આ 10 મહત્વપૂર્ણ કામો માટે જરૂરી છે 10 ડિજિટનું PAN CARD

paan card3

પાન કાર્ડ હવે લગભગ દરેક વ્યક્તિ પાસે છે. પરંતુ, તેનો ઉપયોગ કયાં-કયાં કરવામાં આવે છે અને તેનું હોવું દરેક વ્યક્તિ માટે જરૂરી કેમ છે. ? તે કદાચ ઘણાં ઓછા લોકો જાણતા હશે.

ભારતમાં કાયમી એકાઉન્ટ નંબર કાર્ડ કે પાન કાર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિઝની દેખરેખમાં આવકવેરા વિભાગ બનાવે છે. આ કાર્ડ પર છપાયેલા 10 અંક પ્રત્યેક વ્યક્તિ માટે યૂનીક ઓળખ પ્રમાણ હોય છે. જેને ઓળખ પ્રમાણપત્રની રીતે ઉપયોગમાં કરવામાં આવે છે. આ ઉપરાંત, પગાર લેવા તેમજ વેપાર કરવા પર પણ તેનું હોવું આવશ્યક છે. આનાથી સરકાર નાણાંની લેવડ-દેવડ પર ટેક્સ લગાવી શકે છે. અને આ ટેક્સ દેશના વિકાસ માટે ખુબ જરૂરી છે.

આ મહત્વપૂર્ણ કામો માટે જરૂરી હોય છે પાન કાર્ડ

– પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની કિંમતની સ્થિર સંપત્તિ ખરીદવા અને વેચવામાં પાન કાર્ડની જરૂર પડે છે.
– વાહનનું વેચાણ કે ખરીદી પણ પાન કાર્ડની જરૂર પડે છે.
– જો બેન્કમાં આપની ડિપોઝિટની રકમ 50,000 રૂપિયાથી વધારે હોય તો આ પરિસ્થિતિમાં પાન કાર્ડનું હોવું આવશ્યક છે.
– પોસ્ટ ઓફિસમાં કોઇપણ પ્રકારના ખાતા (એકાઉન્ટ) ની રકમ જો 50 હજાર રૂપિયાથી વધુ હોય તો પણ તેનું હોવું આવશ્યક છે.
– એક લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુની ખરીદી કે વેચાણ પર ડિપોઝિટની રીતે તૈયાર કરવામાં આવેલો કોન્ટ્રાકટમાં તેનો ઉપયોગ થાય છે.
– કોઇપણ બેન્કમાં ખાતુ ખોલવા માટે પાન કાર્ડ જરૂરી દસ્તાવેજ માનવામાં આવે છે.
– ટેલીફોન કનેકશન લગાવવા માટે અરજી ભરતી વખતે તેનો ઉપયોગ અનિવાર્ય છે. સેલ્યુલર કનેકશન માટે પણ તે જરૂરી હોય છે.
– જો હોટલમાં આપનો એક દિવસનો ખર્ચ 25000 રૂપિયાથી વધારે થયો છે તો પાન કાર્ડની જરૂર પડે છે.
– એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુનો બેન્ક ડ્રાફટ, ચુકવણી ઓર્ડર કે બેન્કર ચેક રોકડમાં ખરીદવું છે તો પાન કાર્ડની જરૂર પડશે.
– વિદેશની યાત્રા કરવા માટે જો તમે 25 હજાર કે તેથી વધુ કિંમતની ટિકિટ રોકડમાં ખરીદો છો તો તે સમયે પણ પાન કાર્ડની જરૂર પડશે.

આખરે આ કાર્ડ પર 10 આંકડાના નંબરનો અર્થ શું હોય છે અને તે દરેક વ્યક્તિને એક બીજાથી કેવી રીતે અલગ બનાવે છે ?

paan card4

10 ડિજિટનો ખાસ નંબર

પાન કાર્ડ નંબર એક 10 ડિજિટનો ખાસ નંબર હોય છે, જે લેમિનેટેડ કાર્ડના રૂપમાં આવે છે. જેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવા લોકોને ઇશ્યૂ કરે છે જે પાન કાર્ડ માટે અરજી આપે છે. પાન કાર્ડ બની ગયા બાદ તે વ્યક્તિના બધા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન ડિપાર્ટમેન્ટના પાન કાર્ડ સાથે લિંક થઇ જાય છે. જેમાં ટેક્સ પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ જેવી ઘણી ફાઇનાન્સિયલ લેવડ-દેવડ ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે.

આ નંબરના પ્રથમ 3 નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. આ AAA થી લઇને ZZZ સુધીના કોઇ પણ લેટર હોઇ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે તે નક્કી કરવામાં આવે છે. આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે.

પાન કાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે. આ પાનકાર્ડધારકનું સ્ટેટસ દર્શાવે છે. જેમાં

P- એકલ વ્યક્તિ
F- ફર્મ
C- કંપની
A- AOP (એસોસિએશન ઓફ પર્સન)
T- ટ્રસ્ટ
H- HUF (હિન્દૂ અવિભકત કુટુંબ)
B- BOI (બોડી ઓફ ઇન્ડિવિઝ્યુલ)
L- લોકલ
J- આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન
G- ગર્વમેન્ટ માટે હોય છે.

paan card5

5મો ડિજિટ

પાન કાર્ડ નંબરનો પાંચમો ડિજિટ પણ આવો જ એક અંગ્રેજી લેટર હોય છે. આ લેટર પાનકાર્ડ ધારકના સરનામાનો પ્રથમ અક્ષર હોય છે. એ ફકત ધારક પર નિર્ભર કરે છે. મહત્વની વાત એ છે કે ફકત ધારકનું છેલ્લુ નામ જ જોવામાં આવે છે.

ત્યાર બાદ પાન કાર્ડમાં 4 નંબર હોય છે. આ નંબર 0001 થી લઇને 9999 સુધી કોઇપણ હોઇ શકે છે. આપના પાનકાર્ડનો આ નંબર તે સીરીઝને દર્શાવે છે. જે હાલના સમયમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ચાલી રહી છે. જેનો આખરી ડિજિટ એક આલ્ફાબેટ ચેક ડિજિટ હોય છે, જે કોઇ પણ લેટર હોઇ શકે છે.

આ પરિસ્થિતિઓમાં પણ છે પાનકાર્ડ જરૂરી

– ટુ વ્હીલર સિવાય અન્ય કોઇ વાહનના ખરીદ-વેચાણમાં
– કોઇ હોટલ કે રેસ્ટોરન્ટમાં એક વારમાં 25000 રૂપિયાથી વધુની ચુકવણી
– શેરોની ખરીદી માટે કોઇ કંપનીને 50,000 રૂપિયાથી વધુની ચુકવણી
– બુલિયન કે જ્વેલરી ખરીદી માટે પાંચ લાખ રૂપિયાથી વધુની ચુકવણી
– પાંચ લાખ રૂપિયા કે તેથી વધુની સ્થાવર મિલકતનું ખરીદ-વેચાણ
– બેન્કમાં 50 હજાર રૂપિયાથી વધુ જમા
– વિદેશ પ્રવાસ સંબંધમાં 25,000 રૂપિયાથી વધુની ચુકવણી
– બોન્ડ ખરીદવા માટે આરબીઆઇને 50,000 રૂપિયાથી વધુની ચુકવણી
– બોન્ડ કે ડિબેન્ચર ખરીદી માટે કોઇ કંપની કે સંસ્થાને 50 હજાર રૂપિયા કે તેથી વધુની ચુકવણી
– મ્યુચ્યુઅલ ફંડની ખરીદી

સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

આધાર કાર્ડ દ્વારા ONLINE મળી જશે “DIGITAL LOCKER”, આ છે પ્રક્રિયા..!!
ONLINE લિન્ક કરો તમારા આધાર કાર્ડને ગેસ કનેક્શન સાથે
ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?
હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ રીતે જાણો ક્યારે થઇ રહ્યું છે તમારા એકાઉન્ટનું હૈકિંગ, જાણો બચાવની ટિપ્સ
જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી.
બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના
લોન્ચ થયું WHASTAPPનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
ઘરનું ઘર જલ્દી લેવું છે? તો કરો આ સરળ અને નાના-નાના ઉપાય..!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!

Leave a comment