ડાયાબિટીસ એટલે શું? કોને અને કઈ રીતે થાય છે આ રોગ? કંટ્રોલ માટે શું કરવું?

diabetes3

ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ કઈ રીતે થાય છે, ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું, ડાયાબિટીસમાં કઈ-કઈ તકેદારી રાખવી અનિવાર્ય છે વગેરે ડાયાબિટીસ સંબંધી તમામ જાણકારી જે આજના સમયમાં દરેકને ખબર હોવી જોઈએ……..

ડાયાબિટીસ એક એવો છૂપો ખૂની છે જે ધીરે-ધીરે વ્યક્તિને આંતરિક રીતે નબળો અને નિઃસહાય બનાવે છે. ડાયાબિટીસનો રોગ વ્યક્તિની મૃત્યુ સાથે જ દૂર થાય છે. એકવાર જો વ્યક્તિને ડાયાબિટીસ થાય ત્યારબાદ વ્યક્તિએ માત્ર તેની કાળજી રાખવાની હોય છે બાકી એ હમેશ માટે મટી જાય તેવી હાલ કોઈ જ દવા છે નહીં. પરંતુ આખરે આ ડાયાબિટીસ છે શું? કઈ રીતે થાય છે ડાયાબિટીસ? ડાયાબિટીસ મટી શકે ખરા? ડાયાબિટીસમાં ખાસ ધ્યાન રાખવા યોગ્ય બાબતો કઈ છે? ડાયાબિટીસ ન થાય તેના માટે શું કરવું? આ તમામ પ્રશ્નોના જવાબ આજે અમે તમને જણાવીશું. જેથી જો તમને કે તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો તમે તેની સંપૂર્ણપણે તકેદારી રાખી શકો.

ડાયાબિટીસ એટલે શું?

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠીપેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે.

લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે. અહીં થોડા પ્રશ્નો ઉભા થાય છે. ગ્લુકોઝ શું છે ? આપણા ખોરાકમાં તો રોટલી-દાળ-ભાત-શાક લેવામાં આવે છે તો આ ગ્લુકોઝ ક્યાંથી આવે છે ? જો ડાયાબિટીસના દર્દીમાં સુગર વધી જતી હોય તો પછી તંદુરસ્ત માણસમાં એ સુગર નિયત પ્રમાણમાં કઇ રીતે રહે છે ? આ બધા સવાલના જવાબ મેળવવા આપણે પાચનક્રિયા અને બ્લડ સુગરનું નિયમન કઇ રીતે થાય છે તે સમજીએ….

ખોરાક આપણને શક્તિ અને જરૂરી પોષક દ્રવ્યો જેવા કે વિટામીન્સ, મીનરલ્સ, (ક્ષાર જેવા કે આર્યન (લોહ), ઝીંક વગેરે આપે છે. ખોરાકને અલગ અલગ વિભાગમાં વિભાજીત કરી શકાય (૧) કાર્બોહાઇડ્રેટસ (સ્ટાર્ચ) (ર) પ્રોટીન્સ (૩) ચરબી (ફેટ) અથવા તૈલી પદાર્થો વગેરે.

ખોરાકમાં રહેલા આ પદાર્થો લોહીમાં ભળી ન શકે. વળી આ પદાર્થોનું શરીરના કોષ (Cell) દ્વારા ઇંધણમાં રૂપાંતર ન થઇ શકે. આથી લોહીમાં ભળી શકે અને ઇંધણમાં રૂપાંતર થઇ શકે એ માટે આપણાંજઠ્ઠર, આંતરડા તથા સ્વાદુપિંડમાંથી ઝરતા પાચકરસો દ્વારા ખોરાકનું સાદા અને લોહીમાં ભળી શકે એવા નાના અને સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે. કાર્બોહાઇડ્રેટ અથવા સ્ટાર્ચનું રૂપાંતર ગ્લુકોઝમાં, પ્રોટીન્સનું એમીનો એસીડમાં અને ચરબીનું ફેટી એસીડ તથા ગ્લીસેરોલમાં પરિવર્તન થાય છે. આ પદાર્થો નાના આંતરડામાં સહેલાઇથી લોહીમાં ભળી જાય છે અને આખા શરીરને પહોંચતા થાય છે.

ગ્લુકોઝ એ કુદરતે બનાવેલ જાદુઇ પદાર્થ છે જે દરેક પ્રાણીને શક્તિ આપે છે. આપણા માટે પણ ગ્લુકોઝ એ શરીરનું ઇંધણ છે. આપણું મગજ માત્ર ગ્લુકોઝ જ શક્તિ માટે વાપરી શકે છે. થોડી જ મિનિટો ગ્લુકોઝ જો મગજને ન મળે તો તેને નુકશાન પહોંચે. આથી આપણા શરીરના દરેક કોષને શક્તિ પુરી પાડવા અને મગજને સતત ગ્લુકોઝ મળતું રહે એ માટે શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરવામાં આવે છે. આપણે એ પ્રક્રિયાને સમજીએ જેથી ડાયાબિટીસ કઇ રીતે થાય છે તે સમજી શકાય. લોહીમાં ગ્લુકોઝની માત્રાનું નિયમન કરવામાં સ્વાદુપિંડ અને ઈન્યુલીનનો મહત્વનો ફાળો છે.

સ્વાદુપિંડનું કાર્ય : પેટમાં જઠરની પાછળ સ્વાદુપિંડ (Pancreas) નામની અંતઃસ્ત્રાવી ગ્રંથી આવેલી છે. જેનો સ્ત્રાવ સીધો લોહીમાં ભળે છે. આ સ્વાદુપિંડનો મોટો ભાગ પાચકરસ બનાવે છે. આ પાચકરસ બનાવતા કોષોની વચ્ચે આઇલેટસ ઓફ લેંગરહાનના કોષો આવેલ છે. આ કોષ બે પ્રકારના હોય છે. બીટા(Beta) કોષમાંથી ઈન્સ્યુલીન નામનો હોર્મોન બને છે. આ હોરમોન સીધો લોહીમાં ભળી જાય છે અને લોહી વાટે શરીરના દરેક કોષ સુધી પહોંચે છે.

ઈન્સ્યુલીનનું કાર્ય : શરીરનું કાર્ય યોગ્ય થતું રહે તે માટે ગ્લુકોઝનો એકધારો અને અવિરત પુરવઠો મળતો રહે એ અત્યંત આવશ્યક છે. શરીરના દરેક કોષ (Cell)ને ગ્લુકોઝની જરૂર હોય છે. આ કોષની દિવાલમાંથી ગ્લુકોઝને કોષમાં જવાની ચાવી તરીકે ઈન્સ્યુલીન કરે છે.

શરીરના દરેક કોષ ઈન્સ્યુલીન માટેના કેન્દ્રો હોય છે. જેમ તાળામાં ચાવી બંધ બેસતી હોય અને અંદર ગોઠવાઇને તાળું ખોલે છે તેમજ ઈન્સ્યુલીન શરીરના કોષના દરવાજા ખોલે છે અને આ દરવાજા ખુલ્યા પછી જ ગ્લુકોઝ કોષમાં જઇ શકે છે. એ પછી જ કોષને જોઇતું ઇંધણ મળે છે.

ડાયાબિટીસ કેવી રીતે થાય છે?

ડાયાબિટીસ શું છે ?: ડાયાબિટીસના રોગમાં ઈન્સ્યુલીન શરીરમાં બનતું નથી અથવા ઓછુ બને છે અથવા જે કંઇ બને છે તે અસરકારક નથી હોતું. આથી લોહીમાં આવેલ ગ્લુકોઝનું વિતરણ થઇ શકતું નથી. આ ગ્લુકોઝને શરીરના કોષમાં જવા માટેની ચાવીરૂપ ઈન્સ્યુલીન ન હોવાથી લોહીમાં તેનું પ્રમાણ વધવા લાગે છે. વળી વધારાના ગ્લુકોઝનો સંગ્રહ નથી થઇ શકતો.

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી પેશાબમાં ગ્લુકોઝ આવે છે. જ્યાં સુધી લોહીમાં ૧૮૦ મીગ્રા/ડીએલ ગ્લુકોઝનું પ્રમાણ રહે છે ત્યાં સુધી પેશાબમાં નથી આવતું પણ ૧૮૦ મીગ્રા/ડીએલથી ઉપર જાય એટલે પેશાબમાં પણ ગ્લુકોઝ દેખાવા શરૂ થાય છે.

ડાયાબિટીસ મટશે? કેટલાક સંશોધન-

ડાયાબિટીસને લગતા દુનિયામાં કરોડો ડોલરને ખર્ચે અનેક સંશોધન થઇ રહ્યાં છે. ભવિષ્યમાં સ્વાદુપિંડના કોષોને જીવતા કરે એવી દવા આવશે કે જેનાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જશે?

મધુપ્રમેહ મટશે?

ઘણા ડાયાબિટીસના દર્દીઓ રાહ જોઇએ બેઠા છે કે ક્યારે ડાયાબિટીસની સારવારમાં કંઇક નવી ચમત્કારિક શોધ થાય અને ડાયાબિટીસ મટી જાય કે ઈન્સ્યુલિનના ઇન્જેક્શન બંધ થાય કે કાયમી ખોરાકની પરેજી જાય. ડાયાબિટીસના ક્ષેત્રમાં દુનિયાભરમાં કરોડો ડોલરને ખર્ચે અનેક સંશોધન થઇ રહ્યાં છે અને ઘણી બધી સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સતત કાર્ય કરી રહ્યા છે. ડાયાબિટીસની મોટી મુશ્કેલી છે કે એકવાર થાય પછી દર્દીનો છેડો છોડતું નથી. ભવિષ્યમાં સ્વાદુપિંડના કોષોને જીવતા કરે એવી દવા આવશે કે જેનો મહિના, વર્ષ કે બે વર્ષ કોર્સ કર્યા બાદ ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી જાય.

જેવી રીતે શરીરમાં કિડની બદલાવીને નવી મૂકી શકાય છે એમ, ભવિષ્યમાં સ્વાદુપિંડ બદલાવવાનું ઓપરેશન થઇ શકશે. સારવાર ડાયાબિટીસ ટાઇપ-૧ના બાળદર્દીઓ તથા વધુ પ્રમાણમાં ઈન્સ્યુલિન લેતા દર્દીઓ માટે વરદાનરૂપ બનશે.

દવાઓથી ડાયાબિટીસને અટકાવી શકાય?: જેમને બારણે ડાયાબિટીસ ટકોરા દેતો હોય એવા સ્થૂળ લોકો ચોક્કસ પ્રકારની દવાઓ દ્વારા ડાયાબિટીસ થતો અટકાવી શકે છે. સ્થૂળતા-વિરોધી દવાઓ પણ ડાયાબિટીસને થતો અટકાવે છે.

સ્થળૂતા માટેની સર્જરી: અતિસ્થૂળ લોકો મેદસ્વિતા ઓછી કરવા માટે પેટ-આંતરડાનું ઓપરેશન કરાવે છે. તેનાથી વજન ઘટે છે અને ડાયાબિટીસ નાબૂદ થઇ શકે છે. વિષયમાં ખૂબ વધારે સંશોધન થાય એવી શક્યતા છે.

ડાયાબિટીસ થશે એની અગાઉથી ખબર પડશે:  શરીરની અમુક લેબોરેટરી તપાસ કે જનીનની તપાસ વડે અગાઉથી જાણી શકાશે કે ડાયાબિટીસ થવાની શક્યતા છે કે કેમ અને તેને માટે યોગ્ય સારવાર જેવી કે ટાઇપ-૧ ડાયાબિટીસ માટે વેક્સિન ઉપલબ્ધ થશે.

ડાયાબિટીસનું નિદના સહેલું થશેઃ હાલમાં લોહીમાં સુગર તપાસ માટે નસમાંથી કે આંગળીમાંથી લોહી લેવું પડે છે. ભવિષ્યમાં તપાસ થૂંક કે આંસુમાંથી થઇ શકશે કે માત્ર ત્વચા પર સાધન રાખવાથી સુગરની જાણકારી મેળવી શકાશે.

ઈન્સ્યુલિનનાં ઇન્જેક્શનો વિકલ્પ શોધાશે: જે દર્દીને દવા તરીકે ઈન્સ્યુલિન લેવું પડે છે તે ઇન્જેક્શન લઇને કંટાળી જતા હોય છે. તેમણે થોડી ધીરજ રાખવી.

ઈન્સ્યુલિન પમ્પ: શરીરમાં સતત ઈન્સ્યુલિન આપ્યા કરે એવો પમ્પ હાલમાં ઉપલબ્ધ છે. પમ્પને નળ અને સ્ટિકર વડે ત્વચા સાથે જોડવાના હોય છે. ભવિષ્યમાં એવા પમ્પ આવશે કે જે પોતે બ્લડ સુગર માપીને મુજબ ઈન્સ્યુલિનનો ડોઝ અાપશે. શ્વાસમાં લઇ શકાય કે ત્વચા પર લગાડી શકાય તેવા ઈન્સ્યુલિન પમ્પ ઉપલબ્ધ થશે. હાલમાં બજારમાં મોઢામાં સ્પ્રે કરી શકાય તેવા ઈન્સ્યુલિ પમ્પ મળે છે. જાતના ઈન્સ્યુલિનનો ઉપયોગ કરતા દર્દીએ ઇન્જેક્શન નહીં લેવાં પડે.

ડાયાબિટીસથતો અટકે કે કાબૂમાં રહે એવો ખોરાક: ભવિષ્યમાંએવા ક્રિયાશીલ ખોરાક (Functional Foods) મળશે જેનાથી ડાયાબિટીસ કાબૂમાં રહેશે અથવા થતો અટકશે. ખોરાકમાં લેવાતી ચરબીને ૧૦૦ ટકા બંધ કરી શકાય એવા અવેજીના ખાદ્ય પદાર્થો મળશે.

શરીરનું જનીનિક બંધારણ બદલી શકે એવી સારવાર: ડાયાબિટીસ વારસાગત રીતે આગળ વધે છે અને ભવિષ્યમાં એવી જનીનની સારવાર (Genetic Treatment) ઉપલ્બ્ધ થશે કે ડાયાબિટીસને થતો અટકાવી શકાય. સિવાય ડાયાબિટીસને લીધે થતી તકલીફો, હૃદયરોગ, કિડનીની તકલીફ, આંખની તકલીફ અને પગની તકલીફો માટે પણ મોટા પાયે સંશોધનો ચાલુ છે અને ભવિષ્યમાં ડાયાબિટીસને લીધે અંગોને નુકસાન થાય અથવા થયેલું નુકસાન પાછું વળે એવી સારવાર ઉપલબ્ધ થશે.

ડાયાબિટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ

એક ઉદાહરણ પ્રમાણે 32 વર્ષના વિપુલભાઇ રિયલ એસ્ટેટના વ્યવસાયી છે. તેમનું વજન 96 કિલો છે. તેમને ડાયાબિટીસ લાગુ પડ્યો છે અને ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવા પડે છે. દરરોજ સવારે 9 વાગે વાગ્યે ઊઠીને ચાલવા જાય છે અને ભોજનની થાળીમાં ગળપણ જુએ તો બૂમાબૂમ કરે છે. મીઠાઇ જોઇને મનમાં ગભરાય છે. વિપુલભાઇના પરિવારજનોને સતત મનમાં થાય છે, ‘ક્યાંક અમને તો ડાયાબિટીસ નહીં થાય ને….’ ડાયાબિટીસના દર્દીના દરેક સગાના મનમાં સવાલ થતો હોય છે કે ડાયાબિટીસ થાય તે માટે શું કરવું જોઇએ.

ડાયાબિટીસ ટાઇપ-૧ને અટકાવી શકાય?

જાગૃત રહેવાથી ડાયાબિટીસ ટાઇપ-૧નું વહેલું નિદાન થઇ શકે છે પણ હાલના સંજોગોમાં તેને અટકાવવો મુશ્કેલ છે. ભવિષ્યના વર્ષોમાં એવી રસી ઉપલબ્ધ થશે જે ડાયાબિટીસ ટાઇપ-૧ના દર્દીના ભાઇ-બહેનને આપવાથી રોગને થતો અટકાવી શકાશે.

ડાયબિટીસ ટાઇપ-ર ને અટકાવી શકાય?

ડાયાબિટીસ ટાઇપ-ર, મોટી ઉંમરે થતી ચયાપચયની ક્રિયાની ખામી છે જેમાં શરીરમાં ઈન્સ્યુલિનના સ્ત્રાવની ખામી તથા ઈન્સ્યુલિનના કાર્ય સામે પ્રતિકાર જોવા મળે છે. રોગને સ્થૂળતા, બેઠાડુ જીવન અને માનસિક તાણ સાથે સંબંધ છે માટે તેનાથી દૂર રહેવું.

ડાયાબિટીસ નિયંત્રણ માટે કેટલીક સોનેરી ટિપ્સ

-સ્વાસ્થ્યપ્રદ ખોરાક અપનાવો

તંદુરસ્તીને જાળવી રાખવા માટે અને ડાયાબિટીસ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝથી બચવા માટે અહીં જણાવેલાં ખોરાકમાં જરૂરી ફેરફાર કરી શકાય.

તાજાં ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા ધાન્ય વધારે લેવાં. ખોરાકમાં રેસાવાળા ફળ, શાક વધારે લેવાં, ફણગાવેલાં કઠોળ વધારે લેવા.

દાળ, શાક, કઠોળમાં ખાંડ- ગોળ ન નાખવાં.

લગ્નના રિસેપ્શન કે પાર્ટીમાં બને ત્યાં સુધી બાફેલાં ફરસાણ જેવા કે ઢોકળા, ખાંડવી, ઇડલી વગેરે ખાવાં.

આઇસક્રીમ કે ડેઝર્ટ એકલા ખાવાને બદલે કોઇની સાથે વહેંચીને ખાવા.

જમવાનું શરૂ કરતા પહેલા થોડું સલાડ ખાઇ લેવું અથવા એક ગ્લાસ છાશ પીવી.

જમતાં જમતાં ટીવી જોવાથી વધારે ખોરાક લેવાય છે. એટલે ટીવી જોવાને બદલે સંગીત સાંભળવું.

ધીરે-ધીરે જમવું કારણ કે જઠરમાંથી પેટ ભરાઇ ગયાનું સિગ્નલ મગજ સુધી પહોંચતાં સમય લાગે છે.

ચમચી તથા વાટકાની સાઇઝ ઘટાડી નાખો.

નિયમિતપણે ભોજન લેવું. કામને લીધે મોડેથી અને ભરપેટ ન જમવું.

સાભાર: દિવ્ય ભાસ્કર.


વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s