100 વર્ષ જૂનો નિયમ બદલાયો, હવે આ રીતે નક્કી થશે સોનાની કિંમત

goldbuiscuit3

100 વર્ષથી ચાલી આવેલ સોનાના ભાવ નક્કી કરતી પરંપરાગત વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. વૈશ્વિક સ્તર પર સોનાના ભાવ નક્કી કરવા માટેના નિયમ અને સંસ્થા બન્નેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ લંડન બૂલિયન માર્કેટ એસોસિએશન નક્કી કરશે. આ પહેલા સોનાના ભાવ લંડન ગોલ્ડ ફિક્સ દ્વારા નક્કી કરવામાં આવતા હતા. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ બાદ સોનું છેલ્લી કિંમતી ધાતુ છે જે લંડન ફિક્સિંગથી બહાર નીકળીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર પહોંચશે.

હવે કેવી રીતે નક્કી થશે ભાવ

સોનાના ભાવ નક્કી કરવાની પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે હવે કિંમતો ફોન પર નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાથી નક્કી કરવામાં આવશે. આ કામ એક સ્વતંત્ર એજન્સી આઇસીએ બેંચમાર્ક એડમિનિસ્ટ્રેશન (આઇબીએ) કરશે. આ એજન્સી બજારના તમામ વેપારીઓમાંથી કેટલાક પસંદગીના વેપારીઓની પસંદગી કરશે. આ સાથે આઈબીએ સોનાના ભાવ નક્કી કરવા માટે લંડન બુલિયન માર્કેટ એસોસિએશને એક નવી કાર્યપદ્ધતિ જણાવશે. આ કાર્યપદ્ધતિમાં ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર લંડનના સમય અનુસાર દિવસમાં બે વખત સવારે 10-30 અને સાંજે 3 કલાકે સોનાના ભાવ નક્કી કરવામાં આવશે. ખરીદી અને વેચાણના ઓર્ડર ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર અપડેટ થશે અને આજ હિસાબે કિંમત નક્કી થશે.

અત્યાર સુધી કેવી રીતે નક્કી થતા હતા ભાવ

અત્યાર સુધી કેટલીક બેંક એક ગુપ્ત કોન્ફરન્સ કોલ દ્વારા સોનાના ભાવ નક્કી કરતી હતી. આ પ્રક્રિયામાં બેંક પોતાના ક્લાઇન્ટ્સ, નાણાંકીય સંસ્થાઓ, સોનાના ઉત્પાદક અને ઉપભોક્તાઓને ફોન કરીને માંગ અને પુરવઠાના સમીકરણને જોવે છે. આ પ્રક્રિયા બાદ જો સોનાની ખરીદી માટે સંસ્થાઓ અને ઉપભોક્તાઓને રસ હોય તો, સોનાના ભાવ પાછલા દિવસ કરતાં ઉછાળે કોટ કરવામાં આવે છે. જ્યારે, તેની વિપરીત ખરીદારોનું વલણ સુસ્ત હોય તો કિંમતો પર દબાણ જોવા મળે છે.

આઇસીઈ બેંચમાર્ક એડમિનિસ્ટ્રેશન અનુસાર 18 લાખ કરોડ ડોલરના બૂલિયન બજારમાં નવી પ્રકિયા આવ્યા બાદ પારદર્શિતા વધશે. આ સાથે જ તેમાં સહભાગીઓની સંખ્યામાં પણ વધારો થશે. જ્યારે હવે ડીલર માટે લાઇન ફિક્સ કરવાની જરૂર નહીં રહે, કારણ કે ઓનલાઇન હરાજીમાં કોઈપણ સામેલ થઈ શકે છે. ભાવ નિર્ધારણ ડોલરમાં થશે અને સોનાના ભાવ દિવસમાં બે વખત 10-30 am અને 3-00 pm નક્કી થશે. સોનાના ભાવ અમેરિકન ડોલર, યૂરો અને બ્રિટિશ પાઉન્ડમાં જણાવવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત એકત્રિત મળેલ સોનાના ભાવ અને ઓફર ભાવ અસંતુલન ગણતરીની સાથે વાસ્તવિક સમય પર અપડેટ થશે. જ્યારે દર 30 સેકન્ડમાં ભાવ અપડેટ થતા રહેશે.

1919માં પ્રથમ વખત નક્કી થયા હતા સોનાના ભાવ

પ્રથમ વખત 1919માં સોનાના ભાવ ફિક્સ કરવામાં આવ્યા હતા. બેઠકનું આયોજન રૂથ્સચાઇલ્ડ્સની ઓફિસના વુડપેનલ્ડ રૂમમાં કરવામાં આવ્યું હતું. 2004માં આ પ્રકારની બેઠકની જગ્યાએ ટેલીફોન કોન્ફરન્સ દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવતા હતા. લગભગ 12 ડીલર્સ મળીને સોનાના ભાવ શું રહેશે તે નક્કી કરતા હતા. પાછલા વર્ષે જ્યારે ડોઇશ બેંક એજીએ કિંમતી ધાતુના બેન્ચમાર્કથી પોતાને દૂર કરી લીધા પછી સુધારા શરૂ થયા હતા. ત્યાર બાદ સોનાના ભાવ સોસાયટી જનરલ એસએ, નોવા સ્કોટિયા, એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી અને બાર્કલેજ પીએલસી બેંક સોનાના ભાવ નક્કી કરે છે.

24 કેરેટ ગોલ્ડમાંથી નથી બનતા આભૂષણો

હોલમાર્કિંગ યોજના ભારતીય સ્ટાન્ડર્ડ બ્યૂરો અધિનિયમ અંતર્ગત સંચાલન, નિયમ અને વિનિમયનું કામ કરે છે. સૌથી પહેલી વાત એ છે કે અસલી સોનું 24 કેરેટનું હોય છે, પરંતુ તેમાંથી આભૂષણો નથી બની શકતા, કારણ કે તે ખૂબ જ મુલાયમ હોય છે. મોટે ભાગે આભૂષણો માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66 ટકા સોનું હોય છે. હોલમાર્ક પર 5 અંક હોય છે. તમામ કેરેટના હોલમાર્ક જુદા જુદા હોય છે. મતલબ કે, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલ હોય છે. તેના કારણે શુદ્ધતા પર શંકા રહેતી નથી.

goldbuiscuit4

આવી રીતે સમજો કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત

1. કેરેટ ગોલ્ડનો મતલબ થાય છે 1/24 ટકા સોનું, જો તમારા આભૂષણ 22 કેરેટ છે તો 22ને 24 સાથે ભાગવામાં આવે છે અને 100 સાથે ગુણાકાર કરવામાં આવે છે.
(22/24)x100= 91.66 એટલે કે આભૂષણમાં ઉપયોગ કરવામાં આવેલ સોનાની શુદ્ધતા 91.66 ટકા છે. મતલબ 24 કેરેટ સોનાના ભાવ 27,000 રૂપિયા છે તો તમે બજારમાં 22 કેરેટ સોનું ખરીદવા જશો તો સોનાનો ભાવ (27000/24)x22=24750 થશે. જ્યારે જ્વેલર તમને 22 કેરેટ સોનું રૂ. 27,000માં જ આપશે. એટલે કે તમે 22 કેરેટ સોનું 24 કેરેટ સોનાના ભાવ પર ખરીદી રહ્યા છો.

2. એવી જ રીતે 18 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી થાય છે. (27000/24)x18=20250 જ્યારે આ જ સોનું ઓફર સાથે વેચીને જ્વેલર્સ તમારી સાથે ફ્રોડ કરે છે.

નોંધઃ જો તમે આ કેલ્ક્યુલેશનના હિસાબે સોનું ખરીદશો તો બજારમાં ક્યારેય છેતરાશો નહીં.

શુદ્ધતાના હિસાબે આપવામાં આવતા આંક

24 કેરેટ- 99.9
23 કેરેટ- 95.8
22 કેરેટ- 91.6
21 કેરેટ- 87.5
18 કેરેટ- 75.0
17 કેરેટ- 70.8
14 કેરેટ- 58.5
9 કેરેટ- 37.5

આવી રીતે ઓળખો અસલી હોલમાર્ક
હોલમાર્કિંગમાં કોઈપણ ઉત્પાદનને નક્કી કરેલ માપદંડ પર પ્રમાણિત કરવામાં આવે છે. ભારતમાં BIS એવી સંસ્થા છે, જે ઉપભોક્તાઓનો ઉપલબ્ધ કરાવવામાં આવતા ગુણવત્તાના સ્તરની તપાસ કરે છે. જો સોના-ચાંદી હોલમાર્ક છે તો, તેનો મતલબ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. પરંતુ કેટલાક જ્વેલર્સ વગર તપાસે પ્રક્રિયા
પૂર્ણ કરે તો હોલમાર્ક લગાવી રહ્યા છે. એવામાં એ જોવું જરૂરી છે કે હોલમાર્ક ઓરિજન છે કે નહીં? અસલી હોલમાર્ક પર ત્રિકોણ આકરનો લોગો હોય છે. તેના પર
હોલમાર્કિંગ સેન્ટરનો લોગોની સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે. તેમાં જ જ્વેલરી નિર્માણનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ હોય છે.

14 વર્ષ પહેલા શરૂ થઈ હોલમાર્કિંગ
સોનાના આભૂષણો પર હોલમાર્કિંગની 14 વર્ષ પહેલા શરૂઆત કરવામાં આવી હતી. તેના દ્વારા જ્વેલર્સ તેમના આભૂષણોને હોલમાર્ક કરાવવા માટે BIS પાસેથી
પ્રમાણપત્ર લેવાનું હોય છે. હોલમાર્કિંગ BIS માન્યતા પ્રાપ્ત કેન્દ્રોમાં કરાવી શકાય છે.

શુદ્ધતાનો ખ્યાલ રાખો

સોનાના આભૂષણ ખરીદતી વખતે સૌથી પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી. 24 કેરેટ ગોલ્ડ સૌથી વધુ શુદ્ધ હોય છે પરંતુ તેમાંથી આભૂષણ નથી બનાવી શકાતા. સોનાના આભૂષણ 22 અથવા 18 કેરેટના સોનામાંથી બનાવવામાં આવે છે. એટલે કે 22 કેરેટ ગોલ્ડની સાથે બે કેરેટ અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે. આભૂષણ ખરીદતા સમયે હંમેશા જ્વેલર્સ પાસેથી સોનાની શુદ્ધતાની તપાસ કરી લેવી. સોનાની શુદ્ધતા જાણવા માટે સોનાને પિગાળવામાં પણ આવે છે.

એસિડ ટેસ્ટ

કેટલાક કેમિકલ અને એસિડ એવા હોય છે જેના ઉપયોગ દ્વારા સોનાની ગુણવત્તા જાણી શકાય છે. સોનાના સંપર્કમાં આવ્યા બાદ તેના પર કોઈ અસર નથી થતી પરંતુ અશુદ્ધ સોનું આવવા પર તે રીએક્ટ કરે છે.

નિકલ અને પ્લેટિનમ પણ સમજો

વ્હાઈટ ગોલ્ડ આભૂષણ જો તમે ખરીદી રહ્યા છો તો નિકલ અથવા પ્લેટિનમ મિશ્રિત લેવા કરતા પેલેડિયમ મિશ્રિત આભૂષણ લેવા યોગ્ય છે. નિકલ અથવા પ્લેટિનમ મિશ્રિત વ્હાઇટ ગોલ્ડથી સ્કિન એલર્જી થવાનો ભય રહે છે.

કેડીયમ અને તાંબાની ભેળસેળ થાય છે

ઘણાં આભૂષણ બનાવનારાઓ કેડીયમને પણ શુદ્ધ ગણાવીને વેચતા હોય છે, પરંતુ તેમાં કેડમિયમ નામનું તત્વ હોય છે જે ફેફ્સાં માટે હાનિકારક હોય છે. સાથે જ, તેમાં તાંબાની ભેળસેળ પણ હોય છે. આવી છેતરપીંડીથી બચવા માટે આભૂષણ કે સોનાની કોઈ પણ વસ્તુ પર અંક જરૂર જોવા જોઇએ. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે સમાચાર પત્રોમાં પ્રતિદિવસ છપાતા અથવા ટીવી પર દેખાડવામાં આવતા સોનાના ભાવ 24 કેરેટ ગોલ્ડના હોય છે. એટલે જો તમે 23, 22 કે તેનાથી ઓછા કેરેટનું સોનું ખરીદો છો તો તેના ભાવ ઓછા હશે.

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

પૈસા માટે બધાં પ્રયત્નો કરી હારેલાં લોકો માટે, રાવણના 10 તાંત્રિક ઉપાય
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
આ 25 વાતોનું જે વ્યક્તિ ધ્યાન રાખશે, તેના ઘર પર હમેશાં રહે છે લક્ષ્મી કૃપા.
60 ઉપાયઃ દિવાળીમાં કરો કોઈ પાંચ ઉપાય, તમારી આવક ક્યારે નહીં ઘટે…!!!
માત્ર આ 5 ઉપાય કરશો તો, મળશે ચારેય તરફથી અપાર ધનલક્ષ્મી…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
શરીરની કુંડલિની શક્તિને કરો જાગૃત, તમારામાં આવશે આવા અકલ્પનીય ચમત્કારીક પરિવર્તન
આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD
આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
તમારી બેરોજગારી દુર કરો: યૂ-ટ્યૂબ ને તમારી ધરખમ આવકનું સાધન બનાવો.
સુકન્યા સમૃદ્ધિ યોજના, જાણવા માંગો છો તે બધુ…!! हिन्दी में भी.
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s