ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?

aadhar card1

સરકાર આધાર કાર્ડને જનધન એકાઉન્ટ સાથે જોડવાની તૈયારીઓ કરી રહી છે. મોદીએ બધી બેંકોને નિર્દેશ આપ્યો છે કે બધા જનધન બેન્ક એકાઉન્ટ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવે. તેમણે બેંકોને આ પ્રક્રિયામાં તેજી લાવવા અને નાણાંકીય સાક્ષરતા વધારવાનો પ્રયાસ બમણો કરવા જણાવ્યું છે.

એવામાં જો આપનું આધાર ન બન્યું હોય તો જલદી તેને બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે ન પહોંચ્યુ હોય કે પછી સ્લિપ ગુમ થઇ ગઇ હોય તો નિરાશ ન થશો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.

શું છે એનરોલમેન્ટ

લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.

શું કરવું પડશે
જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.

અહીંથી કરો શરૂઆત

યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ http://www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.

ઓપ્શનની પસંદગી

રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.

જાણકારી ભરો

યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશે, જેમાં નામ, એનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.

કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ

તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટે https://eaadhaar.uidai.gov.in/ या https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.

Courtesy: Divya Bhaskar


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

WHATSAPP યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ
દાદીમાંના શ્રેષ્ઠ 30 નુસખા નોંધી લેજો, સ્વાસ્થ્ય સમસ્યાઓ હમેશા રહેશે દૂર
રોજ સવારે બ્રશ કર્યા વિના પીઓ 4 ગ્લાસ પાણી, જડમાં જડ રોગો પણ થશે દૂર!
TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ
લસણના 30 અદભુત ગુણો ને ઉપયોગ, તમારી અનેક તકલીફોમાં આવશે કામ
છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, 9 શ્રેષ્ઠ નુસખા
ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
30 દિવસનો ખાસ ઉપાય, હાઈટ નાની હોય કે વધતી ન હોય તો અજમાવો લો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s