ચારેય તરફથી સુખ-સમૃદ્ધિને WELCOME કરવા ઘરમાં કરો વાસ્તુ વિજ્ઞાનના આટલા કામ..!!

welcome

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર, દુકાન, ઓફિસ બધું વાસ્તુ સમ્મત હોય પરંતુ એવું દરેક વખતે શક્ય નથી બનતું. કારણ કે નાની અમથી ભૂલ પણ વાસ્તુ વિજ્ઞાનને બગાડી નાખતી હોય છે. આ ભૂલોને સુધારવા માટે અનેક વાસ્તુ વિદ્વાન ઘર, દુકાન, ઓફિસના કેટલાક ખૂણાઓમાં વાસ્તુનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે. પરંતુ જો એવું શક્ય ન હોય તો પણ વાસ્તુદોષનું નિવારણ ઘણી આસાનીથી કરી શકાય છે. તમારે માત્ર કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચાર દિશાઓ છે. આ ચાર દિશાઓમાંથી કોઈ પણ બે દિશા વચ્ચે ઉપદિશા કે ખૂણો આવેલો હોય છે. જે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ખૂણા કે દિશા તરીકે ઓળખાય છે. આ ચારેય ઉપદિશા મુખ્ય દિશા જેટલું જ મહત્ત્વ ધરાવે છે.

ઈશાન ખૂણો

પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવાય છે. ઈશાન ખૂણો વાસ્તુમાં સૌથી મહત્ત્વનો ગણાય છે. ઈશાન ખૂણામાં વાસ્તુપુરુષનું મસ્તક હોય છે. આ ખૂણામાં બ્રહ્માંડનાં સકારાત્મક કિરણો પ્રવેશે છે. તેથી ઈશાન ખૂણો સૌથી પવિત્ર જગ્યા ગણાય છે. આ ખૂણામાં ભગવાન શિવ અને ગુરુ ગ્રહનો વાસ છે. જન્મકુંડળીમાં બીજું ધન સ્થાન અને ત્રીજું પરાક્રમ સ્થાનમાં ઈશાન ખૂણો આવે છે. જન્મકુંડળીમાં આ બંને સ્થાન બગડયાં હશે તો ઘરનું ઈશાન ખૂણાનું વાસ્તુ બગડેલ હશે જ. તેનાથી કાળપુરુષની જમણી આંખ, જમણા હાથ પર પ્રભાવ રહે છે.

આગળ વાંચો દરેક દિશામાં કયા દોષો હોઈ શકે છે અને તેને દૂર કરવાના ઉપાય….

ઈશાન ખૂણાના દોષ-

ઈશાન ખૂણામાં મોટો બેઠકરૂમ, ગેલેરી હોય તે ખૂબ જ શુભ છે, પરંતુ આ જગ્યાએ સંડાસ-બાથરૂમ હોય તો સંતાન બાબતે તકલીફ થાય છે. વંશ વધતો નથી અને ઘરમાં હંમેશાં ક્લેશ રહે છે.

– ઈશાન ખૂણો કપાયેલો હોય તો જીવન નીરસ બની જાય છે. સ્ત્રીની તબિયત બગડે છે. પુત્રની પ્રગતિ અટકી જાય છે અને આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે.

– આ દિશામાં રસોડું હોય તો ગૃહક્લેશ તથા ધનનાશ થાય છે.

– ઈશાન ખૂણો ઊંચો હોય તો પણ દોષ લાગે છે.

– ઈશાનમાં ખાળકૂવો, સેપ્ટિક ટેન્ક હોય તો તે રોગને આમંત્રણ આપે છે.

– મોટો સ્ટોરરૂમ હોય તો પણ તે દોષ છે.

– ઈશાનમાં સીડી, લીફ્ટ કે સર્વન્ટ રૂમ હોય તો વાસ્તુદોષ કહેવાય.

– આ ખૂણામાં મોટાં મશીન હોય અને બારીઓ ન હોય તો ફેક્ટરી બંધ થવાની શક્યતા રહે છે.

ઈશાન ખૂણાનું  દોષ નિવારણ

– ઈશાનમાં ગુરુનું યંત્ર રાખવું તથા મૃત્યુંજય યંત્રની સ્થાપના કરવી.

– શિવ ઉપાસના કરવી. શિવતાંડવ સ્તોત્ર રોજ સાંભળવું.

– ઈશાનમાં પીળા કલરના ક્રિસ્ટલ બોલ બાઉલમાં ભરીને રાખવા.

– ઘરની મુખ્ય વ્યક્તિએ પાંચ કેરેટનો પોખરાજ સોનાની વીંટીમાં જડાવીને પહેલી આંગળીમાં ધારણ કરવો.

– આ પવિત્ર દિશામાં કચરો કરવો નહીં તથા સાવરણી મૂકવી નહીં.

– રોજ પોતાના ગુરુજીને વંદન કરવાં.

– આ ખૂણામાં પીળા કલરનો બલ્બ ચાલુ રાખવો.

– એક પિરામિડ લગાડવું જેથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે.

– સોમવારનો ઉપવાસ કરવો.

– એક લોટીમાં ૯ નંગ મોતી મૂકી પાણી ભરીને ઈશાન ખૂણામાં રાખવી.

આગળ વાંચો અગ્નિ દિશામાં પેદા થતા દોષો અને તેને દૂર કરવાના ઉપાયો….

vaastupurush

અગ્નિ ખૂણો

પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેના ખૂણાને અગ્નિ ખૂણો કહેવાય છે. અગ્નિ ખૂણો અથવા વિદિશા પણ કહેવાય છે. આ ખૂણામાં અગ્નિનું પ્રભુત્વ વધારે હોય છે. આ ખૂણામાં સનતકુમાર, સાવિત્રી અને હનુમાનજીનો વાસ ગણાય છે. આ ખૂણા પર શુક્ર ગ્રહ તથા મંગળ ગ્રહનુ વર્ચસ્વ રહે છે. કાળપુરુષના ડાબા હાથ ઘૂંટણ તથા ડાબું નેત્ર, જન્મકુંડળીના બારમા તથા લાભસ્થાન પર અમલ દર્શાવે છે.

અગ્નિ ખૂણાનું વાસ્તુ બગડવાથી ખૂબ જ ખરાબ અસરો જોવા મળે છે. આ ખૂણાની શુભાશુભ અસરનો પ્રભાવ સ્ત્રીઓ, બાળકો તથા ખાસ કરીને ગૃહસ્વામીના બીજા નંબરના સંતાન પર પડે છે. સ્ત્રીનું મૃત્યુ થવું, આત્મહત્યા કે આપઘાત જેવી ઘટના, ઝઘડા થવા વગેરે મુશ્કેલીઓ અગ્નિ ખૂણાનું વાસ્તુ બગડવાથી થાય છે.

અગ્નિ ખૂણાના દોષ

– અગ્નિ ખૂણામાં રસોડું હોય તો ખૂબ જ સારું, પરંતુ જો આ ખૂણામાં બેડરૂમ હોય તો પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને સ્ત્રી જીદ્દી થઈ જાય છે.

– અગ્નિ ખૂણામાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી મોટો દોષ ઊભો કરે છે.

– આ ખૂણામાં ખાળકૂવો પણ અગ્નિનો દોષ કહેવાય.

– આ ખૂણો નૈઋત્ય ખૂણા કરતાં ઊંચો હોય તો સ્ત્રીની તબિયત ખરાબ કરે છે.

– જન્મ કુંડળીમાં શુક્ર બગડેલ હોય તો પણ અગ્નિ ખૂણાનો દોષ આવે છે.

– અગ્નિ ખૂણામાં મોટી બાલકની ન હોવી જોઈએ.

– આ ખૂણામાં રસ્તો આવીને અટકી જતો હોય.

– અગ્નિ ખૂણામાં કાળા કલરનું પ્લેટફોર્મ હોય.

– રસોડામાં લાલ અથવા ગુલાબી રંગ કરેલ હોય.

– આ ખૂણામાં પૂર્વ બાજુથી મુખ્ય દરવાજો હોય.

નૈઋત્ય ખૂણો-

દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેના ખૂણાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. નૈઋત્ય ખૂણામાં વાસ્તુપુરુષના બે પગની એડી અને બેઠક ગણાય છે. આ ખૂણામાં રાક્ષસ અને રાહુનો પ્રભાવ રહે છે. ઈશાન ખૂણાના મહત્ત્વ જેટલું જ નૈઋત્ય ખૂણાને મહત્ત્વ આપવામાં આવે છે. આ દિશાનો સ્વામી ગ્રહ રાહુ છે. નૈઋત્યમાં દોષ હોય તો ખૂબ જ ખરાબ પરિણામ આવે છે. આ દિશામાં વજનવાળી વસ્તુઓ રાખવામાં આવે છે. સુહર્ત ગણપતિ ગ્રંથાનુસાર રાજભવનના વાસ્તુમાં શસ્ત્રો તથા શસ્ત્રગાર રાખવાનું સૂચન છે. હવે આપણે આધુનિક જમાનામાં ત્યાં ટ્રેક્ટર, સિલાઈમશીન, યંત્રસામગ્રી, ઓજારો રાખવાનું સૂચન કરી શકીએ.

ઘરમાં માસ્ટર બેડરૂમ, સ્ટોર રૂમ, ઉદ્યોગમાં કાચો માલ, મુખ્ય યંત્રસામગ્રી, ઓફિસમાં મુખ્ય વ્યક્તિની ઓફિસ રાખવામાં આવે છે. સ્વર્ગસ્થ વડીલો પૂર્વજોના ફોટાઓ આ ખૂણામાં રાખવા જોઈએ. આ ખૂણામાં વધારો-ઘટાડો કે કપાત ન રહે તે જોશો.

નૈઋત્ય ખૂણાના દોષો

– નૈઋત્ય ખૂણામાં અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, બોર અથવા ખાડો હોય તો દોષ ગણાય.

– નૈઋત્ય ખૂણામાં ઢાળ હોય તો પણ દોષ ગણાય.

– આ દિશામાં મુખ્ય દરવાજો હોય તો ઘરમાં અચૂક બીમારી આવે છે.

– નૈઋત્ય ખૂણામાં રસોડું હોય તો પતિ-પત્નીમાં હંમેશાં ઝઘડા થયા કરે છે.

– નૈઋત્ય દિશા વધતી હોય તથા બેઠક રૂમ હોય.

– આ દિશા ખાલી હોય અથવા નૈઋત્ય બાજુ ખાલી જગ્યા હોય તો સ્ત્રી-પુરુષ ગંભીર રોગનાં શિકાર બને છે.

દોષ નિવારણ-

– આ ખૂણામાં દોષ હોય તો રાહુ યંત્રની સ્થાપના ઘરના મંદિરમાં કરવી. ગણેશજીનો ફોટો લગાડવો.

– ઘરના મુખ્ય દરવાજાને બ્રાઉન અથવા કાળો કલર કરવો.

– ઘરમાં રોજ સવારે વિષ્ણુ સહસ્ત્રનામનું વાંચન કરવું.

– વર્ષમાં એક વખત ટાંકી તથા બોરને તાત્કાલિક બંધ કરવા.

– પાંચ ગ્રામ ચાંદી તથા કેશરને પાકીટમાં મૂકવું.

– કાગડાને રોજ ગાંઠિયા નાખવાથી નૈઋત્યનો દોષ ઓછો થાય છે.

વાયવ્ય ખૂણો-

ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચેના ખૂણાને વાયવ્ય ખૂણો કહેવાય છે. વાયવ્ય ખૂણા પર ચંદ્ર ગ્રહ અને વાયુદેવનો અમલ રહે છે. વ્યક્તિની જન્મકુંડળીમાં પાંચમા-છઠ્ઠા સ્થાન પર વાયવ્ય ખૂણો આવે છે. વાયવ્ય ખૂણામાં રસોડું હોય, ઈશાન કરતાં નીચો હોય, વાયવ્યમાં રસ્તો પૂરો થતો હોય, અગ્નિ ખૂણો વધતો હોય, વીજળીનાં સાધનો રાખ્યાં હોય, હવાની અવર જવર માટે વાયવ્ય બંધ હોય તો વાયવ્યનું વાસ્તુ બગડયું કહેવાય. શનિદેવ તથા હનુમાનજીની આરાધના કરી વાસ્તુદોષ દૂર કરી શકાય. તણાવ, માનસિક વ્યગ્રતા તથા
અશાંતિ રહેતી હોય તો વાયવ્ય ખૂણાનો દોષ છે તેમ માનવું.

વાયવ્ય ખૂણાના દોષ

– આ ખૂણામાં મહેમાનો માટેનો રૂમ રાખી શકાય, પરંતુ સ્ટડીરૂમ બનાવેલો હોય તો વાસ્તુદોષ ગણાય.

– વાયવ્ય ખૂણામાં રાખેલી બારીઓના કાચ તૂટેલા ન હોવા જોઈએ.

– વાયવ્ય ખૂણો અગ્નિ કરતાં ઊંચો હોય તો દોષ ગણાય.

– આ ખૂણામાં કાંટાવાળાં ઝાડ ઉગાડેલાં હોય તો દોષ છે.

– જન્મકુંડળીમાં ચંદ્ર ખરાબ હોય તો વાયવ્ય ખૂણાનો દોષ આવે.

વાયવ્ય ખૂણાના દોષ નિવારણ

– વાયવ્ય ખૂણાના દોષ નિવારણ માટે મંદિરમાં ચંદ્ર યંત્રની સ્થાપના કરવી.

– ઘરના દરવાજાની બહાર શ્વેતાર્ક ગણપતિ લગાડવા અને અંદર ચાંદીના ગણેશજી રાખવા.

– ઘરમાં દીવાલ પર ક્રીમ કલર કરવો.

– ઘરની મુખ્ય વ્યક્તિએ ટચલી આંગળીમાં મોતી રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને પહેરવું.

– શિવતાંડવ સ્તોત્ર અને શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો. દર સોમવારનો ઉપવાસ કરવો.

– ઘરમાં લગ્ન લાયક છોકરી હોય અને લગ્ન ન થતાં હોય તો આ દિશામાં સૂવાડવી.

– પોતાની માતાને રોજ પગે લાગવું અને ચાંદીની વસ્તુ ભેટમાં આપવી.

– સવા કિલો ચોખા, સવા કિલો ખાંડ, સફેદ વસ્ત્ર પૂનમના દિવસે બ્રાહ્મણને દાનમાં આપવું

– ઘરમાં ચાંદીનું શ્રી યંત્ર બનાવી પૂજા કરવી.

– ઘરમાં નળ લીકેજ થાય તો તરત જ રિપેર કરાવી લેવો.

– ફેક્ટરીની અંદર ન વેચાતો અથવા તૈયાર માલ આ દિશામાં મૂકવાથી જલદી નિકાલ થશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

જીવનમાં શુભફળ પામવા જાણો તમારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસન્ન કરવાની જરૂરી આ ૭ વાતો…!!
વાસ્તુદોષથી ભરેલું છે તમારું ઘર..?? મોટી તોડફોડ કર્યા વગર આ દોષ દૂર કરવાના ઉપાયો જાણો..!!!

લક્ષ્મીને પ્રસન્ન કરી ધન મેળવવું હોય તો મંદિરમાં મૂકી આવો 3 સાવરણી… જાણો પ્રાચીન સમયથી ઝાડુ સાથે જોડાયેલી પરંપરાઓ.
વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો.

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
સ્વપ્નમાં જોયેલી આ બાબતો સંકેત આપે છે ધનલાભ+ સફળતા+ સુખનો..!!!
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
પરીક્ષા, નોકરી અને રૂપિયા શેના વિશે જાણવું છે ભવિષ્ય?
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
મનગમતું ફળ અને ધન પામવા, વાર પ્રમાણે કરો આ ચમત્કારી ઉપાય…!!!
કોઈને બતાવ્યા વિના કરો 7 તાંત્રિક ઉપાય, તમે પણ થશો અબજોપતિ..!!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
અહીં છે તમારી દરેક સમસ્યાનો ઉકેલ, માલામાલ બનશો કે નહીં?
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!
બહુ સરળ છે આ 9 ઉપાય, રોજ કરવાથી ચમકશે તમારી કિસ્મત..!!!
સોમ, મંગળ, બુધ….જે દિવસે જન્મ, એવો સ્વભાવ, જાણો ખાસ વાતો…!!!
જેવી તમારી જન્મ તારીખ એવા જ રોગ તમને થશે, આજે જ કરો ઈલાજ..!!
LAW OF ATTRACTION : अगर किसी चीज़ को दिल से चाहो तो सारी कायनात उसे तुम से मिलाने में लग जाती है

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s