જન્મદિવસ ના આધારે જાણો, કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ

marriage numerology

જ્યોતિષ શાસ્ત્રમાં અંક જ્યોતિષનું ઘણું મહત્વનું સ્થાન હોય છે. અંક જ્યોતિષ વિવાહ માટે જન્મદિવસના અંકોને જોડવાનું મુખ્ય માને છે કારણ કે, ભવિષ્યમાં તે જોડી વચ્ચેના સંબંધો કેવા રહેશે તેની જાણ થઇ શકે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કઇ જન્મતારીખના દિવસે જન્મેલાં પુરૂષ માટે કઇ સ્ત્રી યોગ્ય સાબિત થઇ શકે છે. સાથે જ, તમે તે પણ જાણી શકશો કે કઇ જન્મતારીખની સ્ત્રી તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે.

કોઇ પણ વ્યક્તિનો જન્મ નંબર તેમની જન્મ તારીખનો કુલ યોગ હોય છે. જેમ કે, જો કોઇ જન્મદિવસ 12 ઓગસ્ટ 1987 છે તો તેમનો જન્મ નંબર 1+2=3 થશે.

આગળ જાણો તમારા જન્મઅંક મુજબ યોગ્ય સ્ત્રી કોણ સાબિત થશે…….

જન્મઅંકઃ-1

જે પુરૂષનો બર્થ નંબર 1 હોય તો તેમની માટે 1,3,5,7,9 બર્થ નંબરવાળી સ્ત્રીઓનો સંયોગ ઉત્તમ રહેશે. ઉપર જણાવેલ કોઇ પણ બર્થ નંબરવાળી સ્ત્રીની સાથે તેમનું જીવન સુખી, સરળ તો બને જ છે સાથે જ, તેમની વચ્ચે પ્રેમ પણ કાયમ રહે છે. તેનાથી વિપરીત જો 1 અંકવાળાને 2,4,6 અથવા 8 અંક અથવા બર્થ નંબરવાળી યુવતી મળે તો તેમના જીવનમાં ક્લેશ, દુઃખ અને અકારણ વિવાદના યોગ બને છે. તેમના જીવનમાં હમેશાં કોઇને કોઇ પરેશાની જન્મ લેતી રહે છે.

જન્મઅંકઃ-2

બર્થ નંબર એટલે કે જન્મ અંક 2 હોય તો તેમની માટે 1 અને 7 અંકની સ્ત્રી યોગ્ય સાબિત થતી નથી. આ બંન્ને મુળાંકો સિવાય કોઇ પણ મૂળાંકની સાથે તેમનું જીવન યોગ્ય રીતે પસાર થાય છે અને વૈવાહિક જીવન પણ આનંદમય રહે છે. આ બર્થ નંબરવાળા વ્યક્તિઓના વૈવાહિક જીવનમાં પરેશાનીઓની અવર-જવર ઓછી રહે છે.

જન્મઅંકઃ-3

જે પુરૂષનો બર્થ નંબર 3 હોય, તેમની માટે 3,4 અથવા 5 મૂળાંકવાળી છોકરીઓથી દૂર રહેવું જોઇએ. આ બર્થ નંબરની સ્ત્રીઓ સાથે તેમની ક્યારેય બનતી નથી. આ નંબરની સ્ત્રીઓ સાથે જો તેમના વિવાહ થાય તો તેમના જીવનમાં હમેશાં પરેશાનીઓ અને ઉથલ-પાથલ બની રહે છે. અને તેમનું વૈવાહિક જીવન પણ હમેશાં આ પરેશાનીઓને દૂર કરવામાં જ પસાર થઇ જાય છે.

જન્મઅંકઃ-4

જે પુરૂષનો જન્મઅંક 4 હોય તેમની માટે 2,4 અથવા 5 મૂળાંકવાળી સ્ત્રીઓ ઉત્તમ સાબિત થઇ શકે છે. આ સિવાય કોઇ બીજા અંકવાળી સ્ત્રીઓ તેમના જીવનમાં પરેશાનીઓનું કારણ બની શકે તેવી સંભાવનાઓ છે. આ સાથે જ, જો તેમના વિવાહ 2, 4, અથવા 5 અંકવાળી સ્ત્રીઓની સાથે થાય તો તેમનું જીવન સુખમય વિતિ શકે છે.

જન્મઅંકઃ-5

જેમનો બર્થનંબર 5 હોય તો તેમની 1,2,5,6 અથવા 8 મૂળાંકમાંથી કોઇપણ મૂળાંકની સ્ત્રીની સાથે તેમની જોડી જામી શકે છે. આ સાથે જ બધુ સામાન્ય અને વ્યવસ્થિત રીતે પસાર થાય છે. 5 નંબરવાળા લોકો માટે 3,4,7 અને 9 નંબરવાળી સ્ત્રીઓથી તેમણે હમેશાં દૂરી બનાવીને રાખવી જોઇએ.

જન્મઅંકઃ-6

જે છોકરાઓનો બર્થ નંબર 6 હોય તેમની માટે 1 અથવા 6 મૂળાંકવાળી છોકરીઓ યોગ્ય રહે છે. જોકે, 3,5, 7,8 અથવા 9 મૂળાંકવાળી છોકરીઓની સાથે જીવનમાં ભલે કંઇ યોગ્ય કે વ્યવસ્થિત ન હોય, પરંતુ જીવન સામાન્ય જ રહે છે. 6 નંબરવાળા લોકોએ માત્ર 2 અને 4 મૂળાંકવાળી મહિલાઓને પોતાના જીવનમાં લાવતા પહેલાં બે વાર વિચારી લેવું જોઇએ.

જન્મઅંકઃ-7

જેમનો બર્થ નંબર 7 હોય તેવા વ્યક્તિ માટે 2,4 અથવા 7 નંબરની છોકરીઓ જીવનમાં ક્યારેય સહયોગતા નથી આપી શકતી, આ નંબરવાળી સ્ત્રીઓ તેમની માટે દુશ્મન સમાન હોય છે. આ માટે જીવનસાથી બનાવતી સમયે ધ્યાન રાખવું કે જો બર્થ નંબર 1,3,6,5,8 અથવા 9 હોય તો જ તેમનું જીનવ યોગ્ય રીતે પસાર થઇ શકે છે.

જન્મઅંકઃ-8

જેમનો જન્મ મૂળાંક 8 હોય તો તેવા વ્યક્તિ માટે 1,4,8 અથવા 9 મૂળાંકવાળી છોકરીઓની સાથે તેમના સંબંધો આગળ વધારવા નુકસાનકારક સાબિત થઇ શકે છે. 8 બર્થ નંબરવાળા લોકો માટે 5,6 અથવા 7 મૂળાંકવાળી છોકરીઓ સૌથી વધારે યોગ્ય રહે છે. આ મૂળાંકોવાળી સ્ત્રીઓ સાથે તેમનું જીવન આનંદમય અને પ્રેમથી પસાર થાય છે.

જન્મઅંકઃ-9

જે પુરૂષનો જન્મ મૂળાંક 9 હોય તેમણે જો 1,2,3,6 અથવા 9 મૂળાંકવાળી સ્ત્રીઓની સાથે જો તેમની જોડી જામી જાય તો તેમની માટે ચાંદી જ ચાંદી થઇ જાય તેવું સમજી લેવું. આ વ્યક્તિઓને 4 અને 8 જન્મ મૂળાંકવાળી સ્ત્રીઓથી થોડું દૂર રહેવું જોઇએ. આ સ્ત્રીઓ તેમના જીવનમાં પરેશાનીનું કારણ બની શકે છે.       

 સાભાર: દિવ્ય ભાસ્કર 


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!

તમને ખબર છે તમારા પાર્ટનરની રાશિ? તો ક્લિક કરો, ખુલી જશે તેમના પ્રેમપ્રકરણના રાઝ
લગ્ન નથી થતાં? તો આટલું કરો…!!! યુવક અને યુવતીઓ માટેના અસરકારક ઉપાયો.
તમને કઈ સમસ્યા સતાવી રહી છે? આ રહ્યા ઉપાયો…!!!
પ્રેમમાં પડતા પહેલાં એ જાણી લો કે કઈ રાશિના લોકો કેવા પ્રેમી હોય છે…!!!
કોઈપણ 1 ફળ પસંદ કરો અને જાણો તમારી પર્સનાલિટીના રહસ્યો..!!!
भाग्य संवारें अंक ज्योतिष से….!!! YOU MUST KNOW ABOUT NUMEROLOGY…!!!
આ 21 નાના ચમત્કારી લક્ષ્મીપૂજાના ઉપાય બનાવશે ધનકુબેર…!!!
150થી વધુ ચમત્કારી ઉપાય દરેક રાશિવાળાને બનાવી શકે છે કરોડપતિ…!!!
ॐ के अनगिनत लाभ मे से ग्यारह आश्चर्यजनक शारीरिक लाभ…!!!
આ PHOTO પર કર્સર ફેરવો ને મેળવો તમારી 5 સમસ્યાના ઉકેલ…!!!
હનુમાનજીને ચડાવો આવું પાન, પૂરી થશે બધી મનોકામના…!!!
कोई नाम के पहले अक्षर से जाने अपने चाहने वालों का भविष्य…!!!

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s