પુરૂષના દરેક અંગોમાં છુપાયેલી છે, તેમના કામુક કે ધનવાન હોવાની કહાની!

purush2

હિન્દુ ધર્મગ્રંથોમાં માનવીય જીવન તથા ભાવનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક એવી વાતો પણ ઉજાગર કરવામાં આવી છે જે માણસને તેના ભવિષ્યની તસવીર જણાવી શકે છે અને તેનામાં આશા જગાડી શકે છે. ભવિષ્યપુરાણમાં વિશેષ કરીને પુરુષોના લક્ષણો જણાવ્યા છે, જે જણાવે છે કે આવનાર સમયમાં તેનું આરોગ્ય, હેસિયત અને તેની પ્રતિષ્ઠા, પૈસા કેવા હશે.

– ભવિષ્ય પુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકેય દ્વારા પુરુષોના લક્ષણ જણાવનાર લક્ષણ ગ્રંથ રચવામાં આવ્યો છે. એક વાર ભગવાન શિવે તેના આધાર પર સ્વયં વિશે જાણવાની ઈચ્છા કરી. ત્યારે કાર્તિકેયે તેને કપાલી કહ્યા તેથી શિવ ક્રોધિત થઈને લક્ષણ ગ્રંથ સમુદ્રમાં ફેંકી આવ્યા. ત્યાર પછી આ લક્ષણ ગ્રંથ, પુરુષોની સાથે સ્ત્રીઓના પણ લક્ષણ બનાતવનાર સામુદ્ર કે સામુદ્રિક શાસ્ત્રના રૂપમાં પ્રસિદ્ધ થયો.

– જ્યારે કાર્તિકેય સ્વામીએ ક્રૌંચ પર્વતને ધ્વસ્ત કર્યો તો બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેની પાસે વર માંગ્યુ, ત્યારે કુમાર કાર્તિકેયે તે લક્ષણ ગ્રંથમાં આપના દ્વારા રચવામાં આવેલા પુરુષ-સ્ત્રીના લક્ષણોને જાણવાની ઈચ્છા જણાવી. ત્યારે બ્રહ્મદેવે પુરુષો વિશે લક્ષણ કહ્યા.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

– જે પુરુષની નાભિ ઉંડી, સ્વર ગંભીર અને અંગોનાં સાંધા મજબૂત, મુખ, લલાટ અને છાતી પહોળી હોય છે, તે રાજસુખ મેળવે છે.

– જે પુરુષનું નાક, નખ, મુખ ઊંચા હોય છે, પીઠ, ગળું અને જાંઘ નાના હોય છે. આંખ, હાથ, પગ, તાળવું, હોઠ, જીભ અને નખ એ લાલિમાયુક્ત હોય, તે શાહી વૈભવની સાથે જીવન પસાર કરે છે.

– આ પ્રકારે જેની દાઢી, આંખ, હાથ, નાક અને બન્ને સ્તનની વચ્ચે અંતર આ પાંચ મોટા હોય, પણ દાંત, વાળ, આંગળીઓના ટેરવા, ત્વચા અને નખ આ પાંચ બારીક હોય તો તે સત્તાને પ્રાપ્ત કરનાર કે રાજા બને છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– મોટી તથા કાળા રંગની આંખો વાળા પુરુષ ભાગ્યશાળી, નીલા કમલ જેવી આંખો વાળા વિદ્વાન, દ્રઢ અને સ્થિર આંખો વાળા રાજસુખ મેળવનારા હોય છે, પરંતુ નબળી અને દીન આંખો વાળા દરિદ્ર પુરુષ હોય છે.

– જે પુરુષ ઉત્તમ શ્રેણીના હોય છે, તેનું હસવું ધીરેધીરે હોય છે. નીચ કે અધમ પુરુષ ઊંચા સ્વર તથા શબ્દો સાથે હસે છે. હસતા સમયે આંખોને બંધ કરનાર પુરુષ પાપી હોય છે.

– જે વ્યક્તિનું કપાળ ઊંચું અને સ્વચ્છ હોય છે તે શ્રેષ્ઠ પુરુષ બને છે. નાના કપાળ વાળા પ્રશંસનીય અને ધનવાન હોય છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– મધના રંગ વાળી કમળ સમાન અને ખૂણાં પર લાલીમાં ધરાવતી આંખો વાળા પુરુષ લક્ષ્મીના સ્વામી અને મહાત્મા પ્રવૃત્તિના હોય છે.

– જે પુરુષની ભમર મોટી હોય છે, તે સુખી તથા ધની પરંતુ ઊંચી ભમર હોવાથી ઓછી ઉમરવાળા, ત્રાંસી કે આડી-અવળીઆંખ વાળા કે વધારે લાંબી આંખ વાળા ગરૂબ તથા બન્ને ભમર મળેલી હોય તો તે ધનહીન થાય છે.

– જે પુરુષની ભમર બાળ ચંદ્રમા સમાન હોય છે, તે રાજા સમાન હોય છે. વળી જે પુરુષની ભમર વચ્ચેખી નીચેની તરફ નમેલી હોય તો તે પુરુષ પરસ્ત્રીગમન કરનાર હોય છે.

આગળ જાણો, કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું….

– જે પુરુષનો ચહેરો અને મુખ પર તેજ જોવા મળે અને દીનતા ન જોવા મળે તે શુભ હોય છે. તો વળી, રૂક્ષ, ભાવહીન ચહેરા તથા આસુંઓથી ભરેલી આંખો વાળા અશુભ હોય છે.

– જે પુરુષનું ક્યાંક ઊંચું કે ક્યાંક બેસેલું લલાટ દરિદ્રતા આપે છે. સીપની જેવું લલાટ પુરુષને આચાર્ય-વિદ્વાન બનાવે છે.

– ગોળ માથાવાળા પુરુષ ઘણી ગાયોના સ્વામી અને ચપટા માથાવાળા માતા-પિતાને મારનાર હોય છે. ઘંટની આકૃતિ જેવું માથું ધરાવતા વ્યક્તિ હંમેશા યાત્રા કરતા રહે છે. નાના અને નીચેની તરફ નમેલા માથા વાળા ઘણાં અનર્થ કરનાર હોય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s