આ સેટિંગ્સ Apply કરો, કોમ્પ્યૂટરમાં કામ થઇ જશે એકદમ EASY.

computer5

 

યુઝર્સ ભલે કોમ્પ્યુટર પર કામ કરતા હોય પરંતુ તેમને કોમ્પ્યુટરથી જોડાયેલી કેટલીક નાની નાની વાતનો ખ્યાલ નથી હોતો. ઝડપથી બદલાઇ રહેલી ટેક્નોલોજીના જમાનામાં તેઓ કેટલીય વાતો શીખી લે છે પરંતુ કેટલીક એવી ટિપ્સ છે જેના પર પર તેમનુ ધ્યાન નથી જતુ. કોમ્પ્યુટરમાં ફોન્ટ ઇંસ્ટોલ કરવા હોય તો કેવી રીતે કરી શકાય, સિસ્ટમમાં નવી ભાષા કેવી રીતે એડ કરી શકાય, સિસ્ટમ સેટિંગનુ સાઉન્ડ કેવી રીતે બલદી શકાય, સિસ્ટમમાંથી કોઇ પ્રોગ્રામ કેવી રીતે અનઇંસ્ટોલ કરી શકય? આવા નાના-નાના પ્રશ્નોનો જવાબ પણ એક દમ સરળ છે. અહિયા દિવ્યભાસ્કર.કોમ જે યુઝર્સ વિન્ડોઝ 98 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય તેમના માટે સેટિંગ્સથી જોડાયેલી કેટલીક એવી ટીપ્સ જણાવી રહ્યુ છે.

કોઇ પણ કોમ્પ્યુટર અને લેપટોપ માટે ખાસ સેટિંગ્સ હોય છે. પહેલા તમારે એ જાણવાનુ રહેશે કે વિન્ડોઝ સેટિંગ સાઉન્ડ ક્યા હોય છે. જ્યારે તમે કોમ્પ્યુટર ઓન કરો ત્યારે એક અવાજ આવે છે. ઠીક એવી રીતે વિન્ડોઝ રિસ્ટાર્ટ કરતા અલગ અવાજ આવે છે. તેના સાથે માઉસ ક્લિક, કોઇ વિન્ડોને મિનિમાઇઝ- મેક્સમાઇઝ કરતા, રિસાયકલ, વિન્ડોઝ રિસ્ટોર, વિન્ડોઝ નોટિફાઇ જેવા દરેક ફિચર્સમાં અલગ અલગ અવાજ હોય છે.

કેવી રીતે બદલી શકાશે અવાજ

વિન્ડોઝના આ સેટિંગ્સના સાઉન્ડની જગ્યાએ તમે તમારી પસંદનો સોઉન્ડ રાખવા માંગતા હોવ તો તેના માટે તમારે કંટ્રોલ પેનલ(Control Panel) માં જવાનુ રહેશે. કંન્ટ્રોલ પેનલમાં જવા માટે (Start Menu) પર ક્લિક કરો. ત્યા એક લિસ્ટ ઓપન થશે. જેમાં કંન્ટ્રોલ પેનલ પર ક્લિક કરો. ઓપન કર્યા બાદ જે વિન્ડોઝ ઓપન થશે તેમાં સાઉન્ડ (Sound)નો ઓપ્શન દેખાશે. જો વિન્ડોઝ કેટેગરીમાં ઓપન થયુ હોય તો તેને જોવા માટે (View)સેટિંગથી લાર્જ કરો. જ્યારે તમે સાઉન્ડ પર ક્લિક કરશો ત્યારે એક નવી વિન્ડો ઓપન થશે. તેમાં ત્રીજા નંબરનો ઓપ્શન સાઉન્ડસ(Sounds)નો હશે. જ્યારે તમે તે વિન્જો પર ક્લિક કરશો ત્યારે વિન્ડોઝના ડિફોલ્ટ સાઉન્ડ ફાઇલ દેખાશે. તમે પ્રોગ્રામ ઇવેન્ટના લિસ્ટમાં જઇને દરેક સેટિંગ્સના સાઉન્ડ સાંભળી શકો છો. સાથે સાથે વિન્ડોઝ બેકગ્રાઉન્ડમાં જઇને તેને બદલી પણ શકો છો. અહિયા સાઉન્ડને ટેસ્ટ કરવાના તમામ ઓપ્શન ઉપલબ્ધ હોય છે.

ગીતને બનાઓ વિન્ડોઝનુ સ્ટાર્ટઅપ સાઉન્ડ

વિન્ડોઝના કોઇ પણ ઓપ્શનમાં ગીત રાખવુ હોય તો જે ડ્રાઇવમાં વિન્ડોઝ ઇંસ્ટોલ હોય તેમાં વિન્ડોઝ ફોલ્ડરમાં જાઓ .ત્યા તમને મીડિયાનુ એક ફોલ્ડર દેખાશે તે ફોલ્ડરમાં વિન્ડોઝના બધા જ સાઉન્ડની ફાઇલ્સ ઉપલબ્ધ હશે.જો સાઉન્ડ સેટિંગમાં સંભળાઇ રહ્યા હતા. આ ફોલ્ડરમાં તમે તમારી પસંદનુ ગીત રાખી શકો ચો. પરંતુ તે વેવ (Wave)ફોર્મેટમાં હોવુ જોઇએ. બાદમાં સાઉન્ડ સેટિંગ્સમાં જઇને વિન્ડોઝ સાઉન્ડના કોઇ પણ ઓપ્શનમાં તે ગીતને સિલેક્ટ કરી સેટ કરી શકો છો. આમ આવી રીતે મને વિન્ડોઝ ડિફોલ્ડ સાઉન્ડને બદલી વિન્ડોઝ સ્ટાર્ટઅપ સાઉન્ડ બનાવી શકો છો.

સરળ સ્ટેપ્સમાં સમજો:-

Recycle Bin નુ સાઉન્ડ બદલવા
Start Menu -> Control Panel -> Sound -> Sounds -> Program
Event -> Recycle Bin -> Select Sound

હવે તમે Recycle Bin માં રહેલો ડેટા ડિલીટ કરશો ત્યારે આ અવાજ આવશે.

ફોન્ટ ઇંસ્ટોલ કરવા

જ્યારે યુજર્સ પોતાના કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પર એમએસ ઓફિસમાં કામ કરતો હોય ત્યારે ફાઇલને હંમેશા સારી બને તેવી રીતે કામ કરે છે. તેના માટે સારા ફોન્ટ હોવા પણ જરૂરી છે. આમ તો વિન્ડોઝમાં ડિફોલ્ટ ફોન્ટ્સ ઇંસ્ટોલ હોય છે . કોઇ નવા ફોન્ટ્સ ઇંસ્ટોલ કરી ફાઇલે વધારે સારી રીતે પ્રોજેક્ટ કરી શકો છો. પરંતુ કેટલીક વખત કેટલાક યુઝર્સને કોમ્પ્યૂટરમાં કેવી રીતે ફોન્ટ્સ ઇંસ્ટોલ કરવા તે વાતનો ખ્યાલ નથી હોતો.

કેવી રીતે નવા ફોન્ટ્સ ઇંસ્ટોલ કરવા

કોમ્પ્યુટર અથવા લેપટોપમાં નવા ફોન્ટ્સ ઇંસ્ટોલ કરવા સરળ છે. તેના માટે સૌ પ્રથમ તમારે કંન્ટ્રોલ પેનલમાં જવાનુ રહેશે. (Control Panel) તેના માટે તમે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશો એટલે એક લિસ્ટ ઓપન થશે. જેમાં કંટ્રોલ પેનલ પર ક્લિક કરવાનુ રહેશે. તેના માટે તમારે પહેલા કંન્ટ્રોલ પેનલમાં જનાવુ રહેશે ત્યા તમને એક વિન્ડો ઓપન થશે. તેમાં ફોન્ટ (Font)નુ ફોલ્ડર દેખાશે. આ ફોલ્ડર ઓપન કરી કોપી કરેલા ફોન્ટને ત્યા પેસ્ટ કરીદો.

સરળ સ્ટેપમાં સમજીએ:-

Start Menu -> Control Panel -> Fonts -> (Fonts Copy/Paste)

ફોલ્ડરનુ આઇકન બદલવું

કોમ્પ્યુટરની અંદર ફાઇલ અને ફોલ્ડર જેટલા વ્યવસ્થિત હોય તેટલુ કામ કરવુ સરળ બને છે. એવા માં ફોલ્ડરને અલગ અલગ આઇકનમાં સેટ કરીએ તો કામ વધારે સરળ બની શકે છે. એટલે કે જે ફોલ્ડરમાં જેવો ડેટા હોય તેવુ આઇકન રાખી શકાય છે. માનીલો કો કોઇ ફોલ્ડરમાં એમપી3 સોંગ્સ છે તો તે ફોલ્ડરનુ આઇકન CD/DVD, પ્લે-પોઝ,વોકમેન રાખી શકાય છે.જેથી શોધવામાં મુશ્કેલી ના પડે.

કેવી રીતે બદલશો આઇકન-

જ્યારે તમે કોઇ ફોલ્ડરનુ આઇકન બદલવા માંગતા હોવ તો તેના માટે કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ કઇ પણ ડ્રાઇવમાં સૌથી પહેલા એક ફોલ્ડર બનાવો. ફોલ્ડ બનાવવા માટે માઉસનુ રાઇટ (Right)ક્લિક કરી તેમાં ન્યુ ઓપ્શન પર ક્લિક(New) કરતા ફોલ્ડર(Folder)નો ઓપ્શન આવશે તેની પર ક્લિક કરતા નવુ ફોલ્ડર ક્રિએટ થઇ જશે.

ત્યાર બાદ નવા ફોલ્ડર પર જઇને રાઇટ ક્લિક કરી પ્રોપર્ટિંઝમાં જાઓ. તેમાં કસ્ટમાઇઝનો ઓપ્શન સિલેક્ટ કરો. ઓપ્શન સિલેક્ટ કરતા જ ચેન્જ આઇકનનો ઓપ્શ આવછે તેના પર ક્લિક કરો.નવી વિન્ડો ઓપન થશે જેમાં ઘણા બધા આઇકન દેખાશે. તમારી જરૂરીયાત પ્રમાણે આઇકન લિસેક્ટ કરો

સરળ સ્ટેપમાં સમજો:-

Mouse Right Click -> New -> Folder -> Mouse Right Click on Folder -> Properties -> Customize -> Change Icon

નવી ભાષા એડ કરવા માટે

કોમ્પ્યુટર પર યુઝર્સ હવે પોતાની મનપસંદ ભાષામાં કામ કરી શકે છે. આ સુવિધા વિન્ડોઝ 7અને તેનાથી ઉપરના વર્જનમાં આપવામાં આવી છે. એટલે કે યુઝર્સ અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગૂજરાતી, પંજાબી, મરાઠી જેવી ગણી બધી ભાષામાં કામ કરી શકે છે. તેના માટે યુઝર્સે ફક્ત કોમ્પ્યુટરના વિન્ડોઝમાં સેટિંગ્સથી ભાષા એડ કરવાની રહેશે. ત્યાર બાદ તે ફાઇલ, ફોલ્ડરના નામ કોઇ પણ ભાષામાં સેવ કરી શકે છે. એટલુ જ નહી યુઝર્સ એક સાથે કેટલીય ભાષાઓમાં જોડી શકે છે. અને તમામ ભાષામાં કામ પણ કરી શકે છે.

કેવી રીતે એડ કરશો નવી ભાષા

જો યુઝર્સ વિન્ડોઝ 8 કે તેનાથી ઉપરનુ વર્જનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો પોતાની સિસ્ટમ પર નવી ભાષા જોડવા માટે કંન્ટ્રોલ પેનલમાં જવાનુ રહેશે. તેના માટે પહેલા સ્ટાર્ટ મેનુ (Start Menu) પર ક્લિ કરો. અહિયાથી એક લિસ્ટ ઓપન થશે, જેમાં કંટ્રોલ પેનલ પર ક્લિક કરો. તેને આપન કર્યા બાદ જે વિન્ડોઝ ઓપન થશે તેમાં લેંગ્વેઝ (language)નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો. અહિયા એક નવી વિન્ડો ઓપન થશે. જેમાં ફક્ત અંગ્રેજી ભાષા દેખાશે તેમાં બીજી ભાષા એડ કરવા માટે ‘Add a Language’ ઓપ્શન પર ક્લિક કરો અને તમારી મનપસંદ ભાષા એડ કરો

સરળ સ્ટેપમાં સમજો :-

Start Menu -> Control Panel -> Language -> Add a Language (વિન્ડોઝ 8 કે તેનાથી ઉપરનુ વર્જન)
Start Menu -> Control Panel -> Region and Language -> Add a Language (વિન્ડોઝ 7 અથવા તેનાથી ઉપરનુ વર્જન , પરંતુ વિન્ડોઝ8 થી નીચે)

કેવી રીતે બનાવશો નવુ એકાઉન્ટ

જો કોઇ તમારૂ પર્સનલ કોમ્પ્યુટર અથવા તો લેપટોપનો ઉપયોગ કરી રહ્યુ હોય તો તેના માટે એક ગેસ્ટ એકાઉન્ટ બનાવી શકો છો. જોકે વિન્ડોઝની અંદર ગેસ્ટ એકાઉન્ટ પહેલેથી હોય છે જેને એક્ટિવ કરવાની જરૂર હોય છે. એટલુ જ નહી તમે અલગ અલગ યુજર્સ માટે પણ એકાઉન્ટ બનાવી શકો છો. જો કે ગેસ્ટ તમારી સિસ્ટમની ડ્રાઇવ એક્સિસ કરી શકે ચે પરંતુ સિસ્ટમ પ્રોગ્રામ તમારા લોગિનથી ઇંન્સ્ટોલ થયો હોય તે ગેસ્ટ એકાઉન્ટમાં નથી જોઇ શકાતુ.

કેવી રીતે બનાવશો એકાઉન્ટ

નવુ એકાઉન્ટ બનાવવા માટે યુઝર્સે કંન્ટ્રોલમાં જવાનુ રહશે. તેના માટે પહેલા સ્ટાર્ટ મેનુ (Start Menu) પર ક્લિક કરો. અહિયાથી એક લિસ્ટ ઓપન થશે. જેમાં કંન્ટ્રોલ પેનલ પર ક્લિક કરો. તેને ઓપન કર્યા બાદ જે વિન્ડો ઓપન થશે તેમાં યુઝર એકાઉન્ટ્સ (User account)નો ઓપ્શન પર ક્લિક કરો. અહિયા add new account ના ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરી નવુ એકાઉન્ટ બનાવી શકાય છે. અહિયા એકાઉન્ટ મેનેજના ઓપ્શનમાં ગેસ્ટ એકાઉન્ટને એક્ટિવ કરી શકે છે.

સરળ સ્ટેપમાં સમજો :-

Start Menu -> Control Panel -> User Accounts -> Add New Account

Start Menu -> Control Panel -> User Accounts -> Manage Accounts -> Turn on Guest Account

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!
નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!
365 WAYS TO GET RICH…!!!
બનવા માંગો છો ઉદ્યોગ સાહસિક તો આ 5 ફિલ્મ તમને કરશે મદદ…!!!
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s