જાણો..કોને સ્તન કેન્સર થવાની શક્યતા સૌથી વધુ? લક્ષણો સમજી કરો આ ઈલાજ

stan cancer

કેન્સરનું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે. ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્સકપણે બચી શકાય છે. આજે આજે અમે તમને જણાવીશું કે કેન્સર શા માટે થાય છે? કોને કેન્સર સ્તન કેન્સર થવાની શક્યતા વધુ હોય છે? તેના નિદાન માટે કઇ તપાસ કરાવવી? તેના લક્ષણો શું હોય? એની સારવાર કઇ રીતે થાય છે?

વિશ્વભરમાં મોટાભાગનાં દેશોમાં અને ભારતમાં પણ, સ્તન કેન્સરના કિસ્સાઓ વધી રહયા છે. સ્તન કેન્સર થવાના કારણો અને એના સમયસરના નિદાન માટેના લક્ષણો તેમજ એના ઉપાયો અંગે અહીં વિગતવાર ચર્ચા કરી છે. સ્તનના કેન્સરનું નિદાન સમયસર કરવામાં આવે તો એને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓનું પ્રમાણ ઘટાડી શકાય, એટલું જ નહી પરંતુ એની સારવાર પણ શરૂઆતના તબક્કામાં ઓછી ખર્ચાળ અને સરળ બને છે.

કેન્સર થવાનું કારણ શું?

કેન્સર થવાનું મુખ્ય કારણ કોષોની વૃદ્ધિ ઉપરનો શરીરનો કાબૂ જતો રહે એ છે. સામાન્ય કોષોની વૃદ્ધિ રોજે રોજ ચાલ્યા કરતી હોય છે. જુના કોષો નાશ પામે એની જગ્યા રોજે રોજ નવા બનતા કોષો લેતા રહે છે. પરંતુ આ આખી પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ હોય છે. જેથી જેટલાં પ્રમાણમાં કોષા નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું નાશ પામે એટલાં જ પ્રમાણમાં નવા કોષોનું ઉત્પાદન થતું રહે છે. જયારે જરૂરિયાત કરતાં ખૂબ વધારે પ્રમાણમાં અનિયંત્રણ પણે કોષોનું ઉત્પાદન થવા લાગે ત્યારે કેન્સર થયું એમ કહેવાય. વધુ પ્રમાણમાં જે કોષો બનવા લાગ્યા હોય તે ગાંઠ બનાવે, આજુબાજુની અન્ય પેશીઓમાં ધૂસે અને લોહી કે લસિકા દ્વારા આખા શરીરમાં ફેલાઇ જાય છે. જયારે એક ભાગનાં કેન્સરનાં કોષો શરીરનાં બીજા અવયવમાં ફેલાઇને ત્યાં વૃદ્વિ પામે ત્યારે ‘મેટાસ્ટેસિસ’ તરીકે ઓળખાય છે. આ મેટાસ્ટેસિસ (કેન્સર ફેલાવા) ને કારણે અન્ય અવયવોની કામગીરી પણ ખોરવાઇ જાય છે.

1. સ્તન કેન્સરનો વિશ્વમાં વ્યાપ કેટલો છે?

એક અંદાજ પ્રમાણે દર ૧૫-૨૦ સ્ત્રીમાંથી એક સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. મુંબઇમાં અત્યારે સ્તન કેન્સર અન્ય કોઇપણ પ્રકારના સ્ત્રીઓમાં થતા કેન્સર કરતાં વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે દર ૧૫-૨૦ સ્ત્રીમાંથી એક સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. મુંબઇમાં અત્યારે સ્તન કેન્સર અન્ય કોઇપણ પ્રકારના સ્ત્રીઓમાં થતા કેન્સર કરતાં વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. દર વર્ષે લાખ સ્ત્રીઓમાંથી ૨૦ થી ૨૫ સ્ત્રીને સ્તન કેન્સર થાય છે. વળી, ભારતમાં સ્તન કેન્સર દુનિયાના અન્ય દેશોની સરખામણીએ નાની ઉમંરે (સરેરાશ ૪૨ વર્ષે) થાય છે. (અન્ય દેશોમાં સરેરાશ ૫૩ વર્ષે સ્તન કેન્સર થાય છે). જેમ જેમ ભારતીય સ્ત્રીની આયુમર્યાદા વધતી જાય છે તેમ તેમ સ્તન કેન્સરનો પ્રશ્ન વધુ વિકરાળ સ્વરૂપે આપણી સામે આવે છે. અત્યારે જે સ્ત્રી ને સ્તન કેન્સર થયું હોય એમાંથી ૬૦% જેટલી સ્ત્રીઓ સ્તન કેન્સર અસાધ્ય થઇ ગયું હોય એવા (ખૂબ આગળવધી ચૂકેલ) તબક્કામાં ડોક્ટર પાસે જાય છે. અને સ્તન કેન્સરનું નિદાન થયા પછીના એક વરસમાં જ ૨૧ ટકા જેટલી સ્ત્રીઓ મૃત્યુ પામે છે.

2. સ્તન કેન્સર થવાની શકયતા કોને વધારે હોય છે?

દુર્ભાગ્યે આટલો બધી સ્ત્રીઓને આ કેન્સર થતું હોવા છતાં હજી સુધી આ કેન્સર થવાનું ચોકકસ કારણ જાણી શકાયું નથી. તે છતા કેટલાંક જોખમી પરિબળો ઓળખી શકાયા છે જે નીચે મુજબ છે.

(૧) કુટુંબમા સ્તન કેન્સર: ઘણાં કુટુંબમાં એક કરતાં વધું સભ્યો ને સ્તન કેન્સરથાય છે. જેને કારણે જનીન અને સ્તન કેન્સર સંકળાયેલા છે એવો સિધ્ધાંત તારવ્યો છે. જેની મા કે બહેનને સ્તનકેન્સર હોય છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા બે થી ત્રણ ગણી વધી જાય છે.

(૨) વધતી ઉંમર: ૬૦ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં સ્તનકેન્સર થવાની શકયતા ૪૦ વર્ષથી નાની સ્ત્રીની સરખામણીએ આશરે ત્રણ ગણી વધારે રહે છે.

(૩) મોટી ઉંમરે પહેલી સગર્ભાવસ્થા: સ્તનકેન્સરવાળી સ્ત્રીઓનો વધુ અભ્યાસ કરવાથી એવું જાણવા મળ્યું કે જે સ્ત્રીને મોટી ઉંમરે (૩૦ વર્ષ પછી) પ્રથમ બાળક અવતરે છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.

(૪) સ્તનપાન ન કરાવનાર માતા: જે સ્ત્રી બાળકને ધવડાવતી નથી અથવા ખૂબ ઓછા સમય ધવડાવે છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.

(૫) વ્યંધત્વ: જે સ્ત્રીને બાળક નથી થયું, તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.

(૬) કિરણોત્સર્ગ: જેને ભારે માત્રામાં કિરણોત્સર્ગ સહન કરવો પડયો હોય એવી સ્ત્રીઓ માં સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.

(૭) મેદવૃદ્ધિ અને બેઠાડુ જીવન: કસરતનો અભાવ, વધુ ચરબીવાળો ખોરાક અને વધુ વજન સ્તનકેન્સરની શકયતા વધારે છે.

(૮) સમૃદ્ધિ અને શહેરીકરણ: ઇગ્લેંડ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં સ્તન કેન્સર વધુ પ્રમાણમાં થાય છે. એટલે ઔધોગિકરણ, શહેરીકરણ અને રોજીંદા જીવનની તાણ વગેરે આ કેન્સર કરવામાં કયાંક ભાગ ભજવતાંહોય એવી માન્યતા છે. ભારતમાં પણ આ કેન્સર નું પ્રમાણ વધી રહયું છે, જે આ માન્યતા ને ટેકો આપે છે.

3. સ્તન કેન્સરને ઓળખવુ કઇ રીતે?

સ્તન કેન્સરના ૬૦ ટકા જેટલા કિસ્સામાં કેન્સરની શરૂઆત સ્તનના ઉપર અને બહાર તરફના ચોથીયામાં થાય છે. સ્તનનો એક કોષ કેન્સર થવાથી વૃદ્ધિ પામે છે અને એકમાંથી બે થતાં આસરે સો દિવસ જેટલો સમય લાગે છે. આ રીતે બેમાંથી ચાર અને ચારમાંથી આઠ થઇને એક સે.મી વ્યાસ ધરાવતી ગાંઠ બનવા માટે કુલ આઠથી નવ વર્ષ જેટલો સમય થાય છે. સામાન્ય રીતે એક સે.મી. કે તેથી મોટી ગાંઠને જ અડવાથી ઓળખી શકાય છે. આથી નાની ગાંઠ અડીને ઓળખવાનું શક્ય નથી હોતું .

સ્તન કેન્સરની ગાંઠ સામાન્ય રીતે એકસમ કડક અને ખરબચડી હોય છે. જેમજેમ એ મોટી થતી જાય એમ સ્તનની ચામડી અને ડીંટડીનો ભાગ અર તરફ ખેંચાય છે. ધીમેધીમે સ્તનની નીચેના સ્નાયુઓ સાથે ગાંઠ ચોંટી જાય છે અને સ્તનનું હલનચલન બંધ જેવુ થઇ જાય છે. સ્તનકેન્સરના કોષો ધીમે ધીમે સ્થનથી બીજા અવયવો તરફ ફેલાય છે. સ્તનમાંથી સૌથી પહેલાં લસિકાવાહીનીમાં થઇને બગલ પાસે આવેલા લસિકાગ્રંથીમાં આ કોષો થાય છે. બગલની લસિકાગ્રંથી આ કેન્સરના કોષો આવવાથી મોટી થદ્યઇ જાય છે અને ત્યાંથી આજ રીતે કેન્સરના કાષો લોહીમાં ભળીને મગજ, લીવર, ફેફસા વગેરે અનેક અવયવોમાં ફેલાય છે.

દરેક સ્ત્રી જાતે પોતાના સ્તનને અડીને એમાં કેન્સરની ખરબચડી ગાંઠ છે કે નહીં એ જાણી શકે છે. પોતાની જાતે જ દર મહીને સ્તનની તપાસ કર્યા કરવાથી કેન્સરનું નિદાન ઝડપી બને છે. દરેક સ્ત્રીએ સ્તનનુ જાત પરિક્ષણ કરતા શીખી લેવું જોઇએ અને યુવાની પછી નિયમિત જાત પરિક્ષણ ચાલું જ રાખવું જોઇએ. જાત પરિક્ષણ ઉપરાંત વચ્ચે વચ્ચે ડોકટર કે સ્ત્રી-આરોગ્ય કાર્યકર પાસે પણ સ્નનપરિક્ષણ કરાવ્યા કરવાથી સ્તનકેન્સરની હાજરી ચુકાઇ જવાની શકયતા ખૂબ ઘટી જાય છે.

1. મેમોગ્રાફી એટલે શું?

મેમોગ્રાફી એટલે સ્તનનો એક્ષ-રે જેમાં સ્તનની અંદરની ગાંઠ જોઇ શકાય છે.! સ્તન કેન્સરની તપાસ માટે પચાસ થી સીત્તેર વર્ષની સ્ત્રીઓએ દર એક-બે વર્ષે મેમોગ્રાફી કરાવતાં રહેવું જોઇએ. અલબત્ત, ચાલીસ થી પચાસ વર્ષની વચ્ચે મેમોગ્રાફી કરાવવાથી ફાયદો જ થાય એવુ જણાયું નથી. મેમોગ્રાફીની સાથોસાથ જો દરેક સ્ત્રી જાતે પોતાના સ્તનનું પરિક્ષણ શીખી લે તો ઘણો ફાયદો થાય છે. નિયમિત સ્તનના સ્વ-પરિક્ષણથી પણ સ્તન કેન્સર શરૂઆતના તબક્કામાં ઓળખી શકાય છે.

2. નીડલ બાયોપ્સી એટલે શું?

જો સ્વપરિક્ષણ અને મેમોગ્રાફીમાં ખરાબી જણાય તો પછી ગાંઠમાં સોય નાંખીને ગાંઠમાંથી થોડા કોષો ખેંચી કાઢી માઇક્રોસ્કોપ હેઠળ એની વધુ તપાસ કરીને સ્તન કેન્સરનું નિદાન પાક્કુ કરવામાં આવે છે.

4. સ્તન કેન્સરની સારવાર માટે કેવુ ઓપરેશન કરવામાં આવે છે?

જો શરૂઆતના તબક્કામાં સ્તન કેન્સરનું નિદાન થઇ જાય તો કેન્સરની ગાંઠ અથવા તો આખેઆખુ સ્તન કાઢી નાંખવાનું ઓપરેશન કરીને દર્દીની જિંદગી બચાવી શકાય છે. જો કેન્સરના કોષો બગલની લસિકાગ્રંથીઓમાં પણ પહોંચી ગયા હોય તો ઓપરેશન ઉપરાંત રેડિયોથેરપી (કિરણોત્સર્ગ ઉર્ફે ”લાઇટ” આપવા)થી કેન્સર નાબૂદ થાય થઇ શકે છે. માત્ર સ્તન સુધી જ સિમિત રહેલ કેન્સરના દર્દીઓમાંથી ૭૫ ટકા દર્દી ૧૦ વર્ષથી વધુ જીવે છે જયારે બગલમાં પહોંચેલ કેન્સરના દર્દીમાંથી માત્ર ૨૫ ટકા દર્દી જ ૧૦ વર્ષથી લાંબુ જીવે છે. બગલની લસિકાગ્રંથિથી આગળ વધેલ (શરીરના અન્ય અવયવોમાં પહોંચેલ) સ્તન કેન્સરના દર્દીઓમાં રેડિયોથેરપી, હોર્મોનથેરપી અથવા કેન્સરના કોષોને ખતમ કરતી કીમોથેરપી વપરાય છે. અલબત્ત, આટલા બધા પ્રયત્નો છતાં આ દર્દીને મોતમાંથી બચાવવા ખૂબ મુશ્કેલ બની જાય છે.

આમ, જો સ્તનકેન્સરને કારણે આવતા મોતથી બચવુ હોય તો એનો એક માત્ર રસ્તો કેન્સરને એનાં શરૂઆતના તબક્કામાં જ ઓળખીને તાત્કાલિક સારવાર શરૂ કરવાનો છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s