ચહેરાની સુંદરતા ઘટાડી દેતા વણજોઇતા વાળને જડથી કરો દૂર, આ 12 રીતે.

hair8

આજકાલ ઘણા લોકો ટેનિંગને દૂર કરવા માટે, ખીલનો ઉપચાર, દાગ-ધબ્બાને ઓછા કરવા તથા અણગમતા વાળને દૂર કરવા ઘરેલુ ઉપચારનો વિકલ્પ પસંદ કરે છે. વાળને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર સૌથી ઉત્તમ છે કારણ કે, તેની કોઇ જ આડઅસર થતી નથી. કેમિકલયુક્ત બજારમાં મળતા પ્રોડક્ટની સરખામણીમાં ઘરેલું ઉત્પાદક પ્રભાવી અને તમારી ત્વચા માટે હાનિકારક હોય છે.

આજે આ લેખમાં તમે જાણી શકશો કે હડપચી પર આવતા અણગમતા વાળને દૂર કરવા માટેના થોડા ઉપાયો જણાવીશું. કોઇપણ સૌંદર્ય ઉત્પાદ અથવા કોસ્મેટિકનો ઉપયોગ કરવો એના કરતાં ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરવો ખૂબ જ સારો માનવામાં આવે છે. હડપચીના વાળને દૂર કરવા માટેના આ ઉપાયો સંવેદનશીલ ત્વચા માટે પણ ઉપયોગી છે. અહીં અમે તમને ઘણા વિકલ્પો જણાવી રહ્યા છીએ જેમાં તમે કોઇ પણ પસંદ કરી શકો છો.

હળદરનો પેકઃ-
હડપચીના વાળને દૂર કરવા માટે હળદરનો પેક સૌથી ઉત્તમ ઘરેલુ ઉપચાર છે. દૂધમાં એક ટેબલસ્પૂન હળદર મિક્સ કરવી તથા આ મિશ્રણને ચહેરા પર લગાવવું. 15 મિનિટ પછી નવશેકા પાણીથી ચહેરાને સાફ કરી લેવો.

ખાંડ અને લીંબુનું સ્ક્રબઃ-ખાંડ અને લીંબૂને મિક્સ કરીને બનાવેલું સ્ક્રબ વાળને દૂર કરવા માટે બીજો સૌથી ઉત્તમ રસ્તો છે. આ પેસ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ખાંડ મૃત ત્વચાને દૂર કરે છે જ્યારે લીંબુ વાળના રંગને ઝાંખા કરે છે.

ટામેટા અને ચણાના લોટથી બનેલું પીલઃ-
2 ટેબલસ્પૂન ચણાના લોટમાં ટામેટાનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને હડપચી પર 15 મિનિટ સુધી લગાવી રાખવો. આ પેકને ચહેરા પરથી દૂર કરશો તમે જોઇ શકશો કે આ પેકની સાથે જ તમારા ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.

લીંબુ અને ચણાના લોટનું સ્ક્રબઃ-

ચણાના લોટમાં લીંબૂનો રસ મિક્સ કરવો. આ બંન્ને મિશ્રણને હડપચીના અણગમતા વાળને દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ મિશ્રણને પોતાના ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખવું ત્યાર પછી ચહેરાને સાફ પાણી વડે સાફ કરી લેવો.

અખરોટ અને બદામનો સ્ક્રબઃ-
6 અખરોડ અને મુઠ્ઠીભર બદામ લેવી તથા આ બંન્નેને પીસી લેવા. આ બંન્નેને મિક્સ કરી તેમાં થોડું ગુલાબ જળ મિલાવવું. આ પેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જાય છે.

બટાકાનું પીલઃ-

બટાકાને પીસીને ઘાટ્ટી પેસ્ટ તૈયાર કરી લેવી તથા તેમાં અખરોટને પેસ્ટને મિક્સ કરી લેવી. હડપચીના અણગમતા વાળને દૂર કરવા માટે આ પેકનો ઉપયોગ કરવો.

ગુલાબ જળઃ-
તમારા ચહેરાને દરરોજ બે વાર ગુલાબ જળથી સાફ કરી લેવો. જેનાથી ચહેરા પર વાળ મૃત થઇ જશે તથા સાથે જ, હડપચીની ત્વચાનો રંગ પર નિખરી જશે.

પપૈયાનો ઉપયોગઃ-

શું તમે જાણો છો કે, કાચા પપૈયાની પેસ્ટ અણગમતા વાળને દૂર કરવા માટે સૌથી સારી માનવામાં આવે છે. પપૈયાની પેસ્ટનો ઉપયોગ એક પાતળા પેક સ્વરૂપે પણ કરી શકાય છે જે સૂકાય ગયા પછી ઉંધી દિશામાં ખેચીને દૂર કરવું પડે છે.
ઓટમીલ પેકઃ-
મુઠ્ઠી ભરી ઓટ્સ ઉકાળવા. ઠંડા કરી એક બાજુ રાખવાં. આ ઓટ્સમાં એક ટીપું લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરવી. તેને સરખી માત્રામાં મિક્સ કરવું તથા અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે આ પેકને હડપચી પર પણ લગાવી શકાય છે.

સંતરાની છાલથી બનેલો પેકઃ-

બે સંતરાની છાલને પીસવી. આ પાવડરને એક વાટકામાં રાખવું. આ પાવડરમાં ગુલાબ જળ અને બદામનો પાવડર મિક્સ કરવું. આ બધા જ ઘટકોને એકબીજા સાથે મિક્સ કરી તમારી હડપચી પર લગાવવું. હડપચીના વાળ દૂર કરવા માટે આ ઉપાય ખૂબ જ ઉત્તમ છે.

ત્વચા માટે પ્રભાવી જવઃ-
હડપચીના વાળને દૂર કરવા માટે લીંબુના રસમાં જવનું પાણી મિક્સ કરીને લગાવવું. સવારે ઉઠીને આ મિશ્રણથી પોતાનો ચહેરો સાફ કરવો.

ડુંગળીની પેસ્ટઃ-
બે ડુંગળી લેવી તથા તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટમાં ટામેટાનો રસ મિક્સ કરવો તથા હડપચીના અણગમતા વાળને દૂર કરવા માટે આ પેકને હડપચી પર લગાવવો. સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે સપ્તાહમાં બે વાર આ પેકનો ઉપયોગ કરવો.’

સાભાર: દિવ્ય ભાસ્કર.


 

વાંચો ઍક થી ઍક ચડિયાતા જીવન ઉપયોગી મજેદાર લેખો

૪૦ સરળ અસરકારક ઉપાયો: એલોવેરા છે શ્રેષ્ઠ ઔષધી, અનેક રીતે કરો ઉપયોગ..!!
તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!
કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!
ખીલ-ખાડાથી ભરેલા ચહેરાની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે, દેશી નુસખા..!!
સ્વાઇન ફ્લૂની ખોટી માન્યતાઓ: ડરવાની જરુર નથી, જાણો હકીકત…
લો બ્લડપ્રેશર એટલે શું? જાણો લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું ..શું નહીં..?
ચમત્કારીક ઈલાજ “પાણી પ્રયોગ”…!!
10 શ્રેષ્ઠ ટિપ્સઃ વર્ષો જુની તમાકુની લત છોડાવશે, બચી જશો આવા રોગોથી
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
માત્ર આદુવાળી જ ચા પીશો, જ્યારે જાણશો આ 14 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ
મનોઈચ્છિત ફળ+અઢળક ધન પામવા, વાર પ્રમાણે કરો આ ખાસ 7 ઉપાય
સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
બારેમાસ ખાઈ શકાય ખજૂર, આ 25 સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણી ચોક્કસ ખાશો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s