તમે રાતે જે પોઝિશનમાં સૂવો છો, તે જણાવે છે તમારો Nature અને Personality

sleep2

 

વ્યક્તિ આખો દિવસ કામ કરીને થાકી જાય ત્યારે તેને આરામ જોઈતો હોય છે અ આરામ માત્ર સૂવાથી જ મળે છે. તેમાં પણ જો વ્યક્તિ પોતાની રોજિંદી સ્ટાઇલ પ્રમાણે ન સુવે તો બીજા દિવસે તેનો થાક ઉતરવાને બદલે વધી જતો હોય અને તેનો આખો દિવસ આલસ તથા સુસ્તીભર્યો રહે છે. બધાં લોકોની સૂવાની એક ખાસ રીતે હોય છે. દરેક વ્યક્તિને પોતાની સૂવાની ખાસ રીતથી આરામ મળતો હોય છે. સૂવાની આ ખાસ રીત વ્યક્તિના સ્વભાવને પણ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિની સૂવાની સ્ટાઇલથી તેના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે સૂવાની સ્ટાઇલથી કઈ રીતે કોઈના વ્યક્તિત્વ વિશે જાણી શકાય, તો ચાલો આજે આપણે તેના વિશે જ જાણીએ, જેથી તમને તમારા અંગત વ્યક્તિના સ્વભાવને જાણવામાં મદદ થાય.

વ્યક્તિની આદતોની અસર તેના સ્વભાવ ઉપર પડતી હોય છે. જેવી વ્યક્તિની આદત હોય છે તેવો જ તેનો સ્વભાવ પણ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની આદતો અને તેના શારીરિક લક્ષણો જોઈને તેના સ્વભાવ અને ભવિષ્ય બતાવવાની વિદ્યાને સામુદ્રિકશાસ્ત્ર કહેવામાં આવે છે. વ્યક્તિની આદતો જોઈને મનોવિજ્ઞાન મુજબ પણ સ્વભાવ જાણી શકાય છે.

જાણો સૂવાની અન્ય રીત વિષે…

– જે વ્યક્તિ ઊંઘતી વખતે પોતાને સંપૂર્ણ રીતે ઢાંકીને સૂવે છે, તેવા લોકો ભીડમાં પોતાને ખૂબ શક્તિશાળી અને ફ્રેન્ડલી દેખાડતા હોય છે, પરંતુ હકીકતમાં આવા લોકો શરમાળ અને નબળા પણ હોય છે. આ લોકો બીજા કેટલાક લોકોના રહસ્યો પોતાના મનમાં રાખે છે. જો આવી વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી આવે, તો તેઓ તેને પોતાની રીતે જ દૂર કરવાના પ્રયાસ કરવા લાગતા હોય છે. પોતાની મુશ્કેલીઓ માટે કોઈ અન્ય વ્યક્તિની મદદ લેવી તેમને પસંદ નથી હોતી.

– જે લોકો પીઠના બળે સૂવે છે અને પગને ક્રોસ પોઝિશનમાં રાખે છે એ લોકો કોઈપણ કાર્ય હદ પાર કરીને કરવું પસંદ કરે છે. કોઈ કામને શરૂ કર્યા બાદ ખતમ કર્યા સુધી આરામ કરવું આ લોકોને પસંદ હોતું નથી. આ લોકો પરેશાનીઓ પોતાની એકાગ્રતા અને સખત મહેનતથી દૂર કરી લે છે. ક્યારેક-ક્યારેક આ લોકોને એકાંત રહેવું પસંદ હોય છે. આવા લોકોમાં વિપરીત પરિસ્થિતિઓને સહન કરવાની સારી એવી ક્ષમતા હોય છે.

– જે વ્યક્તિ પોતાના પેટના બળ પર સૂવે છે, એવા લોકો ક્યારેક-ક્યારેક સંકુચિત માનસિકતાથી ઘેરાય જતા હોય છે. આ સ્ટાઇલમાં સૂવાવાળી વ્યક્તિ થોડી સ્વાર્થી પણ હોય છે. આ રીતે સૂવાવાળા વ્યક્તિઓ એવા સમયે જ પોતાના મિત્રોને મળે છે જ્યારે તેમને મિત્રોની જરૂર હોય. આવા લોકો જો પોતાની સૂવાની સ્ટાઇલમાં ફેરબદલ કરે તો તેમને ઘણો ફાયદો મળી શકે છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને સૂવે છે તો એવા વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. આવા વ્યક્તિઓ કોઈ પણ કાર્યને વિશ્વાસની સાથે પૂર્ણ કરવામાં માને છે અને સફળતા હાંસલ કરે છે. આવી વ્યક્તિ પોતાના ઉત્સાહ અને પ્રયાસોમાં ક્યારેય કોઈપણ પ્રકારની કમી નથી આવવા આવવા દેતા. આ જ કારણોસર આ લોકો જે કાર્ય હાથમાં લે છે તેમાં ઉપલબ્ધિઓ અને સફળતા મેળવે છે. આ સ્ટાઇલથી સૂવાવાળા વ્યક્તિઓને પોતાના કર્મોના આધારે જ તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને તથા સંકોચાઈને સૂતું હોય તો એવા લોકો સ્વાર્થી સ્વભાવના હોઈ શકે છે. આવા લોકો મોટાભાગે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ મિત્રતા કરતા હોય છે. આ રીતે સૂવાવાળા મોટાભાગના લોકો તામસી પ્રવૃત્તિના હોય છે. તામસી પ્રવૃત્તિ એટલે કે આવા લોકોને શુદ્ધ અને સાત્વિક જીવન પસંદ હોતું નથી. ખાનપાનમાં પણ આ લોકોને મસાલેદાર ભોજન વધુ પસંદ આવે છે. આ લોકોને ક્યારેક ક્યારેક નાની-નાની વાતો ઉપર પણ ગુસ્સો આવી જાય છે.

– જો કોઈ વ્યક્તિ એક તરફ પડખું ફરીને સૂવે છે અને પોતાનો એક હાથ નીચેની તરફ દબાવીને રાખે છે તો આ પ્રકારના લોકો વિનમ્ર સ્વભાવના હોય છે. વિનમ્ર સ્વભાવને લીધે તેઓ તેમની આજુબાજુના લોકોથી પ્રેમ અને સન્માન પ્રાપ્ત થાય છે. જોકે આ લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે અને તેના લીધે જ ઘણીવાર તેઓ ભૂલો પણ કરી બેસે છે, જેથી આવી વ્યક્તિઓને પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરવો જોઈએ.

– જો કોઈ વ્યક્તિ સીધા સૂવે છે અને બન્ને હાથને માથાની પાછળ રાખે છે તો સૂવાની આ સ્ટાઇલ આ વાતનો સંકેત આપે છે કે તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. આ પ્રકારના લોકો કોઈપણ નવી વાતને શીખવા માટે તત્પર હોય છે. ક્યારેક-ક્યારેક આવા લોકો એવા કામ પણ કરી દે છે જે અન્ય લોકોને અત્યંત મુશ્કેલ લાગતા હોય છે. આવા લોકો પોતાના ઘર-પરિવારને સૌથી વધુ પ્રેમ કરતા હોય છે અને તેમના સુખ માટે હમેશા પ્રયત્નશીલ રહે છે. આ લોકો બધાની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરે છે, પરંતુ આ જ કારણોસર તેમને ક્યારેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.

– જો કોઈ વ્યક્તિ પડખું ફરીને એક તરફ ઘૂંટણ ઉપરની તરફ વાળીને સૂવે છે. તો એવા લોકો કાયમ ફરિયાદ જ કરતાં રહે છે. હમેશા બીજાના કામમાં ભૂલો જ કાઢતા હોય છે અને બધાંને બતાવતા રહે છે. આવા લોકો ક્યારેક નાની-નાની વાતોમાં જરૂર કરતાં વધારે ઉત્સાહિત થઈ જાય છે અને આ જ કારણોસર મુશ્કેલીઓનો સામનો પણ કરે છે. આવા લોકોને પોતાની ભૂલોથી બોધ લઈ આગળ વધવું જોઈએ.

– જો કોઈ વ્યક્તિ બંને હાથ અને પગ લાંબા કરીને પીઠના બળે સૂતું હોય તો તે વ્યક્તિ પોતાના કાર્યોને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કરવું પસંદ કરે છે. આ પ્રકારના લોકોને તમામ સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવાની ઝંખના હોય છે. મોટાભાગે આ પ્રકારના વ્યક્તિઓ જીવનમાં અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરે છે. આવી વ્યક્તિ સુંદરતા તરફ ખૂબ જલ્દી આકર્ષાય જાય છે. આવા લોકોને ગોસિપ કરવી પણ ખૂબ જ ગમતી હોય છે.

– જો કોઈ વ્યક્તિ સૂતી વખતે ભયભીત દેખાય તો તેનો અર્થ થાય કે તેઓ ડિપ્રેશનના શિકાર થઈ શકે છે. આ સ્ટાઇલથી સૂવાવાળા લોકો એકલતા અનુભવે છે. ભૂતકાળની નિષ્ફળતા આ લોકોને વર્તમાન સમયમાં પણ આગળ વધવા નથી દેતી. આ રીતે સૂવાવાળા વ્યક્તિઓએ સંકોચ અને સંકટોમાંથી બહાર નીકળવું જોઈએ. પોતાના અંગત લોકોની મદદથી આ લોકો જીવનમાં સફળતા અને સુખ મેળવે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

સામુદ્રીકશાસ્ત્ર કહે છે-શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રીઓ હોય છે અશુભ!
પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
YOU MUST SEE THE LIFE’S STRUGGLE & CHALLENGES OF NICHOLAS JAMES…!!!
પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા સાથેના દાંપત્યજીવન કે પ્રેમસંબંઘથી પરેશાન છો? તો આટલું કરો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
દાંપત્યજીવનમાં પ્રેમ ખોવાય ત્યારે આટલું કરો…!!!
જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
અંકશાસ્ત્ર પ્રમાણે તમે કોઈપણ મહિનામાં કોઈપણ તારીખે જન્મ્યા હો, તમે આવા જ હશો!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s