કાર 1 લીટર પેટ્રોલના ખર્ચમાં 1851 KM દોડશે, BHUના વિદ્યાર્થીની કમાલ..!!!

bhu3

બીએચયૂ આઇઆઇટીના વિદ્યાર્થીઓ સતત નવા સંશોધન દ્વારા ભારતની ટેક્નોલોજીમાં નવી દિશા કંડારી રહ્યા છે. આઇઆઇટીના બીટેકના વિદ્યાર્થીઓની ટીમ અવેરાએ એક એવું ફ્યૂઅલ એફિશિઅન્ટ કાર મોડલ તૈયાર કર્યું છે, જે ઇલેક્ટ્રોનિક બેટરીથી ચાલે છે. વિદ્યાર્થીઓએ આ કારનું નામ અલ્ટેર્નો રાખ્યું છે. આ કાર માત્ર એક લીટર પેટ્રોલના ખર્ચમાં 1851.8 કિલોમીટરની એવરેજ આપે છે.

મેકેનિકલ એન્જિનિયરિંગ આઇઆઇટી બીટેકના વિદ્યાર્થી અંકિત વર્માની ટીમ અવેરાએ તેની ડિઝાઇન કરી છે. આવી કારનો ઉપયોગ શેલ ઈકો મેરેથોન સ્પોર્ટ્સમાં કરવામાં આવે છે. પ્રથમ વખત બીએચયૂ આઇઆઇટી શૈલ ઈકો મેરેથોન ગેમ ફિલીપાઇન્સ-2015માં ભાગ લેશે. તેને 12 લોકોની ટીમે મળીને તૈયાર કરી છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે સોમવારે આ કારનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું.

માત્ર 80 કિલો છે કારનું વજન

શેલ ઇકો કાર અલ્ટેર્નોને બનાવનાર આઇઆઇટીના વિદ્યાર્થી અંકિત વર્માનો દાવો છે કે, ભારતમાં અન્ય કારોની તૂલનામાં તેની આ કાર એવરેજમાં ઘણી સસ્તી છે. અંકિતે જણાવ્યું કે, તેની કાલનું કુલ વજન 80 કિલોગ્રામ છે. એન્જિનની જગ્યાએ જાતે બનાવેલ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કર્યો છે. ચેચિસનું વજન માત્ર 12 કિલો છે. એન્જિનમાં લગાવવામાં આવેલ મોટરને બ્રેસલેસ મોટર કહે છે. બેટરી ચાર્જ કરવામાં બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે. માત્ર 80 રૂપિયાની વિજળમાં આ કાર 1851.8 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

આટલી વધુ એવરેજ આપવાનું આ છે કારણ

તેમાં એરોડાયનેમિક ડ્રેગ સિસ્મટની વિરૂદ્ધ દિશામાં તાકત ઓછી કરવામાં આવી છે, જેનાથી ઘણી ઓછી ઊર્જાની જરૂરત પડે છે. તે હવાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. બીજી વાત એ ચે કે, તેના ટાયરોને અન્ય ટાયરોની તૂલનામાં લો રોલિંગ ફિક્શન પર રાખવામાં આવ્યા છે. જ્યારે, કારનું વજન ઘણું ઓછું છે, જેના કારણે ઊર્જાની ઓછી જરૂરત પડે છે. ઉપરાંત કારમાં નવ બેટરી લગાવેલી છે, જે 36 વોટ સુધીની ઊર્જા સરળતાથી આપે છે. અંકિતના જણાવ્યાનુસાર, આ કાર 10 કિમીની ઝડપથી દોડવા પર 1851.8 કિમીની એવરેજ આપે છે.

BHU

ફિલીપાઇન્સમાં શેલ ઇકો મેરેથોન ગેમ ભાગ લેશે

26 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ફિલીપાઇન્સમાં શેલ ઇકો મેરેથોન ગેમનું આયોજન થવાનું છે. તેમાં પ્રથમ વખત ભારત તરફથી મુબંઇ અને બીએચયૂ આઇઆઇટીની ટીમ ભાગ લેશે. ભારત તરફથી તેમાં કુલ 17 ટીમ ભાગ લેવાની છે. જણાવીએ કે, આ હરીફાઇમાં સમગ્ર એશિયાની ટીમ ભાગ લેતી હોય છે.

કારની વધુમાં વધુ ઝડપ 55 કિલોમીટર

એક માણસ આ કારમાં બેસીને આરામથી ચલાવી શકે છે. તેમાં રિયલ વ્હીલ સંચાલિત પૈંડા લગાવેલા છે. બે પૈંડા આગળ અને એક પાછળ લાગેલું છે. તેની વધુમાં વધુ ઝડપ 55 કિલોમીટર છે. 45 કિલોમીટરની ઝડપમાં પહોંચવા માટે 11.2 સેકન્ડનો સમય લાગે છે.

કઈ વસ્તુઓમાંથી બનેલી છે આ કાર

મેકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રંજીત કુમારના જણાવ્યાનુસાર, આગળનુ મોડલ ગ્લોસ ફાઇબરથી તૈયાર કરવામાં આવ્યું છે. ચેચિસ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યા છે. સ્ટીઅરિંગ ખાસ ગોકાર્ડિંગ બનાવવામાં આવ્યા છે, જે નાની અને રેસર કારમાં હોય છે. હાલમાં નોર્મલ સાઇકલના પૈંડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

bhu5

કાર બનાવનારી ટીમમાં 12 લોકો છે સામેલ

અંકિત આર વર્મા- મેકેનિકલ મેનેજર, ઇલેક્ટ્રોનિક્સ
રંજીત કુમાર- મેકેનિકલ ડ્રાઇવર, એસેમ્બલી
વિવેક ચૌહાણ- મેકેનિકલ ટ્રાન્સમિશન
કુણાલ રાય- મેકેનિકલ માર્કેટિંગ
કનિષ્ક મિશ્રા- મેકેનિકલ બોડી એરોડાયનેમિક્સ
આદિત્ય સારસ્વત- મેકેનિકલ સ્ટીઅરિંગ
પ્રતીક અગ્રવાલ- મેકેનિકલ પાવરટ્રેન
અંકિત પટેલ- સિવિલ પાવરટ્રેન
આકાશ ગુપ્તા- માઇનિંગ એસેમ્બલી
અમર સુરી- કેમિકલ એસેમ્બલી
રાકેશ સિંહ- મેકેનિકલ એસેમ્બલી
અરૂણ- મેકેનિકલ એસેમ્બલી

ભવિષ્યમાં આ કારનો ઉપયોગ ઈ-રિક્ષાની જેમ કરી શકાશે

બીએચયૂ આઇઆિટીના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે જણાવ્યું કે, પ્રથમ વખત કોઈ કાર બનાવવાને લઇને આવો અદ્ભૂત પ્રયોગ થયો છે. આ કાર પ્રતિ એક લીટર (65.54 રૂપિયા)માં 1851.8 કિલોમીટરનું અંતર કાપે છે. આ કારમાં મોટર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં આ કારનો ઉપયોગ ઈ-રિક્ષાની જેમ કરી શકાશે. આગળ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલર પેનલનો ઉપયોગ પણ કરી શકાય છે. આ કાર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે તેનો કોઈ ખુલાસો થયો નથી પરંતુ અન્ય કારની તૂલનામાં તેની કિંમત ઘણી ઓછી હશે.

આ પ્રકારનું છે કારનું માળખું

વજનઃ 80 કિલોગ્રામ
લંબાઈઃ 285 સેમી
પહોળાઈઃ 100 સેમી
બેટરીઃ 36 વોટ
આકારઃ બે પૈંડા આગળ અને એક પૈંડું પાછળ.


જુઓ અને વાંચો બીજા વધારે મજેદાર લેખો…!!!

कमायें लाखों YOUTUBE से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
TIPS: ऐसे किसी भी कम्प्यूटर पर खोलें ब्लॉक की गई वेबसाइट्स
આ 7 સ્ટેપ્સ અનુસરીને કરો PASSPORT માટે ઓનલાઇન અરજી…!!!
ટેકનોલોજી ની આ વાતો તમે નહી જાણી હોય તો તમે કાંઇ નથી જાણયું…!!
વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!
અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો…!!!
एक अति महत्वपूर्ण अहम सुचना जन हित मैं जारी…!!!
है क्या ये..!!! आप कल्पना नही कर पाएँगे…!!! NO ONE BELIEVE…!!!
રહસ્યમય ઈશ્વરીય સર્જન તાકાતવર ઍનાકોન્ડાની દુર્લભ તસ્વીર…!!!

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s