સાવધાન: સ્ત્રી-પુરૂષના મનમાં દબાયેલાં આ 26 દોષ કરાવે છે, ન કરવાના ખરાબ કામ!

dosh1

આજના સ્પર્ધાત્મક જમાનામાં મોટાભાગે જોવામાં આવે છે કે ઘર-પરિવાર, સમાજ કે કાર્યક્ષેત્રમાં આગળ રહેવા, સ્વાર્થ વશ કે પછી શ્રેય લેવાની સ્પર્ધા પરસ્પર સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને સહયોગની ભાવના ઓછી કરે તથા તણાવ લાવે છે. ત્યાં સુધી કે કોઈ વ્યક્તિને પાછા પાડવા માટે એવા શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવે છે કે તે કોઈ ગુણી કે સક્ષમ વ્યક્તિને વિચલિત કરી શકે છે.

હિન્દુ ધર્મગ્રંથમાં ભવિષ્યપુરાણમાં સ્ત્રી હોય કે પુરુષ, તેના સ્વભાવ સાથે જોડાયેલી એવી 26 ગુપ્ત વાતો ઉજાગર છે, જે સચ્ચાઈ, નૈતિકતા તથા સારપથી દૂર થાય છે અને આખરે ભયાનક પરિણામનું કારણ બને છે. આજે અમે આ લેખમાં તમને જણાવીશું મનુષ્યના સ્વભાવના 26 દોષ અને આવા લોકોને શું કહેવામાં આવે છે. જેનાથી તમે તમારા સ્વભાવની કસોટી પણ કરી શકો છો. સાથે જ, કોઈ પણ સ્ત્રી કે પુરુષથી સાવધાન પણ થઈ શકો છો..

જાણો સ્ત્રી-પુરૂષના મનમાં છુપાયેલી આ 26 વાતો જે કરાવે છે કૃત્ય…….

વિષમ – સામે મિઠું અને પ્રિય બોલનારા, પરંતુ હૃદયમાં ખૂબ કડવાશ રાખનારા. એટલે એવા લોકો જે કહે છે કંઈક અને કરે છે કંઈક. એવા સ્ત્રી કે પુરુષ વિષમ કહેવાય છે.

પિશુન (દુષ્ટ) – શક્તિ કે વિશ્વાસઘાતથી, બનાવટી કે ખોટો સ્નેહ દેખાડીને ધૂત્ત કરનારા વ્યક્તિ. એવા વ્યક્તિ પિશુન હોય છે.

ખલ (લુચ્ચું) – ગુણી અને સજ્જનોમાં જે બિનજરૂરી ખામી કે દોષ શોધે છે, તે વ્યક્તિ ખલ હોય છે.

રૂષ્ટ – જેનું મન હંમેશા ક્રોધથી ભરેલું રહેતું હોય કે પોતાની નબળાઈ જોઈ ગુસ્સો કરે છે, જેના નેણ ધૂર્તતાથી ખેંચાયેલા રહે છે કે પછી તે ક્રોધી કે ખિન્ન રહેતા હોય. એવા વ્યક્તિઓને રૂષ્ટ કહેવામાં આવે છે.

દુષ્ટ – જે લોકોની રૂચી ખરાબ કામ કરવાની, સૂવાની, શરાબ પીવાની, પરાઈ સ્ત્રી સથે પ્રેમ પ્રસંગ કરવો, ખરાબ લત અપનાવવી અને ખરાબ લોકોની સાથે રહેવા અને વાતચીત કરવામાં હોય છે. એવા લોકો દુષ્ટ હોય છે.

વાચાળ – સસજ્જનો કે દુર્ભાગ્ય વાળા વ્યક્તિની મજાક કરનાર અને ચાંડાળો કે દુર્શનો સાથે શરમ વગરના થઈ વાતચીત કરનાર વાચાળ કહેવાય છે.

અધમ – ગુરુ તથા દેવતાઓની સામે બુટ કે છત્રી રાખનાર, ગુરુથી ઊંચા સ્થાને કે આસન પર બેસનાર, યાન (આજે પ્લેન)માં બેસીને તીર્થયાત્રઆ કરનાર તથા તીર્થમાં સ્થાન અનુસાર ધર્મ પાસન ન કરનાર વ્યક્તિ અધમ હોય છે.

ઉદ્દંડ – રાજા કે અધિકારી ન હોય તો પણ ખોટો ગુસ્સો દેખાડીને દંડ આપનાર કે ભય આપનારા વ્યક્તિ ઉદ્દંડ કહેવાય છે.

નીચ – બ્રાહ્મણ, રાજા અને દેવતાઓથી સંબંધિત કામનું ધન દબાવનારા, તે પૈસાથી પોતે દેવ કાર્ય કરનારા કે બ્રાહ્મણોની સેવા કરનાર કે ભોજન કે અનાજ બીજાને આપનારા નીચ કહેવાય છે. એટલું જ નહીં વાંચે પણ સમજે નહીં, વ્યાકરણ, શાસ્ત્ર શૂન્ય વ્યક્તિ, ગુરુ તથા દેવતાની સામે કહે કંઈક અને કરે કંઈક તેવા લોકોને દુરાચારી કે નીચ કહે છે.

સ્તેયી – ખોટી રીતે તથા નિયતથી બીજાના ઘરના પૈસા લાવનારા, અન્યાયથી ધન વહેંચનારા શાસ્ત્રોમાં વર્જિત સંપત્તિ કોઈની પાસેથી લે, કોઈ દેવી – પુસ્તક, ઘોડો, ગાય, જમીન, રત્ન કે સોનાનું હરણ કરનાર સ્તેયી કે ચોર હોય છે. માતા-પિતા તથા ગુરુની સેવા કે કર્તવ્યોને પૂરાં ન કરનાર તથા જે વ્યક્તિને ઉપકાર છે, તેનાથી ખોટું વર્તન કરનાર પણ સ્તેયી હોય છે.

ચપળ – માંસાહારી, પરાઈ સ્ત્રીમાં આસક્ત રહેનાર, પક્ષીઓના પાલનમાં રૂચી રાખનાર, આપનું હિત સાધવા માટે ખોટી નીતિથી બીજાને નુક્શાન પહોંચાડનાર ચપળ કહેવાય છે.

મલીમસ – નિત્યકર્મ પણ ન કરનાર, તેલ કે ઔષધી ન લગાડનાર, સુગંધ કે ચંદન રહિત વ્યક્તિ મસીમસ કહેવાય છે.

કૃપણ – દેવ અને પિતૃ સંબંધી કામમાં સારું અન્ન હોવાથી ખરાબ ભોજન કરાવો. નાખુશ થઈને દાન કરો, દેવ પૂજામાં ક્રોધ કરો, શુભને ત્યાગે તે વ્યક્તિ કૃપણ હોય છે.

નષ્ટ – સજ્જનતાનો દેખાડો કરનાર, બનાવટી સેવા કરનાર, વેશ્યાગમન કરનાર, દેવ દન, સ્ત્રી ધન, પત્નીના વ્યભિચાર કે કોઈને કન્યાને વેચનાર મળે ધનથી જિંદગી પસાર કરનાર વ્યક્તિનો નાશ કહેવામાં આવે છે.

પશુ – માત્ર સાંસારિક જરૂરિયાત માટે કામ કરનાર, ભગવાનની સેવા ન કરનાર, પ્રયાગમાં રહેને પણ સ્નાન ન કરનાર, શાસ્ત્રોના સાર ન જાણનાર વ્યક્તિ પશુ કહેવામાં આવે છે.

પુષ્ટ – એકલી જ મિઠાઈ ખાનારા, સજ્જનોનું ખરાબ બોલનારા, સૂઅરની જેવા અપવિત્ર રહેવાનું પસંદ કરનાર વ્યક્તિ પુષ્ટ કહેવાય છે.

હૃષ્ટ – જે વેદ કે તંત્રોને નથી વાંચતા, નથી સાંભળતા, તે હૃષ્ટ છે.

કંજૂસ – ગુરુ કે ગુણીજનોની વૃત્તિ કે આજીવિકાનું હરણ કરી કે નુક્શાન કરવાની ચેષ્ઠા કરનાર કે કાશિના નિવાસી ધણાં દિવસો સુધી બીજે ક્યાંય રહે તો તે કદર્ય એટલે કે કંજૂસ કહેવાય છે.

ખંડ – આપના જ સગાભાઈથી ઝગડવાનું તથા વિવાદ કરનાર, માતા-પિતાનો અપશબ્દ બોલનારા ખંડ કહેવાય છે.

કાણાં અને અંધ – શ્રુતિ અને સ્મૃતિ એ બન્ને બ્રાહ્મણોની બે આંખો માનાવામાં આવે છે. તેમાં એક જ્ઞાન ન રાખનારા કાણાં અને બન્ને રીતે અજ્ઞાની આંધળા કહેવાય છે.

ચંડ – ઈર્ષા કરનાર, શાસ્ત્રોની ખોટી વાતો કરનાર, શુદ્રની પત્ની સાથે દુરાચાર કરનાર, રાજગામી કે ભોગ વિલાસ કરનાર ચંડ હોય છે.

પાપિષ્ઠ – જીવિત માતા-પિતા તથા ગુરુનો ત્યાગ કરનાર કે સેવા ન કરનાર, સારું આચરણ ન કરનાર, પિતાની સામે સંકોચ રાખ્યા વગર ખાવાનું ખાનારા વ્યક્તિ પાપિષ્ઠ હોય છે.

કુષ્ઠ – 8 પ્રકારના કુષ્ઠ રોગો વાળા, શાસ્ત્રોમાં ખરાબ વાત લોકો સાથે વાતચીત કરનાર તથા સંબંધો રાખનાર વ્યક્તિ કુષ્ઠ દોષ યુક્ત માનવામાં આવે છે.

દત્તાપહારક – કીડાની જેમ આસપાસ ફરનાર, ખરાબ નિયતથી વેપાર કરનાર દત્તાહારક કહેવામાં આવે છે.

વક્તા – ધર્મ જ્ઞાન ન હોવા કે કુશળતા ન હોવા છતાં પણ ઉપદેશ કે સબક આપનાર વ્યક્તિને વક્તા કહેવામાં આવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s