તમારી નાની બેદરકારી નોતરે છે બ્લડપ્રેશર, આ છે કારણો, લક્ષણ ને ઈલાજ

bp

હાઇ બ્લડપ્રેશરનો અર્થ એવો છે કે તમારી લોહીની નળીઓ ઓવર વર્ક કરી રહી છે. જો તેના ઉપર કન્ટ્રોલ રાખવામાં નહીં આવે તો હાર્ટ ફેઇલ થઇ શકે છે.
માથું ભારે થઈ જવું, ઓફિસમાં કામ વધાવાને કારણે થાક લાગવો અને ચક્કર આવવા આવી નાની સમસ્યાઓને અવગણવાની ભુલ ક્યારેય ન કરવી કારણ કે આવી સમસ્યાઓ કેટલીકવાર બ્લડપ્રેશરનું કારણ બની જીવલેણ સાબિત થાય છે. એકવાર બ્લડપ્રેશરની તપાસ કરાયા બાદ સવાર અને સાંજ નિયમિત દવા લેવી, ઉપરાંત ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું અને બહારના જંકફૂડ પર કાપ મૂકવો જેવા સૂચન ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે છે.  જેનો શરૂઆતમાં કડકપણે પાલન કરીને ત્રણથી ચાર મહિના બ્લડપ્રેશર એકદમ કાબૂમાં આવી જાય છે પરંતુ બ્લડપ્રેશર કાબૂમાં આવતા ધીરે ધીરે દવામાં અનિયમિતતા અને ખાવાપીવામાં પણ બેદરકારીના પરિણામે ધીરે-ધીરે સ્થિતિ ફરી બગડે છે અને તે બ્રેઇન સ્ટ્રોકનું કારણ પણ બને છે.
હાઇ બ્લડપ્રેશર હવે સર્વ સામાન્ય બીમારી બની ગઇ છે. વૃદ્ધાવસ્થામાં સતાવતું બ્લડપ્રેશર હવે ત્રીસથી પાત્રીસ વર્ષે થતું જોવા મળે છે. જો એને સામાન્ય બીમારી માની તેની સામે આંખ આડા કાન કરવામાં આવે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ પણ તેમાંથી બાકાત રહી નથી. આવા સમયે પૂરતી તકેદારી લેવામાં આવે તો માતા અને આવનારા બાળક બંનેને નુકસાન થઇ શકે છે. જો તમારી આ બીમારીથી બચીને રહેવું હોય તો આજે જાણી અહીં બતાવેલી શ્રેષ્ઠ ટિપ્સ વિશે.
જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ એવું નથી.બ્લડપ્રેશરના અમુક કેસમાં તો દુર્ઘટના ઘટી જાય પછી ખબર પડે છે કે તો હાઇ બ્લડપ્રેશરને કારણે ઘટી. હાઇ બ્લડપ્રેશરને ડોક્ટરી ભાષામાં ‘સાઇલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે. પહેલા તો બ્લડપ્રેશર શું છે? સમજીએ.હૃદયની નળીઓમાં લોહીના દબાણથી જે રક્તચાંપ(પ્રેશર) બને છે તેને બ્લડપ્રેશર કહેવામાં આવે છે. દુનિયાભરમાં બ્લડપ્રેશર માટે સિસ્ટોલિક એટલે ઉપરનું 140 અને ડાયસ્ટોલિક એટલે નીચેનું 9૦ની મર્યાદા નક્કી કરાયું છે જ્યારે આઇડિયલ બ્લડપ્રેશરનું માપ 120/80 હોવું જોઇએ. જો પ્રેશર 120/80 કરતાં ઘટી જાય તો બ્લડપ્રેશર લો થઇ ગયું કહેવાય. જ્યારે પ્રેશરનું પ્રમાણ 140/90 કરતાં ‌વધી જાય તેને હાઇ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. દિવસમાં એકાદ વખત બીપીનું પ્રમાણ વધારે આવ્યું હોય અને બાકી દિવસમાં ત્રણ વખત માપવાથી જો પ્રેશર પ્રમાણસર આવે તો દવા શરૂ કરવાની જરૂર નથી. પણ દરેક વખત પ્રેશર હાઇ આવે તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને તે જે સૂચના આપે તેનું પાલન કરવું જોઇએ.

એમડી ફિઝિશિયન ડો. રમેશભાઇ પટેલ કહે છે, જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ હકીકતમાં એવું નથી. ઘણાને કામના વધુ પડતા ભારણને લીધે પ્રેશર વધી જતું હોય છે તો અમુક લોકોને ઉંમર વધવાને લીધે પ્રેશરમાં વધારો થતો હોય છે. ઘણી વખત અન્ય કોઇ બીમારીના ભાગરૂપે પણ બ્લડપ્રેશર વધવાની સમસ્યા સર્જાય છે.સામાન્ય રીતે બ્લડપ્રેશરના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક એસેન્સિઅલ બ્લડપ્રેશર અને બીજું સેકન્ડરી બ્લડપ્રેશર. શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી કે અન્ય કારણ વગર જો બ્લડપ્રેશર હાઇ રહેતું હોય તો તેને એસેન્સિઅલ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારનું બ્લડપ્રેશર લોહીની નળીઓ જાડી થવાથી અથવા સ્થિતિસ્થાપક્તા ગુમાવવાથી થતું હોય છે. જ્યારે કિડનીની બીમારી, બ્રેઇન ટયુમર, હૃદયની બીમારી જેવાં કારણોથી બ્લડપ્રેશર હાઇ રહે તો તેને સેકન્ડરી બ્લડપ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બ્લડપ્રેશર એસેન્સિઅલ છે કે સેકન્ડરી તેની પાછળનું ચોક્કસ કારણ ડોક્ટર દ્વારા શોધવામાં આવે છે. પછી જે બીમારી થઇ હોય તેની સારવાર કરવામાં આવે તો વધી ગયેલા પ્રેશરને કન્ટ્રોલમાં લાવી શકાય છે. સાઇલન્ટ કિલર તરીકે ગણાતા બ્લડપ્રેશરને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. જો સમયસર તેની દવા લેવામાં આવે અને થોડી તકેદારી રાખવામાં આવે તો તેના થકી આવતી અન્ય બીમારીઓથી બચી શકાય છે.
 જોવા મળતાં લક્ષણો:

માથું ભારે લાગવું
ચક્કર આવવાં
બેચેની લાગવી
પગમાં સોજો આવવો
છાતીમાં ભાર લાગવો
કાનમાં તમરાં બોલવાં
ઘબકારામાં વધઘટ થવી

થવાનાં કારણો:

આહારમાં મીઠાનું વધુ પડતું સેવન
વારસાગત
બેઠાડુ જીવન
મેદસ્વિતા
જંકફૂડનું વધુ પડતું સેવન
માનસિક તાણ
ધૂમ્રપાન
તમાકુ અને દારૂનું સેવન

કાબૂમાં રાખવા આટલું કરો:
નિયમિત દવા લેવી
નિયમિત કસરત કરવી
આહારમાં મીઠું ઓછું લેવું
તેલ, ઘી, બટર જેવા પદાર્થોનું પ્રમાણ ઘટાડવું
ફરસાણ, પાપડ, આથાણાંને ટાળવાં
વજન કન્ટ્રોલમાં રાખવું
ધ્યાન અને પ્રાણાયામ કરવા
ખોરાકની ટેવોમાં પરિવર્તન લાવવું
ધૂમ્રપાન ન કરવું
નિયમિત પ્રેશર ચેક કરાવવું
ઓસડિયાં:
લોહીના દબાણ પર રાખો કાબૂલોહીનું દબાણ નીચું રહેતું હોય તો બેથી પાંચ ગ્રામ ગંઠોડાનાં મૂળનું સેવન કરવાથી અને લીંબુનું મીઠું નાખેલું શરબત પીવાથી ફાયદો થશે.

લસણની કળીઓને ચાર પાંચ દિવસ સુધી તડકે સૂકવીને કાચની બરણીમાં ભરી ઉપર મધ નાખીને મૂકી રાખવી. પંદર દિવસ પછી લસણની એક-બે કળી, એક ચમચી મધ સાથે ચાવવી અને તેના ઉપર ફ્રીજ સિવાયનું એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી લાહીનું દબાણ સામાન્ય રહે છે.

એક ગ્રામ સર્પગંધા નામની બુટ્ટીને બે ગ્રામ બાલછડ નામની બુટ્ટીમાં મિશ્રણ કરી દર્દીને આપવી. ચંદ્રકલા રસની બે-બે ગો‌ળી સવાર સાંજ દર્દીને આપવી. બે ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે આપવું. જો વાયુપ્રધાન પ્રકૃતિ હોય તો સવારે તલનું 20 મિ.લિ. તેલ ગરમ પાણી સાથે આપવું. એનાથી ઉચ્ચ લોહીના દબાણમાં લાભ થાય છે.

રતવેલિયાનો પાંચ ગ્રામ રસ દિવસમાં એકવાર પીવાથી હાઇ બી.પી. નિયંત્રણમાં રાખી શકાય છે.

 દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં 100માંથી 7 વ્યક્તિના મૃત્યુ પાછળનું કારણ હાઇ બ્લડપ્રેશર હોય છે.

હાઇ બી.પી.માં રાહત આપે યોગ:

પ્રેશર એટલે લોહીનું દબાણ, દબાણ વધારે પણ હોઇ શકે અને ઓછું પણ હોઇ શકે. વધારે હોય તો હાઇ બ્લડપ્રેશર કહેવાય અને ઓછું હોય તો લો બ્લડપ્રેશર કહેવાય. પ્રેશર વધારે હોય કે ઓછું બંનેમાં વ્યક્તિને શારીરિક અને માનિસક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજના યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને કારણે હાઇ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશરમાં કઇ કઇ સમસ્યાઓ પેદા થઇ શકે એની જાણકારી મોટાભાગની વ્યક્તિ ઇન્ટરનેટ કે ન્યૂઝપેપર દ્વારા મેળવી લેતી હોય છે. પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં યોગ અને પ્રાણાયામ કેટલા મદદરૂપ થઇ શકે અંગે આજે આપણે જાણીએ.

અત્યારે મોટાભાગના યુવાનોને જીવનમાં ઘણું બધું કરવું છે અને પણ ઝડપથી મેળવી લેવું છે. તેથી તેઓ જેટલું કામ કરે છે એની સરખામણીમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખતા નથી. વધારે પડતું કામ, વધારે પડતી અપેક્ષાઓ અને આહારમાં નિષ્કાળજી પ્રકારની સ્થિતિ વ્યક્તિને રોગ તરફ ધકેલે છે. જો નાની ઉંમરમાં બ્લડપ્રેશર થયું હોય તો માત્ર દવાઓ ગળીને ઈલાજ ન કરો. પરંતુ તેની સાથે યોગનો પણ સહારો લેવો અત્યંત જરૂરી છે. દવાની સાથે યોગ અને પ્રાણાયામ કરવાથી ઓછા સમયમાં વધુ ફરક પડે છે અને ધીરે ધીરે બ્લડપ્રેશરને કારણે થતી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, ચક્કર આવવાં, ઊંઘમાં ડિસ્ટબન્સ, ક્યાંય ગમે નહીં વગેરે જેવી તકલીફો બિલકુલ દૂર થઈ જાય છે. એટલું નહીં બ્લડપ્રેશર હમેશાં કન્ટ્રોલમાં રહે છે.

 યોગ થેરપિસ્ટ હેતલ દેસાઇ કહે છે કે, બ્લડપ્રેશરને નોર્મલ બનાવવા ઉપરાંત અન્ય બીમારીમાં પણ યોગ અને પ્રાણાયામ અસરકારક છે. યોગની સાથે અમે આયંગર ટેક્નિક કરાવીએ છીએ. ઉપરાંત દોરડા પર શીર્ષાસન પણ કરાવીએ છીએ. જમીન પર કે દીવાલના ટેકે શીર્ષાસન થાય પરંતુ ખાસ પ્રકારે બનાવવામાં આવેલા દોરડા પર 9 વર્ષથી લઇને 90 વર્ષ સુધીના લોકો આરામથી શીર્ષાસન કરી શકે છે.

હાઇ બ્લેડપ્રેશર થવા પાછળ ફૂડ અને લાઇફ સ્ટાઇલ પણ એટલાં અગત્યનાં છે. જેમને હાઇ બી.પી રહેતું હોય તેમણે સવારનો નાસ્તો ન કરવો જોઇએ. જો લંચ ન લેવાનું હોય તો તે સવારનો નાસ્તો કરી શકે છે. જે લોકો ભૂખ્યા ન રહી શકતા હોય તે દિવસ દરમિયાન થોડું થોડું ખાઇ શકે છે. જે પણ આહાર કે નાસ્તો લેવામાં આવે તે હેલ્થી હોવો જોઇએ. ભૂખ લાગે ત્યારે ગમે તે વસ્તુ પેટમાં પધરાવી દેવાથી અથવા તો વધુ પડતું ખાવાને લીધે થતો અપચો પણ હાઇ બી.પીનું કારણ બનતું હોય છે. તેથી અપચો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમે વિવિધ આસનો કરતા હોવ તો આસનોમાં સુપ્ત બદ્ધકોણાસન 5 મિનિટથી લઇને 10 મિનિટ સુધી કરવું જોઇએ.

મન અને શરીરને રિલેક્સ કરે એવી સીડી હવે બજારમાં મળે છે. તે સાંભળતાં સાંભળતાં સૂવું જોઇએ અથવા તો સૂતા પહેલાં સાંભળવી જોઇએ. આ પ્રકારની સીડી મનને એકદમ રિલેક્સ કરે છે. તમને સંગીતનો શોખ હોય તો મનગમતું સંગીત કે ગીતો સાંભળશો તો પણ હતાશા દૂર થઇ જશે.

હાઇ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ મન પરનો ભાર અને સ્ટ્રેસ છે. જીવનની સમસ્યાઓ અને તેના પ્રકારોમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. એ તો એમ રહે છે. આવી પરિસ્થિતિમાં રિલેક્સ રહેવા માટે યોગ અને પ્રાણાયમ ઉત્તમ ઉપાય છે. એમાંય આયંગર યોગ પદ્ધતિ વધુ અસરકારક છે. તેનાથી મન પોઝિટિવ થાય છે અને જીવન જીવવાના અભિગમમાં પરિવર્તન આવે છે. ઉપરાંત મન ખુશ રહે છે અને સૌથી મોટી વાત તો છે કે બીમારીને આવતી અટકાવી શકાય છે. તો હવે વહેલી તકે યોગ અને પ્રાણાયામ શરૂ કરી બ્લડપ્રેશરમાંથી મુક્તિ મેળવો.

સંશોધન:

બ્લડપ્રેશર ઘટાડે પાલક:

પાલકમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. એના લીધે શરીરનો ઝડપી વિકાસ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ ભરપૂર હોય છે જે શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. ઉપરાંત પાલક આપણા શરીરમાં જરૂરી તત્ત્વો પૂરાં પાડે છે. જેના કારણે બ્લડપ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે તેમાં રહેલું નાઈટ્રેટ નસોમાં જામી ગયેલા કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે. તેથી જે વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ વખત પાલક ખાય છે તેને બ્લડપ્રેશરની સમસ્યા થતી નથી.

બી.પી.ને કન્ટ્રોલમાં રાખે બીટ:

લંડનની એક યુનિવર્સિટીએ થોડો સમય પહેલાં શાકભાજીના વિવિધ જ્યૂસ પર અભ્યાસ કર્યો હતો. દરમિયાન જાણવા મળ્યું કે શાકભાજીનો જ્યૂસ હેલ્થને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. એમાંય બીટનો રસ તો હાઇ બ્લડપ્રેશરમાં ઉત્તમ છે. નિયમિતપણે 100 ગ્રામ બીટનો રસ પીવામાં આવે તો ધીરે ધીરે હાઇ બ્લડપ્રેશર સામાન્ય બની જાય છે. બીટમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું છે. તત્ત્વ પાચનતંત્રમાં પહોંચી નાઇટ્રિક ઓક્સાઇડ બની જઇ લોહીના પ્રવાહને ઘટાડે છે. લોહીનો પ્રવાહ ઘટવાથી હાઇ બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે. જેમને લો બ્લડપ્રેશર રહેતું હોય તેમણે નિયમિત રીતે બીટનો રસ પીવો જોઇએ. અઠવાડિયે એકાદ વખત બીટનો જ્યૂસ પીવે તો ખાસ કંઇ વાંધો આવતો નથી.

Courtesy: Divya Bhaskar

જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

ઘેર બેઠા ફ્રિમાં શીખો, આખુ વર્ષ રોગમુક્ત રહેવા આયુર્વેદનો આ રસાહાર કોર્ષ..!!!
દુર્બળ પુરુષોને પણ તંદુરસ્ત ‘મર્દ’ બનાવે છે આ વસ્તુ, એકવાર અજમાવો..!!
गरुड़ पुराण में बताए हैं पुरुषों की ताकत बढ़ाने वाले ये सरल उपाय…!!!
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
ખાસ પ્રયોગ….!!! 15 દિવસમાં કેવા પણ સફેદ વાળ થશે પ્રાકૃતિક કાળા….
धरती का अमृत पानी पीने के 10 फायदे और नुकसान ज़रूर जाने…नही जाना तो क्या जाना…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!
हार्ट अटैक: ना घबराये ……सहज सुलभ उपाय ….!!!
સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!
इन 6 उपायों से स्वस्थ रहेगा आपका दिल…!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s