વારંવાર થતી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે, ઝડપી 40+ ઘરેલૂ ઉપાય

men1

સ્ત્રી-પુરૂષ બન્નેને વારંવાર સતાવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સરળ ટિપ્સ જણાવીશું. આમ તો આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તઉઓમાં છુપાયેલો છે જે ઘરમાં જ કરી શકાય છે પરંતુ લોકો તેના માટે તસદી લેતા નથી. જોકે અમે સમયાંતરે તમને આયુર્વેદ અને ઘરેલૂ નુસખાઓની માહિતી આપતાં રહીએ છીએ. જેથી તમે પણ આયુર્વેદિક ઈલાજનો ઉપયોગ કરી શકો. આજે અમે તમારા માટે ખાસ 43 ટીપ્સ લઈને આવ્યા છે. જે તમારી તકલીફોનું ફટાફટ નિવારણ કરશે.

1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .

2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .

3.દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.

4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .

5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .

6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબુત બને છે .

7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .

8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સુતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.

9. પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિના માં પથરી ઓગળી જશે .

10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .

11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલુંણ ખાવાથી જલ્દી પચી જશે .

12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .

13. કફની ખાંસી થઈ હોય તો હુંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .

14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખાસ, ખરજવું અને દાદર મટે છે.

15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.

16. કેરીની સુકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .

17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.

18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બની દુર થાય છે.

19. નાગરવેલના પાનમાં બે લવિંગ મુકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળી નો સોજો ઉતરે છે .

20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સુકી ઉધરસ મટી જાય છે .

21. રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.

22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.

23. નવસેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.

24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુખાવામાં તરત જ લાભ થાય છે.

25. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી આદુંનો રસ મેળવી કોગળા કરવાથી મોની દુર્ગંધ દુર થાય છે.

26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.

27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .

28. પીપરીમુળના ગંઠોડા અને ગોળ મેળવી ને ખાવાથી ઊંઘ સારી આવે છે.

29. નિયમિત કરેલા નો રસ છાશ સાથે પીવાથી પથારી ઓગળીને નીકળી જાય છે.

30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.

31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.

32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુખાવો મટી જાય છે.

33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.

34. આદુનો રસ,લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.

35. એક ગ્લાસ પાણીમાં લીંબુ નો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત દુર થાય છે.

36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.

37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.

38. ગરમ પાણીમાં લસણનો રસ નાખી કોગળા કરવાથી ગળું સાફ થઇ જાય છે.

39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુખાવો મટી જાય છે.

40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.

41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.

42. સફેદ ડુંગળી કચરીને સુંઘાડવાથી આંચકીમાં રાહત મળે છે.

43. અળ।ઈ થઇ હોય તો લીમડાના પાનને આખી રાત પાણીમાં પલાળીને બીજે દિવસે સ્નાન કરવાથી રાહત મળે છે.

સાભાર: દિવ્ય ભાસ્કર


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી આરોગ્યના સુવર્ણ લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

આંતરિક અશક્તિને કાયમી દૂર કરી ભરપૂર ઊર્જા આપશે, 22 પારંપારિક નુસખા
શું છે ટીબીનો રોગ? કોને થાય છે ટીબી અને તેના કાયમી ઈલાજ માટે શ્રેષ્ઠ ઉપાય
પેટમાં ભરાતી ખરાબ ગેસની સમસ્યાને કાયમી દૂર કરવા, 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય
ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?
કોઈપણ ઉંમરમાં મંદ પડેલી યૌન શક્તિ, ઝડપથી વધારશે આ 20 ઘરેલૂ ઔષધ
ત્વચાને કદરૂપી બનાવતા દાદર-ખંજવાળની સમસ્યાને આ 10 રીતે કરો દૂર!
ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s