓ ઊઠતી રહી. દિવસ વીતી ગયો અને રાત પણ વીતી ગઈ. બીજો દિવસ અને બીજી રાત પણ વીતી ગઈ. દરરોજ તપાસ કરવા આવતાં ડોક્ટરે ત્રીજા દિવસે સવારે છોકરાના પગને જોયો તો એમની અનુભવી આંખો જોતી જ રહી ગઈ. સોજો ઊતરી રહ્યો હતો! ડો. કોંકલીને આંખો મીંચી દીધી અને મસ્તક નમાવીને એમણે ઈશ્વરનો આભાર માન્યો.

છોકરાની તબિયત સુધરવા લાગી. પ્રાર્થનાનો દોર ચાલુ જ રહ્યો.

ફરી રાત પડી. દીવા સળગી ઊઠયા. છોકરાએ આંખો ખોલી. દર્દ થોડું ઓછું થયું હતું. એ ભાનમાં આવતો હતો. પગનો સોજો ઘટી રહ્યો હતો.

ત્રણ અઠવાડિયાં વીતી ગયાં. ફિક્કા છતાં મજબૂત મનવાળા એ છોકરાએ ધીરે ધીરે હરવા-ફરવાનું શરૂ કર્યું. મૃત્યુના મુખમાંથી એ પાછો આવ્યો હતો. એનો પગ હવે સારો થતો જતો હતો અને એના ચહેરા ઉપર એનો આનંદ વર્તાતો હતો. ભવિષ્યમાં અમેરિકાની સેનાનો એ સેનાધિપતિ બનવાનો હતો. અમેરિકાનો પ્રમુખ પણ બનવાનો હતો. એક વાર નહીં પણ બે વાર. એનું નામ આઇઝન હોવર, ડ્વાઇટ ડી. આઇઝન હોવર હતું.

આને જો કોઈ મનોબળનો ચમત્કાર કહે તો એવું મનોબળ કઈ રીતે પ્રગટ થઈ શક્યું એનો વિચાર કરવો જોઈએ, કારણ કે દરેક દર્દીમાં આવું અસાધારણ મનોબળ હોતું નથી. મનોબળ એ મિલકત જેવી વસ્તુ છે. એ કોઈને મળે છે, તો કોઈ એને મેળવી પણ શકે છે.

અને જો આને પ્રાર્થનાનો ચમત્કાર ગણીએ તો માણસે એવી રીતે પ્રાર્થના કરવી જોઈએ.

સાભાર: સંદેશ


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

જાણો…સુવાવડ, પેશાબ, શ્વેત પ્રદર, નબળાઈ જેવા સ્ત્રી રોગો માટે 25+ ઘરેલૂ નુસખા

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ
જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ
જાણો…આખરે કેમ થાય છે એલર્જી? વર્ષો જુની એલર્જી મટાડો સસ્તા ઘરગથ્થુ ઉપાયથી

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s