જાણો…ફિલ્મોના શુટિંગ દરમિયાન આ Gadgets અને Technology નો થાય છે ઉપયોગ..!!

film

ફિલ્મો દર્શકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે. ફિલ્મમાં હિરો-હિરોઇન સાથે ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને ફિલ્મ સાથે જોડાયેલી ટીમ પણ સામેલ હોય છે. આ ટીમ પોતાની કેટલાય મહિનાઓની મહેનત બાદ એક એવી ફિલ્મ બનાવે ચે જે દર્શકોને ભરપૂર મનોરંજન આપે આપી શકે. કેટલીક વખત ફિલ્મનુ નિર્માણ કરતા વર્ષોના વર્ષો વીતી જતા હોય છે. દર્શકો ફિલ્મને એક સારા થિયેટરમાં સારી સાઉન્ડ સિસ્ટમમાં ફિલ્મને જોઇને આનંદ લેતા હોય છે પરંતુ શુ તમે જાણો છો ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવે છે અને કેટકેટલી ટેક્નોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે? અહિયા દિવ્યભાસ્કર.કોમ “મુવી ટેક” સીરીજ અંતર્ગત તમને ફિલ્મ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી અને ગેજેટ્સ વિશે જણાવી રહ્યુ છે જેમાં કેમેરા, લાઇટ્સ, ઇફેક્ટ્સ, એડિટિંગ સોફ્ટવેર છે.

કેમેરાઃ

કોઇ પણ ફિલ્મ કે વીડિયોને બનાવવા માટે સૌ પ્રથમ કેમેરાની જરૂર પડે છે. કેમેરાની મદદતી ફિલ્મને શુટ કરી શકાય છે. ક્યારેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરાનો ઉપયોગ થતો હતો. પરંતુ હાલમાં હાઇટેક જમાનામાં 5K (5120×2880 પિક્સલ રિઝોલ્યુશન) વાળા કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમેરામાં શૂટ થતી ફિલ્મો ફુલ HD ક્વોલિટીથી પણ સારી હોય છે.

વર્ષ 1910 માં ફિલ્મના શુટિંગ માટે Aeroscope કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હાથમાં પકડી શકાય તેવો પહેલો કેમેરો હતો. ત્યાર બાદ ધીરે ધીરે કેમેરાની ટેક્નોલોજી બદલાતી ગઇ અને અત્યારે ફિલ્મોના નિર્માણ માટે ડિઝિટલ કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટે ભાગે Arri કંપનીના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે RED, Sony, JVC, Canon કંપનીના કેમેરા પણ ફિલ્મના શુટિંગ માટે ઉપયોગમાં લેવાય છે.

કેમેરા સ્ટેન્ડ :

ફિલ્મના શોટ્સને ફિક્ત ફ્રેમ અને સ્ટેબલ શુટ કરવી ખૂબ જરૂરી હોય છે. તેના માટે કેમેરા સ્ટેન્ડની ખૂબજ મહત્વની ભુમિકા હોય છે. આ સ્ટેન્ડ કેટલાય પ્રકારના હોય છે. જેમાં ટ્રોલી સ્ટેન્ડ, ટ્રેક સ્ટેન્ડ, ટ્રાઇપોડનો ઉપયોગ થાય છે.

– ટ્રાઇપોડ : ટ્રાઇપોડ કોઇપણ કેમેરામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતુ સ્ટેન્ડ છે. ટ્રાઇપોડમાં કેમેરો રાખીને શોટ્સ પ્રમાણે તેને મુવ પણ કરી શકાય છે જેથી શોટ્શની ક્વોલિટી સારી આવે છે.

-ટ્રોલી સ્ટેન્ડ : આ સ્ટેન્ડમાં કેમેરાને લટકાવીને રાખવામાં આવે છે. અથવા તો ટ્રોલીમાં કેમેરામેન ખુદ બેસીને શુટ કરે છે. આ સ્ટેન્ડ દેખાવમાં ક્રેન જેવુ હોય છે. જેમાં કેમેરામેન બેસીને હવામાં મુવ કરે છે અને ટોપ એંગલથી ફિલ્મનો શોટ્સ કવર કરે છે.

– ટ્રેક સ્ટેન્ડઃ આ સ્ટેન્ડ રેલના પાટા જેવી હોય છે. પાટા પર ફરી શકે તેવુ સ્ટેન્ડ હોય છે તેના પર બેસી કેમેરામેન લેફ્ટ રાઇટ મુવ કરીને શોટ્સ લઇ શકે છે.

ડ્રોન કેમેરા :

એક સમયે ફિલ્મના શોટ્સ વધારે ઉપરથી લેવા માટે હેલિકોપ્ટ અથવા તો ઉંચી બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે એ કામ ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવે છે. રિમોટથી કંન્ટ્રોલ કરી શકાતા ડ્રોનને હવામાં ખુબ ઉંચાઇઉ સુધી ઉડાવી શકાય છે. એટલુ જ નહી તે કેમેરાની મદદથી પહાડોની ઉપર, દરિયાની ઉપર, જંગલમાં સરળતાથી શોટ્સ લઇ શકે છે એવામાં ડ્રોન કેમેરો હવે ફિલ્મોમાં ખુબજ ઉપયોગી ગેજેટ્સ બન્યુ છે.

નેગેટિન(રિલ) અથવા મેમરી:

ફિલ્મો શુટ કરતી વખતે કેમેરામાં રિલ(નેગેટિવ)નો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હવે રિલની જગ્યાએ મેમરી કાર્ડનો વધારે ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે હાર્ડ ડિસ્કનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હાલમાં કેમેરા એડવાન્સ ટેક્નોલોજી સાથે આવે છે. જેમાં મેમરી કાર્ડ અને હાર્ડ ડિસ્કની સુવિધા ઉપલબ્ધ હોય છે. ફિલ્મને મેમરી કાર્ડ કે હાર્ડ ડિસ્કમાં શુટ કરી તેની કેટલીય રિલ તૈયાર કરવામાં આવે છે. અને દુનિયાભરના થિયેટરોમાં મોકલવામાં આવે છે .

કોમ્પ્યુટર્સ અથવા તો લેપટોપઃ

ફિલ્મનુ શુટિંગ પુરૂ થાય એટલે તે વીડિયો ક્લિપ્સને એડિટ કરવામાં આવે છે. તે માટે હેવી કોમ્પ્યુટર્સ અથવા તો લેપટોપનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે એવી કોઇ સિસ્ટમ ફિક્સ નથી પરંતુ હેવી પ્રોસેસર અને વધારે રેમ હોવી જરૂરી છે. સાથે સાથે સિસ્ટમમાં વધારે ગ્રાફિક્સ કાર્ડ હોવુ પણ જરૂરી છે. જેથી સિસ્ટમમાં વીડિયો એડિટિંગ માટે હેવી સોફ્ટવેર ઇંસ્ટોલ કરી શકાય અને વીડિયોમાં ઇફેક્ટ્સ આપી શકાય

સોફ્ટવેર:

કેટલીક ફિલ્મોમાં કેટલાય પ્રકારના સોફ્ટવેરની જરૂર પડતી હોય છે તેમાં ગ્રાફિક્સની સાથે સાથે કેટલીક સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને કેટલાક કેરેક્ટર્સને ડિઝાઇન કરવામાં આવે છે. Eyeon Fusion એક એવો પાવરફુલ નોડ આધારિત કમ્પોઝિશન સોફ્ટવેર છે, જે ફિલ્મો, ટેલીવિઝન, વિજ્ઞાપનો, વાસ્તુકલામાં વધારે ઉપયોગમાં લેવાય છે. આ સોફ્ટવેરની મદદથી 3ડી એનિમેશન અને VFX કામ કરી શકાય છે.

* આ સોફ્ટવેર્સ પર પણ કામ કરી શકાય છે:

– Autodesk 3dsmax
– Autodesk Maya
– ZBrush
– Motion Builder
– Stop Motion Pro
– V-Ray
– Adobe After Effects
– Adobe Photoshop
– Final Cut Pro
– Adobe Premiere
– Nuke
– GameBryo

* ઇફેક્ટ્સ :

– વિઝ્યુઅલ ઇફેક્ટ્સ(VFX)

ફિલ્મમેકિંગ દરમિયાન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ(VFX) થી કોઇ પણ સીનને અલગ કરી શકાય છે. એટલે કે શુટિંગ દરમિયાન કોઇ નાની વસ્તુને મોટી બતાવી શકાય છે. તેને Computer Generated Imagery (CGI) પણ કહેવામાં આવે છે.

– સ્પેશ્યલ ઇફેક્ટ્સ(SFX)

સીધુ કહેવામાં આવે તો સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી દર્શકોને દગો આપવામાં આવે છે. એક એવો સીન ક્રિએટ કરવામાં આવે છે જે વાસ્તવિક્તામાં ફિલ્માવ્યો નથી હોતો પરંતુ ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. આવા પ્રકારના સિનને સ્પેશ્યલ ઇફેક્ટસની મદદતી કરવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!
365 WAYS TO GET RICH…!!!
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s