બેંક મિત્ર બનીને કરો કમાણીઃ મળશે પગાર અને કમીશન, વાંચો શું છે યોજના

bank

રોજગારની શોધમાં ફરતા યુવાઓ માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી જનધન યોજના સાથે જોડાઇને મતલબ બેંક મિત્ર બનીને તમે કમાણી કરી શકો છો. બેંક મિત્રને ઓછામાં ઓછું 5000 રૂપિયાનું ફિક્સ વેતન મળશે, ઉપરંત ખાતામાં લેણ-દેણ પર અલગથી કમીશન આપવામાં આવશે. શાતે જ બેંક મિત્ર માટે અલગથી એક લોનની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં કોમ્પ્યુટર, વાહન વગેરે માટે બેંક લોન આપશે. જાણકારોનું માનીએ તો જનધન ખાતા અપેક્ષા મુજબ ન ખુલવાનું એક કારમ બિઝનેસ કોરસપોન્ડન્ટ પણ છે. એવું એટલા માટે કે તેમાં કોઈ ફિક્સ પગારની જોગવાઈ ન હતી. આ ખામીને જોતા નવી સ્કીમ પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.

કોણ હોય છે બેંક મિત્ર :
બેંક મિત્રમાં એવા લોકોને સામેલ કરવામાં આવે છે, જેને પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને આ લોકો એવી જગ્યાએ કામ કરે છે જ્યાં ન તો કોઈ બેંકની શાખા હોય કે ન તો કોઈ એટીએમ હોય. એવામાં આ લોકો તમારા સુધી પહોંચીને તમને યોજના સંબંધિત જાણકારીથી લઇને તમને નાણાં પહોંચાડવાનું કાર્ય કરે છે.

બેંક નિયુક્ત કરશે 50 હજાર બેંક મિત્ર:
બેંક મિત્ર માટે બનાવવામાં આવેલ સ્કીમમાં જ્યાં તેમને ઓછામાં ઓછો દર મહિને 5000 રૂપિયા પગાર ફિક્સ્ડ કરવામાં આવ્યો છે ત્યારે ખાતા ખોલવા અને તેમાં થનારા ટ્રાન્ઝેક્શન માટે કમીશન (વેરીએબલ) અલગથી આપવામાં આવશે. ઉપરાંત, કોમ્પ્યુટર, વાહન વગેરેની ખરીદી માટે 1.25 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક મિત્રને કામ કરવા માટે કોમ્પ્યુટર, વાહન વગેરેની જરૂરત પડશે. નાણાંમંત્રાલયના અધિકારી અનુસાર બેંક મિત્રની જરૂરતને ધ્યાનમાં રાખતા સ્કીમમાં જોગવાઈ કરવામાં આવી છે કે 1.25 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.

કોણ બની શકશે બેંક મિત્ર, કેટલી મળશે લોન:
તેમાં 50 હજાર રૂપિયા ઉપકરણ માટે, 25 હજાર રૂપિયા કાર્યરત મૂડી અને 50 હજાર રૂપિયા વાહનની લોન પેટે મળશે. તેના માટે 35 મહિનાથી લઇને 60 મહિના સુધીની લોન મળશે. લોન માટે 18-60 વર્ષની ઉંમરના લોકોને મળી શકશે. કોઈપણ વયસ્ક વ્યક્તિ બેંક મિત્ર બની શકે છે. ઉપરાંક સેવાનિવૃત્ત થઈ ગયા હોય તેવા બેંક કર્મચારી, શિક્ષક, બેંક, આર્મી મેનને પણ તેમાં જોડાઈ શકે છે. સાથે જ કેમિસ્ટ શોપ, કરિયાણાની દુકાન ધરાવતા લોકો, પેટ્રોલ પંપ, સ્વયં સેવક જૂથ, પીસીઓ, કોમન સર્વિસ સેન્ટર વગેરે પણ બેંક મિત્ર બની શકે છે. સરકારની આ નવી સ્કીમથી હજારો લોકોને પરોક્ષ રીતે નોકરી મળવાની સંભાવના છે.

bank1

શું કરેશે બેંક મિત્ર:
– પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત બચત અને અન્ય સુવિધાઓ વિશે લોકોને શિક્ષિત કરવા અને જાગરૂકતા ફેલાવવાની રહેશે.
– બચત અને અન્ય સંબંધિત ખાતાઓ વિશે સલાહ આપવી.
– ગ્રાહકોની ઓળખ કરવાની રહેશે.
– પ્રાથમિક જાણકારી, આંકડા એકઠા કરવા, ફોર્મ સાચવીને રાખવા, લોકો દ્વારા આપવામાં આવેલ જાણકારીની તપાસ કરવી અને લોકો દ્વારા આપવામાં આવેલ રકમને સંભાળીને જમા કરાવવી.
– અરજી અને ખાતા સંબંધિત ફોર્મ ભરવા.
– નાણાંની સમયસર ચૂકવણી અને જમા કરાવવાનું કામ.
– કોઈ વ્યક્તિ તરફથી મળે રકમ યોગ્ય હાથો સુધી પહોંચાડવી અને તેની રસીદ બનાવવાનું કામ.
– ખાતામાં અન્ય સુવિધાઓ સાથે સંકળાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવવી.

હવે દેશમાં મોબાઇલ દુકાનોથી બેન્કિંગ જગતમાં ક્રાંતિ આવશે

સમાજના દરેક વ્યક્તિ સુધી બેન્કિંગ સુવિધા પહોંચાડવાની દિશામાં મોદી સરકાર પ્રયાસરત રહી છે. આ જ પ્રયત્નના ભાગરૂપે સરકારે જન-ધન સ્કીમ લોન્ચ કરી અને હવે મોબાઇલ દુકાન, પેટ્રોલ પંપ અને ગલીઓના ખુણે રહેલી દુકાનોની મદદથી લોકોના દરવાજા સુધી બેન્કિંગ સુવિધા પહોંચાડવામાં આવી રહી છે.

બેન્કિંગની આ નવી સિસ્ટમનું નામ પેમેન્ટ બેન્કિંગ છે જ્યાં પારંપરિક નાણાંકીય સંસ્થાઓની જક્યાએ મોબાઇલ દુકાનો, પેટ્રોલ પંપ અને કોર્નર સ્ટોર્સને બેન્કિંગ સેવા આપવા માટે પરમિટ આપવામાં આવશે.

પેમેન્ટ બેંકની સ્થાપના માટે અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 ફેબ્રુઆરી છે. જે નવી સંસ્થાઓને પરમિટ મળશે તે ચૂકવણી અને જમાની સેવાઓ આપી શકસે પરંતુ લોન નહીં આપી શકે, માટે આ સંસ્થાઓનું નામ પેમેન્ટ સંસ્થા રાખવામાં આવ્યું છે.

આરબીઆઇની પહેલથી એ જાણવા મળ્યું છે કે, પારંપરિક બેંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાણાંકીય જરૂરિયાતનો ઉદ્દેશ પૂર્ણ કરી શકે તેમ નથી. તમામને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે વડાપ્રધાન મોદીની પહેલ પર 11 કરોડ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે આ 11 કરોડ ખાતામાંથી 8 કરોડ ખાતામાં રૂપિયા નથી.

પેમેન્ટ બેંકોના સમર્થકોનું કહેવું છે કે, તેનાથી ભારતમાં 6,00,000 ગામોને બેન્કિંગ સુવિધાથી જોડી શકાય છે જ્યાં હજુ સુધા આ સુવિધા પહોંચી નથી. પેમેન્ટ બેંક દ્વારા ઘર પર રૂપિયા મોકલવા, સરકાર તરફથી મળતા આર્થિક લાભ લેવો અથવા બિઝનેસ કરવામાં સરળતા રહેશે. સૌથી મહત્ત્વપૂર્ણ બદલાવ એ છે કે પેમેન્ટ બેંક ન માત્ર રકોડ સ્વીકાર કરશે પરંતુ રોકડ ઉપાડ પણ આપશે.

પહેલા સિસ્ટમ ખામીયુક્ત હતી
લોકોને બેન્કિંગ સેવા આપવા માટે સરકારે આ પહેલા એક સિસ્ટમની શરૂ કરી હતી જેને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટનું નામ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમની સૌથી મોટી ખામી એ હતી કે તેમાં માત્ર રકમ જમા કરાવી શકાતી હતી. તેમાં ખાતા ધારકને ઉપાડની કોઈ સુવિધા ન હતી જે ખામીને હવે નવી બેન્કિંગ સિસ્ટમમાં સુધારી લેવામાં આવી છે.

શું ફાયદો થશે
પેમેન્ટ બેંકનો ફાયદો એ હશે કે તેનાથી ભારતીય અર્થતંત્રમાં રોકડનો ઉપયોગ પર નિયંત્રણ આવશે. ભારતમાં હાલમાં પણ 10 લેણદેણમાંથી 9માં રોકડમાં લેણદેણ થાય છે. આ બેન્કિંગ સિસ્ટમમાં મોબાઇલ ઓપરેટર અને પ્રી-પેઇડ વોલેટ સેવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમાં રિટેલર્સ પણ રસ લઈ રહ્યા છે. ભારતના 100થી વધુ શહેરમાં કાર્યરત ફ્યુચર ગ્રુપ જેવી મોટી રિટેલ કંપનીનું કહેવું છે કે તે પરમિટ માટે અરજી કરશે. રિટેલર્સ ઉપરાંત ઓનલાઇન કંપનીઓ પણ ઉત્સુક છે. ટેલિકોમ સેવા આપતી કંપનીઓ જેમ કે, એરટેલ, વોડાફોન અને અન્ય પણ આ મામલે પાછળ નથી રહેવા માગતી.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s