સવાર-સાંજ 1-1 ચમચી ચ્યવનપ્રાશનું સેવન આપે છે, આ 15 ચમત્કારી લાભ

chyavanprash

ચ્યવનપ્રાશનું સેવન ક્યારે અને કેટલી માત્રામાં કરવું, કઈ રીતે શ્રેષ્ઠ ચ્યવનપ્રાશની ઓળક કરી શકાય અને તેના સેવનથી થતાં ચમત્કારી લાભ

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચ્યવનપ્રાશના ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી.

ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.

ચ્યવનપ્રાશ કઈ રીતે તમને સદાય યુવાન રાખવામાં મદદ કરે છે?

ચહેરા પરની કરચલીઓ, રેખાઓ અને સફેદ વાળ આ બધી વસ્તુઓ ઘડપણની સૂચક છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વ્યક્તિને હમેશાં જવાન રાખવામાં અને ઘડપણથી બચાવી રાખવામાં મદદ કરે છે. આ રસાયણોથી ભરપૂર ઉત્પાદ છે જે તમારી યુવાની ટકાવી રાખે છે.

શારીરિક દ્રષ્ટિકોણથી ચ્યવનપ્રાશ કઈ રીતે કામ કરે છે તે વિશે જાણો-

-કોશિકાઓની ઉંમર વધતી નથી

-શરીરની પેશીઓને પોષણ આપીને સુધારે છે

-મુક્ત કણોથી થનારા નુકસાનથી તમારી ત્વચાને રક્ષણ આપે છે

-પાચન શક્તિને વધારે છે (જે સુંદર ત્વચા મેળવવા માટે મહત્વપૂર્ણ હોય છે)

-તમારા શરીરની આંતરિક પેશીઓને ઓક્સીજનની ઉણપથી બચાવે છે

-જો તમે ચ્યવનપ્રાશના ખરા ફાયદા મેળવવા માગતા હોવ તો તમારે બપોરના ભોજન પહેલાં ચ્યવનપ્રાશનું સેવન કરવું.

-ચ્યવનપ્રાશ 49 જડીબુટ્ટીઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ સિવાય તેમાં સોનું અને ચાંદી પણ મિક્ષ કરવામાં આવે છે.

-ચ્યવનપ્રાશના ભરપૂર લાભ મેળવવા હોય તો તેને સતત 100 દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવું જોઈએ. જેમાં સવારે બ્રેકફાસ્ટ કર્યાના 20 મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અને રાતે સૂતાના 20 મિનિટ પહેલાં લેવું.

-જો બાળકોને ચ્યવનપ્રાશ આપવું હોય તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી જોઈએ.

-યૌન ઉત્તેજના વધારે છે

-યૌન ઉત્તેજનામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સ લાઈફને હમેશાં જીવંત અને સ્વાસ્થ્યને અડીખમ રાખે છે. તેનું નિયમિત સેવન સેક્સ લાઈફમાં સુધારો કરે છે.

-કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે

-જો તમને નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો તમારું કોલેસ્ટ્રોલ હમે્શા કંટ્રોલમાં રહેશે.

-ઈન્ફેક્શન સામે રક્ષણ

-ચ્યવનપ્રાશનું સેવન શરદી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે

-ડિપ્રેશનને દૂર કરે છે

-જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોવ તો ચ્યવનપ્રાશ તમારા માટે બેસ્ટ વસ્તુ છે. જોકે તમને ઝડપી રાહત નહીં મળે તેમ છતાં થોડા દિવસોમાં તમે પોતે ફરક અનુભવશો.

-માસિકની સમસ્યા કરે દૂર

– ચ્યવનપ્રાશનું સેવન કરવાથી માસિક ધર્મને નિયમિત રહે છે. તેની સાથે જ તે પ્રિમેન્સુએલ સિન્ડ્રોમની સંભાવનાને પણ દૂર કરે છે. સાથે જ દુઃખાવામાં પણ રાહત આપે છે.

-વિષાક્ત પદાર્થોને કરે દૂર

-નિયમિત રીતે ચ્યવનપ્રાશનું સેવન કરવાથી લોહી, લિવર અને આંતરડામાં રહેલાં વિષાક્ત પદાર્થોને દૂર થાય છે.

-બ્લડપ્રેશરને કરે કંટ્રોલ

-નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડપ્રેશરને હમેશાં નિયંત્રણમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે.

-ગેસની સમસ્યામાં રાહત આપે છે

-જો તમને ચ્યવનપ્રાશનું સેવન કરવાથી આદત હશે તો તમને ક્યારેય પેટમાં ગેસ થવાની સમસ્યાઓ સતાવશે નહીં.

-હિમોગ્લોબીનની ઉણપ કરે દૂર

-જો તમારા શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો રોજ ચ્યવનપ્રાશનું સેવન તમારી આ સમસ્યાને દૂર કરશે.

-શ્વાસ સંબંધી સમસ્યાઓનું મારણ

-જો તમને દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત -સેવનથી તમે કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો.

-ઈમ્યૂનને બનાવે મજબૂત

-તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમને સુધારીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે જેનાથી અનેક રોગો શરીરમાં પ્રવેશતા નથી.

-વજનને કંટ્રોલ કરે છે

– ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

-વાળને બનાવે હેલ્ધી

-વાળ અને નખને સુંદર, હેલ્ધી અને મજબૂત બનાવે છે

-સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે

-તમારી રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવે છે

-શ્વાસ સંબંધી સમસ્યાઓનું મારણ

-જો તમને દમ કે શ્વાસ સંબંધી સમસ્યાઓ હોય તો ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી તમે કાયમ માટે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો.

-ઈમ્યૂનને બનાવે મજબૂત

-તમારા શરીરની ઈમ્યૂન સિસ્ટમને સુધારીને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે જેનાથી અનેક રોગો શરીરમાં પ્રવેશતા નથી.

-વજનને કંટ્રોલ કરે છે

– ચ્યવનપ્રાશનું સેવન મેટાબોલિઝ્મને નિયંત્રિત કરે છે. જેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

-વાળને બનાવે હેલ્ધી

વાળ અને નખને સુંદર, હેલ્ધી અને મજબૂત બનાવે છે

-સમૃતિ, એકાગ્રતા અને સતર્કતામાં વધારો કરે છે

-તમારી રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત બનાવે છે

સારા ચ્યવનપ્રાશની ઓળખ કઈ રીતે થાય?

ગંધ- તજ, એલચી અને લાંબા કાળા મરચાનો ખાટ્ટો અને મસાલેદાર સ્વાદ

સ્વાદ- મસાલેદાર સ્વાદ, ખાટ્ટુ અને ઓછું ગળ્યું

જળ પરીક્ષણ- એક ચમચી ચ્યવનપ્રાશને પાણીમાં નાખવું. જો પાણીમાં નાખવાથી ચ્યવનપ્રાશ ડૂબી જાય છે તો ચ્યવનપ્રાશ ઠીક છે અને જો તેના કણ પાણીની ઉપર તરે તો સમજવું કે તે બરાબર નથી.

ચ્યવનપ્રાશ બહુ કડક અને બહુ નરમ નથી હોતું, માપના નરમ અને મુલાયમ પેસ્ટ હોય છે.

શું ચ્યવનપ્રાશનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે?

દરરોજ એક કે બે ચમચી ચ્યવનપ્રાશનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી. ચ્યવનપ્રાશમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનાથી વજન વધવાનો ખતરો નથી રહેતો.

ચ્યવનપ્રાશના સેવનથી પેટમાં બળતરા થાય તો શું કરવું?

જો ચ્યવનપ્રાશનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો આ સમસ્યા ક્યારેય થતી નથી.

ચ્યવનપ્રાશનું સેવન ગરમ દૂધ કે ઠંડા કયા દૂધ સાથે બેસ્ટ?

નવશેકું દૂધ ઠંડા દૂધ કરતાં વધુ ફાયદાકરક હોય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે. પરંતુ એવો કોઈ નિયમ નથી, જેથી તમે ઉતાવળમાં હોવ તો ઠંડા દૂધનું પણ સેવન કરી શકો છો.

શું ચ્યવનપ્રાશને ઘી સાથે લેવાય?

ચ્યવનપ્રાશમાં ઘી પહેલાંથી જ હોય છે જેથી તેને ઘી સાથે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચ્યવનપ્રાશનું સેવન દૂધ કે પાણીમાં મિક્ષ કરીને કરવાથી ઘી કરતાં વધારે લાભકારી સિદ્ધ થાય છે.

શું બાળકો ચ્યવનપ્રાશનું સેવન કરી શકે છે?

પાંચ કે તેનાથી વધુ વયના બાળકોને ચ્યવનપ્રાશનું સેવન કરવા આપી શકાય છે. તેમ છતાં સુરક્ષિત ઉપાય મુજબ 1/4 ચમચી ચ્યવનપ્રાશ બાળકને દૂધ સાથે આપવામાં આવે.

ચ્યવનપ્રાશના કેટલાક સાઈડ ઈફેક્ટસ:

-કેટલાક લોકોને ચ્યવનપ્રાશના સેવનથી પેટમાં બળતરા જેવી સમસ્યાઓ ઉદભવે છે.

-કેટલાક લોકોને ચ્યવનપ્રાશમાં આમળાની માત્રા વધારે હોવાથી દસ્ત થવાની સમસ્યા પણ થાય છે.

-ચ્યવનપ્રાશમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ડાયાબિટીસના રોગીઓએ ડોક્ટરની સલાહ લીધા વિના તેનું સેવન કરવું નહીં.

-ચ્યવનપ્રાશ આમ તો એક સુરક્ષિત ટોનિક છે પરંતુ બધાંના શરીરની પ્રકૃતિ અલગ હોય છે તો તમારે ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું.

Courtesy: Divya Bhaskar


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s