કાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા..!!

ear1

નાના કે મોટા જેને પણ કાનની કોઈપણ સમસ્યા હોય તો અહીં પ્રસ્તુત છે એકદમ સસ્તા, ઘરેલૂ ખાસ ઉપચાર નોંધ કરી લેજો.

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે.

આ સિવાય કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નિકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ બરાવું, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી કાનની તમામ સમસ્યાઓ માટે આજે અમે તમને કેટલાક ખાસ દેશી ઉપચાર બતાવીશું, જે તમે સરળતાથી ઘરે જ કરી શકશો અને કાનની તમારી કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.

તબીબી ભાષામાં બહેરાશના જુદા જુદા પ્રકાર ગણાવાયા છે, જે આ પ્રમાણે છે :

નસની બહેરાશ (Sensory Neural Deafness)
પડદો કે હાડકીની બહેરાશ (Conductive Deafness) અને
સંયુક્ત બહેરાશ(Mixed Deafness)

કાનના રોગો થવાના કારણો-

વાયુ, કફ અને પિત્તના કારણે કાનના રોગો થવાની સંભાવના વધી જાય છે. જો કે કાનના રોગોમાં પિત્તથી થતાં રોગો બહુ ઓછી જોવા મળે છે.

બે દોષનાં કરણો એક સાથે ભેગાં થાય ત્યારે દ્વીદોષજ કર્ણરોગ થાય છે. જેમ કે આઈસક્રીમ, કુલફી, ફ્રીજનું પાણી ઠંડો પવન વગેરેથી કફવાતજ કર્ણરોગ થાય છે.

ત્રીદોષજ કર્ણરોગમાં ત્રણેય દોષ કારણભુત હોય છે. જેમ કે ઘરડા મૂળા, વાસી ભોજન, ક્રોધ, પરિશ્રમ, ઠંડી વગેરે કારણો એક સાથે થવાથી ત્રીદોષજ કર્ણરોગ થાય છે.

-વાયુથી થતા કાનના કોઈપણ રોગમાં કાનમાં જાત જાતના અવાજ આવે છે, દુખાવો થાય છે, સોજો આવે છે, લાલાશ દેખાય છે તથા કાનમાંથી પાતળો સ્રાવ થાય છે અને બહેરાશ આવે છે.

-પિત્તથી થતા કર્ણરોગમાં કાનમાં સોજો આવે છે, લાલાશ દેખાય છે, કરવતથી કપાતું હોય એવી તીક્ષ્ણ વેદના અને દાહ થાય છે તથા પીળો દુર્ગંધયુક્ત સ્રાવ થાય છે.

-કફથી થતા કર્ણરોગમાં વિપરિત શબ્દ સંભળાય છે, કાનમાં ખંજવાળ આવે છે.

-ત્રીદોષથી થતા કર્ણરોગમાં જે દોષની પ્રબળતા હોય તે મુજબ લક્ષણો જોવા મળે છે. વાયુની પ્રબળતામાં પાતળો, કાળો કે ફીણવાળો સ્રાવ, પિત્તની પ્રબળતામાં પીળો, લાલ લોહીવાળો, દુર્ગંધયુક્ત, પાતળો અને ગરમ સ્રાવ, તેમ જ કફની પ્રબળતા હોય તો સફેદ, ઘટ્ટ, ચીકણો અને પ્રમાણમાં વધુ સ્રાવ કાનમાંથી નિકળે છે.

કાનના રોગો માટે કેટલાક દેશી ઈલાજ

(૧) હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.

(૨) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરૂં નીકળતું હોય તો બંધ થાય છે.

(૩) ફુલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસના ટીપાં નાખવાથી પરૂં નીકળતું બંધ થાય છે.

(૪) સરસિયાના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં ફાયદો થાય છે.

(૫) તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.

(૬) કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સીંધવનો બારીક પાઉડર મિક્ષ કરી કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફો દૂર થાય છે.

(૭) આંબાનો મોર (ફુલ) વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૮) આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.

(૯) નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનનામાં થતો ભયંકર દુઃખાવો મટે છે.

(૧૦) તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.
(૧૧) લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બે-બે ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરૂં, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે.

(૧૨) હીંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મુકવાથી તીવ્ર કર્ણશૂળ મટે છે.

(૧૩) સરગવાના સુકવેલા ફુલનું ચુર્ણ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

(૧૪) આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે.

(૧૫) વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.

કાનમાં અવાજ થયા કરે ત્યારે-કર્ણનાદ
વિકૃત થયેલો કે અવળી ગતિવાળો વાયુ શબ્દનું વહન કરનારી શીરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહેવાય છે. એમાં અંતઃકર્ણમાં આવેલ કોકલીયા નામના અંગની વિકૃતી થાય છે. આ રોગમાં આ મુજબ શક્ય ઉપચાર કરવા.

(૧) બકરીના મૂત્રમાં સીંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં નાખવા.

(૨) કપાસના જીંડવાનો રસ કાનમાં નાખવો.

(૩) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો.

(૪) બકરીના મૂત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો.

(૫) સરસવ તેલથી કાન ભરી દેવો.

(૬) લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

(૭) ગળોનો રસ સહેજ ગરમ કરી દિવસમાં ચારેક વખત કાનમાં પાંચ-સાત ટીપાં નાખવાથી કર્ણનાદ અને કર્ણશૂળ મટે છે.

(૮) કર્ણનાદ એ કફજન્ય રોગ છે. સમભાગે સૂંઠ, ગોળ અને ઘીનો સોપારી જેવડો લાડુ બનાવી દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી પાચનશક્તિ સુધરે છે જેનાથી કર્ણનાદ મટે છે.

(૯) મધ ૧ ભાગ, આદુનો તાજો રસ ૨ ભાગ, તલનું તેલ ૧ ભાગ અને સહેજ સીંધવનું મિશ્રણ દિવસમાં ત્રણેક વખત કાનમાં થોડું થોડું મુકતા રહેવાથી કાનમાં થતો વિચિત્ર અવાજ-કર્ણનાદ લાંબા સમયે મટે છે.

કાન બંધ થઈ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે.

કાનમાં જંતુ જાય ત્યારે મધ, દીવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.

કાનમાં પરું કાનમાંથી પરૂ નીકળતું હોય તો કાન સાફ કરીને નીચે દર્શાવેલ શક્ય ઉપાય કરવા.

(૧) મધમાં સિંદૂર મેળવી બ-બે ટીપાં સવારે અને રાત્રે કાનમાં નાખવાં.

(૨) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયું અને થોડી હળદર નાખી ચાર ગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ સિદ્ધ કરવું. આ તેલનાં બે-ત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં.

(૩) કાનમાંથી પરૂં વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે.

(૪) લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરૂં બંધ થાય છે.

કાનની બહેરાશને જળમૂળથી દૂર કરવાના દેશી ઉપાય

(૧) કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં ૧ નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.

(૨) સમભાગે હીંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશ મટે છે.

(૩) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.

(૪) ગાયનું જુનું ઘી ખાવામાં વિશેષ વાપરવું.

(૫) રૂમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી.

(૬) ઉત્તમ હીંગની ભુકી રૂમાં મુકીને કાનમાં રાખવી.

(૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું.

(૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વિજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે.

(૯) સરસવના તેલમાં દસમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.

(૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.

(૧૧) સૂઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘુંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે.

(૧૨) ધોળી ડુંગળીનો તાજો રસ સહેજ હુંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં મુકવાથી સાધારણ બહેરાશ હોય તો તે દૂર થાય છે.

કાનમાં કીડા પડવા
કર્ણસ્રાવ, કર્ણપાક, વીદ્રધી (ગુમડું) જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી કે વાતાદી દોષોથી કાનમાં સડો પેદા થાય છે અને તેમાં કીડા પેદા થાય છે. એમાં આ મુજબના શક્ય ઉપાયો કરવા.

(૧) સ્વમુત્ર કાનમાં નાખવું.

(૨) લીમડાના રસમાં કકડાવેલું સરસિયું કાનમાં નાખવું.

(૩) ગોમૂત્ર સાથે હરતાલનું ચુર્ણ પીસીને કાનમાં નાખવું.

(૪) સરકામાં પાપડીયો ખારો, અજમો અને ઈન્દ્રાયણનો ગર્ભ મેળવી કર્ણપુરણ કરવું.
(૫) દુધીયા વછનાગ(કલીહારી)ના મુળનો રસ કાઢી તેમાં થોડું ત્રીકટુ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ) મેળવી કાનમાં નાખવાથી કૃમી તદ્દન મરી જાય છે.

કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહીં. આ ઉપાય કરો

(૧) સ્વમુત્રનાં ટીપાં કાનમાં નાખવાં.

(૨) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં.

(૩) મરીચ્યાદી તેલ ગરમ કરીને કાનમાં નાખવું.

(૪) ત્રીફળાના કાઢા વડે કે લીમડાના ઉકાળાથી કાન સાફ કરવો.

(૫) રોજ રાત્રે ત્રીફળા ચુર્ણ કે હરડે ચુર્ણની ફાકી કરવી.

કાનમાં કંઈક ભરાઈ જવું..
માખી, બગાઈ, મકોડા, કાનખજુરો વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળીયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પીચકારીનો ઉપયોગ કદી ન કરવો. એ વસ્તુઓને ટુકડા કરીને કાઢવી. ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું.

કાનમાં જંતુ પ્રવેશી ગયું હોય તો આમાંથી શક્ય ઉપાય કરવા.

(૧) ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી આવે છે.

(૨) ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો.

(૩) જાંબુના પાનનો રસ કાનમાં ભરી દેવો.

(૪) ક્લોરોફોર્મની પીચકારી મારવાથી જંતુ મરી જશે, પછી કાનને પીચકારી વડે ધોતાં જંતુ બહાર નીકળી જાય છે.

(૫) મધનાં કે દારૂનાં ટીપાં કાનમાં નાખવાં.

કાનનો મેલ કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતીમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે. આ મેલ કાઢવા ગરમ કરેલું સરસીયું કે તલનું તેલ કાનમાં નાખવું.

કાનની સંભાળ
(૧) કાન ખોતરવા નહીં.

(૨) કાનમાં ફુંક ન મારવી.

(૩) ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.

(૪) માથા પર મારવું નહીં.

(૫) ઘોંઘાટથી દુર રહેવું.

(૬) નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં ખોસવાં.

(૭) સ્નાન કર્યા પછી ચોખ્ખા ટુવાલ વડે કાન લુછવા.

(૮) નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં

(૯) ગરમ દવાનું અતીશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસત્ત્વ મધ સાથે લેવું.

કાનના રોગોમાં પરેજી

(૧) નીચેનો ખોરાક લઈ શકાય.

અજમો, અથાણાં(તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી(તીખી), કાજુ, કોથમીર, કોબી, કોલીફ્લાવર, ખજુર(થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ(પાતળી અને મોળી), જીરૂ, પરવળ, પાન, પાપડ(અડદ સીવાયના), પાલખ, બટાટા(થોડા), સીંગતેલ(થોડું), હળદર, હીંગ વગેરે.

(૨) નીચેનો આહાર ન લેવો:

અડદ, આઈસક્રીમ, આમલી, અંજીર, ઈંડાં, કાકડી, કુલ્ફી, કેરી, કોકમ, કેળાં, ખાંડ, ગવાર, ઘી(ભેંસનું), ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળાં, ટેટી, ઠંડાં પીણાં, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે.

                                                                                                                                            સાભાર: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s