તમારા વાળ થશે એકદમ લાંબા+ ઘાટ્ટા+ સ્વસ્થ, દરેક સમસ્યા માટેના ઉપાય..!!

hair5

અત્યારે દરેક સ્ત્રી જે સમસ્યાથી પીડાઈ રહી છે તે છે સ્વસ્થ વાળ ન હોવા અને વાળ ખરવા. જો તમે દિવાળી સુધી અહીં જણાવેલી ટિપ્સ અજમાવશો તો વાળની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો.

આજકાલ વાળ ખરવાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. પ્રદૂષણ, તણાવ અને અનિયમિત આહારને કારણે વાળની સમસ્યા સતત વધતી જઈ રહી છે. આ સમસ્યાઓને કારણે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે, વાળ પાતળા, સફેદ અને બેમુખવાળા થઈ જવા, ખરવા વગેરે જેવી અનેક તકલીફો સર્જાય છે. એવામાં જો તમે વાળને લઈને ચિંતામાં છો અને વાળની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માગતા હોવ તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે ખાસ HAIR AND CARE પેકેજ જેને અનુસરીને તમે એકદમ સ્વસ્થ વાળમાં માલિક બની શકશો.

આ ખાસ પેકેજથી તમે જાણી શકશો વાળ સંબંધી દરેક સમસ્યાઓ માટેની અનેરી ટિપ્સ. જો તમે યોગ્ય ઉપચાર કરવા માગતા હોવ તો આગળ જાણો વાળની દરેક સમસ્યાનો બેજોડ ઈલાજ.

વાળ ખરવાના અને બગડવાના આ રહ્યા કારણોઃ-

-વાળ ખરવા માટેનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવન છે. જેથી  વાળ ખરતા રોકવા તણાવથી દૂર રહેવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે સ્ટ્રેસ ન આવે.

-ઘણીવાર હવામાન બદલાતા વાળ ખરતા હોય છે, તે વખતે તમારે પોતાના વાળની કેયર કરવી જોઈએ. કોઈ મોટા ઓપરેશન, ઈન્ફેકશન અને લાંબા સમયની બીમારી હોય તો વાળ ખરી શકે.

-જો અચાનક હોર્મોનનું લેવલ ઈમ્બેલેન્સ થઈ જાય અને તમે કોઈ બીમારીથી પીડાઓ તો તેની સીધી અસર તમારા વાળ પર પડે છે અને વાળના મૂળ નબળા થઈને ખરવા લાગે છે.

-સુવાવડ પછી કેટલીક મહિલાઓમાં નબળાઈ આવી જતી હોય છે. આ નબળાઈને પગલે વાળ ખરતા રહે છે. આવી સ્થિતિમાં તમારે વાળને પોષણ આપવા હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

વાળ માટે ઉપાય પહેલા જરૂરી છે તેની યોગ્ય સંભાળ-

-નિયમિત ધુઓઃ- જે રીતે માથામાં તેલ નાંખવું જરૂરી છે તે રીતે વાળની સફાઈ અને ધોવા પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો અઠવાડિયામાં બે વાર ધોવા. તમારા માથાની સફાઈ ખૂબ જરૂરી છે.

-વાળ માટે પોષણયુક્ત ખોરાક છે જરૂરીઃ- વાળ માટે આહાર ખૂબ સારો હોવો જોઈએ. જેમ કે- લીલી અને તાજી શાકભાજી, બદામ, માછલી, નારિયેળ વગેરે આ તમામને તમારા ડાયટમાં સામેલ કરો અને લાંબા વાળ મેળવો.

-બરછટ વાળને દર ત્રણ મહિને દૂર કરોઃ- વાળને ત્રણ મહિનામાં એકવાર તો જરૂર ટ્રિમ કરાવવા, જેથી બેમુખી વાળમાંથી મુક્તિ મળે. વાળને ટ્રિમ કરાવવાથી વાળ જલ્દી વધતા પણ હોય છે.

-વાળને હંમેશા ખુલ્લા ન રાખોઃ- લાંબા વાળને પ્રદૂષણ, ધૂળ, માટી અને હવાથી બચાવવા જોઈએ. જો તમે ક્યાંય પ્રવાસ પર નીકળ્યા હોવ તો વાળને બાંધી લેવા જોઈએ.

-તમારા વાળ માટે કયું તેલ સારું રહેશેઃ- વાળને જલ્દી વધારવા માટે ગમે તે તેલ ઉપયોગ ન કરો. આ માટે વાળ અનુરૂપ તેલની પસંદગી કરો.

ખરતા વાળને રોકવા માટેની ઘરેલું ટિપ્સ-

-લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાડવાથી રોગી વ્યક્તિના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે.

-ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે અને ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.

-રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને આ પાણી પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનાં ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

-આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

-અડધો કપ દારૂમાં ડુંગળીનાં ટૂકડા નાંખીને એક દિવસ અગાઉ રાખી દો. પછી એક દિવસ પછી ડુંગળીનાં ટૂકડાઓને દારૂમાંથી બહાર કાઢવા અને માથા પર તેની માલિશ કરવી. આનાથી ખરતા વાળ બંધ થઈ જશે અને માથા પર નવા વાળ ફરીથી ઊગવા શરૂ થઈ જશે.

યૌગિક ઉપચારઃ-

-સૂર્યોદયના સમયે શુદ્ધ તાજી હવામાં આસાન પાથરી પ્રાણાયામ અને શીર્ષાશન અને સર્વાંગાસનનો નિયમિત અભ્યાસ કરો.

-વાળનો સીધો સંબંધ પેટ સાથે હોય છે. જો પાચનતંત્ર અને પાચનક્રિયા સારી નહીં હોય તો વાળની જડ નબળી થશે અને તે તૂટવા લાગશે. એટલા માટે ખાન-પાન અને કબજિયાત ન થાય તેનું હંમેશા ધ્યાન રાખો.

-જો શક્ય હોય તો ચા, કોફી, પાન-તમાકૂ, મિર્ચ-મસાલા વગેરે નશીલા પદાર્થોથી દૂર રહો.

અન્ય ઘરેલું ઉપયોઃ-

-લીમડાના પાંદડા તથા બોરના પાન સરખા ભાગે લઈ પાણીમાં વાટી વાળમાં લેપ કરવો. સુકાયા બાદ ધોઈ લેવાથી વાળ વધે છે અને ખોડો મટે છે.

-તુલસીના પાંદડા અને આંમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડા રહિત,  કાળા તથા સુંવાળા બને છે.

– લીંબુનો રસ દરેક પ્રકારના વાળમાં ફાયદો કરે છે. માથું ધોવાના પાણીમાં લીંબુનો રસ મેળવી અથવા લીંબુ નીચોવી લઈ માથામાં ઘસવાથી પણ વાળ લાંબા થાય છે તથા ખોડો મટે છે. વાળ માટે ખાટું દહીં ખૂબ ફાયદાકારક હોય છે.

-વાળનુ જરૂરી પોષણ છે તેલ. ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે વાળમાં તેલ લગાવવાથી કંઇ નથી થતું. તેમને લાગે છે કે જો વાળ મજબૂત અને ભરાવદાર હોય તો તેમને આ બધાની શી જરૂર છે. પણ અમે તમને જણાવી દઇએ કે વાળના યોગ્ય પોષણ માટે તેલની માલિશ બહુ જરૂરી છે. જે તેલ તમારા માથાની ત્વચામાંથી નીકળે છે કે સીબમ હોય છે, તેલ નહીં. જે વધારે નીકળવાથી માથાની ત્વચામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ખોડા જેવી સમસ્યા સર્જાઇ શકે છે.

તેલ લગાવવાના ફાયદા :

  1. તેલ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાંક પ્રકારના તેલ વાળને લાંબા, ચમકીલા અને કાળા બનાવે છે.
  1. જો તમે સહેજ ગરમ તેલથી તમારા માથામાં મસાજ કરશો તો વાળ મજબૂત બનશે. વાળમાં જો ખોડાની સમસ્યા છે તો તેમાં ગરમ તેલની સાથે લીંબુ મિક્સ કરી લગાવવાથી ખોડામાંથી મુક્તિ મળે છે. અઠવાડિયામાં એક કે બે વાર હોટ આઈલ મસાજ બ્લડ સર્ક્યુલેશન ને વધારી વાળને હેલ્દી બનાવે છે.
  1. તેલ લગાવવાથી સીબમ પર નિયંત્રણ આવે છે. તો તેલ લગાવવાથી માથાની ત્વચા શુષ્ક નથી રહેતી.

તેલ લગાવવાની યોગ્ય રીત :

  1. તેલ લગાવતી વખતે હંમેશા અંદરની તરફથી શરૂઆત કરો કારણ કે વાળના છેડા પર તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી હોતો.
  1. તેલ લગાવ્યા બાદ વાળને કાંસકાથી સારી રીતે ઓળી લો આનાથી તેલ એકરૂપ થઇ જશે અને માથાનું મસાજ પણ થશે. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન અને તાજગીનો અહેસાસ થશે.
  1. જો તમે ઇચ્છો છો છો કે તેલ વાળમાં સંપૂર્ણ રીતે સમાઇ જાય તો તેલ લગાવ્યા બાદ વાળને ગરમ ટુવાલથી ઢાંકી લો. આનાથી ગરમ ટુવાલની વરાળ સારી રીતે વાળના મૂળમાં જશે અને તેલ પણ તેમાં સમાઇ શકશે.

વાળ માટેના ઉત્તમ તેલ :

નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબાનું તેલ. આ તેલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે.

વાળ સ્વસ્થ રાખવા માટેના કેટલાક ખાસ ખોરાક-

ગ્રીન ટી:   વજન ઘટાડવામાં મદદ કરતી ગ્રીન ટી તમારા સ્કાલ્પને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા પોલિફિનોલ્સ વાળની ચમક જાળવે છે અને જો તમારા માથામાં ખોડો હોય તો તમે ગ્રીન ટી દ્વારા તમારા વાળ પણ ધોઈ શકો છો.

અખરોટ અને બદામ: ઓમેગા-3 અને પોલિફિનોલથી ભરપૂર આ નટ્સ તમારા વાળને અંદરથી પોષણ આપે છે.

લીલા શાકભાજી: પાલકમાં આર્યન હોય છે અને તે વિટામીન એથી ભરપૂર હોય છે જે સેબમ પેદા કરે છે. આ સેબમ કુદરતી કંડિશનર છે. બ્રોકોલી, કેલ (એક જાતની કોબી) અને અન્ય પાંદડાવાળા શાકભાજી પણ વાળ માટે બહુ જ ફાયદાકારક હોય છે.

બિન્સ: વાલ(બિન્સ) અને વટાણામાં વિટામિન બી હોય છે જે સ્વસ્થ વાળની ગ્રંથિના વિકાસને પ્રોત્સાહન આપે છે.

સોયા અને પનીર: આ પ્રોટિનથી ભરપૂર વસ્તુઓ વાળને સ્વસ્થ રાખતા કેરાટિનની પેદા કરવામાં મદદ કરે છે. જે વાળને નવજીવન આપે છે.

રંગીન ફ્રૂટ્સ: કેરી, કિવી, બધા જ પ્રકારના બેરી, પિચ, ઓરેન્જ, સ્વિટ લાઈમ બધા વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામીન સી વાળને સારુ સ્ટ્રક્ચર અને ફાઈબર આપતા કોલાજન પેદા કરવામાં મદદ કરે છે. જે વાળને હેલ્ધી રાખે છે.

વાળ ખરવાની સમસ્યા માટે નારિયેળ તેલની ખાસ પ્રયોગ વિધિ-

નારિયેળ તેલ અને મધ – બંનેમાં ભીનાશ હોય છે, જેનાથી વાળમાં ચમક આવે છે. 2 ચમચી નારિયેળનુ તેલ અને તેમા 1 ચમચી મધ મિક્સ કરો. આનાથી તમારા વાળ અને વાળના તળિયાની માલિશ કરો. 15-20 મિનિટ સુધી લગાવી રહેવા દો. પછી શેમ્પૂથી ધોઈ નાખો.

નારિયળનુ તેલ અને મેંદી – મેંદીથી વાળ તૂટતાં તો રોકી શકાય છે, પણ તે વાળને શુષ્ક પણ બનાવે છે. જો તમે વાળને શુષ્ક બનાવવા ન માંગતા હોય તો મેંદીમાં નારિયેળનુ તેલ નાખીને લગાવો. આનાથી વાળમાં ભીનાશ બની રહેશે.

નારિયળ તેલ, દહી અને લીંબૂ – એક વાટકીમાં ઈંડા ફોડીને તેમા 2 ચમચી દહી અને નારિયળનું તેલ નાખો. આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી વાળ મુલાયમ અને શાઈની થશે.

નારિયેળ તેલ અને અરીઠા – થોડાક નારિયળના તેલમાં 4 ચમચી અરીઠાનો પાવડર મિક્સ કરો. તેને 20 મિનિટ માટે તમારા વાળમાં લગાવીને છોડી દો અને પછી શેમ્પૂથી ધોઈ લો. આનાથી વાળ ખરતા બંધ થઈ જશે અને બે છેડાવાળા વાળની સમસ્યાથી મુક્તિ મળશે.

નારિયળ તેલ અને ઈંડા – ઈંડામાં 1 ચમચી નારિયળનું તેલ નાખો. આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. તેને 20-25 મિનિટ માટે વાળમાં લગાવી રાખો અને પછી શેમ્પૂ કરો. આનાથી વાળ સિલ્કી અને શાઈની થઈ જશે.                              સાભાર: દિવ્ય ભાસ્કર.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s