દાધર-ખાજ અને ખંજવાળ એક પ્રકારના ફંગલ સંક્રમણથી ફેલાય છે. દાધર એક ચર્મરોગ છે જેને રિંગવોર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંક્રમણ શરીરના કોઇપણ ભાગ પર ફેલાઇ શકે છે, જેમ કે, નખ, હથેળી, પગ અથવા માથા પર પણ. દાધર શરીરના જે ભાગ પર હોય છે તે ભાગ પર ખંજવાળ આવવા લાગે છે અને જ્યારે વ્યક્તિ તેને ખંજવાળવા લાગે છે તો વધારે ઝડપથી ફેલાવા લાગે છે.
તે સંક્રમિત વ્યક્તિના સ્પર્શથી પણ ફેલાય શકે છે. જો તમારા ઘર પર કોઇ વ્યક્તિને દાધની સમસ્યા છે તો તેના સામનનો પ્રયોગ કરવાથી બચવું. બાળકોમાં આ સંક્રમમણ મોટા લોકોની સરખામણીમાં વધારે ફેલાય છે. બજારમાં ઘણા એવા તેલ અને ક્રીમ ઉપલબ્ધ છે જે દાધર-ખાજની સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. જોકે, તમે થોડા ઘરેલું નુસખાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
લસણનો રસઃ-
લસણમાં એક એન્ટી ફંગલ તત્વ મળી આવે છે જે કોઇપણ પ્રકારના ફંગલ સંક્રમણને ઠીક કરવાની ક્ષમતા રાખે છે. લસણને છીલીને તેના ઝીણા ટૂકડા કરીને પ્રભાવિત ક્ષેત્ર પર લગાવવું અને તેના પર પટ્ટી બાંધી લેવી. આ પટ્ટીને આખી રાત રહેવા દેવી. આ ઉપાય દરરોજ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
એપ્પલ વિનેગારઃ-
રૂના ટૂકડાને એપ્પલ સાઇડર વિનેગારમાં ડુબાડી અને પ્રભાવિત ક્ષેત્ર પર દિવસમાં 5 વાર લગાવવું, આ ઉપાય ત્રણ દિવસ સુધી સતત કરતાં રહેવું. જોકે, આ ઉપાયને ત્યાં સુધી કરવામાં આવવો જોઇએ જ્યાં સુધી દાધર બિલકુલ ગાયબ ન થઇ જાય.
નારિયેળ તેલઃ-
આ તેલ તમને ખંજવાળથી રાહત અપાવશે અને ત્વચાને મુલાયમ બનાવશે. તમારે આખી રાત આ નારિયેળ તેલ લગાવીને રાખવું જોઇએ. આ ઉપાયને ઘણા દિવસ સુધી સતત કરવાથી ખૂબ જ ફાયદો અપાવે છે.
જોજોબા તેલ અને લેવેન્ડર તેલઃ-
આ તેલ કોઇપણ પ્રકારની હાનિ નથી પહોંચાડતું. આ તેલને બાળકો માટે ખાસ પ્રયોગ કરવામાં આવે છે. એક ચમચી જોજોબા તેલમાં એક ટીપું લેવેન્ડર તેલ મિક્સ કરવું. ત્યાર પછી તેને રૂની મદદથી પ્રભાવિત ભાગ પર લગાવવું.
સરસિયાનું તેલઃ-
સરસિયાના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યાર પછી તેને પીસી જાડી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ખંજવાળ પેદા કરનારી જગ્યા પર લગાવવું. તમને જરૂર લાભ મળશે.
હળદરઃ-
એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરેલી હળદર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેકશનને દૂર કરવામાં સહાયક છે. રૂની મદદથી તાજી હળદરનો રસ શરીર પર લગાવવો. તેને દિવસમાં 3 વાર લગાવવાથી રાહત મળશે.
વિનેગાર અને મીઠું-
એક જાડી પેસ્ટ મીઠા અને વિનેગારની તૈયાર કરવી. આ પેસ્ટને સીધા પ્રભાવિત ક્ષેત્ર પર દિવસમાં 5 વાક લગાવવી. આ ઉપાય 7 દિવસો સુધી લગાવી રાખવું, તમને જરૂર લાભ મળશે.
એલોવેરાઃ-
ત્વચાના કોઇપણ રોગ માટે એલોવેરા ખૂબ જ સારું ઔષધ માનવામાં આવે છે. એલોવેરાના રસને શરીર પર લગાવવો અને આખી રાત તેને તે જ સ્થિતિમાં છોડી દેવો. ત્યાર પછી સવારે તેને ધોઇ લેવો. જ્યાં સુધી બીમારી ઠીક ન થઇ જાય ત્યાં સુધી આ ઉપાય કરતાં રહેવું.
લેમન ગ્રાસ ટીઃ-
લેમન ગ્રાસ ટી એક બેસ્ટ રેમેડી છે જેનાથી ખંજવાળ અને સંક્રમણ દૂર થઇ જાય છે. તમારે દિવસમાં ત્રણવાર લેમન ગ્રાસ ટીનું સેવન કરવું જોઇએ। જો તમને ઠીક લાગે તો ઉપયોગમાં લીધેલ ટી બેગ પણ દાધર પર લગાવી શકો છો. આ ઉપાયથી તમને ઘણી રાહત મળશે.
જૈતૂનના પાનઃ-
આ પાનને દિવસમાં 3 વાર ચાવવા જોઇએ. આ પાન અંદરથી તમારી બીમારીને દૂર કરી દે છે. આ ઉપાય તમારા શરીરની ઇમ્યૂનિટીને પણ વધારે છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો
૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો